અનુયાયીઓ

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

AVSAN NONDH KASHYAP JOSHI JETPUR JETALSAR

AVSAN NONDH 
KASHYAP JOSHI 
JETPUR JETALSAR
9974262812

જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા પર તે જ ગામના યુવાનનો બળાત્કાર



કોર્ટના હુકમ બાદ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ  
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા 
પર તે જ ગામના યુવાનનો બળાત્કાર 
જેતલસર તા.20
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક સગીરા પર તે જ ગામના ખાંટ યુવાને દુષ્કર્મ આચર્યાની કોર્ટમાં ફરિયાદ કરાયા બાદ જેતપુર તાલકા પોલીસમાં આ બારાની ફરિયાદ નોંધાતા  નોંધાતા ફોજદાર આર.એન.કરમટીયાએ તહોમતદાર યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવાપીપલીયાની એક સગીરા પર તે જ ગામના અનીલ પ્રેમજી ગુજરાતી નામના યુવાને આજથી છ મહિના પહેલા ગણેશ ઉત્સવ દરમિયાન બળજબરીથી, મરજી વિરુદ્ધ દુષ્કર્મ અચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસાઈ કરમટીયાએ ગુનો નોંધી તહોમતદાર યુવાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન સ્ટાફના મજનુંભાઈ અને ભુરાભાઈને સાથે રાખીને બાવાપીપળીયામાંથી નહિ પણ જેતપુર તાલુકાના સેલુકા ગામ સ્થિત તેમના મામાના ઘરેથી અનીલ ઝડપાઈ ગયો હતો.
બીજીબાજુ જેતપુર તાલુકા પોલીસે સગીરના મેડીકલ ચેકઅપની વિધિ હાથ ધરી, તહોમતદાર અનીલ સામે ઇપીકોડ કલમ 376 મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

------------------------------------------------------------------------------------
અકસ્માતમાં ઘાયલ થાણાગાલોલના આધેડનું મોત 
જેતપુર તા.20
જેતપુર તાલુકાના થાણાગાલોલના મગનભાઈ ઉંધાડ (ઉ.વ.50) પોતાનું જીજે3એન 7648 લઈને આજથી 3 દિવસ પહેલા જતા હતા ત્યારે ચારણીયા-ચારણસમઢીયાલા રોડ પર જીજે3 એક્સ 9163 નંબરની છકડો રીક્ષાના ચાલકે મગનભાઈને હડફેટે લીધા હતા.
દરમિયાન માથામાં ગંભીર ઈજાઓની જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે મગનભાઈ ને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર વખતે મગનભાઈનું મોત થયું હતું..
અત્રે એ નોંધનીય છે કે મૃતક મગનભાઈ તાજેતરમાંજ ચુંટણી જીતેલા અને સરપંચ બનનાર પીન્ટુભાઈ ઉંધાડના કાકા થતા હોય, ગામના વિશાળ ઉંધાડ પરિવાર તેમજ પટેલ સમાજમાં શોક વ્યાપ્યો છે.

------------------------------------------------------------------------------
અવસાન નોંધ :
જેતપુર: માખાવડ(તા.લોધિકા,જી.રાજકોટ)નિવાસી રવજીભાઈ અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ તેમજ ભરતભાઈના માતા તા.20.2.15 ના રોજ અવસાન પામ્યા છે.
 -------------------------------------------------------------------------------------
જેતપુરમાં ધમાલ કરનાર ફોજદાર સામે 
પ્રોહીબીશન ભંગનો પણ નોંધાયો ગુનો 
જેતપુર તા.20
ભાવનગરની મેડીકલની છાત્રા નમ્રતા વિલિયમ્સ ને મૈત્રી સંબંધો દરમિયાન જૂની એક પોલીસ ફરિયાદ સબબ બોલાવી જેતપુરના સરકારી રેસ્ટહાઉસમાં ધમાલ કરી છાત્રાને માર મારનાર ફોજદાર પી.જી.રાઠોડ ધમાલ સમયે પીધેલી હાલતમાં હોવાની છાત્રાની ફરિયાદ પરથી જેતપુર પોલીસે આ ફોજદાર સામે પ્રોહીબીશન ભંગ બદલનો પણ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

SxI5S]DFZ H[PHMQL<H[T,;ZsH[T5]Zf((&$Z ^Z*!Z

ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..




ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..
ચાલુ કારની વ્હીલ નીકળી જતા પલટી ગયેલી કારમાં ભત્રીજાના 
રિસેપ્શનમાં આવતા કાકાનું કરુણ  મોત, અન્ય 3 ને ગંભીર ઈજાઓ
મંડલીકપુર ના સેવાભાવીઓએ ઈજાગ્રસ્તોને જેતપુર દવાખાને પહોચાડવાની કરી સરાહનીય સેવા !  

 જેતલસર(જેતપુર) તા.20  કશ્યપ જોશી દ્વારા 
મહારાષ્ટ્રના સાંગલી શહેરમાંથી નીકળી રાજકોટના ઉપલેટા શહેરમાં કૌટુંબિક ભત્રીજાના રવિવારે યોજેલ રિસેપ્શનમાં હાજરી આપવા આવી રહેલા 
એક મેમણ પરિવારની કારને જેતપુરના મંડલીકપુર પાસે નડેલા  અકસ્માતમાં કાકાનું કરુણ મોત થયું હતું જયારે કાકી અને બે બહેનોને હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હોવાનું તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં રહેતા ફારૂકભાઈ તારમામદભાઈ પટેલ જાતે મેમણ પોતાના પત્ની જસ્મીનબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.37), બે પુત્રીઓ શીફાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.17) અને ઝેબાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.7) લઈને રાજકોટના ઉપલેટા ખાતે પોતાની જીજે કે એફ 6671 નંબરની કાર લઈને સાંગલીથી નીકળ્યા હતા.

જે કાર આજે બપોરે 1 થી 1:30 દરમિયાન જેતપુરના મંડલીકપુર પાસે પહોચી ત્યારે અચાનક કારનું એક વ્હીલ ચાલુ કારે નીકળી જતા કાર પલટી ખાઈ જતા ચાલક ફારૂકભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય ઘાયલ પરિવારજનોને સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા જેતપુર પહોચાડવા મંડલીકપુરના સેવાભાવી માણસોએ પ્રશંશનીય સેવા બજાવી હતી. જેતપુરની ખાનગી હોસ્પિટલ સંજીવનીમાં ખસેડાયેલ જસ્મીનબેન, શિફા અને ઝેબાને હાથે પગે નાની મોટી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર ચાલુ કરાઈ હતી.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયા સ્ટાફના મજનુંભાઈ, ભુરાભાઈ વિગેરેને સાથે લઇ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતી કારને સાઈડમાં લેવડાવી રોડ પરના ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.

બોક્સ: રિસેપ્શનમાં પહોચે તે પહેલાજ કાકાનું કરુણ મોત !
જેતપુર: ઉપલેટામાં જીલાની ચોઈસ નામની ગારમેન્ટની શોપ ધરાવતા જીલાની ઈલીયાસભાઈ દેવલાના નિકાહ ગઈ તા.30.1.2015 ના રોજ સાઉદીઅરેબિયા ખાતે થયા હોય, નીકાહનું રીસેપ્શન આગામી રવિવાર ને તા.22.2.15 ના રોજ યોજાનાર હોય, આ રીસેપ્શનના પ્રસંગમાં હાજરી આપવા જીલાનીના કૌટુંબિક કાકા ફારૂકભાઈ પટેલ સાંગલીથી ઉપલેટા આવતા હતા, પણ આ પ્રસંગમાં હાજરી આપે તે પહેલાજ કાળે ફારૂકભાઈને આંતરીને મોત નીપજાવતા સાંગલી-ઉપલેટાના મેમણ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812