અનુયાયીઓ

સોમવાર, 28 નવેમ્બર, 2022

મતદાન અવશ્ય કરો

 મતદાન એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ

Ø પાયાની લોકશાહીનું જળવાશે માન, જ્યારે આંગળી પર લાગશે નિશાન

 

લોકશાહી એટલે સામાન્ય રીતે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જેને મત આપીને ચૂંટે એ જ સત્તા પર આવે અને એના દ્વારા જ સત્તા ચાલે, દેશ ચાલે. હવે જયારે મતદાન કરવાનો અને ખરેખર સત્તા પર કોણ બેસશે તે નક્કી કરવાનો સમય આવે છે ત્યારે એક નાગરિક તરીકે લોકો ક્યારેક મતદાન કરવાની ફરજ ચુકી જાય છે. લોકશાસનમાંસામાન્ય રીતે ચૂંટણી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છેજેથી ઉમેદવારોમાંથી એક મતદાતા કોઇ એકને પસંદ કરી અને મત આપી શકે છેલોકશાહીમાં મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરે છે. મતદાનમાં મત આપવો એક વ્યક્તિગત કાર્ય છેજેનાથી વ્યક્તિ એક ચોક્કસ સભ્યસભ્યોની ચૂંટણીકે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવને પસંદ કે પોતાનો ટેકો પૂરો પાડે છે. મારા એક મતથી શું થશે ? હું મતદાન નહિ કરું તો શું ફેર પડશે ? હવે એમાં મત શું આપવાનો જેને આવું હોય એ આવે. આવા ઘણા વિચારો દ્વારા લોકો મતદાન નથી કરતા હોતા અને પછી જે કોઈ સરકાર આવે અને વિવિધ નિર્ણયો લે ત્યારે તેમને ક્રીટીસાઈઝ કરતા હોય છે. સરદાર પટેલ કોર્પોરેશનમાં એક મતને કારણે ચૂંટણી હારી ગયા હતા તો એક મત વધુ મળવાથી હિટલર નાઝી પાર્ટીનું પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો. એક મત ઓછો મળવાને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં જવું પડ્યું હતું. જયારે મતદાનનો સમય જતો રહે એ પછી કંઈ જ ન થઇ શકે. આથી મતદાન કરવું એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ છે. હવે સમય આવી ગયો છે જવાબદારીથી લોકશાહીની ફરજ નિભાવવાનો.  મતદાન માત્ર કરવા ખાતર નહીં પણ રાષ્ટ્ર નિર્માણ માટે કરીએઆવો આપણે સહુ કૃતસંકલ્પ બનીરાષ્ટ્ર સેવા માટે 100 % મતદાન કરીએ.

Ø મતદાન એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ

Ø પાયાની લોકશાહીનું જળવાશે માન, જ્યારે આંગળી પર લાગશે નિશાન

 

-         રમેશ ઠક્કર(મો. 99099 71116)

 

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

મા ની મમતા ક્યારેય વસુકતી નથી



સંતાન નાનું હોય કે મોટું ફરક કરતી નથી

મા  ની  મમતા   ક્યારેય  વસુકતી   નથી

 

જે રાહ જુએ છે સદા  એ  મા  હોય  છે

બાળકને જમાડ્યાં પહેલાં  જમતી  નથી

 

ઈશ્વર તો ફક્ત છે નબળી  નકલ  મા  ની

ઈશ્વરની ય મા પાસે કોઈ  ગણતરી  નથી

 

નબળું બાળક હોય છે મા ને વધુ  વહાલું

વહેવારીક  ગણીતને  મા  સમજતી  નથી

 

શરીર દાટો  કે  કરો  ભલે  અગ્નિ સંસ્કાર

મા  તો  મા  છેમા  ક્યારેય  મરતી  નથી

 

પિતૃ  નડે  છે  એ  સદંતર  ખોટી  કથા  છે

મર્યા પછી ય  ઉગારે,મા કદી  નડતી  નથી

 

અભિનય પણ કરવો અશક્ય  છે  મા  નો

મા ની જોડ આખાં બ્રહ્માડમાં મળતી નથી

 

સંકટ સમયે ખોળો કે છબી સદા હાથવગી

મૃત્યુ પછી ય  મા  સંતાનને વીસરતી  નથી

 

મા હોય છે વિશ્વમાં  બધાંની  એક  સરખી

પશુ પક્ષીઓની મા ય બચ્ચાને ભૂલતી નથી

 

જીતવા માટે સતત પ્રેરતી હોય છે મા પણ

જગ હારી આવેલ સંતાનને ય વઢતી  નથી

 

મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'स्वान्तः सुखायમાંથી

“કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા” અંગે વલસાડમાં સેમીનાર યોજાયો.



