અનુયાયીઓ

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર

પતિના અવસાન બાદ ફોજદાર સાથે મૈત્રી કરાર કર્યા હતા પણ સંબંધોમાં ખટાસ આવી જતા 
ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો 
માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર 
જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી ગેસ્ટહાઉસમાં બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન ! 
જેતપુર તા.19
ગત મોડી રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી ગેસ્ટહાઉસમાં મૈત્રી કરારો વચ્ચે જીવતા એક યુગલની મારામારીની ઘટના બહાર આવતા અને પોલીસ ફરિયાદ નોંધાતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી મિત્ર એવા પોલીસ ખાતાના ફોજદાર સામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ભાવનગરમાં સરકારી સ્કુલ સામે રહેતા નમ્રતા વિલિયમ્સ (મનુભાઈ પંડયાની પુત્રી) જાતે ક્રિશ્ચિયન ઉ.વ.34 એ પોતાના પતિ જયેશ જેન્તીલાલ સ્ટીફન(રહે.બોરસદ) ના અવસાન બાદ છેલા દશેક વર્ષથી તેમના પિતા સાથે રહેતા હતા. 
ફરિયાદમાં જણાવાયું છે કે આજથી પાંચ મહિના પહેલા (24 મી ઓગસ્ટના રોજ) અમદાવાદ ખાતે મેડીકલ સ્ટુડંટ તરીકે સરકારી વિશ્રામ ગૃહમાં નમ્રતાબેન રહેતા હોય, તે જ વિશ્રામ ગૃહમાં અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરસોત્તમ ગલાભાઈ રાઠોડ પણ રહેતા હોય બંને વચ્ચે પરિચય થયો હતો.
દરમિયાન ભાવનગર સ્થિત મકાન વેંચવા બાબતે ફોજદાર સાથે નમ્રતાબેનને અવારનવાર વાતો થવા લાગતા આ વાત અંતે ફોજદાર અને નમ્રતાબેન વચ્ચે મૈત્રી કરાર સંબંધોમાં પરિણમી હતી. પણ આ બાબતે કોઈ કાયદેશરના કાગળો કર્યા ના હતા. દિવસે દિવસે ગાઢ થતા સંબંધો દરમિયાન મળવાનું ઘણી વખત થતું.
બીજીબાજુ નમ્રતાના પુત્ર જયસુખે પ્રેમલગ્ન કર્યા હોય, તે વાતની મારામારીની પોલીસ ફરિયાદનું સમાધાન કરવાનું  ફોજદાર પી.જી.રાઠોડે શિવરાત્રીના દર્શન કરવા જુનાગઢ જવાનું કહી ગઈકાલે જેતપુરના વીરપુર જલારામ થઈને જુનાગઢ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. જ્યાં ઉપરોક્ત પોલીસ ફરિયાદના સમાધાન માટે ફોજદારે માથાકુટ કરતા ત્યાંથી રાત્રીના નીકળી જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી રેસ્ટહાઉસમાં આવ્યા હતા.
ત્યાં પણ ફોજદારે માથાકૂટ કરી ઢીકા પાટુનો માર મારવા લાગતા નમ્રતાએ રાડારાડ કરતા રાત્રીના રેસ્ટહાઉસના મેદાનમાં રહેતા અન્યોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો જાણી ઈજાગ્રસ્ત નમ્રતાને સરકારી દવાખાને ખસેડેલ...

બોક્સ: ફરિયાદ પાછી ખેંચવા ધમકી !
જેતપુર : પાંચેક મહિનાના મૈત્રી સંબંધો બાદ એકબીજાને સંબંધોમાં ખટાસ આવી જતા નમ્રતાએ ફોજદાર રાઠોડને પોતાને છોડી દેવા જણાવી  દીધું હતું, આમ છતાં ફોજદારે નમ્રતાને ફોન ઉપર શારીરિક માનશીક ત્રાસ આપવાનું ચાલુ કરતા નમ્રતાએ ભાવનગર ખાતે ફોજદાર વિરુધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,આ ફરિયાદ પાછી ખેંચી લે નહીતર તને માર્યા વગર નહિ રહું તેવી ધમકી આપી ફોજદાર રાઠોડે તેમની ઉપર હુમલો કર્યાનું ફરિયાદમાં નમ્રતાએ જણાવેલ છે.

