જેતપુરના પેઢલા નજીકની ધવલ નામની શાળામાં
ફર્નીચરનું કામ કરતા 2 પરપ્રાંતિય યુવાનોને
વીજશોક લાગતા એકનું મોત, 1 ગંભીર
જેતપુર તા.20
જેતપુરના પેઢલા નજીકની એક ખાનગી શાળામાં ચાલતા ફર્નીચરના કામકાજ દરમિયાન બનેલા વીજ શોકના બનાવમાં એક યુવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર પેઢલા ગામ પાસે તત્કાલ હનુમાન મંદિરથી આગળ આવેલ ધવલ નામની શાળામાં હાલના દિવશોમાં પરચુરણ ફર્નીચર કામ ચાલે છે.
જેમાં ગોંડલના ભનુભાઇના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો મનોહર શર્મા ઉ.વ. 37 તથા સંદીપ દયારામ ઉ.વ.19 આજે સ્કુલ ગેઇટ બહાર લોખંડનો ઘોડો લઇ જતા હતા ત્યારે અચાનક આ ઘોડો ઉપરથી પસાર થતી વીજ કંપનીની 11 કેવી લાઈનને અડકી જતા સર્જાયેલ વીજ શોકના બનાવમાં માંનોહરનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે વીજ શોકથી ગંભીર રીતે ઘવાયેલા સંદીપને પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. બનાવની જાણ પરથી સ્કુલે દોડી ગયેલા જેતપુર તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ મનાતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
