ઉપલેટાથી રાજકોટ જતું મેટાડોર પોલીસની હડફેટે !!
જેતપુરના પેઢલા નજીકથી શંકાસ્પદ કઠોળ
ભરેલા મેટાડોરને પકડતા એસપી દેસાઈ
પોલીસે રૂ.170750 નું અનાજ અને રૂ.2.50 લાખનું મેટાડોર કબજે કર્યું
જેતપુર તા.29
જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ચેકિંગમાં ઉભેલા જેતપુરના એસપી દેસાઈએ શંકાશ્પદ કઠોળ-અનાજ ભરેલા એક મેટાડોરને પકડી પાડી તપાસનો દૌર ચાલુ કર્યો છે.
મળતી માહિતી મુજબ જેતપુરના એસપી દેસાઈ આજે સાંજે તાલુકાના પેઢલા નજીક ચેકિંગ માટે ઉભા હતા ત્યારે ઉપલેટાથી ગોંડલ-રાજકોટ જતા જીજે 3વાય 9026 ને રોકી ડ્રાઈવર રમેશ જાદવ(રહે.રાજપીપળા) ની પૂછપરછ કરતા રમેશે સંતોષકારક જવાબ જવાબ આપ્યો નહોતો અને મેટાડોરમાં ભરેલ અનાજ-કઠોળના કટ્ટાના બીલો પણ નાં હોય સૌ પ્રથમ એસપી એ 14/1 ડી મુજબ મેટાડોર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન તાલુકા પોલીસ મથકે લઇ જવાયેલ મેટાડોર માં રહેલ રૂ.170750/-00 નું અનાજ-કઠોળ અને રૂ.2.50 લાખના મેટાડોરને કબજે લઇ આઈપીસી 102 મુજબ (શક પડતી માલમત્તા) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે ઉપલેટા યાર્ડમાંથી દલાલોએ ખરીદેલ આ માલ ગોંડલ-રાજકોટની યાર્ડમાં વેંચવા લઇ જવાતો હતો. હવે આ કઠોળ-અનાજના માલિક કોણ છે તે તપાસ દરમિયાન બહાર આવશે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો