
જેતપુર સરકારી હોસ્પિટલ સુત્રો એ મોતનો મલાજો નાં જાળવ્યો એક તો બાર કલાકે બિન વારશી લાશનું પેએમ થયું પાછી લાશને આખી રાત ઉઘાડી મૂકી ચાલ્યા ગયા
(કશ્યપ જોશી ) જેતલસર તા.4
જેતપુર ના બસસ્ટેન્ડ માંથી ગઈ કાલે એક અજાણ્યા મુસ્લિમ આધેડ ની મળી આવેલી લાશ ની ઘટનામાં જેતપુર સરકારી દવાખાના સુત્રોની ઘોર બેદરકારી બહાર આવતા આ મામલો રાજ્યમંત્રી જયેશ રાદડિયાના ધ્યાને મુકાયો હતો.
આ બાબતે મળેલી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના બસસ્ટેન્ડ માં એક અજાણ્યા મુસ્લિમ આધેડ ને અમુક સફાઈ કામદારો એ ઉઠાડવા પ્રયાસ કરતા કોઈ જવાબ નહિ મળતા સરકારી એમ્બ્યુલન્સ ને જાણ કરાઈ હતી.
દરમિયાન 108 ના સ્ટાફે આ મુસ્લિમ આધેડ ને મૃત જાહેર કરતા પોલીસને જાન કરાઈ હતી.
બનાવની જાણ બાદ બસસ્ટેન્ડ માં દોડી ગયેલા ફોજદાર ઝેડ.જી. ચૌહાણે રાબેતા મુજબ શહેરના શિવાભાઈ હારુન રફાઈ , મુકેશ સાંતાલપરા વિગેરેની મદદથી આ અજાણી લાશને સવારે 7 કલાકે સરકારી દવાખાને પહોચાડી હતી.
આ તકે પોલીસે લાશ ના જાહેર કરલા વર્ણનમાં 55 થી 60 વર્ષ ના જણાંતા આ મુસ્લિમ આધેડના ડાબા હાથ માં મોર નું ચિત્ર દોરેલું છે.ઝબ્ભો અને ધોતી પહેરેલ આ મુસ્લિમ આધેડના ડાબા ખભા પાસે ધીરુ એવું નામ લખેલું છે. હાલ આ લાશ ના કોઈ વાળી વરસ ના મળ્યા હોય ડેડબોડી સરકારી હોસ્પિટલ માં રખાઈ છે. કોઈ વારસદાર હોય તો લાશ તપાસી જેતપુર શહેર પીએસાઈ ચૌહાણ નો ફોન નંબર 02823-220033 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
બોક્સ : હોસ્પિટલ સુત્રોની બેદરકારી
જેતપુર : જેતપુર શહેર કે તાલુકાના કોઈ ગામોમાંથી કોઈ બિન વારશી મળે તો આવી હતો.લાશોને સૌપ્રથમ દવાખાને અને ત્યાર બાદ ઓળખ નાં થાય તો અવ્વલ મંજિલે પહોચાડવામાં પ્રશંશનીય સેવા બજાવનાર હારુન રફાઈ એ અત્યંત દુખ વ્યક્ત કરતા જણાવેલ કે જેતપુર માંથી મળેલી આ લાશ નું પીએમ તો બાર કલાકે થયું, પણ સરકારી દવાખાના સુત્રો એ મોતનો મલાજો પણ નાં જાળવ્યો હોય તેમ આ લાશ ને ખુલી પીએમ રૂમના પાટિયા ઉપર મૂકી ચાલ્યા ગયા હતા. આવી બેદરકારી બાબતે સેવાભાવીઓ એ રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને જાણ કરતા કહેવાય છે હોસ્પિટલ સુત્રોને રાજ્ય મંત્રીનો ઠપકો સાંભળવો પડ્યો
બોક્સ : રૂપિયા નવ હાજર ના ખર્ચે બનાવાયેલી
પેટી શોભાના ગાઠીયા જેવી ?
જેતપુર: સેવાભાવી હારુન રફાઈ એ જણાવેલ કે સમયાંતરે બિન વારશી લાશો ને સરકારી દવાખાનાના પીએમ રૂમમાં 3/4 દિવસ રાખવી પડતી હોય દાતાઓના સહકાર વચ્ચે લાશ રાખવા માટે રૂપિયા નવ હજારના ખર્ચે એક પેટી બનાવાઈ છે, પણ ઉપયોગ ના થતો હોય દુખ છે.
સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર