અનુયાયીઓ

રવિવાર, 19 જૂન, 2011

રાણાવાવ આદિત્યાણાના વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી માટે કાર્યક્રમ રાજય ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયો

પોરબંદર,તા.૧૮ઃ-પોરબંદર જિલ્‍લાની રાણાવાવ-આદિત્યાણા નગરપાલીકાની વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ સચિવશ્રી રાજય ચૂંટણીપંચ ગાંધિનગર દ્વારા તા.૧૫ જુનના રોજ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે તા.૨૦ જુનના રોજ ચૂંટણીની નોટીસ જાહેરનામું બહાર પડાશે અને ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણીની નોટીસ પ્રસિધ્ધ કરશે. તા.૨૫ જુનના રોજ ઉમેદવારી પત્રો રજુ કરવાની છેલ્લી તારીખ, તા.૨૭ જુનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને તા.૨૮ જુન ના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તા.૧૦/૦૭/૨૦૧૧ ના રવિવારના રોજ સવારના ૮-૦૦ થી સાંજ ના ૫.૦૦ કલાક સુધી પેટાચૂંટણીનું મતદાન થશે અને તા.૧૨ જુલાઇના રોજ મતગણતરી કરાશે.
આ વોર્ડ નં-૩ ની બેઠકનો પ્રકાર સામાન્ય સ્ત્રી છે. ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્રસાથે ગુન્હાહિત ઇતીહાસ, શૈક્ષણીક લાયકાત, મિલ્‍કત અને દેવા બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનું રહેશે. મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. તે રજુ ન કરી શકે તો જુદા-જુદા ૧૩ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી શકશે. આ પેટા ચૂંટણી વિજાણું મતદાન યંત્રો દ્વારા કરવામાં આવશે. તેમ જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને પોરબંદર કલેકટરશ્રી ગિરિશ શાહની યાદીમાં જણાવાયું છે.

શિક્ષણમાં બદલાવ લાવી બાળકનો સર્વાંગી વિકાસ કરીએ, -મંત્રીશ્રી વાસણભાઇ આહિર માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવ યોજાયો.

માંગરોળ તાલુકાના જુથળ અને લોએજ ગામે શાળા પ્રવેશોત્‍સવમાં પછાતવર્ગ કલ્‍યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્‍યુ હતું કે, પ્રાથમિક શિક્ષણમાં રાજ્ય સરકારે અનેકવિધ સુધારાત્‍મક પગલા લીધા છે. શિક્ષણમાં બદલાવ લાવી બાળકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્‍ધ છે.
મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જુથળ ગામની પ્રાથમિક શાળાનુ સુંદર વાતાવરણ અને શિક્ષકો દ્વારા બાળકના ઘડતર માટે કરાતી તૈયારીઓ અને મહેનતથી પ્રભાવિત થઇ જુથળ ગામના શિક્ષકો અને વાલીઓને જાગૃતિ પ્રેરક છે, તેમ જણાવ્‍યુ હતું. જુથળ પ્રા.શાળામાં કુલ ૭૪ બાળકોને મંત્રીશ્રીએ કુમ-કુમ તિલક કરી દફતર આપી પ્રવેશ આપ્‍યો હતો.
જૂથળ ગામની ધો.-૯ની બાળા મેઘનાથી ભગવતીએ સૌને પ્રભાવિત કરતું શોર્યગીત રજુ કરતા મંત્રીશ્રીએ પ્રોત્‍સાહક રકમનું ઇનામ આપ્‍યુ હતું. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્‍ય શ્રી ભગવાનજીભાઇ કરગઠીયાએ પ્રાસંગિક પ્રવચન આપી બાળકના શિક્ષણમાં બાળાઓને પણ જાગૃત રહેવા પર ભાર મૂક્યો હતો. જુથળ પ્રા.શાળાના પ્રવેશોત્‍સવ કાર્યક્રમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિમાવત, તાલુકા વિકાસ અધિકારીશ્રી યાજ્ઞિક, અગ્રણીશ્રી બાલુભાઇ, દેવશીભાઇ, સરપંચશ્રી સેજીબેન સેવરા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે આચાર્ય મોહનભાઇ ડઢાણીયા અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત લોએજ ગામની પ્રાથમિક શાળામાં પણ મંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૧૬ કન્‍યા અને ૧૯ કુમાર એમ ૩૫ બાળકોને કુમ-કુમ તિલક કરી દફતર કીટ અર્પણ કરી પ્રવેશ આપ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી કરગઠીયા તેમજ અગ્રણીઓ શરદભાઇ મહેતા, માનસિંગભાઇ ડોડીયા, ભગવાનભાઇ મોરી, દેવાભાઇ માલમ તેમજ લખમણભાઇ નંદાણીયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

દિકરીને કરીયાવરમાં સંપતિ નંહી શિક્ષણ આપશોઃ- શ્રી મેઘજીભાઇ વાજા. ભેંસાણનાં ઢોળવા અને સાંકરોળામાં શાળા પ્રવેશોત્‍સવની ઉષ્‍માભેર ઉજવણી.

સોરઠમાં ઉજવવામાં આવી રહેલ શાળા પ્રવેશોત્‍સવનાં અંતીમ દિવસે ભેંસાણ તાલુકાના ઢોળવા અને સાંકરોળામાં ભૂલકાઓને આવકારી અતી પછાત જાતિ વિકાસ બોર્ડના ડાયરેકટરશ્રી મેઘજીભાઇ વાજાએ કહ્યુ કે દિકરીને કરીયાવરમાં સંપતિ નહીં પણ શિક્ષણ આપજો.
દિકરીનો સાચો કરીયાવર શિક્ષણ છે તેમ જણાવી શ્રી વાજાએ વધુમાં જણાવ્‍યુ કે દિકરી શિક્ષીત હશે તો તેના બાળકો અને કુટુંબ સંસ્‍કારી થશે. તેમણે શિક્ષકોને ચેલેન્‍જ ઉપાડી તંદુરસ્‍ત સમાજનાં નિમાર્ણમાં બાળકોમાં જ્ઞાન પ્રાપ્‍ત કરવાની જિજ્ઞાસા જાગે તેવા વિદ્યા મંદિરનું નિમાર્ણ કરવા પર ભાર મુકવો જોઇએ. ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઇ ઉસદડ વાલીઓને જાગૃત બની ગામનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ઢોળવામાં ૩૮ અને સાંકોળા ખાતે ૧૮ બાળકોનું નામાંકન કરાયુ હતુ.કન્‍યા કેળવણી મહોત્‍સવ પ્રસંગે બાળકોએ શોર્યગીત તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી હરેશ કડેચા, સરપંચ હરદાસભાઇ કટીર, આચાર્ય નરેન્‍દ્ર ભૂતૈયા, અગ્રણી નનકુભાઇ વાણીયા, રમેશભાઇ વેકરીયા, રામભાઇ ગજેરા,પ્રવીણભાઇ સોજીત્રા અરજણભાઇ સોલંકીનાં હસ્‍તે પ્રવેશપાત્ર બાળકોને કીટ, તેમજ શીષ્‍યવૃતિ અને તેજસ્‍વી બાળકોને પ્રોત્‍સાહન પુરસ્‍કાર એનાયત કરાયા હતા. આ તકે લાયઝનીંગ અધિકારી રૂડાણી, બી.આર.પી.. જગમાલ કરંગીયા તથા ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

શિક્ષણજ્ઞાનથી કોઇ વંચિત ન રહે તે સૌની પહેલી ફરજ છે. સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. ઃ-જિલ્‍લા કલેકટરશ્રી આશિર્વાદ પરમાર મેંદરડા તાલુકાના સમ

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે ૨૪ તથા રાજેસર ગામે-૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્‍યશ્રી આર.સી.ફળદુ એ જણાવ્‍યુ કે રાજ્યમાં શિક્ષણજ્ઞાન થી કોઇ બાળક વંચિત ન રહે તે જોવાની આપણા સૌની પહેલી ફરજ છે. રાજ્ય સરકાર શિક્ષણમાં નવિક્રાંતિ સાથે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી કોઇપણ ક્ષેત્રે ઉચ્‍ચ શિક્ષણ સુધી અનેક સવલતો સાથે અન્‍ય રાજય કરતા પણ આગળ છે.
આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રી આશીર્વાદ પરમારે જણાવ્‍યુ કે સદભાગ્‍ય હંમેશા પરિશ્રમની સાથે જ હોય છે. પરિશ્રમએ ભાગ્‍યની નવિદિશા ઉઘાડનાર છે. માટે શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ લાવી વાલી તથા ગ્રામજનોએ બાળકોને ઘરકામ માંથી સમય આપી શિક્ષણ આપવુ જોઇએ.
આ પ્રસંગે શાળામાં નામાંકન થતા બાળકોને દફતર, શિષ્‍યવૃતિ સાથે પ્રથમ નંબરે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ-પ્રમાણપત્રો ઉપસ્‍થિત મહાનુભાવોએ એનાયત કર્યા હતા. જયારે શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ કરાયુ હતું. શાળાના બાળકોએ સાંસ્‍કુતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. પ્રસંગે અગ્રણીશ્રી વિનુભાઇ કથીરિયા, શ્રી જમનભાઇ શીંગાળા સરપંચશ્રી રણછોડ માથુકિયા, તાલુકા સદસ્‍યશ્રી કાનાણી શ્રી લાલજી નાગેશ્રી આચાર્યશ્રી સરવૈયા, ગ્રામ વિકાસ અધિકારીશ્રી રાઠોડ, તથા શ્રી બી.ટી.ટાંક, તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી કોર્ડીનેટર શ્રી જયેશભાઇ સાવલીયાએ કર્યુ હતું.

બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત ન રાખીએ. જુનાગઢ પાસેના આંબલીયા-મજેવડી ગોલાધર પ્રા. શાળામાં પ્રવેશોત્‍સવની ઉજવણી

શિક્ષણથી માણસના જીવનમાં આમુલ પરિવર્તન આવે છે.શિક્ષણ વગરનો માણસ દિશા વિહીન બને છે, ત્‍યારે બાળકોનાં ઉજ્જવળ ભવિષ્‍ય માટે તેમને શિક્ષણથી વંચિત ન રાખીએ. તેમ જુનાગઢ પાસેના આંબલીયા, મજેવડી અને ગોલાધર ખાતે શાળા પ્રવેશોત્‍સવમાં અગ્રણીશ્રી વજુભાઇ હિરપરા અને શ્રી કિરીટભાઇ પટેલે જણાવ્‍યુ હતું.
પ્રવેશપાત્ર ૧૨૧ બાળકોનું નામાંકન કરી તેમને શૈક્ષણીક કીટનું વિતરણ કરાયુ હતું. ઉપરાંત તેજસ્‍વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ અપાઇ હતી.તાલુકા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી નારણભાઇ દેવરા, તાલુકા કારોબારી સમીતીના ચેરમેનશ્રી નીલેષ ચોથાણી, આંબલીયાના સરપંચ બીબીબેન સુમરા, બી.આર.સી. ભાવનાબેન હદવાણી, સી.આર.સી, રંજનબેન વરીયાની ઉપસ્‍થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.
શાળા બાળકોના ઘકડતર કરનાર સંસ્‍થા છે વિદ્યાનું મંદિર છે તેના વિકાસ માટે વાલીગણ શિક્ષકો સાથે સૈા એ જાગૃત રહેવુ આવશ્યક છે. તેમ જણાવી શ્રી હિરપરાએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. શાળાના આચર્યશ્રી હસમુખ વિકાણીએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતૂં.

જ્ઞાન અને સંસ્‍કારનું સિંચન કરે તે શિક્ષણ,અગ્રઃ- સચિવશ્રી વિપુલ મિત્રા રાયડી અને જમાલપુર ગામે શાળા પ્રવેશોત્‍સવની ઉજવણી.

તાલાળા તાલુકાના રાયડી અને જમાલપુર ગામે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં અગ્ર સચિવશ્રી વીપુલ મિત્રાએ જણાવ્‍યુ કે જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરે તે સાચુ શિક્ષણ, મનુષ્‍ય શિક્ષણ વિનાનો પશુ સમાન છે. શિક્ષિત સમાજ હશે તો વ્‍યસનો, કુટેવો અને દુર્ગુણો આપો આપ ખત્‍મ થશે. શાળામાં પ્રવેશ થતા બાળકો શાળા ન છોડે અને શિક્ષણ સારી રીતે મેળવે તે માટે માતા-પિતા તથા ગામના વાલીઓએ સહીયારા પુરૂષાર્થ દ્વારા જાગૃતિ કેળવવી જોઇએ.
આ પ્રસંગે જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીકુભાઇ સુવાગીયાએ બાળકમાં શિક્ષણ અને વાંચન પ્રત્‍યે રૂચિ કેળવવા તથા તેના મનગમતા વિષય તરફ લક્ષ આપવા જણાવ્‍યુ હતુ.
આ ઉજવણી સંદર્ભે રાયડી શાળામાં ૧૩ તથા જમાલપુરા શાળામાં ૧૬ બાળકોનાં નામાંકન સાથે દફતરકીટ, શિષ્‍યવૃતિ તથા પ્રથમ-દ્વિતીયને પ્રમાણપત્રો પુરસ્‍કાર એનાયત કરાયા હતા. શાળામાં વૃષારોપણ સાથે બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે સરપંચશ્રી હંસાબેન વેગડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણા, કેળવણી નિરીક્ષકશ્રી રાવલ આચાર્યશ્રી કિશોર મેઘપરા, શ્રીમોવલીયા, અગ્રણીશ્રી લક્ષ્‍મણભાઇ ગરેણીયા, શ્રી ઉકાભાઇ ભમર,શ્રીઘુસાભાઇ કામળીયા વિશેષ ઉપસ્‍થિતિ શ્રી અંજુલ મિત્રા, કુ.મેઘા મિત્રા તથા ગ્રામજનો એ ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહન પુરૂ પાડ્યુ હતું.

૧૩ ટાબરીયાઓએ ઇશ્વરીયા ગામને ગૌરવશીલ કર્યુ જસદણ તાલકાનાં ઇશ્વરીયા ગામના ૧૩ બાળકોને રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ મળશે ધો.૯ થી ધો. ૧૨ સુધી આ ૧૩ બાળકોન

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્‍લાના નાનકડા એવા ઇશ્વરીયા ગામનાં ધોરણ-૮ના ૧૩ તેજસ્‍વી તારલાઓએ રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ પરીક્ષા પાસ કરી સમગ્ર ગામને ગૌરવ અપાવ્‍યું છે.
રાષ્‍ટ્રીય કક્ષાની શિષ્‍યવૃત્તિ પરીક્ષા એટલે નેશનલ મીન્‍સ કમ મેરીટ સ્‍કીમ આ માટેની પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૮માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની લેવાય છે. જેમાં જસદણ તાલુકાના ૬૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે પૈકિ ૩૧૦ વિદ્યાર્થીઓ સફળ થઇ જસદણ તાલુકાએ આક્ષેત્રે ગુજરાત રાજયમાં પ્રથમ નંબર પ્રાપ્‍ત કર્યો છે. આ ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને દર માસે રૂ. પ૦૦ આમ વરસે રૂ. ૬૦૦૦ શિષ્‍યવૃત્તિ મેળવશે. આ શિષ્‍યવૃત્તિ ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધી મેળવશે.
ઇશ્વરીયા ગામને ગૌરવ અપાવનારા તેજસ્‍વી તારલાઓ સર્વશ્રી સાકરીયા અસ્‍મિતા, અબસાણીયા અસ્‍મિતા, ખુંટ ચંદન, મારકણા હેમાલી, ખુંટ દયા,પારખીયા હિરલ, મારકણા હેતલ, ખુંટ ધારા, ડાંગર મીરા, માલવિયા પ્રતિક, સાકરીયા સેજલ, ડાંગર નેહલ અને ખુંટ શ્રધ્‍ધાનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોનું શાળા મહોત્‍સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરી પ્રોત્‍સાહિત કર્યા હતા.
જસદણ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે જવલંત સફળતા માટે બી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી ભગવાનદાસ જે દુઘરેજીયા, શાળાનાં આચાર્યશ્રી રમેશભાઇ કંટેસરીયા, શિક્ષકા સર્વશ્રી દક્ષાબેન બોરીસાગર, માધુરીબેન વગેરે ખુબજ સક્રિય રહ્યા હતા.

અક્ષર જ્ઞાન આપવું એ પુણ્યનું કામ છેઃ - જળ સંપત્તિ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં શાળા પ્

રાજકોટ તા. ૧૮ જુનઃ ગુજરાતને સો ટકા સાક્ષર બનાવવાની નેમ સાથે રાજ્યભરમાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાની આજ ત્રીજા દિવસે પૂર્ણાહુતિ થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં મહાનુભાવોના હસ્તે પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. જળસપંત્તિ રાજ્ય મંત્રી કનુભાઇ ભાલાળાએ ધોરાજી તાલુકાના ભાદાજાળિયા, નાની મારડ, પાટણવાવ, હડમતિયા, નાગલખડામાં કૂલ મળી ૫૩૦ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો.
આ બાળકોનું નામાંકન કરતા રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાએ કહ્યું હતું કે, સમાજના સદ્ધર વર્ગના લોકોની હવે જવાબદારી બને છે કે તે પોતાના ગામ કે આસપાસના પછાત વર્ગના લોકોના બાળકોના શિક્ષણ માટે પણ કાળજી લે. રાજ્ય સરકાર ગુજરાતને સો ટકા સાક્ષર કરવા પ્રયત્નો કરી રહી છે. આ માટે રાજ્યની ૩૩ હજાર પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપી રહી છે. ઘટતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શાળાઓમાં નવા ઓરડા બનાવવામાં આવ્યા છે. ત્યારે, હવે આપણે તમામ બાળકોને શિક્ષિત કરવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ગુજરાત, ભારતમાં જન્મ લીધો છે. આપણને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળ્યો છે. તેનું આપણે જતન કરવું પડશે અને સમયની સાથે તાલ મેળવવો પડશે. આ માટે શિક્ષણ જરૂરી છે. એટલે, બાળકને ભણાવવા સિવાય આપણી પાસે કોઇ વિકલ્પ નથી. તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં રહેતો બાળક પણ શહેરકક્ષાનું શિક્ષણ મેળવે એવી તમામ સુવિધાઓ રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં ઉભી કરી છે. ધોરણ આઠ સુધીનું શિક્ષણ હવે પ્રાથમિક શાળામાં મળશે. આવા તમામ મહત્વના નિર્ણય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાના બાળકને નજરમાં રાખી લીધા છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવાની રહે છે. બાળક ભણશે તો જ ભવિષ્‍યમાં ભારતને શ્રેષ્‍ઠ નાગરિકો મળશે.
ધોરાજી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઇ ડાંગરે કહ્યું કે ગુજરાતનો વિકાસ અને પરિવારે પોતાનો વિકાસ સાધવો હોય તો આજે આપણે બાળકોને ભણાવવા પડશે. શિક્ષણ વિના બાળક સમય સાથે ચાલી શકશે નહીં.
મધ્યાહ્ન ભોજન વિભાગના નાયબ કલેક્ટર શ્રી કેતન નાયકે પ્રસંગોચિત પ્રવચનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવા કહ્યું હતું.
ધોરાજી તાલુકાના ઉક્ત ગામોમાં વાજતેગાજતે કન્યા કેળવણી યાત્રા કાઢવામાં આવી હતી. નવઆગંતૂક બાળકોનું કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. દાતાઓના સહકારથી મળેલી શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં યોજાયેલી તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. લાભાર્થી છાત્રોને શિષ્‍યવૃત્તિ આપવામાં આવી હતી. નાની મારડમાં ધોરણ આઠના વર્ગ ખંડનું મંત્રીશ્રી ભાલાળાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ભાદાજાળિયામાં ૨૦, નાનીમારડમાં ૧૧, પાટણવાવમાં ૭૦, હડમતિયામાં ૯ અને નાગલખડામાં ૪ મળી કૂલ ૧૧૪ બાળકોને રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાળાના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન ધોરાજી તાલુકામાં ૧૫૬૯, જેતપુર તાલુકામાં ૧૬૬૬ અને ગોંડલ તાલુકામાં ૨૭૨૩ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી ઇશ્વરભાઇ વડાલિયા, રાજશીભાઇ હુમ્બલ, રૈયાભાઇ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી શ્રી વસાવા, લલીતભાઇ વ્યાસ, ભગવાનજીભાઇ સહિત ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાથશાળ સહકારી મંડળીઓને ઓડિટ કરાવી લેવા સૂચના

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ જિલ્‍લામાં આવેલી હાથશાળ સહકારી મંડળીઓ(પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ-એપેક્સ વીવર્સ કો-ઓપરેટીવ સોસાયટી)એ તેમનું છેવટ સુધીનું હિસાબી ઓડિટ તા.૧૫.૯.૨૦૧૧ સુધીમાં ગુજરાત સહકારી અધિનિયમ કલમ-૮૪ હેઠળ અચૂક કરાવી લેવાનું રહેશે. અન્‍ય ઔદ્યગિક સંસ્‍થાઓએ ૩૧.૩.૨૦૧૧ સુધીમાં ઓડિટ પૂર્ણ કરાવી લેવાનું રહેશે, તેમ જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

લોકમેળાના આયોજન અંગેની બેઠક ૨૪ જુને યોજાશે.