આગામી તા.૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ નાં રોજ ભારત સરકારનાં  રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા " કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા "નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વલસાડ જિલ્લાના ગૌ પ્રેમી યોગેશભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બરુમાલ ગામમાં મહિલાઓનાં  જુથ ની રચના કરવામાં આવી છે. પરીક્ષા અંગે સેમીનાર નું આયોજન કરી યોગેશભાઈ પટેલે મહિલાઓને કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા અંગે માહિતી આપી હતી. કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ને ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. પ્રાથમિક( ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ ), માધ્યમિક ( ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ), કોલેજ ( કોલેજના વિદ્યાર્થીઓ માટે ) , સામાન્ય લોકો માટે રહેશે. પરીક્ષા ૧૦૦ માર્કની રહેશે. જેમાં ૧ કલાકનો સમય ફાળવવામાં આવશે. હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ૧૨ ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં MCQ પ્રકારના બહુવિક્લ્પીય પ્રશ્નો હશે અને નિ:શુલ્ક રહેશે. પરીક્ષાનું પરિણામ તરત જ જાહેર કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક ને પ્રમાણપત્ર આપવામાં આવશે.અને પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપીને વિજેતાઓને ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની  વેબસાઈટ kamdhenu.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વિશેષ માહિતી તેમજ પાઠ્યક્રમ, અન્ય સાહિત્ય અને સંદર્ભ પુસ્તકો રાષ્ટ્રીય કામધેનુ આયોગની  વેબસાઈટ અને બ્લોગ Kamdhenu.blog પર ઉપલબ્ધ રહેશે.


ગૌ સેવક ભંવર લાલ કોઠારી ની પુણ્યસ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન સમારોહનું આયોજન


રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદના સંયુકત ઉપક્રમે ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.
ગૌ સેવક ભંવર લાલ કોઠારી  ની પુણ્યસ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન સમારોહનું આયોજન



રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદના સયુંકત ઉપક્રમે ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.નજીકના સમયમાં જ દિલ્હી ખાતે  સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્તર પર ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે. આ સન્માન સમારોહનું આયોજન ગૌ સેવક ભંવર લાલ કોઠારી ની પુણ્યસ્મૃતિમાં કરાશે. આ સન્માન સમારોહમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં  અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા ખાસ ઉપસ્થિત રહેશે. 


આ સન્માન પ્રાપ્તિ માટે ગૌ સેવાના ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યો સાથે જોડાયેલ સંસ્થાઓ પાસેથી આવેદનપત્ર તા. ૨૦/ ફેબ્રુઆરી/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. ભાગ લેવા ઈછનાર સંસ્થાઓએ  પોતાના આવેદનપત્રો રાષ્ટ્રીય કામધેનું આયોગ, ડી. એમ. એસ કોમ્પ્લેક્સ, શાદીપુર, નવી દિલ્હી . અથવા રાષ્ટ્રીય સમન્વયક, રાજસ્થાન ગૌ સેવા પરિષદ, સીતા રામ સોલંકી ૫/૧૬, મહેશનગર, ઇન્દોર ( મધ્યપ્રદેશ ) ખાતે મોકલવાના રહેશે. ઇ-મેઇલ - sitaram.rgsp@gmail.Com અને rkamdhenu-aayog@gov.in  અથવા  9425064016 - વ્હોટ્સએપ નંબર પર પણ સંસ્થાઓ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ગૌ સેવા સાથે સંકળાયેલ દરેક ને વિનંતી છે કે એ આ જાણકારી ગૌ સેવા સાથે જોડાયેલ સૌ સંસ્થાઓ સુધી પહોંચાડે. આ સન્માન સમારોહમાં એવોર્ડની ઘોષણા માટે શ્રી સુનીલ માનસિંઘકાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.સૌ ગૌ પ્રેમીઓને પોતાની ઉમેદવારી નોંધવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં મિતલ ખેતાણી મો.૯૮૨૪૪૨૧૯૯૯ એ અપીલ કરી છે.


સ્વરના વિજ્ઞાનની જાણકારીથી કાર્યસિદ્ધિની અગમચેતી મળે છે


 

તમે સવારે ઉઠો છો ત્યારે કયો પગ પહેલા મુકવો અને કેટલીવાર મુકવો તેની જાણકારી તમારો કયો સ્વર ચાલે છે તેના આધારે નક્કી કરી શકાય છે 

 

યોગ શબ્દ યજ્ ધાતુ પરથી ઉદ્યૃત કરવામાં આવેલો છેયજ્ એટલે જોડાણપોતાનું પોતાની સાથે જોડાણએટલે કે શીવ અને શક્તિનું મિલનમન અને આત્માનું બેનમૂન જોડાણઅને  આનંદના અફાટ સાગરની અનુભૂતિ માટે પ્રાણાયામ અને આસનનો નિયમિત અભ્યાસ કરવાથી સિદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ થાય છેસોઈમાં દોરો પરોવેલો હોય અને તે અરબી સમુદ્રમાં પડે તોપણ આપણે તે સોઈને પાછી લાવી શકીએ છીએ તેમ આપણા પ્રાણ ઉપર આપણું જો નિયંત્રણ હોય તો આપણા મન અને ઈન્દ્રિયને આપણા કાબુમાં લાવી શકીએ છીએઆપણા શરીરમાં સ્વર કયો ચાલે છે તે જાણવાથી પણ અમાપ-સમાપ ફાયદાઓ થાય છેજે લોકો સ્વર વિજ્ઞાન જાણે છે તેઓ મુશ્કેલીમાં ફસાતા નથી.

