જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812





