અનુયાયીઓ

બુધવાર, 23 ડિસેમ્બર, 2020

સાવરકુંડલા રૂરલ PSI અલ્પાબા પી.ડોડીયાની આજે વાત કરવી છે તેમના જીવનસંઘર્ષ વિશે...

આ તસવીર છે અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ PSI અલ્પાબા પી.ડોડીયાની ત્યારે આજે વાત કરવી છે તેમના જીવનસંઘર્ષ વિશે...



ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીમાર ગામે કારડીયા રાજપૂત જ્ઞાતિના મધ્યમ ખેડૂત પરિવારના ઘરે જન્મેલા અલ્પાબા નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા અને ગ્રામ્ય કક્ષાએ સાયન્સ ભણી ઉચ્ચ અભ્યાસ અર્થે જૂનાગઢ આવે છે અને B.Sc.B.Ed.ની ડીગ્રી પ્રાપ્ત કરી કચ્છ જિલ્લામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવે છે એ દરમિયાન પરિવારનું યોગ્ય માર્ગદર્શન મળતાં અને વધુ દેશસેવા અર્થે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી જરૂરી ટ્રેનિંગ મેળવી ચોરવાડ (માંગરોળ) ખાતે PSI તરીકે નિયુક્ત થાય છે અને ખૂબ ટૂંકા ગાળામાં આ વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા સફળ પણ રહે છે. ખાતાકીય બદલી થતાં તેમની બદલી રોકવા આ વિસ્તારમાં લોકો સ્વંયભુ સજ્જડ બંધ પાળે છે અને નારીશક્તિનું યોગ્ય સન્માન કરી વિદાય આપે છે અને ત્યારબાદ અલ્પાબા આવે છે અમરેલી જીલ્લાના રાજુલામાં ઈન્ચા.PI તરીકે...

રાજુલા વિસ્તારમાં ખૂબ ટૂંક સમયમાં ઉમદા કામગીરી કરી લોકોની ભવ્ય પ્રસંશા મેળવી એક નવી ઇમેજ બનાવે છે અને ત્યારબાદ વહીવટી કારણોસર બદલી થતાં સાવરકુંડલા રૂરલ PSI તરીકે નિયુક્તિ પામે છે અને છેલ્લા એક વર્ષથી સાવરકુંડલા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને લોકચાહના મેળવી રાષ્ટ્રધર્મને સર્વોપરી સમજી દેશની સુરક્ષા કરવામાં ક્યાંય પાછી પાની નથી કરી એવા લેડી સિંઘમ અને દેશના ઝાંબાઝ પોલીસ ઓફીસર માન.અલ્પાબા પી.ડોડીયાને આપણે સૌ કોઈ સાથે મળી બિરદાવીએ અને અભિનંદન આપીએ...

માં સોનબાઈ, અલ્પાબાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે અને દેશસેવા કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે...

પાયલ બાંભણિયા....ઉના

સાવધ રહેજો : સિંહ પરિવાર આરબ ટીંબડીમાં ફરી ત્રાટકી શકે !

ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર તૃપ્તિ જોશી સાથે વાત: ભાટગામ કેનાલ પાસે દેખાયા બાદ સિંહનું ટોળું ગિરનાર તરફ રવાના

(કુલદીપ જોશી દ્વારા)

 જેતલસર, તા.23 

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે ગઈકાલે ગૌશાળા પાર ત્રાટકેલા 10 સિંહના ટોળાએ નાના મોટા 10 પશુના મારણ કરી હાલ ગિરનાર તરફ ચાલ્યા ગયા છે પણ એક વખત શિકાર કર્યા પછી ફરી તે જ જગ્યાએ સિંહના સ્વભાવમાં હોવાથી ટીંબડીવાસીઓએ ચીટીને રહેવા ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર
તૃપ્તિ જોશીએ આ લખનાર યુવા પત્રકાર કુલદીપ જોશીને કહ્યું હતું.



તેમને વધુમાં વિગતો આપી હતી કે આરબ ટીંબડી ગામે 10 ગાયો નું મારણ કરનાર સિંહોનું ગ્રુપ રેવન્યુ વિસ્તાર છોડી ગિરનાર તરફ રવાના થયું છે.  છેલ્લા ફૂટમાર્ક  જેતલસરના બાવા પીપળીયાથી આગળના ગામ ભાટગામ કેનાલ પાસે જોવા મળ્યા હતા. જો કે  સિંહો નું ગ્રુપ દેખાયું નથી.વન વિભાગની 6 જેટલી  ટિમો સાથે  ગત રાત્રે લોકેશનમાં રહી છે. ગ્રામજનોએ પણ સિંહ ન જોયા હોવાનું જણાવ્યું છે..

તેમને વધુમાં કહ્યું કે  સિંહ પરિવા  પાછા રેવન્યુ વિસ્તારમાં સ્વભાવ પ્રમાણે  આવી શકે છે. તે 1 કલાકમાં 52 કિલોમીટર કાપી શકતા હોવાથી ગ્રામજનોએ અને ખાસ કરીને ખેડૂતોએ સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. જેતપુર તાલુકાના ગ્રામીય વિસ્તારથી જંગલ રેન્જ 8 કી મી. જેટલી થતી હોઈ અને સિંહોના ગ્રુપ સતત મુમેન્ટમાં હોવાથી ગમે ત્યારે પરત ફરી શકે છે. તેમને અન્ય એક  લોકેશન જેતપુર તાલુકાના ખારચિયા અને ભેડા પીપળીયા વચ્ચે જોવા મળ્યું હતું પરંતુ સિંહો દેખાયા ન હતા. દરમિયાન જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, અકાળા, પીપળવાના ખેડૂતોએ વીજતંત્ર તાકીદે દિવસે વીજપુરવઠો આપીને ખેડૂતોની સલામતી બાબતે વિચારે તેવી માંગ કરી છે.
(કુલદીપ જે.જોશી, જેતલસર - 94095 30234)


સફળ આંદોલનકારી પ્રવિણ રામને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી ઇન્દુઆશ્રમજીએ ગૌરક્ષા સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકેની જવાબદારી સોપી

દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને  આવા   સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે.







ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર મઠમાના એક જોષી મઠ ( કેદારનાથ, બદ્રીનાથ ) દ્વારા વર્ષોથી ગૌરક્ષા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભીયાન સમિતિ ચલાવવામાં આવી રહી છે,જેમની અંદર સરકારનો સંપૂર્ણ સહયોગ રહે છે, આ સમિતિ સમગ્ર ભારત અને વિશ્વ લેવલે ગૌ રક્ષા માટે કાર્ય કરી રહી છે જેમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય જ હોઇ છે.

હાલ સ્વામી ઇન્દુઆશ્રમજી મહારાજ  કેદારનાથ,બદ્રીનાથ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય તો છે પણ સાથે સાથે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે ત્યારે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય ઇન્દુઆશ્રમ સ્વામીજી અને સમિતિના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ગુજ્જરજી દ્વારા ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ ઉપર વિશ્વાસ મૂકીને એમને આ સમિતિના ગુજરાતના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રવિણ રામ પોતે ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે જેમણે લોકોના સ્વાસ્થ્ય માટે, કર્મચારીઓ માટે,ખેડૂતો માટે, યુવાનો માટે અનેક આંદોલનો કર્યા છે અને મોટાભાગના આંદોલનોમાં પ્રવિણ રામને સફળતા પણ મળી છે

ત્યારે આ સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્યજીએ મારા પર વિશ્વાસ રાખીને આટલી મોટી જવાબદારી મને સોંપી છે ત્યારે હું એમના શરણોમાં નતમસ્તક વંદન કરું છું ,અને વિશ્વાસ પણ આપુ છું કે મને આપેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી નીભાવીશ, ગૌમાતાના ઉત્થાન માટે અને ગાયોને કતલખાને જતી રોકવા માટે જીવ આપી દેવાની તૈયારી પણ સમિતિના નવા અધ્યક્ષ પ્રવિણ રામે બતાવી, અને સાથે સાથે આ સમિતિ દ્વારા ગૌ માતાની ઓરીજીનલ નસલ તરફ વળવા તેમજ ગૌમૂત્ર,છાણમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા તેમજ ગાય આધારિત ખેતી તરફ ખેડૂતોને વાળવા જેવા અનેક ધ્યેય સાથે અને જગતગુરુ શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ આ સમિતિ ગુજરાતમાં કાર્ય કરશે એવું સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું

રિપોર્ટર:- પાયલ બાંભણિયા....ઉના