 

કયો સ્વર ચાલે છે તે જોવાની સરળ રીત

 

જે નસકોરૂ વધારે સહેલાઈથી શ્ર્વાસ લેતું હોય તે નાડી તે સમયે ચાલતી હોય તેમ કહેવાય છેડાબું નસકોરૂ તે ચંદ્રનાડી છે અને જમણું નસકોરૂ તે સૂર્ય નાડી છેચંદ્રનાડીને પિંગળા અને અને સૂર્ય નાડીને ઈડા કહેવામાં આવે છેએટલે તમારા નસકોરા પાસે એક નસકોરૂ દબાવીને બીજા નસકોરા પર તમારી આંગળી રાખવાથી ખ્યાલ આવશે કે કઈ નાડી ચાલે છેજમણા નસકોરા દ્વારા શ્ર્વાસ જો સહેલાઈથી ચાલતો હોય તો તે સૂર્યનાડી ચાલે છે તેમ કહેવાયઅને ડાબા નસકોરાથી શ્ર્વાસોચ્છશ્ર્વાસની ક્રિયા સહેલાઈથી ચાલતી હોય તો ચંદ્ર નાડી ચાલે છે તેમ કહેવાયઅરિસા પાસે ઊભા રહીને શ્ર્વાસ લેવાથી પણ ખ્યાલ આવશે કે જે નાડી ચાલતી હશે તે બાજુ અરિસામાં વરાળ જેવી છાંય પડી જશેબંને નસકોરામાંથી શ્ર્વાસ ચાલતો હોય તેને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે

 

નાડી બદલાવાનો સમય

 

પ્રત્યેક નાડી લગભગ અઢી ઘડી એટલે કે 60 મિનિટ સુધી ચાલતી હોય છેએક નાડીમાંથી બીજી નાડીમાં જતા 36 ગુરૂઅક્ષર બોલાય એટલે કે લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગતો હોય છેઅને  જે સંક્રમણ થાય છે તે સુષુમ્ણા નાડી દ્વારા થાય છેજેને અધ્યાત્મની નાડી કહેવામાં આવે છેસરસ્વતી માતાનો વાસ પણ  સુષુમ્ણા નાડીમાં થયેલો છે તેમ કહેવાય છે નાડી ચાલતી હોય ત્યારે કોઈ કાર્યનો આરંભ  કરવો અને માત્ર ધર્મક્રિયાઓ કરવીપ્રભુનું નામ લેવું.  

 

એક મત પ્રમાણે સૂર્યના ઉદય સમયે ચંદ્રનાડી ચાલતી હોય અને સૂર્યના અસ્ત સમયે સૂર્ય નાડી ચાલે તો શુભ જાણવીતેજ પ્રમાણે સૂર્યના ઉદય સમયે સૂર્ય નાડી વહેતી હોય અને અસ્તના સમયે ચંદ્ર નાડી વહેતી હોય તો શુભ જાણવું

 

પ્રાતકાળે અથવા બહાર જતી વખતે નાડી તપાસીને જવું

 

સવારના ઉઠતી વખતે કે ઘરની બહાર નીકળતી વખતે નિરીક્ષણ કરવું જોઈએ કે કઈ નાડી ચાલે છેડાબુ નસકોરૂ એટલે કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ ચાર વખત પહેલા મૂકીને પછી પ્રયાણ કરવું જોઈએઅને જમણું નસકોરૂ ચાલતું હોય તો જમણો પગ પથારીમાંથી પહેલો બાર મૂકીને જમણા પગેથી  પાંચ વખત જમણો પગ પહેલા મૂકીને પ્રયાણ કરવું જોઈએપણ ઉઠતી વખતે જો સુષુમ્ણા નાડી ચાલતી હોય તો પથારીમાં ફરીવાર સૂઈ  રહેવું જોઈએઅને બેમાંથી એક  નાડી જ્યારે ચાલે ત્યારે ઉપરોક્ત નિયમાનુસારે જે નાડી ચાલતી હોય તે પ્રમાણેનો પગ બહાર મૂકવો જોઈએ

 

જમણી નાડી ચાલતી હોય ત્યારે પાંચ પગલા અને

ડાબી નાડી ચાલતી હોય ત્યારે ચાર પગલા

 

પરાક્રમના કે શૌર્યભર્યા કાર્યો કરવાના હોય ત્યારે જમણી નાડી ચાલતી હોય ત્યારે જમણો પગ ઉંબરાની બહાર મૂકીને પ્રથમ પાંચ પગલા જમણા પગેથી  ભરવાતે  પ્રમાણે ધીરતાનાગંભીરતાના કે ધર્માદિક અનુષ્ઠાનો કરવાના હોય ત્યારે ડાબી નાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ બહાર મૂકીને પ્રથમ ચાર પગલા ડાબા પગના  મૂકીને જો

...