અનુયાયીઓ

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોંચ કર્યુ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ ......



www.mmuy.gujarat.gov.in પોર્ટલ પરથી યોજનાની સંપૂર્ણ જાણકારી-લાભાર્થી પાત્રતા તેમજ સહભાગી બેંકોને ધિરાણ-સહાયની એપ્રૂવલની જાણકારી એટ વન કલીક મળશે

......

રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪૮૫૪ જેટલા મહિલા જૂથોની 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રચના થઇ 

......

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલી 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં ગ્રામીણ ક્ષેત્રમાં પ૦ હજાર શહેરી ક્ષેત્રમાં 

પ૦ હજાર મળી ૧ લાખ મહિલા જૂથોને જૂથદીઠ રૂ. ૧ લાખની સહાય-ધિરાણ અપાશે 

......

પ્રત્યેક જૂથમાં ૧૦ બહેનો મળી રાજ્યની ૧૦ લાખ માતા-બહેનોને આત્મનિર્ભરતા-સ્વવલંબનના માર્ગે વાળવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા સાકાર થશે 

રાજ્ય સરકાર સાથે ૧૮૯ બેન્કો – નાણાં સંસ્થાઓએ યોજનામાં સહભાગીતાના MoU 

કર્યા છે 

......

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની માતૃશક્તિને આત્મનિર્ભરના માર્ગે વાળવા શરૂ કરેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા ઉદાત્ત ઉદ્દેશ્યથી આ યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું. 

રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in નું લોન્ચીંગ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં આ બહુહેતુક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ૦ હજાર અને શહેરી ક્ષેત્રોમાં પ૦ હજાર એમ ૧ લાખ મહિલા જૂથોની ૧૦ લાખ માતા-બહેનોને જૂથ દીઠ રૂ. ૧ લાખની સહાય પોતાના ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે. 

જોઇન્ટ લાયાબીલીટી અર્નિગ એન્ડ સેવીંગ જૂથની રચના કરીને આવા મહિલા ગૃપને નેશનલાઇઝડ બેન્ક, ખાનગી બેંકો, સહકારી બેંકો અને વિવિધ ધિરાણ સંસ્થાઓ મારફત રૂ. ૧ લાખનું ધિરાણ અપાશે. 

મુખ્યમંત્રીશ્રીએ લોંચ કરેલા વેબ પોર્ટલ www.mmuy.gujarat.gov.in પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે. 

આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે. 

એટલું જ નહિ, જે-તે મહિલા જૂથના લાભાર્થી કે નોંધણીકારને પણ વેબ પોર્ટલ પરથી તેમની લોન-ધિરાણની સ્થિતીની જાણકારી મળી રહેશે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય વહિવટમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પેપરલેસ અને લેસ હ્યુમન ઇન્ટરફેઇસ કાર્ય વ્યવસ્થા વિકસાવવાની જે નેમ રાખી છે તેમાં આ પોર્ટલ નવું સિમાચિન્હ બનશે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા.૧૭મી સપ્ટેમ્બર-ર૦ર૦ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોવીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે. આ યોજનાના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ ૧ર૪ જેટલી સહકારી તેમજ અન્ય બેંક મળી ૧૮૯ સંસ્થાઓ સાથે MoU અત્યાર સુધી કરેલા છે. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે રાજ્યભરમાં ૪૪૮પ૪ જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ ગઇ છે. 

આના પરિણામે રાજ્યની આવી ૪ લાખ ૪૮ હજાર માતા-બહેનોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે. 

સી.એમ-પીઆરઓ/અરૂણ... ..... 


જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કુલ ૭૧૫૪ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સાથે રૂપિયા ૩.૮૩ કરોડનુ ટર્ન ઓવર


૦૦૦૦૦

૩૭૦ કવીન્ટલ ઘઉં૨૨૦૦ કવીન્ટલ મગફળી અને ૪૨૦૦ કવીન્ટલ બી.ટીકપાસ

૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ -  રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહી છે.

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પીટુકડા ૩૭૦ કવીન્ટલમગફળી જી-૨૦ ૨૨૦૦ કવીન્ટલબી.ટીકપાસ ૪૨૦૦ કવીન્ટલ  સહિત કુલ ૭૧૫૪ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા.૮૩ કરોડ કરોડનુ ટર્ન ઓવર થયું છે.

જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ૨૮૦ થી મહત્તમ રૂા૨૪૮૨ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

યાજ્ઞિક                                                        ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦                                   સ.સં.-  ૨૧     

ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ વૈજ્ઞાનિક સુચન

રાજકોટ -  ધાણાનું વાવેતર ધરાવતા ખેડુતોએ ધાણાના પાકમાં વૃદ્ધિ/ફૂલ સમયે મોલો રોગના નિયંત્રણ માટે  લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું  ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી  ૧૦  અને એસીફેટ ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. તેમજ રાખોડીનો ઉપદ્રવ  થાય તે માટે હેક્ઝાકોનાઝોલ ૧૫ મિલી દવા વારાફરતી ૧૦  લીટર પાણીમાં મિશ્ર કરીને  છંટકાવ કરવો તથા ધાણાને વધુ પડતું ખાતર અને પિયત આપવું નહિ જેથી વધુ વિકાસ થાય નહિ તેમ  તરઘડીયા સ્થિત સુકી ખેતી સંશોધન કેન્દ્ર ની યાદીમાં સુચન કરાયું છે.

ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા આગામી તા. ૮મી જાન્યુઆરીના રોજ ૪.૫ ફુટ ખોલાશે


૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા ચેતવણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ - ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી મુજબ તા.૮ જાન્યુઆરીના રોજ સવારના ૧૦-૩૦ કલાકે ભાદર-૨ ડેમના ત્રણ દરવાજા ૪.૫૦ ફુટ ખોલવામાં આવશે અને ૧૭૯૯૨ કયુસેક પાણી છોડવામાં આવશે જેથી નીચાણવાળા ગામો સુપેડીભોળાછાડવાવદરભલગામડાના ગામલોકોને સાવચેત રહેવા મામલતદારશ્રી-ધોરાજીની યાદીમાં જણાવાયું છે.

“ડરવાથી નહીં પણ હિંમતપૂર્વક સામનો કરી યોગ્ય સારવાર લેવાથી કોરોના સામે જીત નિશ્ચિત”


-     કરમશીભાઇ શીયાણી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જસદણના ૬૨ વર્ષીય ડાયાબીટીઝના દર્દી કરમશીભાઇએ કોરાનોને મ્હાત આપી હિંમત અને ધૈર્યનો પરિચય કરાવ્યો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ- કોરોના મહામારીના સંક્રમણ સમયે કોરોના મહામારીથી બચાવ અને તેના અટકાવ માટે રાજય સરકાર અને આરોગ્ય વિભાગ અવિરત કામગીરી બજાવી રહયું છે. કોરોના ગ્રસ્ત દર્દીને ત્વરીત અને સઘન સારવાર મળી રહે તે માટે ખાસ કોરોનાલક્ષી સારવાર માટે અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પીટલો સાથે ઘરઆંગણે પણ સારવાર અને દવાઓ પહોચતી કરવા ધન્વંતરી રથ અને સંજીવની રથ જેવી મોબાઇલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ છે.

        કોરોનાથી ડર અનુભવતા અને ભયની લાગણી અનુભવતા લોકોને પોતાના સ્વાનુભવ બાદ શિખ આપતા જસદણના ૬૨ વર્ષીય કરમશીભાઇ ગીગાભાઇ શીયાણી ભારપૂર્વક જણાવે છે કે કોરોનાથી ડરવાથી નહીં પણ હિંમત પૂર્વક સામનો કરવાથી અને નિદાન થતાં જ ત્વરીત યોગ્ય સારવાર લેવાથી કોરોના સામે જીત નિશ્ચિત છે. તેમના પુત્ર શ્રી મહેશભાઇએ વધુ વિગતો આપતાં જણાવયું હતું કે તેમના પિતા કરમશીભાઇને સામાજીક પ્રસંગે હાજરી આપી ઘરે પરત આવ્યા બાદ બે-એક દિવસમાં જ શ્વાસમાં તકલીફ જેવું જણાતા નિદાન કરાવતાં કોરોના પોઝીટીવ હોવાની જાણ થઇ હતી. આ સાથે તેઓએ તુરતજ જસદણ ખાતે કાર્યરત હોસ્પીટલમાં દાખલ થઇ સતત ૧૨ દિવસ તજજ્ઞ ડોકટરો અને નર્સીંગ સ્ટાફની નિસ્વાર્થ સેવા અને સુશ્રૃષા થકી ફરી સ્વસ્થ બન્યા છે.

જસદણ ખાતેના આરોગ્ય કર્મીઓની અવરીત સેવા અને આરોગ્ય તંત્ર દ્વારા સતત ૨૪ કલાક ખડેપગે સારવાર માટે હાજર રહેતા કર્મયોગી સ્ટાફ અને સમયસર દવાઓઉકાળાઓચા-કોફીપૌષ્ટીક નાસ્તોફ્રુટ અને સ્વચ્છ અને પોષક તત્વોથી ભરપુર ભોજન જેવી સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યરત સમગ્ર આરોગ્ય તંત્રના કર્મચારી પ્રત્યે સંતોષની લાગણી સાથે અભિનંદન પાઠવતા મહેશભાઈ તેમના પિતાશ્રી કરમશીભાઇને સ્વસ્થ બની સ્વગૃહે પરત આવ્યા બાબતે આરોગ્ય વિભાગના કર્મઠ કર્મચારીઓ પ્રત્યે આભાર દર્શાવતા અન્યોને કોરોનાના લક્ષણો દેખાય તો તુરત જ નિદાન કરાવી સારવાર લેવા અનુરોધ કરે છે.