રાજકોટ: હાલમાં તહેવારોની પુર્ણતાની સાથે જ રાજકોટ તથા ગુજરાત આખામાં કોરોનાએ ફરીવાર કહેર મચાવ્યો છે ત્યારે રાજય સ૨કા૨ દ્વા૨૨ સંક્રમણ ને રોકવા માટે ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુની અમલવારી કરી દેવામાં આવી છે. સાથો સાથ લગ્નગાળાની પણ સિઝન શરૂ થઈ ગયેલ છે. ત્યારે સરે કારના નિયમો પ્રમાણે લંડન પ્રસંગમાં માત્ર ૧૦૭ વ્યકિતઓને જ મંજુરી આપવામાં આવેલ છે અને તેમાં પણ લગ્નના આયોજન દર્મ્યાન જે તે વિસ્તારના પોલીસ મથકમાંથી લોકોએ મંજૂરી મેળવવાની રહેશે.
આ નિયમના અમલીકરણ કરવાથી લોકોને મંજુરી મેળવવામાં નાની મોટી મુશકેલીઓ પડતી હતી અને વારંવાર ધકકા ખાવા પડતો હતા. સાથો સાથે જે તે વિસ્તારના પોલીસ મથકની મંજુરી મેળવવાની કાર્યવાહીમાં ૧% માણસોનું લિસ્ટ પણ આપવું પડતું તેવી વગેરે બાબતે હાલાકી પડતી હોવાથી સમગ્ર પ્રજાના હિતને ધ્યાને લઈ ગઈકાલ સવારના તાત્કાલીક અસરથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષણવએ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ સાથે આ મુશ્કેલીના નિવારણ અર્થે સવિસ્તાર ચર્ચા-વિચારણા કરેલ
અને લગ્ન પ્રસંગના ઓયોજન દરમ્યાન લોકોને પોલીસ ખાતા દ્વારા સરળતાથી મંજુરી કેમ મળી રહે અને સાથો સાથ લોકોને કોઈપણ તકલીફ ન પડે તે બાબતે રજુઆત કરતા તેનો પોલીસ કમિશનરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી તાત્કાલીક અસરથી લગ્ન પ્રસંગ માટેના મંજુ રીનો નિર્ણય હટાવી લીધેલ હોય આવા ત્વરીત અને સરાહનીય નિર્ણય લેવા બદલ ૨ાજકોટ ચેમ્બર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબનો સહર્ષ આભાર ની લાગણી વ્યકત કરે છે. આમ રાજકોટ ચેમ્બરે ની રજુઆતનો સ્વિકાર કરવામાં માવેલ છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 27 નવેમ્બર, 2020
શહેરમાંથી લગ્ન પ્રસંગ માટેની મંજુરીનો નિર્ણય હટાવવા બદલ શહેર પોલીસ કમિશનરનો આભાર માનતું ચેમ્બર
પોરબંદર-હાવડા-સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હવે 31 ડિસેમ્બર સુધી ચાલશે
રાજકોટ : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા પોરબંદર-હાવડા-સાપ્તાહિક મહોત્સવની વિશેષ પેસેન્જર ટ્રેનનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક મહોત્સવની વિશેષ ટ્રેન હવે 31 ડિસેમ્બર, 2020 સુધી ચાલશે. આ વિશેષ ટ્રેનની કુલ 20 ટ્રિપ દોડશે ઉપરોક્ત ઉત્સવની વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: -
પોરબંદર-હાવડા દ્વિ-સાપ્તાહિક મહોત્સવની વિશેષ ટ્રેન, દર બુધવાર અને ગુરુવારે પોરબંદરથી દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 2, 3,9,10,16,23,23,24,30 અને 31 ડિસેમ્બરે દોડશે. આમ, આ ટ્રેન પોરબંદરથી કુલ 10 ટ્રીપ્સ ચલાવશે.
આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 08.50 વાગ્યે પોરબંદરથી હાવરા જંક્શન સુધી ચલાવશે .આવી જ રીતે, ટ્રેન નંબર 09206 હાવડા-પોરબંદર-સાપ્તાહિક મહોત્સવ વિશેષ ટ્રેન હાવડાથી દર શુક્રવારે અને શનિવારે દોડાવવામાં આવશે, ખાસ ટ્રેન 4,5,11,12,18,19,25,26, ડિસેમ્બર 2020 અને 1 અને 2 જાન્યુઆરી 2021 પર દોડશે.આ રીતે, આ ટ્રેનમાં હાવડાથી કુલ 10 ટ્રીપ્સ પણ જશે. આ ટ્રેન હાવડાથી 21.15 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 15.40 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ મુસાફરી દરમિયાન આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બદનેરા, નાગપુર, ગોંડિયા, રાજ-નંદગાંવ, દુર્ગ, રાયપુર, ભાટપરા, બિલાસપુર, ચંપા, રાયગઢ જશે. ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતનગર અને
બંને દિશામાં ખડગપુર સ્ટેશનોમાં રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે તેવું સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજરે જણાવ્યું છે.
માળીયા હાટીના તાલુકાના ગલોદરથી સાસણ રોડમાં મોટો ભ્રષ્ટાચાર ??
Pratap Sisodiya
માળીયા હાટીનામાં ગલોદરથી સાસણ તરફ જતો એક વર્ષ પહેલા બનેલો હાલ નબળી ગુણવત્તા ના કારણે અતિ બિસ્માર હાલત માં છે. તેથી નાના મોટા એક્સિડન્ટ થયા છે. અને એક્સિડન્ટ થવાના મોટા સંભવ છે.
પરંતુ તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનો અનેક વખત જો આ રસ્તે નીકળતા હોય તો શું આ ખાડા તેમને દેખાતા નહિ હોય? શુ આ વિકાસ ના કામ પોતે ભ્રષ્ટાચાર માં સામેલ છે? તેવી લોક મુખે ચર્ચા
ખરેખર એક વર્ષ પહેલાં આ રસ્તો કરોડો ના ખર્ચે બનેલો છે. તે હાલ વોરંટી માં પણ છે પ્રજા ના પૈસે લીલા લેર કરતીએજેન્સી સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર માં સામેલ છે જે તંત્ર ના અધિકારી એ એજેન્સી પાસે ફરી થી એમની પાસે રોડ બનાવડાવવો જોઈએ જો અધિકારી આ કામ એજેન્સી પાસે ના કરાવે તો સરકાર શ્રી એ અધિકારી ને સસ્પેન્ડ અને એજેન્સી ને બ્લેકલીસ્ટ માં મુકવા જોઈએ તેવી લોકો ની પ્રબળ માંગ ઉઠી છે.
જ્યારે રોડ બને ત્યારે સરકારી બાબુ ઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ક્યારેય ફરકતા નથી પોતાનો હીશો મેળવી ઘરે બેસે છે આબધાની મિલી ભગત થિ પ્રજા પીડાય છે.
લોકો મુખે એવી પણ ચર્ચા જાગી છે. જ્યારે ચૂંટણી આવે છે રાજકીય પક્ષો ના આગેવાનો સામ સામે આક્ષેપ બાજી કરે છે. પરંતુ ચૂંટણી વહી જતા વિકાસ ના નબળી કામ ગિરી સામે વિરોધ કરવામાં કચાસ પણ રાખે છે. જો સતા ધારી પક્ષ અને વિરોધ પક્ષ પોતાની મહત્વ ની ભાગ ભજવે તો વિકાસ ના કામ સારા થાય છે. પરંતુ અહીં ચૂંટણી પુરી થયા બાદ સતા ધારી અને વિરોધ પક્ષ ના રાજકીય આગેવાનો ભેગા કામો કરે છે. આ વા નબળા કામને ગુજરાત ને ગુજરાત નું મોડલ ગણે છે તેવુ માળીયા હાટીના ની પ્રજા ના લોક મુખે ચર્ચાય રહ્યું છે.
હવે એ જોવાનું રહેશે ક્યાં આગેવાનો લેખિત માં રજુઆત કરશે અને કેટલી ઝડપે કામ કરાવશે તેવુ લોકો માં ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના



