જેતપુરમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંટાફેરા
કારખાનેદારોમાં ફફડાટ..ક્લોઝર આવ્યું હોવા છતાં અમુક કારખાનેદારો સાડી એકમો બેફામ ચલાવતા હોવાની મળતી વિગતો. કોઈ પણ ભોગે ચોખઠા ગોઠવવા ઉદ્યોગપતિઓના
કોઈછાડા.. પ્રદુષણ બોર્ડના કાર્ય વાહકોને બખ્ખા..તેઓ તોડ કરીને જતા રહેતા હોવાની પ્રજામાં ચર્ચાતી વિગતો.
પ્રદુષણ બોર્ડ ના સતાધીશો આમનેઆમ તોડ કરીને જતા રહેશે તો જેતપુર માં પ્રદુષણ કેમેય કરીને નાથી નહી શકાય.
જેતપુર તાલુકાના જેતલસર ગામે મંડલીકપુર રોડ પર
વિનાયક પ્રોસેસ નામનું ઉનીત બેફામ પ્રદુષણ ફેલાવતું હોવાની ગામલોકોની સતાધીસોને ફરિયાદ.
જયારે વિનાયક નઝીકના જલદર્શન પ્રોસેસ યુનિટ સામે તંત્રએ આકરા પગલા ભર્યા હોવાનું લોકમુખે ચર્ચાય છે.
જેતપુર ના ઉદ્યોગની પથારી ફેરવવામાં અહીના પ્રોસેસ યુનિટ સંચાલકો ગુનેગાર હોવાનું દેખાઈ આવે છે. અને તેમાય સૌથી વધુ પ્રદુષણ મોટા ગજાના ઉદ્યોગપતિઓજ ફેલાવતા હોય નાના કારખાને દારો બિચારા મરી રહ્યા છે.