રાજકોટ તા. ૧૮ જુનઃ આગામી જન્‍માષ્‍ટમીના તહેવારો નિમિત્‍તે રાજકોટ શહેર ખાતે યોજાનારા સાંસ્‍કૃતિક લોકમેળા તથા તેને સંલગ્‍ન અન્‍ય બાબતોના આયોજન અંગેની બેઠક ૨૪ જુને સાંજે ૫.૦૦ વાગ્‍યે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. લોકમેળા સંકલન સમિતિના અધ્‍યક્ષ અને જિલ્‍લા કલેકટર શ્રી એચ.એસ.પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાનારી આ બેઠકમાં સંબંધિત વિભાગના સરકારી અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા લોકમેળા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષ અને રાજકોટ શહેરના નાયબ કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા સન્‍માન

રાજકોટ તા. ૧૮ જુનઃ વાંકાનેર ખાતે રાજવી પરિવાર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સન્‍માનના કાર્યક્રમનું તા. ૧૯મી જુનને રવિવારનાં રોજ આયોજન થયું છે.
મુખ્‍યમંત્રીશ્રી સવારે ૧૧-૩૦ કલાકે વાંકાનેર આવી સન્‍માન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને બપોરના ૧૩-૩૦ કલાકે તેઓશ્રી ગાંધીનગર જવા રવાના થશે.

સમાજ ગામ રાજય અને રાષ્‍ટ્રનો વિકાસ ફકત શિક્ષણથી જ થઇ શકે. -કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ શ્રી જી.વી.વાદી શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે જસદણ તાલુકાના પાંચ

રાજકોટ તા. ૧૮ જુનઃ સમાજ, ગામ, રાજય કે રાષ્‍ટ્રનો વિકાસ ફકત શિક્ષણથી જ થઇ શકે. તેના વગર થયેલ વિકાસ ક્ષણિક હશે, જેથી શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેમ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ શ્રી જી.વી.વાદીએ જસદણ તાલુકાના પારેવાળા અને કમળાપુર ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં જણાવ્‍યું હતું.
શાળા પ્રવેશોત્‍સવના ત્રણ દિવસના કાર્યક્રમના આજના છેલ્‍લા દિવસે તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે શિક્ષણનો વ્‍યાપ વધારવા અને પ્રાથમિક શાળામાંથી વચ્‍ચે શાળા છોડી જતા બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા રાજય સરકાર છેલ્‍લા ૧૦ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવ જેવા શિક્ષણના વિકાસને ઉત્‍તેજન આપતા કાર્યક્રમો થકી પ્રયાસો કરી રહી છે જેને શિક્ષકો, વાલીઓ શાળા પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળામાં નામાંકન કરાવી આ તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તેની પુરતી તકેદારી રાખી આ સરકારના મહામીશનમાં સહયોગી બને તેમ જણાવી તેમણે કન્‍યા કેળવણી ઉપર ભાર મુકયો હતો.
વન સરંક્ષકશ્રી જી.વી.વાદી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે જસદણ તાલુકાના પારેવાળા શાળામાં કુમાર-૨૧, કન્‍યા ૧૭, કમળાપુરમાં કુમાર-૩૩ કન્‍યા-૪૮, મદાવા-કુમાર ર૩ કન્‍યા-૧૯, કડુકા કુમાર-૨૯ કન્‍યા-૩૧ અને ખડકાણા પ્રાથમિક શાળામાં કુમાર-૦૧ કન્‍યા-૦૪ મળી કૂલ રર૬ બાળકોને કુમકુમ તિકલ કરી મોં મીઠા કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે ધોરણ ૩ થી ૭ના તેજસ્‍વી બાળકોને પુરસ્‍કાર અને શિષ્‍યવૃત્તિ અર્પણ કરાઇ હતી તથા વિવિધ હરિફાઇમાં વિજેતા થનાર બાળકોને પુરસ્‍કાર અર્પણ કરાયા હતા.
વન સંરક્ષકશ્રી જી.વી.વાદીએ પારેવાળા પ્રાથમિક શાળાના રૂ ૪ લાખના ખર્ચે બનાવેલ નવનિર્મિત ઓરડાનું ઉદઘાટન કર્યુ હતું અને શાળાના બાળકો દ્વારા તૈયાર કરાયેલ શૈક્ષણિક પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગ્રામજનો અને વાલીઓને સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સંકલ્‍પપત્રનું વાંચન કરી શિક્ષણનો વ્‍યાપ વધારવા સંકલ્‍પબધ્‍ધ કરાયા હતા.
ઉપસ્‍થિત અધિકારીઓ, મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
શાળા પ્રવશોત્‍સવના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડના શ્રી જોષીએ શિક્ષણની અગત્‍યતા સમજાવી હતી.
કાર્યક્રમમાં જિલ્‍લા શિક્ષણ ભવન રાજકોટના શ્રી વિપુલ મહેતા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર શ્રી મારવાણીયા, તાલુકા ન્‍યાય સમિતિના ચેરમેનશ્રી લક્ષ્‍મણભાઇ મકવાણા, અગ્રણીશ્રી રવજીભાઇ સરવૈયા, સી.આર.સી. કોઓર્ડીનેટર શ્રી હરેશભાઇ વ્‍યાસ, શાળાઓના આચાર્યો, સરપંચો, તલાટી મંત્રીશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

શૈક્ષણીક સ્‍તર ઉંચુ લાવવાના રાજ્ય સરકારના પ્રયાસોને સાકાર કરીએ -શ્રી મનોજ અગ્રવાલ ટંકારા તાલુકાના બંગાવડી ખાતે ધો-૧ માં ૩૪ અને આંગણવાડીમાં ૧૬ બાળકોનો

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજયભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્‍સવ ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્‍લાના ટંકારા તાલુકા બંગાવડી અને ખાખરા ખાતે સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલના હસ્‍તે આજ રોજ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ સંપન્‍ન થયો હતો.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલે રાજય સરકારના શૈક્ષણીક સ્‍તર ઉંચુ લાવવાના પ્રયાસોને સાકાર કરવા વાલીઓને અનુરોધ કર્યો હતો. તેમણે આજના યુગમાં બાળકોનો શૈક્ષણીક પાયો મજબુત હોય તે બાબત અતિ મહત્‍વની ગણાવી, બાળકો શિક્ષણની ઉંચાઇને સર કરે તે માટે માતાઓ અને શિક્ષકો તથા વાલીઓને શાળામાં પ્રવેશ મેળવનાર કે અભ્‍યાસ ચાલુ હોય તેવા બાળકોને ભણવા માટે પ્રોત્‍સાહિત કરવા સહિયારો પ્રયાસ કરવા જણાવ્‍યું હતું.
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ટંકારા તાલુકાના બંગાવડી ખાતે ધો-૧ માં ૩૪ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે જેમાં ર૩ કુમાર અને ૧૧ કન્‍યાઓનો સમાવેશ થાય છે જ્યારે આંગણવાડીમાં ૧૩ કુમાર અને ૩ કન્‍યાઓ મળી ૧૬ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો હતો.
આ પ્રસંગે ધોરણ-૩ થી ૭માં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્‍સાહક ઇનામો તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને રમકડાં વગેરેનું મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતું તથા દાતાઓનું પુસ્‍તક અર્પણ કરી સન્‍માન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા જ્યારે બાળકો દ્વારા યોગ, સ્‍વાગત ગીતો રજૂ કરી, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્‍યું હતું.
આ કાય્રક્રમમાં પશુપાલન નિયામક શ્રી જે.ડી પરડવા, ટંકારા મામલતદાર શ્રી જિજ્ઞાસાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી બારૈયા, શ્રી દિનેશભાઇ દેસાઇ, શ્રી પરેશભાઇ દલસાણીયા, બી.આર.સી. શ્રી ભરતભાઇ, દાતા શ્રી અમૃતભાઇ દેત્રોજા, શ્રી રઘુવીરસિંહ, શ્રી કૃષ્‍ણસિંહ જાડેજા, સરપંચશ્રી, ગામ આગેવાનો, માતાઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકગણ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.
બાદમાં સર્વ શિક્ષા અભિયાન પ્રોજેકટના ડાયરેકટર શ્રી મનોજ અગ્રવાલ તથા મહાનુભાવોના હસ્‍તે ટંકારા તાલુકાના ખાખરા ગામે પ્રવેશપત્ર ત્રણ બાળકોનો શાળાપ્રવેશ સંપન્‍ન થયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના બાળકોએ કરી હતી.

આજના હરિફાઇના યુગમાં બાળકો પડકાર ઝીલી શકે તેવા શિક્ષણની હિમાયત કરતા સંયુકત સચિવશ્રી એમ.એ.નરમાવાલા પરાપીપળિયા ગામે ૪૧ બાળકોનો થયેલો શાળા પ્રવેશ

રાજકોટ તા. ૧૮ જુનઃ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામે શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા અને અંતિમ દિવસે કૃષિ અને સહકાર વિભાગના સંયુકત સચિવશ્રી એમ.એ.નરમાવાલાએ દીપ પ્રાગટય કર્યા બાદ ૧૯ કુમારો અને રર કન્‍યાઓ મળી કૂલ ૪૧ બાળકોને ધો.૧માં શાળા પ્રવેશ અપાવ્‍યો હતો.
શ્રી નરમાવાલાએ આજના હરિફાઇના યુગમાં બાળકો પડકાર ઝીલી શકે તેવું શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે તેવી હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યુ કે ખાનગી શાળામાં બાળકોના અભ્‍યાસ પ્રત્‍યે વાલીઓમાં લગાવ વધુ જોવા મળે છે, પરંતુ સરકારી શાળાઓમાં સારા તાલીમવાળા શિક્ષકો ઉપલબ્‍ધ છે ત્‍યારે ગુણવત્તાવાળુ શિક્ષણ બાળકોને પ્રાપ્‍ત થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ જેથી ખાનગી શાળાઓનો મોહ ખાળી શકાય.
આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના નિયામકશ્રી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં પ્રવેશ મેળવનાર બાળકો પ્રાથમિક શિક્ષણ અચૂક પૂર્ણ કરે તે માટે વાલીઓ જાગૃત થાય તેમજ અઠવાડીયામાં એક વાર બાળકની પ્રગતિ અંગે શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરે તે આવશ્‍યક હોવાનું જણાવ્‍યુ હતું.
શાળાના બાળકો દ્વારા સ્‍વાગત ગીત, યોગના આસનો, ધો.૩ થી ૭માં પ્રથમ આવેલા બાળકોને ઇનામો દ્વારા પ્રોત્‍સાહિત કરાયા હતા. દાતાઓનું સન્‍માન પણ આ તકે કરાયું હતું. વાંચે ગુજરાત અંતર્ગત પુસ્‍તક તરતું મુકવામાં આવ્‍યું હતુ. આ તકે સંકલ્‍પપત્રનું પણ વાંચન થયું હતું.
શાળા પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ૧૧ કુમારો અને ૧૪ કન્‍યાઓ મળી કૂલ રપ બાળકોને દાખલ કરવામાં આવ્‍યા હતા અને રમકડા, ત્રણ પૈડાવાળી સાયકલ વગરે મહાનુભાવોના હસ્‍તે અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી ચેતન ગણાત્રા, શ્રીમતિ નરમાવાલા, ગામના સરપંચ શ્રી દાનાભાઇ ગોવિંદભાઇ શિયાળ, સી.આર.સી. શ્રી જાગૃતિબેન જોષી, આચાર્યશ્રી સુભાષભાઇ વૈશ્નાણી, વાલીઓ, આગેવાનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

શુક્રવાર, 17 જૂન, 2011

આંતરસુબા ગામના અંગૂઠા છાપ લીલાબેન નાયકા દિકરીને ભણાવીને નોકરી કરાવવાની ખેવના સેવે છે.

દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા ના ગીરી કંદરાઓની વચમાં વસેલુ આંતરસુબા ગામની વસ્તી માંડ ૧૫૦૦ જેટલી છે. તેમાં ૫૦ ટકા વસ્તી બક્ષીપંચ સમાજ અને ૫૦ ટકા અતિ પછાત એવી આદિવાસી જાતિના નાયકા સમાજ છે. આદિવાસી સમાજમાં નાયકા સમાજ શિક્ષણ તેમજ આર્થિક રીતે અતિ પછાત છે. આ સમાજમાં સૌથી ઓછુ શિક્ષણ નું પ્રમાણ જોવા મળે છે. પરંતુ રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના મનોચિંતનમાંથી પ્રગટેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ છેલ્લા ૮ વર્ષ થી ગામડે-ગામડે ઢોલ-નગારા અને શરણાઇના શૂર સાથે ગામમાં જાણે કે કોઇ ઉત્સવ હોય તે રીતે ગામ લોકો ભેગા મળીને ઉજવે છે. આ કાર્યક્રમ ?? ગ્રામજનો ની શિક્ષણ પ્રત્યે ની માનસિકતા બદલી નાખી છે. કર્મયોગી જેવી તાલીમ થી શિક્ષકોની માનસિકતા પણ બદલાઇ છે. શિક્ષકો ધરે-ધરે જઇ વાલીઓ ને સમજાવે છે. જેને લીધે વાલીઓમાં જાગૃતિ કેળવાઇ છે. પરિણામ સ્વરૂપ હવે અતિ પછાત વિસ્તારના અભણ અને ગરીબ લોકો પણ દિકરા-દિકરીના ભેદ ભાવ વગર શાળાએ દાખલ કરાવવા માટે ની માનસિકતા કેળવાઇ છે.
આંતરસુબા ગામના લીલાબેન ધીરાભાઇ નાયકા એક છોકરૂ બગલમાં તેડીને દિકરી સજજનબેન ને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા આવ્યા હતા ત્યારે તેમની આંખોમાં દિકરીને ભણાવવાની ચમક હતી. લીલાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે અભણ રહી ગયા પરંતુ અમારા છોકરાઓ ભણીને નોકરી કરતા થાય તેવી ઇચ્છા છે. તેમ જણાવ્યું છોકરીના પિતાજી કેમ દાખલ કરવા માટે નથી આવ્યા તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે સજજનના પિતાજી ધીરાભાઇ મજૂરી અર્થે બહાર ગામ ગયા છે. પરંતુ હું મારી પુત્રીને ભણાવવા માટે જ ધરે રોકાઇ છું તેમ આત્મ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
(આલેખનઃ- જિલ્‍લા માહિતી કચેરી દાહોદ )

પ્રાથમીક શાળામાં ઉલ્‍લાસ ભર્યુ વાતાવરણ ઘણુંજ આવશ્‍યક -એડી.ડી.જી.પી.શ્રી સિંગ શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે લીમખેડા તાલુકાના નીનામાની વાવ, ધાનપુર પાટડી, આંતરસુબા, અને શાષ્‍ટા ગામે-૧૨૬ બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો

દાહોદ, ઉંડાણવાળી અંતરીયાળ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસતા ગરીબ પરિવારોનું એક પણ બાળક શાળા પ્રવેશ થી વંચિત ન રહે તે હેતુ થી સમગ્ર રાજયમાં સરકાર ધ્‍વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે બીજા દિવસે દાહોદ જિલ્‍લાના લીમખેડા તાલુકાના નીનામાની વાવ,ધાનપુર પાટડી,આંતરસુબા, અને શાષ્‍ટા ગામે-૧૨૬ બાળકોને કુમ કુમ તિલક કરી શાળા પ્રવેશ-એડી.ડી.જી.પી. સ્‍ટેટ ક્રાઇમ રેકોર્ડ કમ કોમ્‍પ્‍યુટર સેન્‍ટર ગાંધીનગરના શ્રી એમ.પી. સિંગ કરાવ્‍યો હતો.
ત્‍યારબાદ શ્રી સીંધ જણાવ્‍યું હતુ કે પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતા ભુલકાઓને પોતાના મા- બાપ થી છૂટા પડી શાળામાં પ્રવેશ મેળવતા હોય ત્‍યારે પ્રાથમિક શાળાઓમાં આનંદ ઉલ્‍લાસ અને સુંદર વાતાવરણ ઘણુંજ આવશ્‍યક છે તેથી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને ડર ઓછો કરી શકાય છે. અને બાળક ઉત્‍સાહભેર શિક્ષણ મેળવી શકે.વધુમાં શ્રી સીંધ જણાવ્‍યું હતુ કે વર્તમાન સમયમાં શિક્ષણ થકી સંસ્‍કારીતા અને તંદુરસ્‍તી થી શિક્ષા પ્રાપ્‍ત થશે તો આદર્શ સમાજનું ઘડતર થશે જે આપણાં ઉજળા ભાવી માટે જરૂરછે. માન.મુખ્‍યમંત્રીશ્રીના સ્‍વપ્‍નને સાકાર કરવા આપણે સૌએ સહકાર આપવા હાકલ કરી હતી.
ઇનચાર્જ મામલતદારશ્રી પાટીદારે પ્રવચન કરતા પ્રવેશ મેળવેલ બાળકો નો ડ્રોપ આઉટ ન થાય તે માટે તકેદારી રાખવા તેમજ રાજય સરકાર ધ્‍વારા શિક્ષણ ને લગતી અમલી બનાવેલ યોજનાઓ નું વિગતે સમજ આપતાં જણાવ્‍યું હતુ કે શિક્ષણ મેળવેલ હશે તો જ આ યોજનાઓ નો લાભ લેવામાં સરળતા રહેશે.
આ પ્રસંગે શ્રી સીંધ ના હસ્‍તે નીનામાની વાવ-૨૧,ધાનપુર પાટડી-૨૫,આંતરસુબા-૩૭, અને શાષ્‍ટા-૩૧ મળી ૧૨૬ બાળકોને પ્રવેશ અપાવી શિક્ષણ કિટસ આપવામાં આવી હતી. આંગણવાડીના બાળકોના ને રમકડાં અને સુખડી આપી પ્રવેશ અપાયો હતો.તેમજ તેજસ્‍વી બાળકોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાદમાં માન.મુખ્‍યમંત્રીશ્રીના પત્રનું વાંચન કરવામાં આવ્‍યું હતુ અને વૃક્ષા રોપણ કરવામાં આવ્‍યું હતુ.
આ પ્રસંગે બી.કે. નિરીક્ષકશ્રી પરમાર,સી.આર.સી. જાટવા શાળાના આચાર્યશ્રી ડામોર,શિક્ષકો,ગ્રામજનો,બાળકો વગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતા.

બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. - માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા ફતેપુરા તાલુકા પાંચ ગામોએ ૨૨૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્મા

દાહોદ, બાળકને ભણાવી તેના ભાવિને ઉજ્જ્વળ બનાવવાની બાબત એ તો ઈશ્વરની પૂજા કરવા સમાન છે. એમ માન.મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી એ.કે.શર્માએ રાજ્યમાં ચાલી રહેલ કન્યા કેળવણી શાળા અને પ્રવેશોત્સવના બીજા દિવસે ફતેપુરા તાલુકાના હિંદોલીયા, પાટી, કંથાગર, સાગડાપાડા અને ઉભાપાણ ગામોએ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજ્નોને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતુ.
આ પ્રસંગે શિક્ષણથી સમાજમાં તમામ સ્તરે પરિવર્તન આવે છે તેમ જણાવી પછાત વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પોતાની સાથે સમાજ અને રાષ્ટ્રના તંદુરસ્ત વિકાસ માટે વાલીઓને કમાણીનો થોડોક ભાગ બાળકના શિક્ષણ પાછળ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં નાયબ કલેક્ટરશ્રી બી.કે ગઢવીએ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સરકારે તમામ સુવિધાઓ પુરી પાડી છે ત્યારે શિક્ષકની નિયમિતતા અને વાલીની થોડીક જાગરૂકતા કોઈ પણ ગામને સંપૂર્ણ સાક્ષર બનાવશે અને તેના પરિણામે સંતુલિત વિકાસ થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સચિવશ્રી એ.કે.શર્મા અને મહાનુભાવોના હસ્તે હિંદોલીયા ગામે ૩૧ કુમાર ૩૧ કન્યા, પાટી ૧૦ કુમાર ૧૧ કન્યા, કંથાગર ૧૯ કુમાર ૩૪ કન્યા, સાગડાપાડા ૪૧ કુમાર ૩૨ કન્યા અને ઉભાપાણ ૧૧ કુમાર ૯ કન્યા મળીને કુલ ૨૨૯ જેટલા બાળકોને દફતર, પાટીપેન આપીને શાળા પ્રવેશ જ્યારે રમકડાં,ચોકલેટ અને સુખડીના પેકેટ્સ આપીને આંગણવાડીના બાળકોને વિધિવત પ્રવેશ કરાયો હતો.
આ પ્રસંગે લાયઝન અધિકારી અને સીઆરસીકો.ઓ.શ્રી રમેશ કટારા, સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંણવાડી વર્કર બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં મહિલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનર હસ્તકના પાતાળકુવાઓની બાકી સિંચાઇ વસુલાત પર વ્યાજમુકિત વ્યાજમુકિત યોજનાનો લાભ ૩૦મી સપ્ટેમ્બર સુધી મળશે

તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લી.ગાંધીનગર હસ્તકના આણંદ તથા ખેડા જિલ્લાના પાતાળકુવાઓ ઉપરની ત્રણ વર્ષ અગાઉની બાકી વસુલાત બાકીદારો એકી સાથે ભરપાઇ કરે તો બાકી વસુલાત પર ચઢેલ ૧૨ ટકા વ્યાજ માફ કરવાનો નિર્ણય નિગમ ધ્વારા લેવામાં આવ્યો છે. આ યોજના તા.૩૦-૦૯-૨૦૧૧ સુધી અમલી છે. વધુમાં આ વિભાગની મંડળી/જુથ સંચાલિત પાતાળ કુવાઓ પરની બાકી વસુલાત મંડળ/જુથ ધ્વારા વસુલ કરી આપવામાં આવશે તો વસુલાત કરેલ રકમ પર ૨ ટકા લેખે વળતર આપવાની જોગવાઇ કરેલ છે. તેમજ જે પાતાળકુવાઓને બાકી વસુલાત શૂન્ય થશે તે પાતાળકુવાઓ મંડળી/જુથને ૫(પાંચ) વર્ર્ષની અવધિથી આપવા નિર્ણય કરાયો છે.
આ વ્યાજ મુકિત યોજના સપ્ટેમ્બર-૨૦૧૧ સુધી અમલી હોઇ જિલ્લાના તમામ ખાતેદારોને વ્યાજમુકિત યોજના હેઠળ નિગમના બાકી નાણાં નિગમની કચેરીએ ભરપાઇ કરી પહોંચ મેળવી લઇ, દેવાદારીમાંથી મુકત થવા સારૂં અપીલ કરવામાં આવી છે. તેમજ મંડળી/ જુથ સંચાલિત પાતાળકુવાઓના હોદ્દેદારો પણ આ યોજના સંદર્ભ પાતાળકુવાની બાકી વસુલાત વસુલ કરવાની ૨ ટકા લેખે વળતર તેમજ વધુ પાંચ વર્ષ માટે પાતાળકુવાઓ ભાડે આપવાના નિર્ણયનો લાભ લેવા કાર્યપાલક ઇજેનર, ગુજરાત જળસંપતિ વિભાગ નંબર-૨,નડીઆદનો સંપર્ક સાધવા જણાવાયું છે.

કપડવંજ બ્લોકના તમામ ગામોમાં મેલેરિયા નાબૂદી ઝૂંબેશ

તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) ખેડા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગ, નડીઆદ ધ્વારા તા.૩૦મી જૂન,૨૦૧૧ સુધી કપડવંજ બ્લોક હેઠળ આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આંત્રોલી, તોરણા, નિરમાલી, મોટી ઝહેર, વધાસ, અંતિસરના ગામો તથા શહેરી વિસ્તારમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી ચાલી રહી છે.
આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરોમાં આંત્રોલીમાં ર્ડા.અંકુર પટેલ, નિરમાલીના ર્ડા.દર્શના વાધેલા, વધાસના ર્ડા.કે.એમ.અગ્રાવત, મોટીઝહેરના ર્ડા.હિનાબેન રામાનુજ, અંતિસરના ર્ડા.જીગીષા પારેખ, તોરણના ર્ડા.ભાવિકા પટેલ તથા અર્બન વિસ્તારના ર્ડા.મનોજ ક્ષત્રિય ધ્વારા કાર્યક્રમનું સંચાલન કરતાં મોનીટરીંગ સુપરવિઝન ધનિષ્ઠ બનાવાઇ છે.
આ કાર્યક્રમમાં મેલેરિયા નિયંત્રણ માટે લોકજાગૃતિ ઉભી કરવા તેમજ આરોગ્ય શિક્ષણ છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને કાર્યક્રમને બહોળો પ્રતિસાદ સાંપડે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ધ્વારા કર્મચારીઓ મારફતે જૂથ ચર્ચાઓ, પ્રદર્શન સેટ વીથ લાઇવ ડેમો, રેલી તથા પોરાનાશક કામગીરી તથા મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી સાથે સ્વચ્છતા જાળવણી માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. તેમજ કાર્યક્રમમાં મેલેરિયા નિયંત્રણ માટે લોકોએ અગમચેતી વાપરી આ રોગ ફેલાય નહીં તે માટે નું પ્રત્યક્ષ માર્ગદર્શન દરેક લાભાર્થી સુધી પહોંચાડવામાં આવી રહયું હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર કપડવંજ ધ્વારા જણાવાયું છે.
માહિતી બ્યુરો - નડિયાદ

ખેડા જિલ્લામાં વાહનો માટે નવી સીરીઝ પસંદગીના નંબરો માટે તા.૨૨મી જુન સુધી અરજી કરવાની રહેશે

તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) આર.ટી.ઓ.નડીઆદ ધ્વારા ખેડા જિલ્લાના લાગતા વળગતા તમામ વાહાનોના માલિકોને તેમના તમામ પ્રકારના એલજીવી, ઓટોરીક્ષા, ડીલીવરી વાહનોના નંબરો હવે પછી એકજ સીરીઝમાં આપવાના થતા હોઇ નવી સીરીઝ જીજે-૭-વીડબલ્યુ (VW) તા.૨૩-૬-૨૦૧૧ થી શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગી નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમનું વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા તા.૨૦-૬-૨૦૧૧ થી તા.૨૨-૦૬-૨૦૧૧ સુધી કચેરીના સમય (રજા સિવાય) દરમિયાન સવારે ૧૧.૦૦ કલાકથી ૧૭.૩૦ કલાક સુધી આર.ટી.ઓ.કચેરીમાં ફોર્મ નંબર-૨૦ સાથે બંધ કવરમાં અરજી કરવા જણાવ્યું છે અને તે અરજી સાથે પોતે કેટલી ઓફર કરવા માગે છે તે ઓફરનો આર.ટી.ઓ.નડીઆદના નામનો ડીમાન્ડ ડ્રાફટ (રાષ્ટ્રિયકૃત બેંક) જોડવાનો રહેશે.
પસંદગી નંબર મેળવવા ઇચ્છતી વ્યકિતએ અરજી સાથે તેઓ ધ્વારા ઓફર કરાયેલ રકમનો ડિમાન્ડ ડ્રાફટ રજૂ કરવાનો રહેશે. એક થી વધુ ડિમાન્ડ ડ્રાફટ રજૂ કરાયેલ અરજી દફતરે કરવામાં આવશે. કવર ઉપર વાહન નંબર લખવાનો રહેશે. કવર ઉપર વાહન નંબર સિવાય કોઇપણ પ્રકારના લખાણ કે નિશાની કરવી નહી. અધૂરી વિગતો તેમજ જરૂરી બિડાણો વગરની તેમજ અરજી સાથે ડ્રાફટ રજૂ થયેલ ન હોય તેવી અરજીને ધ્યાને લીધા વગર દફતરે કરવામાં આવશે.
તા.૨૩-૦૬-૨૦૧૧ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે પસંદગીના નંબરોની ફાળવણી અંગેની કાર્યવાહી કચેરીના અત્રેની કચેરીના આર.ટી.ઓ. અધિકારીના ખંડ ખાતે ફાળવણી સમિતિ ધ્વારા કરવામાં આવશે. સંબંધિત અરજદારે / તેમના પ્રતિનિધિએ હાજર રહેવાનું રહેશે.જે તે નંબર માટે સૌથી વધુ રકમનો ડિમાન્ડ ડ્રાફટ અરજી સાથે રજૂ કરનાર અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. અસફળ અરજદારને તેઓએ રજૂ કરેલ ડિમાન્ડ ડ્રાફટ પરત કરવામાં આવશે. એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રી સી.પી.રાણાએની યાદીમાં જણાવ્યું છે.
માહિતી બ્યુરો - નડિયાદ -

ગરીબમાં ગરીબ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી છે - અધિક નિવાસી કલેકટરશ્રી આર.કે.રાઠોડ ભાઇલાકુઇ ગામે રૂા.૪ લાખના ખર્ર્ચે નિર્ર્માણ થયેલ શાળાના ઓરડાનું લોકાર્ર્પણ ૪ પ્રાથમિક શાળાઓમાં ૧૮૯ બાળકોનું

તા.૧૭મી જૂન,
ગરીબમાં ગરીબ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણા સૌની જવાબદારી હોવાનું ખેડા જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી આર.કે.રાઠોડે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકારે પ્રતિવર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજીને સામાજીક જવાબદારી નિભાવી રહી છે અને તેના સુખદ પરિણામો પણ મળ્યા છે.
આજે કપડવંજ તાલુકાના અંતરિયાળ એવા બોભા, વાધજીપુર, કેવડિયા અને ભાઇલાકુઇ ગામોની પ્રાથમિક શાળાના બાળકોને કંકુ-તિલક કરી શાળામાં પ્રવેશ અપાવતાં ઉપર મુજબ જણાવી શ્રી રાઠોડએ ઉમેર્યું હતું કે રાજય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે ગુણોત્સવ કાર્યક્રમ, બાળકોને તંદુરસ્તી બક્ષે તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ યોજીને હજારો બાળકોના આરોગ્યની પૂરતી કાળજી લીધી છે. ત્યારે આપણી જવાબદારી સમજીને બાળકોને નિયમિત શાળાએ મોકલીએ.
શ્રી રાઠોડએ પ્રાથમિક શાળામાં ૨૪, વાધજીપુર પ્રાથમિક શાળામાં ૨૧, કેવડીયા પ્રાથમિક શાળામાં ૨૬ અને ભાઇલાકુઇ પ્રાથમિક શાળામાં ૧૮ બાળકો મળી કુલ-૧૮૯ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી રાઠોડએ આ શાળાઓને દાન કરનાર ગામના દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
માહિતી બ્યુરો - નડિયાદ -

બાળકોના સર્વાંગી વિકાસ ધ્વારા દેશની આવતીકાલ ઉજજવળ બનાવીએ - પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધ

કઠલાલ તાલુકાની નવી અરાલ, દેવરાકુવા(છી) અને બાગડોલ ગામોની પ્રાાથમિક શાળાઓમાં પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધના હસ્તે બાળકોને શાળા પ્રવેશોત્સવ સંપન્ન

માહિતી બ્યુરો - નડિયાદ - તા.૧૭મી જૂન, ૨૦૧૧ (શુક્રવાર) રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી ચિતરંજનસિંધએ કઠલાલ તાલુકાની નવી અરાલ, દેવરાકુવા(છી) અને બાગડોલ ગામોની પ્રાાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન આજે શાળામાં પ્રવેશ મેળવાનાર બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો હતો.
આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમોમાં શ્રી ચિતરંજન સિંધએ બાળકોના સંર્વાંગી વિકાસ ધ્વારા દેશની આવતીકાલ ઉજજવળ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજય સરકારે સમગ્ર રાજયમાં બાળકોને પ્રાથમિક શિક્ષણની જવાબદારરી ઉપાડી લીધી છે ત્યારે વાલીઓએ પણ તેમનાં બાળકો નિયમિત શાળાએ જાય અને બાળક પ્રાથમિક શિક્ષણ છોડી ન દે તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
શ્રી સિંધએ નવી અરાલ પ્રાથમિક શાળામાં ૭૫, દેવટાકુવા(છી) પ્રાાથમિક શાળામાં ૧૮૪ અને બગડોલ પ્રાથમિક શાળામાં ૬૦ મળીને કુલ ૩૧૯ બાળકોને પ્રવેશ અપાવી તેમને રમકડાં અને શિક્ષણની કિટસનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે કઠલાલ મામલતદારશ્રી વ્યાસે ઉપસ્થિત ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રવેશ પામનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ દેવટાકુવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ કરી હતી. આ પ્રસંગે ગામના આગેવાનો, વાલીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.

ફડચામાં ગયેલી સુશીલ કો-ઓપ. હાઉસિંગ સોસાયટીના સભાસદોને સૂચના

વડોદરા, ૧૭ જૂન,
રાજયના સહકારી કાયદા હેઠળ નોંધાયેલી ધી સુશીલ કો.ઓપ. હાઉસીંગ સો.સા. લી. વડોદરા હાલમાં ફડચામાં છે દરેક સભાસદ ને જણાવવાનું કે સદર સોસયટી ને જીલ્લા રજીસ્ટ્રાર સ.મ. વડોદરાના હુકમ તા. ૩૧/૩/૦૬થી ફડચામાં લઇ જવા માં આવી છે. ફડચાની મુદત દરમ્યાન કામગીરી પૂર્ણ કરી મંડળીની નોંધણી રદ કરવાની થાય છે. જેથી સભાસદોએ મકાન/બ્લોક વેચાણ આપેલ હોય અથવા જેઓએ ખરીદ કરેલ હોઇ તેઓએ પોતાના મકાન/બ્લોક મંડળીના રેકર્ડ ઉપર તેઓના નામે જરૂરી ટ્રાન્સફર ફી ભરી ટ્રાન્સફર કરાવી લેવા જણાવવામાં આવે છે. તથા મંડળીના જે સભાસદો કે જેઓના મકાન તેઓના નામે હોય અને અવસાન પામેલ હોય તેઓના વારસદારોને જરરી ડોકયુમેન્ટ આધાર પુરાવા સાથે વારસાઇથી તબદીલ કરાવી લેવા જણાવવામાં આવે છે. ઉપરોકત કામગીરી બે માસમાં ધી સુશીલ કો.ઓ.હાઉસીંગ સોસાટીની લી. વડોદરાના સહકારી અધિકારી (ફડચા નં.૪) લગત જિલ્લા રજીસ્ટ્રાર સ.મ.વડોદરાના ઇ બ્લોક રૂમ નં. ૭૦૭ કુબેર ભવન, ૭મો માળ, સરનામે સોમવાર અને ગુરુવારે આવીને બે માસની મુદતમાં પૂર્ણ કરી લેવા જણાવાયું છે.

સંકલીત બાળ વિકાસ આયોજનાના સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર્સને ગણવેશ આપવામાં આવશે

વડોદરા, ૧૭ જૂન, (શુક્રવાર) સંકલીત બાળ વિકાસ યોજના હેઠળ ૩૫ વર્ષથી આંગણવાડીઓનું સંચાલન થતું હોવા છતાં, ગામના ભૂલકાંઓની સંભાળ લેવાનું અધરું કામ કરનારી આંગણવાડી કાર્યકરોને ગામમાં કોઇ આદર મળતો ન હતો કે તેમની કોઇ ઓળખ ન હતી.
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ભારત પ્રથમવાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના કરનાર ગુજરાતે તેમની આગવી ઓળખ ઉભી કરી છે. રાજયની તમામ ૫૦ હજાર આંગણવાડીઓના મકાનો બનાવવામાં આવી રહયાં છે. તમામ આંગણવાડીઓને ગેસ જોડાણ, ચુલા અને કૂકર્સ આપવામાં આવ્યાં છે. બાળકો, કિશોરીઓ અને સગર્ભાઓ માટેની રૂા. ૭૦૦ કરોડની પોષક આહાર યોજનાનો અમલ આગણવાડીઓ દ્વારા કરવામાં આવે છે. શિરો, સુખડી, ઉપમાના પિ્રમીકસ પોષક આટાઓમાંથી ૭૨ પ્રકારની વાનગીઓ બનાવવાનું માર્ગદર્શન આપતી પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. હવે આઇસીડીએસના સીડીપીઓ તેમજ પ્રોગ્રામ અધિકારી બહેનોને આગવી ઓળખ આપતો ગણવેશ રાજય સરકાર આપશે. કાર્યકર બહેનોને વર્ષની ત્રણ સાડી આપવામાં આવશે.
ભારત સરકારે ગુજરાતની આ પહેલોની નોંધ લીધી છે અને ગુજરાતની સંકલીત બાળ વિકાસ યોજનાને આદર્શ ગણાવીને, અન્ય રાજયોને તેને અનુસારવાની ભલામણ કરતો જીઆર બહાર પાઠયો છે એમ તેમણે ઉમેર્યું હતું.

એમ.ટેક. નું ભણતી ગિરાનો જન્મ દિવસ કાયાવરોહણ ગામે કન્યા કેળવણી મહોત્સવમાં ઉજવ્યો

દિકરી દિવસની નવી વિભાવના પ્રમાણે ગામેગામ ઉચ્ચ શિક્ષણ મેળવનારી દિકરીઓનું સન્માન કરવામાં આવી રહયું છે
વડોદરા, ૧૭ જૂન, (શુક્રવાર) વડોદરા જિલ્લાએ નવમા કન્યા કેળવણી મહોત્સવની સાથે દિકરી દિવસની ઉજવણીનો નવો અભિગમ જોડયો છે. આ નવી વિભાવના પ્રમાણે ગામેગામ યોજાતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં ગામની ઉચ્ચ શિક્ષણ મેળવનારી દિકરીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવી રહયું છે.
લકુલીશ તીર્થ કાયાવરોહણના કન્યા કેળવણી મહોત્સવમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેના પટેલે ગામની તેજસ્વી દિકરી ગિરાનું ચાંદીનો સિક્કો તેમજ પુસ્તકની ભેટ આપીને સન્માન કર્યું હતું. ઇજનેરી કોલેજની વ્યાખ્યાતા અને એમ.ટેક.નું ઉચ્ચ શિક્ષણ મેળવતી ગિરાનો આજે જન્મ દિવસ હોવાથી મંત્રીશ્રીએ જન્મ દિવસીની શુભકામનાઓ પાઠવી હતી.

છેલ્લા દશ વર્ષમાં ગુજરાત સરકારે ૨૨ નવા વિશ્વ વિઘાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છેઃ પ્રાથમિક શિક્ષણ માટે ગુજરાતને કાણી કોડીની મદદ ન કરનાર કેન્દ્ર સરકારને ગુજરાત સરકારની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી - મંત્રી શ્રીમતી

વડોદરા, ૧૭ જૂન, (શુક્રવાર) છેલ્લા એક દશકા દરમિયાન ગુજરાત સરકારે માનવ વિકાસ સૂચકાંકને સુધારવા ફોરેન્સીક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી પહેલરૂપ યુનિવર્સિટીઓ તેમજ ઉઘોગની જરૂરીયાતોને અનુરુપ ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાયી છે. ભારત સરકાર દેશના અન્ય રાજયોને પ્રાથમિક શિક્ષણ માટે અનુદાન આપે છે. પરંતુ ગુજરાતને કાણી કોડી મળતી નથી. ગુજરાત પ્રાથમિક શિક્ષણનો ખર્ચ જાતે ઉઠાવે છે. ત્યારે ભારત સરકાર કે તેના શિક્ષણ મંત્રીને ગુજરાતની ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. તેમ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું છે. તેમણે જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ કાયાવરોહણ અને ચાંદોદ તથા મંડાળા અને તેનતળાવ ગામોમાં નવો શાળા તેમજ આંગણવાડી પ્રવેશ મેળવનારા દિકરા - દિકરીઓને આવકાર્યા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આ ગામેની અતિ ઉચ્ચ શિક્ષણ મેળવનારી દિકરીઓને પુસ્તક અને ચાંદીનો સિક્કો આપીને સન્માનીત કરવાની સાથે આંગણવાડીઓ માટે ટ્રાઇસીકલ તેમજ રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તમામ શાળાઓને પુસ્તક સંપુટ તેમજ શિક્ષણ સમિતિ અને પાઠયપુસ્તક મંડળ વતી પ્રવેશાર્થીઓને દફતર અને પાઠયપુસ્તક તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અતુલ પટેલ વતી રેઇનકોટસની ભેટ આપી હતી. પ્રત્યેક કાર્યક્રમનું સંચાલન તેજસ્વી દિકરીઓએ કર્યું હતું મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
શિક્ષકો બાળકોને મેડિકલ, ઇજનેરી, પોર્ટ મેનેજમેંટ હોટલ મેનેજમેંટ જેવા નવા અભ્યાસક્રમો અને શિક્ષણ સંસ્થાઓની માહિતી આપે તેવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ગુજરાતની શિક્ષણના ક્ષેત્રમાં નવી પહેલોને માર્ગદર્શક ગણાવીને, અન્ય રાજયોને તેને અનુસારવાની સલાહ આપે છે. પણ અન્ય રાજયોની માફક ગુજરાતને પાઠયપુસ્તકો કે શિક્ષક પગારની રકમ આપતી નથી. ધોર અન્યાય થવા છતાં ગુજરાતે શૈક્ષણિક વિકાસનો મક્કમ સંકલ્પ સાકાર કર્યો છે. જેના પગલે ૨૦૦૧ની સરખામાણીમાં ૨૦૧૧માં મહિલા સાક્ષરતાનો દર ૫૮ ટકા થી વધીને ૭૪ ટકા થયો છે. સન ૨૦૨૧ સુધીમાં ગુજરાત સરકાર ૧૦૦ ટકા મહિલા સાક્ષરતા સિધ્ધ કરવાનું ધ્યેય રાખે છે.
માજી ધારાસભ્યશ્રી સી.એમ.પટેલ તથા જિલ્લા પક્ષ અધ્યક્ષશ્રી બાળકૃષ્ણ ઢોલારે ઔઘોગિક વિકાસ, સાંસ્કૃતિક સંવર્ધન અને લોકભાગીદારીના નવા વાતાવરણની માહિતી આપી હતી. કાર્યક્રમોમાં બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓ માટેના પોષક આહારોની માહિતી આપવામાં આવી હતી. પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી અતુલ પટેલ, તાલુકા પંચાયત અધ્યક્ષ હરીશ પટેલ, સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો અને મહિલા અગ્રણીઓ પ્રવેશોત્સવમાં સામેલ થયાં હતા.

