અનુયાયીઓ

મંગળવાર, 29 જુલાઈ, 2014

ગાંધીનગરનો હેપ્‍પી બર્થ ડે...

બીજી ઓગષ્ટે ગાંધીનગરનો હેપ્‍પી બર્થ ડે...

ગુજરાત રાજયની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગષ્ટ-૧૯૬૫ના રોજ ગુજરાતના
પાટનગર ગાંધીનગરની પ્રથમ ઇંટ મૂકવામાં આવી હતી. આ પહેલાં અમદાવાદ એ
ગુજરાતનું પાટનગર હતું. કહેવાય છે કે ગુજરાતને અત્‍યાર સુધીમાં સાત
પાટનગર મળ્‍યા છે જેમાં ગાંધીનગર છેલ્લું છે. નોંધપાત્ર છે કે નવા
પાટનગરની રચનામાં જુદા જુદા ૧૨ ગામોના ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ હેક્‍ટર જમીન
અને ૫૦૦૦ એકર ગૌચર જમીન
વાપરવામાં આવી હતી. ૧લી મે-૧૯૭૦માં જયારે સચિવાલય કાર્યરત થયું ત્‍યારે
ખરો વસવાટ શરૂ થયો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ગાંધીનગરની રચના સાબરમતી
નદીથી ૨૧ મીટર ઉંચાઇએ કરવામાં આવેલી છે. ૧૮૫૭ના બળવા સમયે આજના
ગાંધીનગરની જમીનની મહત્‍વની ભૂમિકા રહી છે. પાટણના વણિક મગનલાલ ભૂખણે
સિપાઇઓની ભરતી કરી હથિયારો એકઠા કરવા તેમણે લોદ્રા ગામ ઉપર આક્રમણ કર્યું
હતું. પેથાપુર એ હથિયારો
બનાવવા માટે પ્રખ્‍યાત હતું. શેરથા અને રાંધેજા એ આઝાદીની ચળવળના
કેન્‍દ્રો રહ્યાં હતા. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર બન્‍યું તે પહેલાં
પ્રથમ પાટનગર આનર્તપુર કે જે વડનગર પાસે આવેલું છે તે હતું. બીજું પાટનગર
દ્વરાવતી એટલે કે દ્વારકા હતું. ત્રીજું ગીરીનગર એટલે કે જૂનાગઢ હતું.
ચોથુ વલ્લભીપુર એટલે કે અણહિલપુર પાટણ હતું અને છઠ્ઠું કર્ણાવતી એટલે કે
અમદાવાદ હતું. ગાંધીનગરનો
નંબર છેલ્લો અને સાતમો આવે છે.

ગાંધીનગરના માર્ગોની કમાલ...

ગાંધીનગરની રચનામાં એ સમયના એન્‍જીિનયરોએ ખૂબ કાળજી રાખી હતી. મકાનો
ઉપરાંત માર્ગોના નિર્માણમાં ખૂબ તકેદારી રાખી લોકોને ઓછી અગવડતા પડે
તેનું ધ્‍યાન રાખ્‍યું હતું. ગાંધીનગરના સચિવાલય અને વિધાનસભાના
બિલ્‍ડીંગ તો નમૂનેદાર છે પરંતુ શહેરના માર્ગોમાં એન્‍જીિનયરોએ કમાલ
બતાવી છે. પાટનગરના મુખ્‍ય માર્ગો એવા બનાવ્‍યા છે કે ક્‍યારેય આંખમાં
સૂર્યનો તડકો ન આવે. કોઇપણ શહેરના
એકલા રસ્‍તાઓનો નકશો હાથની હથેળીમાં આવેલી રેખાઓની છાપ જેવો જણાશે.
પરંતુ ગાંધીનગર આયોજીત શહેર હોઇ તેના મુખ્‍ય ૧૪ રસ્‍તાઓ સીધા છે. દર પોણો
કિલોમીટરે આવતા ઉભા રસ્‍તા અને એક એક કિલોમીટરે આવતા આડા રસ્‍તાઓની ગ્રીડ
નગરરચનાનું મૂળભૂત માળખું પૂરૂ પાડે છે. સવારે કે સાંજે સૂર્ય સામે ન આવે
તે માટે નગરના મુખ્‍ય રસ્‍તાઓ ૩૦ પૂર્વે અને આડા રસ્‍તાઓ ઉત્તરથી ૬૦
પશ્ચિમે રાખવામાં
આવ્‍યા છે. જ-રોડ સાબરમતી નદીના વળાંક પ્રમાણે બીજના ચાંદ જેવા આકારે
સર્જાયેલો છે. સેક્‍ટરોની રચના વખતે એન્‍જીિનયરોએ બે સેક્‍ટરોના માર્ગોની
વચ્‍ચે જોડતા અંડરબ્રીજ બનાવી ઢાંકી દીધા હતા કે જેથી વસતી વધતાં તેને
ખોલી શકાય.. આજે સચિવાલયના એક બ્રીજને બાદ કરતાં બાકીના બ્રીજનો કોઇ
ઉપયોગ થઇ શકતો નથી.

Khedutona prashne congress nu aavedan..kashyap joshi jetalsar

Khedutona prashne congress nu aavedan..kashyap joshi jetalsar

JETPURMA 30 MI JULY LOKDAYRO KASHYAP JOSHI JETPUR JETALSAR

Jetpurma aaje lokdayro..kashyap joshi jetalsar

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 28-Jul-2014 8:00 PM
Subject: JETPURMA 30 MI JULY LOKDAYRO KASHYAP JOSHI JETPUR JETALSAR
To: "kashyapj joshij" <kkumarjoshi@gmail.com>, "hiteshrathod.jetpur" <HITESHRATHOD.JETPUR@gmail.com>
Cc:

JETPURMA 30 MI JULY  LOKDAYRO  KASHYAP JOSHI JETPUR JETALSAR



NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR

NEWS KASHYAP JOSHI JETALSAR JETPUR