બોક્સ : બનાવના તપાસનીશ ફોજદાર ચૌહાણ શું કહે છે ?
જેતપુર : જેતપુરમાં મોડી રાત્રીના બનેલી આ ચકચારી ઘટનાના તપાશનીશ પોલીસ અધિકારી ફોજદાર ચૌહાણે જણાવેલ કે નમ્રતા અને ફોજદાર રાઠોડ મૈત્રી કરાર વચ્ચે જ રહેતા અને મળતા , પણ કોઈ બાબતે વાંધો પડતા ફરિયાદી મહિલાને પૈસા પડાવવા આ કાવતરું કર્યું હોય તેવું પ્રાથમિક તારણોમાં જાણવા મળેલ છે. ફરિયાદી મહિલાએ વિગતો આપી તેજ ફરિયાદ લેવાઈ છે. રૂપિયા 5000 ની કે મોબાઈલ લુંટની વાત ફરિયાદમાં લખાવાયી ના હોય તે બાબતે કહી નાં શકાય...

સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812



જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન

જેતપુરની મામલતદાર કચેરીની પુરવઠા શાખાના ભષ્ટ્રાચારને ડામવાની માંગ સાથે 
જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન 
આંદોલનના બીજા દિવશે ઉપવાસીઓને પાલિકા સદસ્ય અબાભાઈનો ટેકો : અબાભાઈનો આક્ષેપ ગરીબોનું અનાજ બારોબાર જ વેંચાય જાય છે !
જેતપુર તા.19
જેતપુર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા દ્વારા આચરતા વ્યાપક ભષ્ટ્રાચારને તાકીદે નેસ્તનાબુદ કરવાની માંગ સાથે ગઈકાલથી શરુ થયેલા પ્રતિક ઉપવાસ આંદોલનના આજે બીજા દિવશે જેતપુર પાલિકાના સદસ્ય અબાભાઈ કુરેશી સહિત સમર્થકોએ ઉપવાસીઓને ટેકો આપી ઉક્ત સરકારી તંત્રના સડાને દુર કરવાની માંગણી દોહરાવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરની મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં કોઈ કામ નીવેદ ધર્યા વગર ના થતા હોય તેમજ અમુક લાગવગીયા તત્વો આખો દિવસ આ શાખામાં પડ્યા પાથર્યા રહીને પોતાના કામો કરાવી જતા હોવાના આક્ષેપો સાથે જેતપુર શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની જેતપુર શાખાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોએ ગઈકાલથી અત્રેની મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદ્દતનું પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે.
 જે આંદોલનના ઉપવાસીઓ જતીન દેગડા સહિતનાઓ જણાવે છે કે મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વર્ષો  થયા ચીપકી રહેલા અધિકારી સહિતના સ્ટાફને બદલાવવો જરૂરી છે. આ સ્ટાફ સત્તાનો દુરુપયોગ કરી નજીકના લોકોનાજ વધારે કામો કરતા હોય અન્ય અરજદારો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે. ઉપવાસીઓનો એવો પણ આક્ષેપ છે કે આ કચેરીના અધિકારીની મનમાનીથી અનેક લોકોને પુરતું અનાજ મળતું નથી, રાશન કાર્ડ કઢાવવા પૈસા આપવા પડે છે તેમજ વખતોવખત મંગાતી માહિતીઓમાં ઉદવ જવાબો આપી દેવાય છે.

બોક્સ: પાલિકા સદસ્યનો ઉપવાસીઓને ટેકો 
જેતપુર: ઉપવાસીઓના આક્ષેપ જેવીજ ફરિયાદ કરીને આજે જેતપુરના વોર્ડ નંબર 6 ના સદસ્ય  હાઉસ ટેક્સ કમિટીના ચેરમેન અબાભાઈ કુરેશીએ પણ રૂમાલ પાથરી આંદોલનકારીઓને ટેકો આપી આક્ષેપો કર્યા હતા કે પુરવઠા શાખાનું હજારો કિલો અનાજ દર મહીને બારોબાર પગ કરી જાય છે. કોઈ દિવસ   સ્થાનિક મામલતદારશ્રીએ તપાસ કરાવી ખરા ?

બોક્સ: મામલતદાર ભોરણીયા શું કહે છે ?
જેતપુર: ઉપવાસીઓના આંદોલન બાબતે સત્ય શું છે ? તે જાણવા કરાયેલા સંપર્ક દરમિયાન જેતપુરના મામલતદાર ભોરણીયાએ જણાવેલ કે વર્તમાન લોકશાહીમાં ગમે તે માણસ ગમે તેવા આક્ષેપો કરી શકે. ફરીયાદીના કામો પણ ઘણી વખત કરાયા છે.  અમુક કામો કદાચ ના થયા હોય અને તેનો રાગદ્વેષ રાખી આંદોલન છેડાયું હોવું જોઈએ, બાકી ભષ્ટ્રાચાર સાબિત કરાય તો કસુરવાર સામે પગલા લેવામાં કોઈ પાછી પાની નહિ કરાય...

ફોટો અને સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 9974262812