અનુયાયીઓ

ગુરુવાર, 2 એપ્રિલ, 2015

જેતપુરમાં રવિવારે બ્રહ્મસમાજનું જીવનસાથી પસંદગી સંમેલન

જેતપુરમાં રવિવારે બ્રહ્મસમાજનું

જીવનસાથી પસંદગી સંમેલન 

જેતપુર તા.2

આગામી તા.5-4 ને રવિવારના રોજ જેતપુર ખાતે સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે.

અહીની નવી લોહાણા મહાજન વાડી ખાતે, સવારના 9-30 વાગ્યાથી યોજાનાર કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, બ્રહ્મસમાજના ભામાશા સમાન ગણાતા વી.આઈ.પંડયા, જુનાગઢના કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદી, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, નીતિનભાઈ મહેતા, વી. મહાનુભાવો બ્રહ્મ અગ્રણીઓ, આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ વધારશે..યોગ્ય પાત્રને શોધવાના પસંદગી સંમેલનને સફળ બનાવવા કમલેશભાઈ પંડયા, અલ્પેશ વ્યાસ, સુભાષ તેરૈયા, કાળુભાઈ જોશી, હિતેશ રાવલ, નીલેશ જોશી વી. ભારે જહેમત ઉઠાવશે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરમાં પોલીસને મહેનત માથે પડી !

જેતપુરમાં પોલીસને મહેનત માથે પડી !
નવાગઢમાં મોટાપાયે ગાંજો વેચાતો હોવાની બાતમી પરથી પોલીસનો 
દરોડો બાવાજી યુવાન પાસેથી ગાંજો મળ્યો માત્ર 135 રૂપરડીનો !!
જેતપુર તા.2
જેતપુરના નવાગઢમાં મોટાપાયે ગાંજો વેચાતો હોવાની બાતમી પરથી દરોડો પાડનાર પોલીસને માત્ર 135 રૂપરડીનો ગાંજો મળી આવતા પોલીસને મહેનત માથે પડી હોવાની વિગતો જાણવા મળી છે.
નવાગઢની દરજી સોસાઈટીમાં લાંબા સમય થયા બાવાજી યુવાન પ્રકાશ અનોપરામ અગ્રાવત ગાંજાનું વેંચાણ કરતો હોવાની અહીના એએસપી દેસાઈને બાતમી મળી હતી. દરમિયાન દરોડો નીલ ના જવો જોઈએ તેની પૂર્વ તૈયારી કરી દેસાઈએ પોતાના સ્ટાફને સાથે રાખી પ્રકાશ બાવાજીના ઘર પર છાપો મારતા 131 ગ્રામ (કિ.રૂ.135/-)ના ગાંજા સાથે પ્રકાશ ઝડપાઈ ગયો હતો. મામુલી માત્રામાં મળેલા ગાંજાના બનાવની વધુ તપાસ એએસપી દેસાઈએ પીએસઆઈ સંઘાણીને સોંપી ધોરણસરની વિધિ હાથ ધરી હતી.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812

VALSAD NEWS