શાળાપ્રવેશોત્સવ માધ્યમ ધ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. સ્ત્રી સાક્ષરતા દર ઉંચો લાવવા રાજય સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે. - મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઝધડીયા તાલુકાના કરાડ,લીમોદરા,મોટાસાંજા  અને રાણીપુરા ગામે શાળા પ્રવેશોત્સવ

ભરૂચઃ
     રાજયના પાણી પુરવાઠા, શહેરી વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઝધડીયા તાલુકાના કરાડ,લીમોદરા,મોટાસાંજા  અને રાણીપુરા ગામના બાળકોને ધોરણ-૧માં શાળા પ્રવેશ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે આપણા ગુજરાત રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાઇ રહયો છે. ત્યારે ગામના પરિવારના બાળકોના ચારિત્ર્ય ધડતર માટે પ્રવેશ મેળવી રહયા છે. તે આજે બાળકોએ ધોરણ-૧માં અને આંગણવાડીમાં પ્રવેશ ઉમંગ અને ઉત્સાહથી મેળવ્યો છે. જે સરાહનીય  છે. આનંદ અને ઉત્સાહથી જીવનની શરૂઆત કરી છે. જેથી ભારતનું ભાવી બાળક તૈયાર થશે.
બાળકને ધરમાં જેટલુ જ્ઞાન તે ખબર ન હોઇ, તેટલું જ્ઞાન શાળાના શિક્ષકો આપે છે. બાળકને સંસ્કાર અને કેળવણી આપવામાં આવે તો સુંદર બની રહેશે. મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આલેખ જગાવી છે. ત્યારે સમાજના તમામ લોકોએ આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત વૈશ્વિક યુગમાં ગુજરાત સમગ્ર દેશમાં સ્થાપિત થઇ રહયું છે. ત્યારે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજય સરકારના આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાવા ભાર મૂકયો હતો.
શિક્ષણ વધુ અસરકારક બનાવવા રાજય સરકારે છેલ્લા નવ વર્ષમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. બાળકોને સુવિધા પુરી પાડવા માટે ઓરડાઓનું નિર્માણ કરવામાં આવે છે. સાથે-સાથે કોમ્પ્યુટરની સુવિધા દરેક શાળામાં પૂરી પાડવામાં આવી છે.. વધુમાં ગામ લોકોએ બાળકોની ચિંતા કરીને બાળકોને ભણાવવા સલાહ આપી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી સહિત રાજયકક્ષાના મંત્રીમંડળના સભ્યો આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ ગુજરાતના ગામડાઓમાં મુલાકાત લઇ બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે. ગરીબમાં ગરીબ બાળક પણ શાળામાં જઇ એક સારો નાગરિક બને તે રાજય સરકારનો ઉદ્‍ેશ છે. બાળકોનું આરોગ્ય નિરોગી મય રહે તે માટે મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. બાળકો હંમેશા ખુશ-ખુશાલ રહે તે માટે રમકડાંની કિટ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતા સદસ્ય શ્રી રમણભાઇ વસાવા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ગામના અગ્રણીઓ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
નવસારી જિલ્લાના  પ્રભારી  સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક મળી
સૌ ભેગા મળી ગામને શિક્ષિત બનાવીએ - રાજય કુટીર ઉઘોગ મંત્રી રણજીતભાઇ ગીલીટવાલા


છેવાડાના અંતરિયાળ ગામોમાં ૧૦૦ જેટલ આદિવાસી બાળકોને શાળા પ્રવેશ કરાવતા કુટીર રાજયમંત્રી
 વાંસદા/નવસારી ઃ શાળા પ્રવેશોત્સવના રાજય વ્યાપી અભિયાનના બીજા દિવસે રાજય કુટીર ઉઘોગ મંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ વાંસદા તાલુકાના છેવાડાના મહારાષ્ટ્રને અડીને આવેલા બીલમોડા, ખાંભલા, આંબાપાણી ગામે ૧૦૦ જેટલા આદિવાસી બાળકોને શાળા પ્રવેશ કરાવી, સૌ સાથે ભેગા મળી ગામને સો ટકા સાક્ષર બનાવવા અનુરોધ કર્યો હતો.
નાના ભુલકાંઓને કુમકુમ તિલક કરી, ધોરણ-૧ માં શાળા પ્રવેશ કરાવતા કુટીર રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષો બાળકોને ભણાવવા શાળાએ મુકવા જવું પડતું હતું, હવે સરકારના અધિકારીઓ-શિક્ષકો ધરે આવી, સમજાવી બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવે છે, ત્યારે વાલીએ શિક્ષણ પ્રત્યેની ભાવના કેળવવી જોઇેએ.  ગુજરાતના છેવાડાનો બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી રાજય-રાષ્ટ્રનું નામ રોશન કરે, તેવી રાજયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અભિલાષા છે. જે આજે સાચા અર્થમાં સાર્થક બની રહી છે. દિકરીને ભણાવવાની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, દિકરી ભણશે તો સમાજમાં જાગૃતિ આવશે, જેનાથી સમાજમાં સુધારાત્મક પરિવર્તન આવશે.
 બીલમોડા નિર્મળ ગામ છે. અહીં કન્યા શિક્ષણનો દર ૩૫ ટકા જેટલો છે. જેથી કન્યા શિક્ષણને વેગવાન બનાવવા મંત્રીશ્રીએ ખાસ ભાર મુકયો હતો.
 જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મહેશભાઇ ગામીત, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નુતનબેન પટેલ, તાલુકા પંચાયત વાંસદા પ્રમુખ શ્રીમતી રાજેશ્રીબેન થોરાટ, સરપંચ શ્રી બાબજુભાઇ ગાયકવાડ સહિત ગામજનો શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાયા હતા.                                 


કન્યાકેળવણી/શાળા પ્રવેશોત્સવ થકી આદિજાતી બાળકોમાં શિક્ષણે ભૂખ જાગી છે.--- સંસદીય સચિવશ્રી હર્ષદભાઈ વસાવા
અજરાઈ ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ઃ

નવસારીઃ
છેલ્લા નવ વર્ષની રાજ્યભરમા કન્યા કેળવણી/શાળા પ્રવેશોત્સવ ઉજવાય રહ્યો છે.જેના થકી આજે આદિજાતી વિઘાર્થીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે, એમ સંસદીય સચિવશ્રી હર્ષદભાઈ વસાવાઅ આજે ગણદેવી તાલુકાના અજરાઈ ગામે નાના ભૂલકાઓની શાળામાં  પ્રવેશ આપ્યો ત્યારે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યુ હતું.
ચિંતીત હતા.જેથી સમાજના છેવડાનો માણસ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળામાં પ્રવેશ પ્રક્રિયાને એક તહેવારની જેમ ઉત્સવ તરીકે ૨૦૦૩ થી ઉજવવામાં આવે છે. આજે દેશના અન્ય રાજયો કરતાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે અને શિક્ષણનું સ્તર પણ ઊંચુ આવ્યું છે.
તેમણે વાલીઓએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવતો થાય એવા પ્રયત્નો કરવા પર ખાસ ભાર મૂકયો હતો.
 આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગણદેવીના ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, આપણા બાળકો ભણશે તો જ આગળ આવી શકશે, શિક્ષણ વગર જીવન નકામુ છે. આ માટે તમામ વાલીઓએ પોતાનું બાળક નિયમતિ શાળાએ જાય તેની કાળજી લેવી જોઇએ.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એ.સત્યાએ જણાવ્યું હતું કે, અન્ય રાજયના મંત્રીઓ/અધિકારીઓ ગુજરાતના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો અભ્યાસ કરવા ગુજરાત આવે છે. જિલ્લાના ૧૮ ગામો ૧૦૦ ટકા સાક્ષર છે, આમ જિલ્લાની સારી એવી પ્રગતિ થઇ છે તેમણે રાજયના વિકાસના તમામ કાર્યોમાં લોકોને સાથ સહકાર આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અજરાઇ ગામે શાળામાં પ્રવેશ મેળવનાર ૩૧ ભુલકાંઓએ શિક્ષણના અને આંગણવાડીના બાળકોને રમકડાનાં કિટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીશ્રી અશોકભાઇ ધોરાજીયા, કાર્યકરો, ગ્રામજનો, ગામના સરપંચશ્રી, વાલીઓ, આંગણવાડી વર્કરો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીડીપીઓ શ્રીમતી રંજનબેન પટેલે કર્યુ હતું                                 

મા સરસ્વતીની સાધના કરી, શાળા પ્રવેશ કરતાં કંબોયા પ્રાથમિક શાળાના ભુલકાંઓ ઃ
લોકભાગીદારીની મિશાલ અને આદર્શ વિઘામંદિર એટલે કંબોયા પ્રાથમિક શાળા- જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ
ગીર ફાઉન્ડેશનના નિયામક બી.જે.પાઠકે શ્રેષ્ઠ શાળા બદલ પાઠવેલી શુભકામના

વાંસદા/નવસારીઃ
નવસારી જિલ્લામાં યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ સાધનામાં નવો સંચાર થયો છે.  નાના નાના ભુલકાંઓમાં રહેલી શકિતનો પરિચય કંબોયા પ્રાથમિક શાળામાં નવા નામાંકન થયેલા ભુંલકાંઓએ આપ્યો હતો. પંચાયત પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલ અને ગીર ફાઉન્ડેશનના નિયામક શ્રી બી.જે.પાઠકની ઉપસ્થિતિમાં ભુંલકાઓએ મા સરસ્વતીની સાધના કરી શાળા પ્રવેશ કર્યો હતો. ગામના આગેવાનો, વડીલો અને શિક્ષકોના સહકારથી આદર્શ શાળા બની છે.  છેલ્લા પાંચ વર્ષમાં કંબોયા ગામના તમામ બાળકોનું નામાંકન થયું છે. લોકભાગીદારીથી શાળામાં પંખા, કબાટ સહિતના સાધનો રૂા.૧.૨૫ લાખથી વધુના ખર્ચે મળ્યા છે. ગુણોત્સવ-૧૦ કાર્યક્રમમાં શાળા જિલ્લામાં પ્રથમક્રમે રહી હતી. અંગ્રેજી ભાષામાં અભિનય ગીત રજૂ કરી, આદિવાસી બાળકોમાં રહેલી, શકિતનો પરિચય કરાવ્યો હતો. શિક્ષક શ્રી બળવંતભાઇ પટેલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. વાંચે ગુજરાત અંતર્ગત ધોરણ-૭ ના વિઘાર્થી અર્પણ ચંદુભાઇ પટેલની રાજયકક્ષાએ પસંદગી થઇ હતી.
આજે કંડોલપાડા, કાંટસવેલ, કંબોયા, લિંબારપાડા, ઢોલુમ્બર ગામે ૧૨૦ જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાઇ છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાળકોમાં નવી ચેતનાનો સંચાર થાય છે. કંઇક કરી છુટવાની ભાવના બાળકોમાં જન્મે છે. રાજય સરકારે ખાનગી શાળાઓમાં ન હોઇ તેવી કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ પ્રાથમિક શાળાઓમાં આપી છે. જેના કારણે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે. શાળામાં બાળકોના આરોગ્યની પણ ચકાસણી થાય છે.
 ગીર ફાઉન્ડેશનના ડાયરેકટર શ્રી બી.જે.પાઠકે શ્રેષ્ઠ શાળા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આજના વૈશ્વિકરણના યુગમાં ટકી રહેવા શિક્ષણ પ્રત્યેનો લગાવ મહત્વનો છે. મહેનતથી  આ બધુ શકય બને છે. નવી પેઢી આત્મ વિશ્વાસ કેળવી, શિક્ષણના માધ્યમથી જીવનને સમૃધ્ધ બનાવશે તો રાજય-રાષ્ટ્રનો વિકાસ અવ્વલ નંબરે હશે.
 મદદનીશ ખેતી નિયામક શ્રી સોલંકી, રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી આર.જી.પટેલ, કંબોયાના સરપંચ શ્રી અરવિંદભાઇ પટેલ, સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.    

નવસારી જિલ્લાના  પ્રભારી  સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામોની સમીક્ષા બેઠક મળી

નવસારીઃ
નવસારી જિલ્લાના પ્રભારી સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોમાં થયેલી પ્રગતિ અંગેની સમીક્ષા બેઠક નવસારી સરકીટ હાઉસ ખાતે મળી હતી.
 શ્રી રાકેશે આગામી જુલાઈ માસમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓમાં જિલ્લાના વધુને વધું ગરીબ લાભાર્થીને દરેક વિભાગો આવરી લઈ મહત્તમ લાભ આપવાનું આયોજન કરવા સંબધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.એટીવીટી અંગે પણ તાલુકાનો ઝડપી વિકાસ થાય એ બાબતે વિગતે માર્ગદર્શન  આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મળતી યોજનાને વહેલી તકે કાર્યાન્વિત કરવા સબંધિત અધિકારીઓને જણાવ્યું. સચિવશ્રીએ જિલ્લાની નગરપાલિકાઓ ધ્વારા થતા વિકાસના રસ્તા પાણી ગટર બ્લોક પેવીંગ કામોની વહીવટી ટેકનીકલ મંજૂરી મેળવી વર્તમાન વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવા અને ગરીબી રેખા હેઠળ જીવતા શહેરી ગરીબોની યાદી સત્વરે સર્વે કરી પૂર્ણ કરવા જણાવ્યું  હતું જેમા શહેરી ગરીબોની રાજ્યસરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તેમને લાભ આપી શકાય.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.પી.જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એ.સત્યાએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને યોજનાઓના અમલ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
 આ સમીક્ષા બેઠકમાં નવ નિયુક્ત અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી બી.કે.કુમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી મિસ્ત્રી, પ્રાન્ત અધિકારીશ્રી બલાત, જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ  ઉપસ્થિત રહી વિવિધ વિકાસ કામોની  સમીક્ષા બેઠકની ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકનું સંચાલન અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી બી.કે.કુમારે કર્યું હતું. અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.
રામકુમારના હસ્તે નાનકડી આદર્શ શાળા સોલધરા ખાતે બાળકોનું નામાંકન ઃ
ચીખલી તાલુકામાં ૮૦ જેટલા બાળકોનું નામકરણ કરાવતા વનસંરક્ષક શ્રી રામકુમાર વાંસદા તાલુકામાં કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની સાથે રોજગારલક્ષી માર્ગદર્શનઃ


નિરપણ, રાયબોર, માનકુનિયા, ચોરવણી ખાતે ૧૦૦ થી વધુ બાળકોને શાળા પ્રવેશ ઃ
નવસારીઃ
જિલ્લા રોજગાર અધિકારી શ્રી.કે.જી.શેખ દ્વારા વાંસદા તાલુકાના ઊંડાણના ગામોમાં કન્યા કેળવણી  પ્રસંગે નિરપણ, રાયબોર, માનકુનિયા, ચોરવણી પ્રાથમિક શાળા ખાતે ૧૦૦ થી વધુ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. સાથે તેમણે ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી, બેરોજગાર યુવક, યુવતીઓને જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજો માળ, જુનાથાણા, નવસારી સંપર્ક કરવા જણાવ્યુ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યશ્રી ગુલાબભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળા  પ્રવેશોત્સવ દરમિયાન રોજગારી પ્રાપ્ત કરવા તથા છેવાડાના  આદિજાતિ વિસ્તારના બેરોજગાર યુવાનની ધરઆંગણે રોજગારી મેળવવા રોજગાર અધિકારીશ્રી શેખ દ્વારા માર્ગદર્શન પૂラરુ પાડવામાં આવ્યું હતું.                                   

માણેકપોર, વેગામ, વગલવાડ, ગડત અને પાથરી ગામે ૬૫ બાળકોનું નામાંકન થયું ઃ
શિક્ષણથી જ સાચી રોશની થાય છે-  કેરશીદાબુ

નવસારીઃ
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી આવો કાર્યક્રમ રાજ્યના દરેક ગામડે મંત્રીશ્રીઓ અને અધિકારીઓ ફરીને બાળકોને જીવનના પ્રથમ પગથીયા ચઢાવવાની શરૂઆત કરાવે છે. શિક્ષણથી જ બાળકમાં સાચી રોશની પેદા થાય છે, એમ નાણાં વિભાગના સભ્યશ્રી કેરશી દાબુએ આજે ગણદેવી તાલુકાના માણેકપોર ગામે ૨૩ બાળકોના શાળા પ્રવેશ આંપતા જણાવ્યું હતું.
 શ્રી દાબુએ વધુમાં જણાવ્યું કે આજે ગણદેવી તાલુકાના માણેકપોર, વેગામ, વગલવાડા, ગડત અને પાથરી ગામે ૬૫ બાળકોનું નામાંકન કરવામાં આવ્યુ છે ત્યારે આ બાળકો ધોરણ ૮ સુધીનો આ શાળા ખાતે અભ્યાસ પૂરો કરે અધવચ્ચેથી ડ્રોપ આઉટ ન કરે તેની જવાબદારી વાલીઓ ,સમાજ અને શિક્ષકો સ્વીકારવી પડશે. દરેક બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી ર્ડાક્ટર, એન્જિનીયર, વકીલ કે વૈજ્ઞાનિક બને એવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે બી.આર.સી.કોઓડીનેટર શ્રીમતી કલ્પનાબેન પટેલે ઉપસ્થિત વાલીઓને શીખ આપતા જણાવ્યું કે, પોતાનું બાળક નિયમિત શાળાએ આવે, સારુ શિક્ષણ મેળવે તેની ચીવટ રાખવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાકક્ષાના વાણિજય વિભાગના આસી.કમિશનરશ્રી આર.જી.ઝુજ, સીડીપીઓ શ્રીમતી રંજનબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી સદગુણાબેન પટેલ, દરેક ગામના સરપંચશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, આંગણવાર્ડી વર્કરો, ગ્રામજનો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહયાં હતાં.  
                                                

નવસારી જિલ્લાના ભાડાપેટેથી જમીન ધરાવનારાઓ બાકી રકમ ભરપાઈ કરી જવા તાકીદઃ
નવસારીઃ
નવસારી જિલ્લામા જે વ્યકિતઓએ/સંસ્થાઓએ/મંડળીઓએ વિવિધ હેતુ માટે ભાડાપેટેથી જમીન મેળવેલ હોય અને ભાડાપટાની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેવા તમામ પટ્ટેદાર બાકીદારોને જણાવવામાં આવે છે કે, એક માસની અંદર તાત્કાલિક ભાડાપટાની બાકી રકમ ભરપાઈ કરી દેવાની રહેશે. લાભાર્થીની અગાઉની ભાડાપટાની બાકી રકમ પણ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવે છે. પટેદાર રકમ બાકીમાં છે તેવા પટેદારો જો ભાડાપટાની બાકી રકમ ભરપાઈ કરશે નહી તો તેમની સામે કાયદાકીય પગલા લેવાની ફરજ પડશે.જો આ સુચનાનું પાલન નહી કરવામાં આવે તો સબંધિત પટેદારો સામે કાયદાની જોગવાઈઓ મુજબ પગલા ભરવામાં આવશે. જેની સબંધિતોએ નોંધ લેવા કલેક્ટરશ્રી, નવસારીની યાદીમાં જણાવાયું છે.                                         


શાળા પ્રવેશોત્સવ નિરંતર શિક્ષણ આપતાં રહેશે ઃ પોલીસ અધિક્ષક શ્રી પી.બી.ગોંદીયા
તવડી, સાગરા, મીરઝાપુર, અલુરા અને કડોલી ગામે ૪૫ ભુલકાંઓને પ્રવેશ અપાયો ઃ

નવસારીઃ
છેલ્લા નવ વર્ષથી કન્યા કેળવણી/ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે તા.૧૬ જુન થી આ ઉજવણી ચાલુ કરવામાં આવી છે. આ શાળા પ્રવેશોત્સવ બાળકોમાં નિરંતર શિક્ષણ આપતો રહે છે એમ જલાલપોર તાલુકામાં બાળકોના નામાંકન કાર્યક્રમ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી પી.બી.ગોંદીયાએ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન તવડી, સાગરા, મીરઝાપુર, અલુરા અને કડોલી શાળામાં ધોરણ-૧ માં ભુલકાંઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આવા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થી શિક્ષણનું સ્તર ઊંચુ આવ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો શુન્ય ટકા થયો છે, જે આવા ઉત્સવને આભારી છે. વાલીઓ અને શિક્ષકોએ દિલથી કામ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. ગામનું બાળક ઊંચી ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવતું થાય તેની જવાબદારી સમાજે પણ ઉપાડવી જોઇએ.
આ પ્રસંગે ગામના દાતા વલ્લભભાઇ પટેલે શાળામાં દાખલ થયેલા તમામ બાળકોને યુનિફોર્મ આપવાની જાહેરાત કરી હતી અને દરવર્ષે શાળાના બાળકોને શિક્ષણના કિટ્સ પણ આપે છે.
 આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાના ભુલકાંઓને શિક્ષણના કિટ્સ અને આંગણવાડીના બાળકોને રમતગમત-રમકડાંના કિટ્સ આપવામાં આવ્યાં હતાં.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કન્નર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નીતાબેન, આઇસીડેએસના શ્રીમતી પુષ્પાબેન, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી જશુબેન આહિર, તાલીમ અધિકારી નિલેશભાઇ, સીઆરસી અશોકભાઇ, સરપંચ શ્રી કેતનભાઇ, વાલીઓ, ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહયાં હતાં. શાળાના આચાર્ય શ્રી દિપકભાઇ પટેલે કાર્યક્રમનું સંચાલન અને અંતમાં આભારવિધિ કરી હતી.   


જલાલપોર તાલુકામાં ૨૬૦ બાળકોનું નામાંકન ઃ
નવસારીઃ
રાજયભરમાં ઉજવાઇ રહેલા કન્યા કેળવણી/શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં પણ આ ઉત્સવને સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. જલાલપોર તાલુકાના માણેકપોર સુગર ફેકટરી મરોલી, કોલાસણા, મહુવર અને મરોલી ખાતે ૨૬૦ જેટલા બાળકોના નામાંકન સિંચાઇ મામલતદાર શ્રી બી.બી.મહાજને કરાવ્યાં હતાં. નાના ભુલકાંઓ જીવનના પ્રથમ પગથિયા ઉપર પગ મુકે છે ત્યારે આ શાળામાં દાખલ થવા બાદ અધવચ્ચેથી શાળા ન છોડે અને પુરેપુરું શિક્ષણ મેળવી સારા નાગરિક બને એવી શીખ આપી હતી. શાળામાં દાખલ થનાર તમામ બાળકો ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી દેશ અને રાજયની સેવામાં જોતરાય તેવી શીખ પણ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નાના ભુલકાંઓને શિક્ષણના કિટ્સ અને આંગણવાડીના બાળકોને રમતગમતના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દરેક ગામના સરપંચશ્રી, ગ્રામજનો, સુગર ફેકટરીના હોદેૃદારો, વાલીઓ, બાળકો, સીઆરસીના નટવરલાલ ટંડેલ અને દિવ્યાબેન પટેલ ઉપસ્થિત રહયાં હતાં. અંતમાં શાળાના આચાર્યશ્રીએ આભારદર્શન કર્યુ હતું.                                                            

રામકુમારના હસ્તે નાનકડી આદર્શ શાળા સોલધરા ખાતે બાળકોનું નામાંકન ઃ ચીખલી તાલુકામાં ૮૦ જેટલા બાળકોનું નામકરણ કરાવતા વનસંરક્ષક શ્રી રામકુમાર 

નવસારીઃ
ચીખલી તાલુકાની નાનકડી એવી સોલધરા નાયકીવાડ ખાતે વનસંરક્ષક  શ્રી રામકુમારના (આઈ એફ એસ)હસ્તે નાના ભુલકાઓનું કિટ્સ આપી નામાંકન કરાયું હતું. શ્રી રામકુમારે બારોલીયા, સોલધરા, પ્રાથમિક શાળા,મલિયાધરા, દોધિયા ફળિયા ખાતે ૮૦ જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું હતું. સોલધરા પ્રાથમિક શાળાના શિક્ષકને એવોર્ડ પણ મળ્યો છે.
મુખ્ય આકર્ષણ સોલધરા નાયકીવાડની શાળા રહી હતી. જ્યાં ૫૫ જેટલા આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખુબ જ  જાગૃત છે.

શ્રેષ્ઠ યુવા મંડળ પુરસ્કાર માટે અરજી કરશો.

ભરત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા ગત વર્ષ ૨૦૧૦-૧૧ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર એક યુવક અને એક યુવતી ને જિલ્લાના શ્રેષ્ઠ યુવા પુરસ્કાર થી સન્માનિત કરવમાં આવશે. જે એવોર્ડમાં રૂ. ૫૦૦૦/- અને પ્રમાણપત્ર આપવમાં આવશે. સુરત જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા કોઇ પણ યુવક/યુવતી જેમણે  1 એપિ્રલ ૨૦૧૦ થી ૩૧ માર્ચ ૨૦૧૧ ના વર્ષ દરમિયાન રાષ્ટ્રિય વિકાસ અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલું હોય તેઓ આ એવાર્ડ મેળવવા પાત્ર રહેશે. આ અંગેનું અરજી ફોર્મ નહેરૂ યુવા કેન્દ્ર, સુરત, (૯૦-ભગવાન નગર સોસાયટી, કૈલાસ વિઘાભવન સ્કુલની પાછળ, સિંગણપોર ચાર રસ્તા, વેડરોડ, સુરત ખાતે) ઓફિસ સમય દરમિયાન મેળવી ૩૦/૦૬/૨૦૧૧ સુધીમાં આપી દેવા જણાવાયું છે

સુરત જિલ્લાના  શ્રેષ્ઠ યુવા મંડળ પુરસ્કાર માટે તા. ૩૦ મી સુધી અરજી કરશો.

સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા ગત વર્ષે ૨૦૧૦-૧૧ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળને સુરત જિલ્લાના  શ્રેષ્ઠ યુવા મંડળ પુરસ્કાર સ્વરૂપે રૂ. ૧૦,૦૦૦ (અંકે દશ હજાર પુરા) આપવમાં આવશે. અને જિલ્લામાં પસંદગી પામેલા મંડળની અરજી રાજ્ય કક્ષાના રૂ. ૨૦,૦૦૦ ના એવોર્ડ માટે મોકલી આપવામાં આવશે અને રાજ્ય કક્ષામાં પ્રથમ આવનાર મંડળને રાષ્ટ્રિય કક્ષાના રૂ. ૧,૦૦૦૦૦ /-, રૂ. ૫૦,૦૦૦/-, રૂ. ૨૫,૦૦૦/- ના એવાર્ડ માટે મોકલવામાં આવશે. મંડળોએ 1 એપિ્રલ ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૧ ના વર્ષ દરમિયાન રાષ્ટ્રિય વિકાસ અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપેલું હોય તેઓ આ એવાર્ડ મેળવવા પાત્ર છે. આ અંગેનું અરજી ફોર્મ નહેરૂ યુવા કેન્દ્ર, સુરત, ૯૦-ભગવાન નગર સોસાયટી, કૈલાસ વિઘાભવન સ્કુલની પાછળ, સિંગણપોર ચાર રસ્તા, વેડરોડ, સુરત ખાતે ઓફિસ સમય દરમિયાન મેળવી ૩૦/૦૬/૨૦૧૧ સુધીમાં આપી દેવા જણાવવામાં આવે છે.
તા. ૨૮ મીએ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.
સૂરતઃ
આવતી કાલ તા. ૧૮ મીના રોજ કલેક્ટર કચેરીમાં યોજાનારી જિલ્લા સંકલન વ ફરીયાદ સમિતિની બેઠક હવે આગામી તા. ૨૮/૬/૧૧ ના રોજ નિયત સમયે યોજાશે.


તા. ૨૨ મીએ જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર  સમિતિની બેઠક મળશે.
સૂરતઃશુક્રવારઃ- સૂરત જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર  સમિતિની બેઠક આગામી તા. ૨૨મીએ બપોરે ૩.૦૦ વાગે અધિક કલેક્ટરના વડપણ હેઠળ તેમની ચેમ્બરમાં યોજાશે.

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ઃ પ્રથમ દિવસે સુરત જિલ્લાના ૫૩૦૨ ભૂલકાઓનું નામાંકનઃ ૨૫૧૬ બાળગોપાળોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યોઃ શિક્ષણપ્રમીઓ દ્વારા રૂ ૧૪,૨૩,૬૦ નું દાન મળ્યુઃ

સૂરતઃ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સૂરત જિલ્લામાં ૨૫૮૮ કન્યાઓ અને કુમારો મળી કુલ ૫૩૦૨ ભૂલકાઓએ વાજતે ગાજતે મહાનુભાવોના આર્શીવાદ સાથે ધો. 1 માં પ્રવેશ મેળવ્યો હતો. ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા દાતાઓની પણ સરવાણી વહી રહી છે. પ્રથમ દિવસે જ રૂ. ૭૪,૪૯૭ નું રોકડ દાન અને વસ્તુના સ્વરૂપે ૧૩,૪૯,૧૧૨ મળી કુલ ૧૪,૨૩,૬૦૯ ના દાન અને ઇનામો ભૂલાકાઓને મળ્યા હતા.
ગામે ગામ શાળા પ્રવેશ ઉત્સવ સાથે ભૂલાકાઓને બળદગાડા, ઉંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રકમાં બેસાડીને શાળા સુધી લાવવામાં આવી રહ્યા છે.
આ પ્રવેશોત્સવની સાથે સાથે આ વેળાએ માધ્યમિકમાં પ્રવેશ મેળવતા એટલેકે ધોરણ-૮ માં પણ મહાનુભાવોના હાસ્તે પ્રવેશ આપવામાં આવ્યો છે. ૧૨૨૧ કન્યાઓ અને ૧૨૨૮ કુમાર મળી ૨૪૪૯ વિઘાર્થીઓએ માધ્યમિકમાં પ્રવેશ મેળવ્યો હતો.
 રંગબેરંગી ટોપી, વસ્ત્રો સાથે મમ્મીની આંગળી પકડીને આવેલા નાનકડા બાળગોપાળોમાં ૧૨૫૩ કન્યાઓ ૧૨૬૩ કુમારો સહિત ૨૫૧૬ ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો.
દિકરીઓને પ્રોત્સાહિત કરવાની મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કન્યા કેળવણી યોજના અંતર્ગત ૩૯૫ દિકરીઓને વિઘાલક્ષી યોજના  હેઠળ રૂ. ૧૦૦૦/- ના નર્મદા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
 ઉલ્લેખનીય છે. જ્ઞાન જ્યોતિ પ્રગટાવવાની આ જેહાદમાં  સૂરત જિલ્લાના ૨૯૬ મહાનુભાવોએ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ચોકલેટ મીઠાઇ ખવડાવી શાળામાં આનંદ પૂર્વક આવકાર્યા હતા.

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કામ શિક્ષકોનું છે. -ગ્રામ વિકાસમંત્રી મોહનભાઈ કુંડારીયા બારડોલી તાલુકાના હીડોલીયા, ભુવાસણ, વડોલી, કુવાડીયા અને છીત્રા ગામોની શાળાઓમાં ૬૧ ભૂલકાઓને  ગ્રામ વકિાસમંત્રીએ પ્રવેશ આપી આવકાર્યાઃ

સૂરત
ગુજરાત શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ અન્વયે સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હીડોલીયા, ભુવાસણ, વડોલી, કુવાડીયા અને છીત્રા ગામોની શાળાઓમાં ૩૪ કુમાર અને ૨૭ કન્યાઓ મળીને કુલ ૬૧ બાળકોનું નામાંકન રાજયકક્ષાના ગ્રામવિકાસ મંત્રીશ્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે સંપન્ન થવા પામ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણના વ્યાપમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેને લઇ આજની હાજરી જોતા શિક્ષણ પ્રત્યે વાલીઓ અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ જાગ્રત થાય તે માટે શરૂઆતથી જ જ્યારે બાળક શાળામાં પ્રવેશ કરે ત્યારે હસતો રમતો હોય તેવો રાજય સરકારનો આશય છે. મુખ્યમંત્રીશ્રીએ કન્યાઓના વિકાસ માટે પોતાને મળતી ભેટસોગાદોની જાહેર હરાજી કરીને તે નાણા કન્યા કેળવણી પેટે વાપરીને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. ત્યારે દરેક બાળકો શિક્ષણ લે તે માટે તમામ સ્તરેથી સહિયારા પ્રયાસો થાય તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતના ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકોની છે. તેમ જણાવીને ગામનું એક પણ બાળક શિક્ષણથી વચિંત રહી ન જાય તે અંગેની જવાબદારી શિક્ષકો ઉપડી લેવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સના કારણે આજે ૨ ટકા સુધીનો ડ્રોપ આઉટ રેસીયો નીચો લાવી શકીયા છીએ. ત્યારે  શિક્ષકો, આચાર્યશ્રીઓને બાળકો ભણીગણીને આગળ નામના મેળવે તેવા સંસ્કારોનું સિંચન કરવાનું આહ્વવાન મંખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા ગરીબમાં ગરીબ બાળકોના આરોગ્યની તપાસ કરીને સંપૂર્ણ રોગમુકત કરવાનું કાર્ય સરકારે કર્યું છે. મંત્રીશ્રી કુંડારીયાએ બાળકોને દફતર, રમકડા તેમજ સાયકલો આપીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે  બારડોલીના મામલતદાર શ્રી કે.એમ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.બી.વદર, માજી વનમંત્રીશ્રી પ્રવિણભાઈ રાઠોડ , તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભારતીબેન, સરપંચ સર્વશ્રી વસંતભાઈ, રણસીંગભાઈ તેમજ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિયાપુરા અને સુઘડ ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન લોકઉત્સવના માહોલ સાથે સાથે દાનના પ્રવાહનો ઘોઘ વહેતો જોવા મળ્યો

ગાંઘીનગર તાલુકાના અમિયાપુરા અને સુઘડ ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન લોકઉત્સવના માહોલ સાથે સાથે દાનના પ્રવાહનો ઘોઘ વહેતો જોવા મળતો હતો. આ પ્રસંગે અમિયાપુરા ગામાની પ્રાથમિક શાળામાં તપોવન સંસ્‍કાર પીઠ તરફથી શાળાને ૨૫ બેન્‍ચીસોનું દાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાત ગામના સરપંચ શ્રી માણેકજી ઠાકોરે ઘોરણ ૧ થી ૮ ના વિઘાર્થીઓને નોટબુક, અમરતજી ગાલાજી ઠાકોરે રૂ.૧૦ હજાર, શાળાના આચાર્ય શ્રી બળદેવભાઇ પટેલે રૂ.૨૧૦૦ અને મેરૂઘામ જૈન તીર્થે રૂ ૨૫ હજારનું દાન કર્યું હતું. તે ઉપરાંત સુરેશભાઇ ભરવાડ, પ્રહલાદજી ઠાકોર, લક્ષ્મણજી રામાજી ઠાકોર અને અશોક વિરાજી ઠાકોર તરફથી પંખાનું દાન કરવામાં આવ્યું હતું
સુઘડ ગામની પ્રાથમિક શાળામાં બાળકો માટે ઠંડુ પાણી પીવા માટે રણછોડજી શંકરજી ઠાકોર દ્વારા વોટર કુલરનું દાન કરવામાં આવ્યું હતું. ગામના ડુંગરજી ફતાજી ઠાકોર દ્રારા પાણીની ટાંકી માટે રૂ.૭ હજારનું દાન આપ્‍યું હતું.

ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી સચિવ શ્રી સી.એલ.મીનાએ આજે રૂપાલ, સોનીપુરા, સરઢવ, આદરજ મોટી અને કોલવડા ખાતે આંગણવાડીમાં અને ઘોરણ-૧ ના બાળકોને પ્રવેશ કરાવ્યો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંઘીનગર જિલ્‍લા પ્રભારી સચિવ શ્રી સી.એલ.મીનાએ આજે ગાંઘીનગર તાલુકાના રૂપાલ, સોનીપુરા, સરઢવ, આદરજમોટી અને કોલવડા ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવી ઉજ્જવળ કારર્કિદી અને સુખમય જીવન માટે શુભેચ્છા આપી હતી. જેમાં આદરજ મોટી ગામમાં કુલ ૧૮૭ અને કોલવડા ગામમાં કુલ-૧૦૦ કુમાર- કન્યાઓએ ઘોરણ-૧માં પ્રવેશ મેળવ્યેા હતો. આ પ્રસંગે જિલ્‍લા પ્રભારી સચિવ શ્રી સી.એલ.મીનાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. આજે જેનું આજે હકારાત્મક અને સુખદ પરિણામ જોવા મળી રહ્યું છે. વસ્‍તી ગણતરીના આંક મુજબ વર્ષ-૨૦૦૧ કરતાં વર્ષ-૨૦૧૧ માં રાજયમાં સાક્ષરતા દરના આંક વઘીને ૭૯ ટકાએ પહોચ્યો છે. તે ઉપરાંત સ્‍ત્રી સાક્ષરતા દરમાં ૧૩ ટકા જેટલો વઘારો થયો છે. રાજય સરકાર દ્વારા શૈક્ષણિક સ્‍તરને ઉચો લઇ જવા માટે ૧.૨૧ લાખ વિઘા સહાયકોની ભરતી કરવામાં આવી છે. તેમજ આગમી સમયમાં હજુ ૧૩ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેની સાથે સાથે શિક્ષણ સ્તરને વઘુ ગુણવત્તાસભર બનાવવા માટે રાજયની ૫૦૦૦ જેટલી શાળાઓમાં આચાર્યની ભરતી કરવામાં આવશે. જો આંગણવાડીમાં જ બાળકોનું યોગ્ય ઘડતર અને સંસ્‍કારોનું સિંચન કરવામાં આવે તો તે બાળક જીવનમાં ખુબ જ આગળ વઘશે, તેવું કહી આંગણવાડીની બહેનોને આ જવાબદારી વાળું કાર્ય પૂરે પુરી નિષ્ડાથી બજાવા અપીલ કરી હતી.
શ્રી સી.એલ.મીનાના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ પામતા બાળકોને કકું તિલક કરી, દફતર, વોટર બેગ, કમ્પાસ બોકસ અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમના હસ્તે શાળામાં ઘોરણ-૩ થી ૭ ના તેજસ્‍વી તારલાઓનું અને આંગણવાડીની ઘાત્રી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી મીનાએ શાળામાં અને ગામમાં એક-એક પુસ્‍તક તરતું મુકયુ્ં હતું. કેળવણી મંડળના પ્રમુખ શ્રી રતનસિંહ વાઘેલાએ તિથિભોજન કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાઓની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી રતનસિંહ વાઘેલા, જિલ્‍લા પશુપાલન અઘિકારી શ્રી ર્ડા બી.કે.પટેલ, તાલુકા કેળવણી નિરક્ષક શ્રી સંજય પરમાર સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતાં.

ગાંધીનગર જિલ્‍લામાં કૂલ ૮૮૨૫ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો કૂલ ૧૨૪ લાભાર્થીઓને વિદ્યાલક્ષ્‍મીબોન્‍ડ એનાયત કરાયા

ગાંઘીનગર:
જિલ્‍લામાં પ્રથમ તબકકાનાં એટલેકે ગ્રામ્‍ય વિસ્‍તારનાં યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવમાં કૂલ- ૮૮૨૫ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે. તા. ૧૬મી જૂનથી શરુ થયેલ શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવમાં બે દિવસ દરમ્‍યાન કૂલ- ૧૭૯ ગામોમાં કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં પ્રથમ દિવસે કૂલ- ૪૬૧૧ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે જેમાં કૂલ-૨૪૩૩ કુમાર તથા કૂલ-૨૧૭૮ કન્‍યાઓનું નામાંકન કરવામાં આવ્‍યુ હતુ તથા કૂલ- ૭૦ કન્‍યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા હતા.
તા. ૧૭મી જૂનનાં રોજ કૂલ- ૪૨૧૪ બાળકોને પ્રવેશ કરાવ્‍યો હતો. જેમાં કૂલ- ૨૦૬૩ કન્‍યાઓ તથા કૂલ- ૨૧૫૧ કુમારોએ પ્રવેશ મેળવ્‍યો હતો.તથા કૂલ- ૫૪ કન્‍યા લાભાર્થીઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા હતા.
જિલ્‍લામાં પ્રવેશપાત્ર બાળકોમાં ગાંધીનગર તાલુકામાં કૂલ ૨૩૪૬ બાળકોએ, દહેગામ તાલુકામાં કૂલ ૨૭૨૫ બાળકોએ, માણસા તાલુકામાં કૂલ- ૧૧૩૯ બાળકોએ અને કલોલ તાલુકામાં કૂલ- ૨૬૧૫ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો હતો.

જવાહર નવોદય વિધાવયની પ્રવેશ પરીક્ષા 10 જુલાઇના રોજ યોજાશે

મહેસાણા જિલ્લાના વડનગર સ્‍થિત જવાહર નવોદય વિધાલયની પરીક્ષા આગામી10 જુલાઇ 2011 ને રવિવાર ના રોજ યોજાનાર છે.ધોરણ-6 માટેની પ્રવેશ પરીક્ષા મહેસાણા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાવાની છે. આ માટે સંબધિત પરીક્ષાર્થીઓએ તેમના પ્રવેશપત્રો સંબઘિત શાળાઓમાંથી મેળવી લેવાનું જણાવવામાં આવે છે.

શાળા પ્રવેશોત્‍સવ-2011 ગુજરાતમાં પાયાનું શિક્ષણ સઘન બનાવવા સરકારની નેમ છે- શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા બેચરાજી તાલુકાના વેણપુરા-ખાંભેલ અને અંબાલા ગામે શાળા પ્રેવશોત્‍સવને પ્રચંડ લોક આવકાર

શાળા પ્રેવેશોત્‍સવ થકી ગુજરાતમાં પાયાનું શિક્ષણ સઘન બનાવવાની સરકારની નેમ છે તેમ જણાવી રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના વેણપુરા-ખાંભેલ અને અંબાલા ગામેથી શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્‍યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં બોલતાં મંત્રીશ્રી રમણલાલ વોરાએ કહ્યું કે ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે રાજય સરકારના સતત પ્રયત્‍નો રહ્યા છે.સાથે સાથે બાળકના વાલી કે મા બાપે પણ એટલી જ કાળજી રાખીને પોતાનું સંતાન નિયમીત રીતે શાળાએ જાય તેમ પ્રોત્‍સાહિત કરવું જોઇએ.ગુજરાતમાં દલિત,આદીવાસી અને બક્ષીપંચના સમાજના બાળકોમાં પણ શિક્ષણ મેળવવા પ્રત્‍યે વિશેષ જાગૃતિ આવે તેમની અભિરૂચી વધે તે બાબતે પણ વિશેષ લક્ષ આપવામાં આવે છે.જે ગામોમાં સ્ત્રી શિક્ષણનો દર માત્ર 35 ટકા છે તેવા ગામો પ્રત્‍યે વિશેષ લક્ષ આપવામાં આવી રહ્યું છે.શિક્ષણની દષ્ટિએ ગુજરાતે અન્‍ય રાજયોની તુલનામાં 6 ઠ્ઠો ક્રમ મેળવ્‍યો હોઇ તેની સ્‍થિતિ સંતોષકારક છે તેમ છતાં કેન્‍દ્ર સરકાર દ્વારા ગુજરાતને શૈક્ષણિક સવલતોમાં અન્‍યાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં ગુજરાતે શૈક્ષણિક ક્ષેત્રની દિશામાં ક્‍યારેય પીછેહઠ કરી નથી
કન્‍યા કેળવણી ઉપર ભાર મૂકીને મંત્રીશ્રી વોરાએ કહ્યું કે દીકરીને ભણાવવા માટે લોકોએ ખાસ ચિંતારાકવી પડશે.દીકરી જો ભણશે તો સમાજને ઉપરાંત એમના કુંટુંબને પણ ફાયદો થશે. વર્ષો પહેલાં શાળામાંથી અધવચ્‍ચે ઉઠી જવાનું પ્રમાણો સો ટકાએ 38 નું હતું હવે તેમાં ઘટાડો થવા પામ્‍યો છે અને તે આઠ ટકા સુધીના નીચેના દરે આવ્‍યું છે. તે શાળા પ્રવેશોત્‍સવની ફલશ્રુતિછે.
મંત્રીશ્રી રમણલાલ વોરાએ બાળકોનીતંદુરરસ્‍તી જાળવા.કુપોષણ ઘટાડવા,સ્‍વચ્‍છતા રાખવા,,સારો આહાર આપવા,બેટી બચાવો આંદોલનને સઘન બનાવવા સર્ગભા માતાના ગર્ભમાં રહેલા બાળકને પુરતું પોષણ મળી રહે તે અંગે સરકારેકરેલા પ્રયત્‍નોની રૂપરેખા આપી હતી.રાજય સરકારે માતા અને બાળ મૃત્‍યુદર ઘટાડવા સફળ કામગીરી કરી છે તેની તેની વિગતો પણ લોકો સમક્ષ રજુ કરી હતી.
વેણપુરા -ખાંભેલ અને અંબાલા ગામે કુમકુમ તિલક કરાવી બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો.દાતાઓ તરફથી સ્‍લેટ,પેન,છત્રી જેવીભેટ સોગાદો પણ આપવામાં આવી.
મંત્રીશ્રીએ દરેક શાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દર્શના જોષી,અંબાલાલ પટેલ,જિલ્લા પંચાયત ન્‍યાય સમિતિના ચેરમેન ડો. નરસિંહદાસ વણકર,રાઘવજી માધડ,વિનોદભાઇ અઢીયોલ,ભરત ભાઇ વગેરે સહિત મોટીસંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. અંબાલા ગામે વિર્ધાર્થીની પુજાએ યોગ દર્શનના આસનો દ્વારા લોકોને જકડી રાખ્‍યા હતા.

શાળા પ્રવેશોત્‍સવ-2011- મહેસાણા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર

મહેસાણા

મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્‍ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્‍ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્‍તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્‍તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્‍ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્‍પ્‍યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો છે.રાજય સરકારના ગુણોત્‍સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્‍યું છે.ગુણોત્‍સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્‍ધતિથી પરિણામ સ્‍વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યાકેળવણી મહોત્‍સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્‍સવ સમયે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્‍તુ સ્‍વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્‍યારબાદ આ કાર્યક્‍મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્‍વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્‍યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્‍વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્‍તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્‍તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્‍તકોનું મુલ્‍ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્‍તકો ખુબ જ ઉપયોગી બન્‍યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્‍તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્‍વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્‍દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્‍દ્રોમાં 1855 આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્‍દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્‍દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્‍દ્રોમાં વરંડા,921 કેન્‍દ્રોમાં પાણીના નળ કનેક્‍શન,349 કેન્‍દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્‍દ્રોમાં ગેન કનેક્‍શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્‍દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્‍ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્‍યા છે.

મહેસાણા
શાળા પ્રવેશોત્‍સવ-2011
મહેસાણા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર
મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્‍ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્‍ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્‍તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્‍તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્‍ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્‍પ્‍યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો છે.રાજય સરકારના ગુણોત્‍સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્‍યું છે.ગુણોત્‍સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્‍ધતિથી પરિણામ સ્‍વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યાકેળવણી મહોત્‍સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્‍સવ સમયે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્‍તુ સ્‍વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્‍યારબાદ આ કાર્યક્‍મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્‍વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્‍યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્‍વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્‍તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્‍તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્‍તકોનું મુલ્‍ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્‍તકો ખુબ જ ઉપયોગી બન્‍યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્‍તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્‍વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્‍દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્‍દ્રોમાં 1855 આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્‍દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્‍દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્‍દ્રોમાં વરંડા,921 કેન્‍દ્રોમાં પાણીના નળ કનેક્‍શન,349 કેન્‍દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્‍દ્રોમાં ગેન કનેક્‍શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્‍દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્‍ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્‍યા છે.

મહેસાણા
શાળા પ્રવેશોત્‍સવ-2011
મહેસાણા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર
મહેસાણા જિલ્લોદરેક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. જિલ્લામાં ઉધોગો,ખેતી.પશુપાલન તેમજ અન્‍ય આનુષંગિક ઉધોગોનો વિકાસ પુર ઝડપે થઇ રહ્યો છે. અન્‍ય વિકાસની હરોળમાં જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.મહેસાણામાં 2011 ની વસ્‍તી ગણતરી મુજબ 20 લાખ 27 હજાર 728 વસ્‍તી છે.જિલ્લામાં 84.26 ટકા સાક્ષરતા દર છે.જિલ્લામા છેલ્લા નવ વર્ષથી શાળા પ્રવેશોત્‍સવના મહાઅભિયાનથી ડ્રોપ આઉટ દરમાં સતત ઘટાડો થયો છે.
જિલ્લામાં 989 પ્રાથમિક શાળાઓ માંથી વીજળીકરણ, પાણીની સુવિધા, પ્રયોગશાળાની સુવિધા, કંપાઉન્‍ડ વોલની સુવિધા,રમત ગમતના સાધનો અને કોમ્‍પ્‍યુટરની સુવિધાઓની સજ્જ છે. જિલ્લામાં રાજય સરકારની નવી શિક્ષણ નિતી મુજબ 2010 સુધીમાં 369 ધોરણ-8 ના નવા વર્ગો શરૂ થયા છે.જેમાં 10 હજારથી વધુ વિર્ધાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો છે.રાજય સરકારના ગુણોત્‍સવ કાર્યક્રમ થકી જિલ્લામાં આમુલ પરિવર્તન આવ્‍યું છે.ગુણોત્‍સવ કાર્યક્રમ થકી પ્રાથમિક શાળાના પાયાના શિક્ષણમાં સુધારો થયો છે.શાળાઓ અને શિક્ષકોને ગ્રેડ આપવાની પ્રધ્‍ધતિથી પરિણામ સ્‍વરૂપે શિક્ષણક્ષેત્રે કંઇક સારૂ કરવાનું હરિફાઇ જામી છે.શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યાકેળવણી મહોત્‍સવમાં 2010-11 માં 26913 બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યોછે.આ ઉપરાંત શાળા પ્રવેશોત્‍સવ સમયે બાળકોને પ્રોત્‍સાહિત કરવા માટે લોકભાગી દારીથી રોકડ તેમજ વસ્‍તુ સ્‍વરૂપે 70.97 લાખ જેટલી રકમ દાનમાં મળી છે.જિલ્લામાં 7224 શિક્ષકો પ્રાથમિક શિક્ષણના પાયાને વધુને વધું ગુણવત્તાસભર બનાવવા મથામણ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર તેમજ બાળકોને રસ પડે તેવું બનાવવા માટે સમ્રગ રાજયમાંથી સૌ પ્રથમ વાર પ્રજ્ઞા અભિગમની શરૂઆત વિજાપુર તાલુકા થી થઇ હતી.ત્‍યારબાદ આ કાર્યક્‍મની સફળતાથી પ્રેરાઇને રાજયની 258 શાળાઓમાં આ કાર્યક્રમનો અમીલકરણ થયું છે. પ્રજ્ઞા અભિગમ એટલે બાળકોને પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાનું શિક્ષણ,આ અભિગમ થકી પરિણામ સ્‍વરૂપેબાળકોને શિક્ષણની અભિરૂચિમાં વધારો થયો છે. આ અભિગમતી પ્રેરાઇની વિદેશની ટીમ પણ વિજાપૂર તાલુકાના ગામોની મુલાકાત લીધીછે.
આસિવાય માન મુખ્‍યમંત્રીશ્રી દ્વારા અપાયેલ વાંચે ગુજરાત કાર્યક્રમ અન્‍વયે શાળાના બાળકો પ્રેરાય તે હેતુંથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ગ્રંથ મંદિરો ઉભા થયા છે.આ ગ્રંથ મંદિરો માં પુસ્‍તકોની પસંદગી કમિટી દ્રાવા કરવામાં આવે છે.જેમાં 101 પુસ્‍તકોની યાદી તૈયાર કરી છે જે પુસ્‍તકોનું મુલ્‍ય 3324 જેટલું થવા પામે છે. આ ગ્રંથ મંદિરોનો લાભ 92,310 બાળકોએ લીધો છે.બાળકોના જીવન ઘડતર માટે પ્રેરક બળ પુરૂ પાડવા માટે પુસ્‍તકો ખુબ જ ઉપયોગી બન્‍યા છે.
જિલ્લામાં 2005 થી વાવ-સતલાસણા મુકામે કસ્‍તુરબા ગાંધી વિધાલય કાર્યરત છે.સ્ત્રી સાક્ષરતા દર વધારવા માટે તેમજ બાળકોનો સંપુર્ણ તેમજ સર્વાંગી વિકાસ થા. તે હેતુથી, આર્થિક રીતે પછાત,બક્ષીપંચ, અનુસૂચિત જાતિ,જન જાતિ અને લઘુમતિના બાળકોનેપ્રવેશ આપવામાં આવે છે. આ સિવાય આ વિધાલયમાં બાળોઓને સ્‍વરક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે છે.
જિલ્લામાં આ સાથે આંગણવાડી કેન્‍દ્રો દ્વારા પણ બાળકોને શિક્ષણ તેમજ પોષક આહાર અપાય છે. જિલ્લાની 1896 મંજુર આંગણ વાડી કેન્‍દ્રોમાં 1855 આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત છે.જેમાંથી 1134 આંગણવાડી કેન્‍દ્રો પાસે સરકારી મકાનો છે.આ કેન્‍દ્રોમાં 1647 માં શૌચાલયની સગવડો,1590માં વીજ જોડાણજોડાણ,400 કેન્‍દ્રોમાં વરંડા,921 કેન્‍દ્રોમાં પાણીના નળ કનેક્‍શન,349 કેન્‍દ્રોમાં કીચન ગાર્ડ અને 1491 કેન્‍દ્રોમાં ગેન કનેક્‍શનની સુવિધા આપવામાં આવી છે.જિલ્લામાં 475 આંગણવાડીઓમાં બાલ મિત્ર વર્ગો ચાલી રહ્યાછે.તેમજ 1689 જેટલા માતૃમંડળો કાર્યરત છે.જિલ્લામાં 1 લાખ 62 હજાર જેટલા લાભાર્થીઓએ પુરક પોષણનો લાભ લીધેલ છે. આ સિવાય 26736 ધાત્રી માતાઓએ પુરક પોષણનો લાભ જિલ્લાની આંગણવાડી કેન્‍દ્રોમાંથી મેળવેલ છે. જિલ્લામાં બાળકોના મનોરંજનમ માટે 3710 ટ્રાઇસિકલો આપવામાં આવી છે.આ સિવાય તંદુરસ્‍ત ખોરાક બનાવવા માટે 1896 ઇડલી કુકર આપવામાં આવ્‍યા છે.

પાટણ તાલુકાના સમોડા, કુડેર, ડાભડી, રૂવાવી અને માતપુર ગામ ખાતે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્‍સવ યોજાયો

રાજય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન અને મત્‍સ્‍ય ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્‍તાની અધ્યક્ષતામાં પાટણ તાલુકાના સમોડા, કુડેર, ડાભડી, રૂવાવી અને માતપુર ગામો ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના શાનદાર કાર્યક્રમો યોજાયા હતા. મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્‍વાગત કરવામાં આવેલ હતું. મહેમાનો દ્વારા ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવેલ હતો. નાના ભુલકાંઓ દ્વારા સ્‍વાગત ગીત રજુ કરવામાં આવેલ હતું. પાટણ તાલુકાના સમોડા પ્રા.શાળા ખાતે ૧૫, કડેર પ્રા.શાળા ખાતે ૧૪, ડાભડી પ્રા.શાળા ખાતે ૧૮, રૂવાવી પ્રા.શાળા ખાતે ૧૬ અને માતપુર પ્રા.શાળા ખાતે ૧૪ બાળકોને પ્રવેશ આપી મહેમાનો દ્વારા દફતર કીટ બાળકોને એનાયત કરવામાં આવી હતી. આંગણવાડી બાળકોને રમકડાંની કીટ એનાયત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા બાળકોને ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન અને મત્‍સ્‍ય ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્‍તાએ ગ્રામજનોને કન્‍યા કેળવણીનું મહત્‍વ અને સાક્ષરતાની વિવિધ યોજનાઓની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, શિક્ષણનું સમાજમાં ઘણું જ મહત્‍વ છે. સમાજમાં શિક્ષણ હશે તો સમાજ પ્રગતિશીલ રહેશે. ગામમાં કોઇપણ બાળક અભણ ન રહે તે જવાબદારી આપની છે. બાળકોને ધોરણ-૧ થી ૮ સુધીનું શિક્ષણ પુર્ણ કરાવવા ઉપર ભાર મુકયો હતો. ગામમાં કોઇપણ દિકરી અભણ ન રહે તે માટે ખાસ કન્‍યા કેળવણીની વિવિધ યોજનાઓ રાજય સરકારે કાર્યરત કરી છે. છ વર્ષથી ચાલતા શાળા પ્રવેશોત્‍સવ થકી શિક્ષણનો વ્‍યાપ વધ્યો છે. દિકરીઓ ભણતી થઇ છે. બાળકોને વ્‍યસનથી દુર રાખવા જણાવ્‍યું હતું. આંગણવાડી શિક્ષણનું પ્રથમ પગથિયું છે. જેમાં સરકાર દ્વારા બાળકોને ઉચ્‍ચ ગુણવત્તા ધરાવતા તત્‍વોથી ભરપુર પૈષ્‍ટિક આહાર આપવામાં આવે છે. જેનાથી બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી છે. જેનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્‍યું હતું.
આ પ્રસંગે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે પુસ્‍તક તરતું મુકવામાં આવ્‍યું હતું. બાળકોના કીટના દાતા તેમજ તિથી ભોજનના દાતાઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે લાયઝન અધિકારીશ્રી ઉદયભાઇ પરમાર, સી.આર.સી. રણુંજના જયંતીભાઇ સાધુ, જિલ્‍લા યુવા ભાજપના શ્રી સંજયભાઇ પટેલ, પાટણ નગરપાલિકાના સદસ્‍યશ્રી મુકેશભાઇ લીંબાચીયા, બી.આર.સી. ચાણસ્‍માનાશ્રી કાનજીભાઇ દેસાઇ, બીટ કેળવણી નિરીક્ષક શ્રીમતી મુળીબેન પટેલ, શિક્ષકગણ, બાળકો અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

ગાંડા બાવળ કાપવા અંગે વાહતુક પાસ મેળવવા બાબત

પાટણ--

પાટણ જિલ્‍લાના રક્ષિત વન, અનામત જંગલ, અભયારણ્ય કે ભારતના વન અધિનિયમની કલમ-૪ હેઠળના જાહેર થયેલા વિસ્‍તારો તેમન વન વિભાગ દ્વારા કરવામાં આવેલ વાવેતરોમાં ગાંડા બાવળ સહિત કોઇપણ વૃક્ષના કપાણ કે અન્‍ય વ્‍યવસ્‍થા કરવાની કામગીરી માત્ર વન વિભાગ કચેરી જ કરી શકશે. અન્‍ય દ્વારા આવા કપાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
જંગલ વિસ્‍તારની હદથી ૧૬ કિ.મી. સુધીના વિસ્‍તારમાંથી ગાંડા બાવળ કે અન્‍ય વૃક્ષમાંથી કોલસા બનાવવા માટે સબંધિત નાયબ વન સંરક્ષકશ્રીની પરવાનગી લેવાની રહેશે અને બનાવેલ કોલસા જિલ્‍લામાં, જિલ્‍લા બહાર કે રાજય બહાર લઇ જવાના હોય ત્‍યારે વાહતુક પાસ વન વિભાગ પાસેથી મેળવવાનો રહેશે. વૃક્ષો કાપવા અંગેની પરવાનગી સૌરાષ્‍ટ્ર વૃક્ષછેદન અધિનિયમની /ભારતીય વન અધિનિયમની જોગવાઇઓ મુજબ મેળવવાની રહેશે.
રાજયના કચ્‍છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્‍દ્રનગર અને રાજકોટ જિલ્‍લાઓમાં ગાંડા બાવળ કે અન્‍ય વૃક્ષના લાકડામાંથી બનાવેલા કોલસા અંગે વાહતુક પાસ વન વિભાગ પાસેથી મેળવવાની રહેશે અને આ જિલ્‍લાઓમાંથી બનેલા કોલસાને આ જિલ્‍લાઓમાં કે આ જિલ્‍લાઓ બહાર રાજયમાં કે રાજય બહાર લઇ જવાનું હોય ત્‍યારે વન વિભાગના અધિકૃત વાહતુક પાસ વગર વહન કરી શકાશે નહીં, તેમ નાયબ વન સંરક્ષકશ્રી, વન વિભાગ, પાટણની એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

અમદાવાદ શહેરમાં હથિયારબંધી

જાહેર જનતાની સુલેહશાંતિ જળવાય તે માટે તા.23-6-11થી તા.21-8-11 સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્‍તારમાં દંડા, પથ્‍થર તલવાર, ભાલા, બંદુક, ખંજર, હાનિકારક સ્‍ફોટક પદાર્થો રાખવા કે મશાલ સરઘસ કે છટાદાર ભાષણ વગેરે સામાજિક અશાંતિ ફેલાવવા માટે હથિયાર વાપરવા પર પ્રતિબંધ મૂકયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્‍હાએ જાહેરનામામાં જણાવ્‍યું છે કે પરવાનેદાર અને ફરજ પરના હાજર અધિકારી તેમજ શારીરિક અશકિતવાળા વ્‍યકિતને હથિયારબંધી હુકમ લાગુ પડતો નથી.

