અનુયાયીઓ

બુધવાર, 29 એપ્રિલ, 2015

ઉપલેટાથી રાજકોટ જતું મેટાડોર પોલીસની હડફેટે !!
જેતપુરના પેઢલા  નજીકથી શંકાસ્પદ કઠોળ 
ભરેલા મેટાડોરને પકડતા એસપી દેસાઈ
પોલીસે રૂ.170750 નું અનાજ અને રૂ.2.50 લાખનું મેટાડોર કબજે કર્યું  
જેતપુર તા.29
જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ચેકિંગમાં ઉભેલા જેતપુરના એસપી દેસાઈએ શંકાશ્પદ કઠોળ-અનાજ ભરેલા એક મેટાડોરને પકડી  પાડી તપાસનો દૌર ચાલુ કર્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના એસપી દેસાઈ આજે સાંજે તાલુકાના પેઢલા નજીક  ચેકિંગ માટે ઉભા હતા ત્યારે ઉપલેટાથી ગોંડલ-રાજકોટ જતા જીજે 3વાય 9026 ને રોકી ડ્રાઈવર રમેશ જાદવ(રહે.રાજપીપળા) ની પૂછપરછ કરતા રમેશે સંતોષકારક જવાબ જવાબ આપ્યો નહોતો અને મેટાડોરમાં ભરેલ અનાજ-કઠોળના કટ્ટાના બીલો પણ નાં હોય સૌ પ્રથમ એસપી એ 14/1 ડી મુજબ મેટાડોર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી. 
દરમિયાન તાલુકા પોલીસ મથકે લઇ જવાયેલ મેટાડોર માં રહેલ રૂ.170750/-00 નું અનાજ-કઠોળ અને રૂ.2.50 લાખના મેટાડોરને કબજે લઇ આઈપીસી 102 મુજબ (શક પડતી માલમત્તા) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે ઉપલેટા યાર્ડમાંથી દલાલોએ ખરીદેલ આ માલ ગોંડલ-રાજકોટની યાર્ડમાં વેંચવા લઇ જવાતો હતો. હવે આ કઠોળ-અનાજના માલિક કોણ છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ

જેતપુરનાલુણાગરી ગામનો બનાવ 
નજીવી બાબતે 2 શખ્શોનો આધેડ ઉપર 
છરી-લાકડીથી હુમલાની પોલીસમાં રાવ 
જેતપુર તા.29
જેતપુરના લુણાગરી ગામે સામાન્ય બોલાચાલી દરમિયાન બે શખ્શોએ એક આધેડ ઉપર છરી અને લાકડી વતી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ તાલુકાના લુણાગરી ગામે રહેતા વણકર રસિક રામજી ડાભીના પત્ની સાથે બોલાચાલી કરનાર તે જ ગામના બે શખ્શો ઘુસા ભીખા સરવૈયા અને હરેશ રવજી સરવૈયાને ટપારવા ગયેલા રસિક રામજી ઉપર ઉગ્રાવેશ ધારણ કરી બંને ખાંટ શખ્શોએ છરી તેમજ લાકડી વતી હુમલો કરી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર - 9974262812

kashyap joshi - jetpur court nirdosh chhutkaare-376

જેતલસરના ચર્ચાસ્પદ દુષ્કર્મ ફરિયાદના 
વકીલ સહિતના ચારેય આરોપીઓને 
નિર્દોષ છોડતી જેતપુરની કોર્ટ 
જેતલસર તા.29

આજથી 16 મહિના પહેલા જેતલસરની એક મહિલાએ ગામના એક વકીલ સહીત ચાર યુવાનો સામે દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદનો કેઇશ આજે જેતપુરની કોર્ટમાં ચાલ્યો તે દરમિયાન જજ દવેએ ચારેયને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામની એક ખાંટ મહિલાએ તે જ ગામના પીયુષ પરસોત્તમ વૈષ્ણવ, મનોજ પરષોત્તમ વૈષ્ણવ, હરેશ ગાંડુ વૈષ્ણવ(વકીલ) તથા અરવિંદ જસમત પોલરા એમ ચારેય સામે જેતપુર તાલુકા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવેલ કે  ઉપરોકત ચારમાના ત્રણ તહોમતદારોએ તેણીને પીયુષ સાથે જવા અને નાં જાય તો માં-દીકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેની ડરી જઈને પીયુષની સાથે બસમાં ચાલી નીકળી હતી. દરમિયાન પીયુશે અમદાવાદ અને શ્રીનાથજીના ગેસ્ટહાઉસોમાં તેની પર દુશ્કર્મ આચર્યું હતું, વળતા પણ વીરપુર ખાતે  ઉપરોક્ત તમામ તહોમતદારોએ તેઓની મરજી મુજબનું નિવેદન આપવાની ધમકી આપતા મહિલાએ પોતાની મરજીથી પરબ વિગેરે ધાર્મિક સ્થળોએ ફરવા ગઈ હોવાનું નિવેદન આપતા પોલીસ મુંજાઈ હતી. પોલીસે પરણિત મહિલાને જુનાગઢ શિશુમંગલમાં મોકલ્યા બાદ પીયુષ ત્યાંથી પણ ભગાડીને તેના માસીને ઘેર લઇ ગયો હતો. જ્યાંથી ભાગીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મતલબનો કેઇશ આજે જેતપુરની સેસન્શ કોર્ટમાં ચાલ્યો ત્યારે જેતલસરની ખાંટ મહિલા પોતાની મરજીથી જુનાગઢના શિશુમંગલમાંથી નીકળી ગઈ હોય તેમજ પીયુષ સાથે 3 વર્ષ થયા પ્રેમસંબંધ હોવાનું ફલિત થતા, વકીલો આર.આર.ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, જે.જી.વાઘેલા, અને કુમારી પી.જી.સિંઘવડ વિગેરેની દલીલો ગ્રાહ્ય રાખી જેતલસર ગામના વકીલ સહીત ચારેય આરોપીઓને સેસન્શ જજ કે.એમ.દવેએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતા જેતલસરના ચારેય યુવાનોને બદનામ કરવા મથતા તત્વોની બોલતી બંધ થઇ ગઈ છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812