જ્ઞાન અને માહિતીના યુગમાં શિક્ષણ અને માવન વિકાસ સૂચકાંકના માધ્‍યમથી ગુજરાતને શકિતશાળી બનાવવા પ્રતિજ્ઞાબધ્‍ધ - આરોગ્‍યમંત્રીશ્રી ધંધુકા તાલુકાના ગૂંદી, અરણેજ અને ગણપતિપુરા ગામે શાળા પ્રવેશોત્‍સવ મહોત્‍સવ ઉજવાયો

અમદાવાદ :
આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે અમદાવાદ જિલ્લાના ભાલપ્રદેશમાં ધંધુકા તાલુકાના ગુંદી, અરણેજ અને ગણપતિપુરા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહીને સરસ્‍વતિના નવા બાળપૂજારીઓ તરીકે બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્‍યો હતો.
ગામના મહાજન, જિલ્લાના આગેવાનો અને ગ્રામજનોના ઉત્‍સાહ ભર્યા વાતાવરણમાં યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવમાં સંબોધન કરતાં આરોગ્‍ય મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, છેલ્લા નવ વર્ષથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્‍સવે નવુ સ્‍વરૂપ ધારણ કર્યું છે. રાજ્‍યના શાળાએ જવા લાયક દરેક બાળકને શોધી કાઢીને, ઘેર ઘેર જઇને નિશાળે પ્રવેશ અપાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. કોઇ બાળક નિરક્ષર કે ભણતર વગરનું રહી ન જાય તેવા ધ્‍યેયને સાકાર કરવા મંત્રીશ્રીઓ સહિત સરકારના ઉચ્‍ચ અધિકારીઓ ગામે-ગામ ખૂંદીવળીને તમામ ગામે ખૂણે-ખૂણે પહોંચી જઇને આ કાર્ય હાથ ધર્યું છે.
ગુજરાત માત્ર વેપાર કે ઔદ્યોગિક વિકાસમાં જ નહિ પણ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરીને દેશના જ નહિ પણ વિશ્વના વિકસિત દેશોમાં અગ્રિમ સ્‍થાન ભોગવે તેવા વિશ્વાસ સાથે મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરીને મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, સમયના તકાજાને આોળખીને મુખ્‍યમંત્રીશ્રીએ આ જ્ઞાન અને માહિતીના યુગમાં શિક્ષણ અને હ્યુમન ડેવલપમેન્‍ટ ઇન્‍ડેક્ષમાં સુધારો લાવીને ગુજરાતને શકિતશાળી બનાવવાના સરકાર મક્કમ પગાલં ભરી રહી છે.
શાળા પ્રવેશોત્‍સવ શરૂ કર્યા પહેલાં રાજ્‍યમાં 34 ટકા બાળકો ચોથા ધોરણ સુધીમાં અભ્‍યાસ છોડી દેતા હતા અને સાતમા ધોરણ સુધીમાં 50 ટકાથી વધુ બાળકો અભ્‍યાસમાંથી ઉઠી જતા હતા તે વાતનો ઉલ્લેખ કરીને મંત્રી શ્રી જયનારાયણ વ્‍યાસે કહ્યું હતું કે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના માધ્‍યમથી રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષમાં ડ્રોપઆઉટ રેશિયો ધોરણ-1 થી 5 માં ઘટીને બે ટકા જેટલો થયો છે. ગામના આગેવાનો-મહાજનોની હાજરમાં બાળકો ખુશી-ખુશીથી તૈયાર થઇ વડીલોના આર્શીવાદ સાથે ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં શાળામાં દાખલ થાય છે. ગામ આખુ તેમાં જોડાય છે અને સહભાગી બને છે.
મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસના વરદ્‌હસ્‍તે ગુંદી ગામના 51 અને અરણેજ ગામના 20 બાળકોને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે શાળામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ગામની સૌથી વધુ શિક્ષણ મેળવનાર મહિલાનું અને શિક્ષણ દાતાઓનું મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસના વરદ્‌હસ્‍તે બહુમાન કરવામાં આવ્‍યું હતું. તેમજ શિષ્‍યવૃત્તિની રકમ એનાયત કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિજ્ઞશેભાઇ પટેલ, ધોળકા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી પ્રવીણસિંહજી, ધંધુકા તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જસુભાઇ સોલંકી, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન શ્રી કાંતિભાઇ, આચાર્યશ્રી ઇશ્વરભાઇ, સરપંચ શ્રી કાળુભાઇ રોઠોડ, મોમણભાઇ ગમારા સહિત આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગ્રામજનો, વાલીઓએ આ કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
સભા સરઘસ પર પ્રતિબંધ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર હકુમત વિસ્‍તારમાં જાહેર વ્‍યવસ્‍થા જાળવવા તા.18-6-11થી તા.2-7-11 સુધી ચાર કરતાં વધુ માણસોના ભેગા થવા પર કે સભા સરઘસ કાઢવા પર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરી તેમજ હોમગાર્ડઝની ફરજ હોય તેમને તથા સ્‍મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડતો નથી, એમ શહેર પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્‍હાએ જાહેરનામામાં જણાવ્‍યું છે.

પોરબંદર તાલુકાના આઠ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સ્ટાફની ભરતી માટે મંગાવાતી અરજીઓ

પોરબંદર,તા.૧૭ઃઃ- પોરબંદર તાલુકાના નીચે મુજબના આઠ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુક ની ખાલી પડેલ જગ્યા માટે અરજીઓ મંગાવામાં ખાવે છે.
આ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં રૂપળીબા કન્યા શાળા પોરબંદર, છાયા નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, બોખીરા ચામુંડા સીમ શાળા, પ્રાથમિક શાળા, ભેટકડી, કુમાર શાળા, અડવાણા પ્રાથમિક શાળા સુખપુર, ભુવાકેડા નેશ શાળા બળેજ અને નાનજી કાલીદાસ કન્યા શાળા પોરબંદરનો સમાવેશ થાય છે.
ઉકત જગ્યા માટે અરજી ફોર્મ તા.૨૧ જુન સુધિમાં મેળવીને તા.૨૨ જુનના સાંજ સુધીમાં ભરેલ વિગત સાથેની અરજી મામલતદારશ્રી સેવા સદન-૨, સાંદીપની રોડ, પોરબંદરને પહોંચાડવા યાદીમાં જણાવાયું છે.

કુતિયાણા તાલુકાના ખાતેદારો જોગ

પોરબંદર,તા.૧૭ઃ- કુતિયાણા તાલુકાના સર્વે ખાતેદાર ખેડુત ભાઇઓને જણાવાનું કે, મગફળી પાકનું પ્રમાણીત બીયારણ સહાયીત દરે ખાગેશ્રી સેવા સહકારી મંડળી મું.ખાગેશ્રી, તા.કુતિયાણા દ્વારા વિતરણ ચાલુ હોય તો વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.
રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીરનો પ્રવાસ કાર્યક્રમ
પોરબંદર,તા.૧૭ઃ- સામાજિક શૈક્ષણીક રીતે પછાત વર્ગના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર તા.૧૯ જુન ના રોજ સવારે ૧૦ કલાકે અત્રે અલ.ગોષિયા રોડ, મેમણવાડ ખાતે અલ.ગૌષિયા ઓલ મુસ્લિમ ખિદમત કમીટી આયોજીત જશ્‍ને સમુહ શાદીના કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યક્રમ પૂર્ણ થયે કચ્છના રતનાલ જવા રવાના થશે.


પોરબંદર જિલ્લામાં સંકલન સમિતિની બેઠક તા.૨૮ જુન ના રોજ મળશે.
પોરબંદર,તા.૧૭ઃ- પોરબંદર જીલ્લા સંકલન-સહ-ફરિયાદ સમિતિની બેઠક તા.૧૮ જુનના બદલે હવે તા.૨૮ જુનના રોજ સવારે ૧૧ કલાકે અત્રે કલેકટર કચેરીના સભા ખંડમાં મળશે. તેમ જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે.


પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા સમિતિની બેઠક તા.૨૮ જુનના રોજ મળશે.
પોરબંદર,તા.૧૭ઃ- પોરબંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક આગામી તા.૨૮ મી જુનના રોજ સાંજે ૫.૩૦ કલાકે અત્રે કલેકટર કચેરીના સભાખંડમાં મળશે. જેમાં સંબંધકર્તા શ્રી ઓને ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહની યાદીમાં જણાવાયું છે.

રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયારૂપ હોઇએ તેના વ્યાપ માટે સૌ કટિબંધ્ધ બનીએ મુખ્ય વન સંરક્ષક શ્રી એમ.એમ.શર્મા કુતિયાણા તાલુકાના બાવળાવદર, મહોબતપરા અને ઇશ્વરીયાગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

પોરબંદર,તા.૧૭ઃ- રાષ્‍ટ્ર અને રાજયના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરીયાત છે. આ શિક્ષણ ના વ્યાપ માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ, કન્યાઓના શિક્ષણ ને ઉતેજન આપીને સો ટકા સ્ત્રી સાક્ષરતા દર સિધ્ધ કરીએ.
આજે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બાવળાવદર, મહોબતપરા અને ઇશ્વરીયાગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાંનપદે થી ઉદબોધન કરતા રાજયના વન વિભાગના મુખ્ય વનસંરક્ષક શ્રી એમ.એમ.શર્મા એ ઉપરમુજબ જણાવ્યું હતું. તેમણે નામાકંન થયેલ બાળકોને કુમ કુમ તિલક કરીને મીઠુ મો કરાવ્યું હતું ઉકત ગામોની શાળામાં ધો.૧ માં ૧૧૧ જેટલા બાળકોનું નામાકંન કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડી કેન્દ્રો માં નાના ભુલકાઓનું નામાંકંન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વન સંરક્ષક શ્રી એ બાળકોના વિકાસ, ઘડતર સંસ્કાર સિચન માં શિક્ષિત માતાનું મહત્વઅનેરુ હોઇને પુત્રસાથે કન્યા ઓને કેળવણી માટે ખાસ પ્રાધન્ય આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
તેમણે આ તકે ગુજરાત રાજય શિક્ષણના ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્‍ત કરે. તે માટે સૌને શિક્ષણ ના વિકાસ માટે સહિયારો પુરુષાર્થ કરવા જણાવ્યું હતું
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય પ્રવિણભાઇએ બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્‍ત કરે તે માટે વાલીઓને શિક્ષણ વિષયક જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વન સરક્ષક શ્રી શર્મા અને અન્ય મહાનુભાવોના હસ્તે બાળકોને શિક્ષણ તથા આરોગ્ય કિટસનું તેમજ આંગણવાડી કેન્દ્રોમાં નવા નામાકંન બાળકોને રમકડા તથા બાળ ટ્રાયસીકલ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધો.૧ થી ૭ માં પ્રથમ આવનાર તેજસ્વી વિધાર્થીઓ તથા વિશિષ્‍ટ સિધ્ધિ હાંસલ કરનાર વિધાર્થી ઓનું તથા દાતાઓનું સન્‍માંન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રેખાબેન, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી મારૂ ગ્રામ્ય આગેવાનો, સરપંચો, ઉપસરપંચો, સી.આર.સી.કોડીનેટર શ્રી પુરોહિત, કેળવણી નિરીક્ષકશ્રી વાઘેલા, આ શાળાના આચાર્યો, શિક્ષકો, બાળકો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો,યોગ નિદર્શન વિગેરે રજુ કરવામાં આવ્યા હતા.

અનીડા ખાતે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન અધિક સચિવશ્રી જયપાલસિંઘના હસ્‍તે ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો

અમરેલી તા.૧૭ જૂન કુકાવાવ તાલુકાના અનીડા ખાતે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં નર્મદા વોટર રીસોર્સ અને વાસ્‍મો, ગાંધીનગરના અધિક સચિવશ્રી જયપાલસિંઘે પ્રાથમિક શાળામાં ૧૩ કુમાર અને ૪ કન્‍યા તેમજ આંગણવાડીમાં ૮ કુમાર અને ૫ કન્‍યાઓનું નામાંકન કરી પ્રવેશ કરાવ્‍યો હતો.
પ્રાથમિક શિક્ષણના સ્‍તરને ઉંચુ લાવવા રાજય સરકારના સરાહનીય પ્રયાસોની માહિતી આપતાં અધિક સચિવશ્રી જયપાલસિંઘે જણાવ્‍યું હતું કે, શાળાઓમાં ખૂટતાં ઓરડા, સેનીટેશન, વિજળીકરણ સહિતની માળખાકિય સુવિધા પુરી કરીને તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ વધુ સારી રીતે મળે તે હેતુસર ગુણોત્‍સવ જેવા કાર્યક્રમો અમલી બનાવ્‍યા છે. પરિણામ સ્‍વરૂપ આજે ખાનગી શાળામાં ન હોય તેવી તમામ સુવિધા સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ બની છે. ત્યારે ખાનગી શાળાઓમાં સારૂ શિક્ષણ મળે છે તેવી માનસિકતા ત્‍યજીને સરકારી શાળાઓમાં કવોલીફાઈડ અને તાલીમ પામેલા શિક્ષકો મારફત બાળકો શિક્ષણ મેળવે તેવો અનુરોધ કર્યો હતો. શિક્ષણ સાથે પ્રાથમિક શાળાઓમાં રમત-ગમત, યોગ અને વિવિધ સ્‍પર્ધાઓ યોજાતી હોય બાળકોના સર્વાંગી વિકાસ થકી ઉજ્જવળ કારકિર્દી મેળવે છે.
કાર્યક્રમમાં અધિક સચિવશ્રી જયપાલસિંઘના હસ્‍તે વિદ્યાર્થીઓનું સન્‍માન, આંગણવાડી સ્‍પર્ધાની વિજેતા બહેનોને ઈનામ વિતરણ, આંગણવાડીને સાયકલ વિતરણ, વૃક્ષારોપણ અને વાંચે ગુજરાત અંતર્ગત પુસ્‍તક તરતુ મૂકવા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
આજના પ્રસંગે સરપંચશ્રી સુખદેવભાઈ વાળા, સી.આર.સી.શ્રી શિવરાજભાઈ ધાધલ, બ્લોક રીસોર્સ પર્સનશ્રી દેવેન્‍દ્ર કોરાટ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

કન્‍યા કેળવણીના અભિયાન થકી શિક્ષણ પ્રત્‍યે આવેલ લોકજાગૃત્તિથી ટોપ ટેન વિદ્યાર્થીઓમાં ૭૦ ટકા કન્‍યાઓ સ્‍થાન મેળવવા સક્ષમ બની -નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા પ્રાથમિક શાળામાં નાની કુંકાવાવના-૩૪, જંગરના-૨૦ અને કોલડાના-૨૪ બાળકોએ પ્ર

અમરેલી તા.૧૭ જૂન કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના બીજા દિવસે અમરેલી જિલ્‍લામાં રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી વજુભાઈ વાળાએ કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ, જંગર અને કોલડા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો.
પ્રાથમિક શાળા ખાતે ગામલોકોની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળાએ દીપ પ્રગટાવી, રંગબેરંગી ટોપીઓ પહેરેલાં પ્રવેશવાંછુ બાળકોને કુમકુમ તિલકથી આવકારી સ્‍કૂલ બેગ-કીટ, ચોકલેટ આપીને પહેલા ધોરણ અને આંગણવાડીમાં નામાંકન કરાવ્‍યું હતું.
પ્રેમ, કરૂણા, ત્‍યાગ અને સહનશીલતાની મિશાલ સમી માતૃશક્તિ મહિમાનો ઉલ્‍લેખ શાસ્‍ત્રો અને ધર્મમાં હોવા છતાં પુરૂષ પ્રધાન સમાજ વ્‍યવસ્‍થાને કારણે ગામડાઓમાં કન્‍યાઓ માંડમાંડ બે કે ત્રણ ધોરણનું પ્રાથમિક શિક્ષણ પુરૂ કરી શકતી હતી. પરિણામ સ્‍વરૂપે મહિલાઓનો સામાજીક દરજ્જો નીચો ગણવામાં આવતો હતો. પરંતુ રાજય સરકારે સમાજમાં શિક્ષણ પ્રત્‍યે લોકજાગૃત્તિ લાવવાનું છેલ્‍લા આઠ વર્ષથી કન્‍યા કેળવણીનું અભિયાન ચલાવતાં, ધોરણ-૧૦-૧૨ કે કોલેજ કક્ષાએ ટોપ ટેન વિદ્યાર્થીઓમાં ૭૦ ટકા કન્‍યાઓ સ્‍થાન મેળવવા સક્ષમ બની હોવાનું નાણા મંત્રીશ્રી વાળાએ જણાવ્‍યું હતું. સ્‍ત્રીઓમાં અડગ મનોબળ અને ઉચ્‍ચ શિક્ષણને કારણે આજે મહિલાઓ સરપંચ થી રાષ્‍ટ્રપતિ સુધીના સ્‍થાને બિરાજમાન છે. ત્યારે દીકરા-દીકરીઓમાં પક્ષપાત રાખ્યા વિના પોતાના બાળકોને પૂર્ણ શિક્ષણ આપવાની હ્રદયસ્‍પર્શી અપીલ કરી હતી.
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમોમાં પોતાના બાળકને શાળામાં દાખલ કરવાનુ હોય કે ન હોય, છતાં પણ બહોળી સંખ્‍યામાં હાજર રહેતાં ગ્રામલોકોને રાજય સરકાર વતી અભિનંદન પાઠવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની કાળજી લઈને પ્રાથમિક શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપ આઉટ દર શૂન્‍ય કરવાના રાજય સરકારના પ્રયાસોમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો.
નાની કુંકાવાવ, જંગર અને કોલડા ખાતે યોજાયેલ કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ સોરઠીયાએ પ્રાસંગિક પ્રવચનો કરતાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવની વિસ્‍તૃત માહિતી આપી કુકાવાવ તાલુકો ગુણોત્‍સવ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લામાં પ્રથમ અને રાજયમાં સાતમાં ક્રમે આવેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ઉપસ્‍થિત ગ્રામજનોને ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને નબળા વર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરૂ કરાવવા આર્થિક સહકાર આપવા અપીલ કરી હતી.
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત મંત્રીશ્રી વાળાના હસ્‍તે નાની કુંકાવાવ ખાતે ૧૭ કુમાર અને ૧૭ કન્‍યા, જંગર ખાતે ૧૨ કુમાર અને ૦૮ કન્‍યા, કોલડા ખાતે ૧૩ કુમાર અને ૧૧ કન્‍યાઓ મળી ૭૮ બાળકોએ પ્રાથમિક શાળામાં તેમજ નાની કુકાવાવ ખાતે ૧૧ કુમાર અને ૧૧ કન્‍યા, જંગર ખાતે ૦૯ કુમાર અને ૦૮ કન્‍યા, કોલડા ખાતે ૦૪ કુમાર અને ૦૫ કન્‍યાઓ મળી ૪૮ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્‍યો હતો.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે ત્રણેય શાળામાં વિદ્યાર્થીઓનું સન્‍માન,પ્રજ્ઞા પ્રોજેકટ અંતર્ગત વર્ગખંડ લોકાર્પણ, આંગણવાડી સ્‍પર્ધાની વિજેતા બહેનોને ઈનામ વિતરણ, આંગણવાડીને સાયકલ વિતરણ, વૃક્ષારોપણ અને વાંચે ગુજરાત અંતર્ગત પુસ્‍તક તરતુ મૂકવા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી બધાભાઈ મયાત્રા, જિલ્‍લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી વિજયભાઈ ડોબરીયા, ભાજપા અગ્રણીઓ સર્વશ્રી બાવાલાલ મોવલીયા, શૈલેષ પરમાર, વશરામભાઈ વઘાસીયા, તાલીમ ભવન-અમરેલીના પ્રાચાર્યશ્રી જે.એન.ચૌધરી, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રકાશ ત્રિવેદી, મામલતદારશ્રી એન.પી.વ્‍યાસ, નાની કુંકાવાવના સરપંચશ્રી બાવચંદભાઈ સોરઠીયા, આચાર્યશ્રી મંજુલાબેન સુરાણી, કોલડા પ્રા.શા.આચાર્યશ્રી બાબુભાઈ વઘાસીયા, બી.આર.સી.શ્રી ઉદયભાઈ દેસાઈ સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો-વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

પ્રાથમિક શિક્ષકોના જનરલ પ્રોવિડન્‍ટ ફંડના હિસાબની પહોંચ મેળવવા અંગે

અમરેલી તા. ૧૭ જુન,૨૦૧૧ જિલ્‍લા શિક્ષણ સમિતિ-અમરેલીના પ્રાથમિક શિક્ષકોના જનરલ પ્રોવિડન્‍ટ ફંડના હિસાબની પહોંચ આવી ગયેલ હોય, સંબંધિતોએ તા.૨૮/૦૨/૨૦૧૧ના રોજ જે શાળામાં ફરજ પર કાર્યરત હોય ત્‍યાંથી આ પહોંચ મેળવવાની રહેશે. જો આ પહોંચમાં કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર પુરાવાની નકલ સાથે તાલુકા કેળવણી નિરીક્ષક (વહીવટ) દ્વારા જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-અમરેલીને પરિપત્રમાં દર્શાવેલ નમૂના મુજબ, ડ્રાફ્ટ નંબર અને તારીખ સાથે દરખાસ્‍ત કરવાની રહેશે. પ્રાથમિક શિક્ષક પોતે સીધી દરખાસ્‍ત કરી શકશે નહિ.
આ ઉપરાંત તમામ તાલુકા કેળવણી નિરીક્ષક(વહીવટ) દ્વારા પહોંચ સાથે જોડવામાં આવેલ કચેરીના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ખાતા નંબરની યાદી સાથે મેળવી જે-તે પે સેન્‍ટરને સોંપવાની રહેશે. જે શિક્ષકની બદલી થઇ હોય તેમના જી.પી.એફ. ખાતા પહોંચ, તેમને લાગુ પડતાં ઉપાડ અધિકારીને મોકલી દેવાની રહેશે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.

ગ્રામસેવા કેન્‍દ્ર લોકશાળા-ખડસલી હિરક જયંતી મહોત્‍સવ પ્રસંગે રાજ્યપાલ મહામહિમ ડૉ.શ્રીમતિ કમલા ઉપસ્‍થિત રહેશે

અમરેલી તા. ૧૭ જુન,૨૦૧૧ ગ્રામસેવા કેન્‍દ્ર લોકશાળા-ખડસલીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં, તા.૧૮ જુનને શનિવારના રોજ ૧૧.૩૦ કલાકે, હિરક જયંતી મહોત્‍સવ ઉજવવામાં આવશે. આ તકે રાજ્યપાલ મહામહિમ ડૉ.શ્રીમતિ કમલા ઉપસ્‍થિત રહેશે. આ સમારંભના પ્રમુખસ્‍થાને ખાદી એન્‍ડ વિલેજ ઇન્‍ડસ્‍ટ્રીઝ કમિશનના ચેરપર્સન માનનીય કુમુદબેન જોષી રહેશે. પ્રતિભાસંપન્‍ન લોકનાયકો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ તકે કન્‍યા છાત્રાલયોને સૂર્યઉર્જાનું જોડાણ, પુસ્‍તિકાનું વિમોચન તથા અન્‍ય કાર્યક્રમો યોજાશે. ખાદી કામમાં રોકાયેલા કાંતનાર, વણકર અને સ્‍વસહાય જૂથની મહિલાઓનું સંમેલન પણ યોજાશે.

પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્‍તિનું પ્રથમ પગથિયું છેઃ ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડના શ્રી અધ્‍યક્ષ શ્રી રમણભાઇ પટેલ (જાની) લાઠીના અકાળા, લુવારીયા પ્‍લોટ અને કૃષ્‍ણગઢના ૩૯ કુમાર તથા ૩૨ કન્‍યા સહિત કૂલ ૭૧ બાળકોનો શાળાપ્રવેશ

અમરેલી તા. ૧૭ જુન,૨૦૧૧ શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી અંતર્ગત લાઠી તાલુકાના અકાળા, લુવારીયા પ્‍લોટ અને કૃષ્‍ણગઢ ખાતે ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડ-ગાંધીનગરના અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલ (જાની) ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ ૩૯ કુમાર અને ૩૨ કન્‍યા સહિત કૂલ ૭૧ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્‍યો હતો.
ગુજરાત રાજ્ય કૃષિ બોર્ડના અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલ (જાની)એ સરસ્‍વતી સાધના યાત્રાની શરૂઆત કરનાર ચરણાર્થીઓ એવા બાળકોને ઉજજ્વળ ભાવિ માટે શુભકામના પાઠવી માતા-પિતા તથા વડીલોને તેના બાળકને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રાખવા અનુરોધ કર્યો હતો. નબળી આર્થિક પરિસ્‍થિતિને લીધે અભ્‍યાસ ન કરાવી શકતા માતા-પિતાને હવે પોતાના બાળકના શિક્ષણ માટે ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા મફત શિક્ષણ સુવિધા, સાયકલ, ગણવેશ અને શિષ્‍યવૃત્તિ તથા વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ અને અન્‍ય સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્‍તિનું પ્રથમ પગથિયું છે ત્‍યારે પ્રવેશપાત્ર બાળકોના માતા-પિતાએ ઉપસ્‍થિત રહી ઉત્‍સાહ દાખવ્‍યો તે બદલ અભિનંદન પણ અધ્‍યક્ષશ્રી રમણભાઇ પટેલ (જાની)એ પાઠવ્‍યા હતા.
શાળામાં પ્રવેશ લેનાર બાળાઓની માતાઓને પોતાની બાળકીને ભણતર પૂર્ણ ન થાય ત્યાં સુધી ભણતી ન ઉઠાડે તે માટે સંકલ્‍પ પ્રતિકે સાડી આપવામાં આવી હતી. પ્રવેશપાત્ર બાળકોને મોં મીઠું કરાવી કુમકુમ તિલક કરી શાળાના સ્‍ટાફ તથા દાતાશ્રીઓના આર્થિક સહયોગથી પ્રવેશપાત્ર બાળકોને સ્‍કૂલ બેગ, પાટી-પેન આપવામાં આવેલ. ઉપરાંત બાળકોને આરોગ્‍યપ્રદ ચોકલેટ આપવામાં આવી હતી. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકો માટે ટ્રાયસિકલ અને પૌષ્‍ટિક વાનગી હરિફાઇ સ્‍પર્ધામાં સિધ્‍ધી મેળવનાર આંગણવાડીની બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવેલ. આ તકે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.
રાજ્ય સરકાર સ્‍ત્રીશિક્ષણ અંગે ખાસ કાળજી લઇ રહી હોય ત્‍યારે માતા-પિતા પણ પોતાની દીકરીનું ભાવિ ઉજ્જવળ બની રહે તે માટે દીકરીના અભ્યાસને અધવચ્ચેથી જ પડતો ન મૂકાવવા શ્રી મનુભાઇ આદ્રોજાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું.
બાળાઓએ મહેમાનોનું પુસ્‍તક તથા કુમકુમ તિલક કરી સ્‍વાગત કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઇ ગોસાઇએ કરેલ. શાબ્દિક સ્‍વાગત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરિયાએ અને આભારવિધી શાળાના આચાર્યશ્રી નાથાભાઇ રાઠોડે કરી હતી.
આ તકે સરપંચ શ્રી પ્રવીણભાઇ મુલાણી, અરજણભાઇ વામજા, જયસુખભાઇ સિરોયા,સલીમભાઇ લોહીયા અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

વાંચે ગુજરાત - શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ ‘હું ગામના શિક્ષિત યુવનોને પુસ્‍તક વંચાવીશ‘

જામનગર જિલ્‍લામાં ઉજવાઇ રહેલા શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રત્‍યેક ગામે ઉપસ્‍થિત રાજય – જિલ્‍લા કક્ષાના મહાનુભાવોના હસ્‍તે એક પુસ્‍તક તરતુ મૂકવામાં આવે છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામે ઉપસ્‍થિત રાજય આયોજન પંચના ઉપાધ્‍યક્ષશ્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાના હસ્‍તે ગામના યુવાન ઉપસરપંચ શ્રી નાંગેશભાઇ કરંગિયાને સુભાષચંદ્ર બોઝનું પુસ્‍તક અર્પણ કરાયું હતું.
નાંગેશભાઇ ધો.૧૦ પછી ખેતીમાં લાગ્‍યા છે. ગામના સરપંચ રાજશીભાઇ ઉત્‍સાહી અને સેવાભાવી છે. પરંતુ તેઓ અલ્‍પશિક્ષિત હોવાથી પંચાયતના સચાલનમાં અને ગામની સેવાકીય પ્રવૃતિઓમાં નાગેશભાઇ પૂરક બને છે.
નાગેશભાઇએ જણાવ્‍યુ કે, મને મળેલુ પુસ્‍તક અને બીજા પુસ્‍તકો મેળવીને હું ગામના યુવાનોને વંચાવીશ. ગામના લોકોને સમજાવીશ કે ક્ષમતા હોવા છતા સરપંચશ્રી રાજશીભાઇને અલ્‍પશિક્ષિત હોવાથી ઘણી મુશકેલીઓ પડશે. રોજીંદા જીવન અને વ્‍યવસાય ખેતી માટે પણ શિક્ષણ ઉપયોગી છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર આપણા માટે આટલુ બધુ કરે છે તો આપણે આપણા સંતાનોને અવશ્‍ય ભણાવવા જ જોઇએ. તેવો સંદેશ હું આખા ગામમાં પહોંચાડીશ.
(સંકલન-વિનોદ કોટેચા, માહિતિ બ્‍યુરો, જામનગર)

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ ડીઆઇજી (સીઆઇડી)ની હાજરીમાં કલ્‍યાણપુર તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

જામનગર તા.૧૭ જૂન – રાજયના ડીઆઇજી(સીઆઇડી) ક્રાઇમ શ્રી એચ.એસ ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં કલ્‍યાણપુર તાલુકામાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો હતો. કલ્‍યાણપુર તાલુકાના બામણાસા, ગાગા, રણજીતપુર, નંદાણા અને રાણ ગામોએ પહેલા ધોરણ અને આંગણવાડીમાં બાળકોને વાજતે ગાજતે પ્રવેશ અપાયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગાભાઇ ચાવડા, જિલ્‍લા પંચાયતના શ્રી લખુભાઇ ગોજિયા, મામલતદારશ્રી શુકલા, આગેવાનો, અધિકારીઓ તથા સરપંચશ્રીઓ આ કાર્યક્રમોમાં જોડાયા હતા.
શ્રી ત્રિવેદીએ રાજય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ સમજાવી અને કન્‍યોઓ સહિત પ્રત્‍યેક બાળકોને અવશ્‍ય ભણાવા અનુરોધ કર્યો હતો. વર્તમાન યુગને અનુરૂપ ઉન્‍નત શિક્ષણ આપવા ગુરૂજનોને પણ હિમાયત કરી હતી.
કાર્યક્રમો દરિમયાન બાળકોને અભ્‍યાસ કીટ, વિધાલક્ષ્‍મી બોન્‍ડ, શિષ્‍યવૃતી અને તેજસ્‍વી બાળકોને ઇનામો અપાયા હતા. તથા શિક્ષણ માટે યોગદાના આપનાર દાતાઓનું બહુમાન કરાયુ હતું. કેળવણી નિરિક્ષકશ્રી મકવાણા તથા બીઆરસી કોઓડીનેટરશ્રીએ કાર્યક્રમો માટે જહેમત ઉઠાવી હતી. બીઆરસી કોઓડીનેટરો તથા આચાર્યશ્રીઓએ સંચાલન અને આભાર દર્શન કર્યા હતા.

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ રાજય સરકારે બહેનો અને બાળકો માટે ઘણી યોજનાઓ બનાવી છે -શ્રી પી.પી.હર્ષ ભાણવડ તાલુકાના નેશ વિસ્‍તારોમાં ભૂલકાઓએ ધામધૂમ સાથે શાળા પ્રવેશ કર્યા

જામનગર તા.૧૭ જૂન – ભાણવડ તાલુકાના પાટણ, પાટણ બાચવડી, ગંગાજળિયા નેશ, પરડવા, અમરાપર નાળિયરી નેશ ગામોમાં અમદાવાદના સરદાર પટેલ રાજય વહિવટ ભવન(સ્‍પીપ)ના ડેપ્‍યુટી ડાયરેકટર શ્રી પી.પી હર્ષની ઉપસ્‍થિતિમાં પ્રથમ ધોરણ અને આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.
શ્રી હર્ષના અનુરોધથી શાળાઓના બાળકો, ગામના વડીલો,બહેનો તથા સરપંચશ્રીઓના હસ્‍તે વિવિધ પ્રવૃતિઓ થઇ હતી તથા મુકત મને પરામશ થયો હતો. શાળાઓના બાળકોને અભ્‍યાસ કીટ, વિધાલક્ષ્‍મી બોન્‍ડ, શિષ્‍યવૃતી આંગળવાડીના બાળકોને રમકડા કીટ, સાયકલોની અર્પણવિધિ તેમજ તેજસ્‍વી બાળકો તથા તિથિભોજન અને શિક્ષણ માટે યોગદાન આપનાર દાતાઓનું બહુમાન કરાયુ હતું. બાળકોના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું હતું.
શ્રી હર્ષે જણાવ્‍યુ હતું કે, રાજય સરકારે બહેનો તથા બાળકોના સ્‍વાસ્‍થય ઉત્‍કર્ષ અને શિક્ષણ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્‍યમંત્રીશ્રીએ કન્‍યા કેળવણી માટે ઝુંબેશ શરુ કરી છે. પૂર્વકાળથી અત્‍યાર સુધી ભારતીય સંસ્‍કૃતિમાં સ્‍ત્રીઓને મહત્‍વ અપાયુ હોય કન્‍યાઓ અવશ્‍ય ભણે તે જરુરી છે. કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે શાળા પ્રવેશોત્‍સવ અને ગુણોત્‍સવા જેવા કાર્યક્રમ યોજાય છે. યુપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ ગુજરાતની સામાન્‍ય પરિસ્‍થિતિના પરિવારના યુવાનો ઉતિર્ણ થવા લાગ્‍યા છે. ત્‍યારે વાલીઓ તથા ગુરૂજનો બાળકોના શિક્ષણ માટે જાગૃત રહે તે જરુરી છે.
કાર્યક્રમો દરમિયાન મામલતદારશ્રી અગ્રણીશ્રી સાપરિયા, સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. શાળાના આચાર્યો તથા શિક્ષકોને કાર્યક્રમોનું સુંદર સંચાલન અને બાળકોએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

શાળા પ્રવેશોત્‍સવ – ૨૦૧૧ જીવનમાં ડગલેને પગલે શિક્ષણ ઉપયોગી છે -શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા જામજોઘપુર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભૂલકાઓ ઉમંગભેર શાળામાં પ્રવેશ્‍યા – આંગણવાડીમાં પણ બાળકોનો સત્‍કાર

જામનગર તા.૧૭ જૂન – જીવનમાં ડગલે અને પગલે શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે. ભણેલો ખેડૂત કે ખેત મજૂર કદી છેતરાતો નથી. અભણ લોકોને રોજીંદી અને વ્‍યવહારોમાં જે તકલીફો પડે છે, તે તેમના બાળકોને પડે નહી અને શિક્ષણના કારણે ઉતકર્ષ થાય, તે હેતુથી પ્રત્‍યેક બાળકને અવળશ્‍ય ભણાવવાનો સંદેશ લઇએ. રાજય સરકાર છેક ગામડા સુધી આવી છે, તેમ રાજયના આયોજન પંચના ઉપાધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાંએ જણાવ્‍યુ છે.
જામજોધપુર તાલુકાના મેલાણ, કડબાલ, નંદાણા, વનાળા અને કોટડાવાડી ગામોએ શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન શ્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાંએ કૃષિ મહોત્‍સવ, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો, સાક્ષરતા દર, પ્રાથમિક શાળાના વર્ગખંડો, વિધાસહાયકો, ઘોરણ-૮ના વર્ગોમાં પ્રારંભ, ગુણોત્‍સવ અને મુખ્‍યમંત્રીશ્રીના કન્‍યા કેળવણી નિધિ વિષે વિસ્‍તૃત વિગતો આપી, બાળકોને અવશ્‍ય ભણાવવા વાલીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયાએ પરિવર્તનની સાથે પરિણામનું ઉતમ દષ્‍ટાંત શાળા પ્રવેશોત્‍સવને ગણાવી રાજયમાં ઉચ્‍ચ ટેકનીકલ શિક્ષણમાં વધારો, કૃષિ ઉત્‍પાદનમાં વધારો અને રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોને અભ્‍યાસ કીટ, આંગણવાડીના બાળકોને સાયકલ અને રમકડાનું વિતરણ કરી કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો હતો. તેજસ્‍વી વિધાર્થીઓને ઇનામો, વિધાલક્ષી બોન્‍ડ, ધો.૮ ના વર્ગોનો પ્રારંભ, વૃક્ષારોપણ, તિથિભોજનના દાતાઓનું બહુમાન, વિવિધ હરિફાઇમાં વિજેતાઓને ઇનામો વિગેરે કાર્યક્રમો પણ યોજાયા હતા. બાળકોએ સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા યોગાસનો રજૂ કર્યા હતા. રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા આચાર્યશ્રી પ્રવીણભાઇ જીંથરા, તાલુકા પંચાયતના પ્રમુખ દેવાભાઇ પરમાર, શિક્ષણવિદ શ્રી પી.એમ જાની, અગ્રણી શ્રી જે.પી. જાડેજા, અમુભાઇ વૈશ્‍નવી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગામીત વગેરે ઉપસ્‍થિત રહયા હતા. વિધાર્થીશ્રી સંજય અને રંજને સુંદર વકતવ્‍યો આપ્‍યા હતા.

‘વાંચે ગુજરાત અભિયાન’ મોરબી-માળીયાની પ્રાથમિક શાળાઓમાં રૂ. રપ લાખનાં ખર્ચે પુસ્‍તકો કબાટ અપાશે - ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયા

રાજકોટ તા. ૧૭ જુનઃ ગુજરાતની પ્રજામાં વાંચનની અભિરૂચી કેળવવા રાજય સરકારે વાંચે ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્‍યો છે. જેને રાજકોટ જિલ્‍લાનાં મોરબી અને માળીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વધારે વેગવાન કરવા મોરબી-માળીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયાએ કમર કસી રહ્યા છે.
ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતિયાએ આ અંગે વધારે વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતુ કે મારા મોરબી-માળીયા મત વિસ્‍તારની તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન સંસ્‍કારના બીજ રોપવા માટે દરેક શાળા દિઠ રૂ. રપ હજારના ખર્ચે શ્રેષ્‍ઠ પુસ્‍તકોનાં સેટ તથા લાઈબ્રેરી કબાટ ધારાસભ્‍યશ્રીની એડહોક ગ્રાન્‍ટમાં આપવાનું આયોજન કરેલ છે. જેની મંજૂરી મળી જતા સમય મર્યાદામાં જ દરેક ગામડાની શાળાઓમાં સમૃધ્‍ધ લાઈબ્રેરી બની જશે જેનો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ઉપયોગ કરી શકશે.
ધારાસભ્‍યશ્રી કાંતીભાઇ અમૃતીયાએ જણાવ્‍યું હતુ કે, નવી પેઢીના જીવન ઘડતર અને સંસ્‍કાર ઘડતર માટેનો યજ્ઞ છે. આ વાંચે ગુજરાત અભિનવ જન આંદોલનમાં સહભાગી થવું જોઇએ.