LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 30 જાન્યુઆરી, 2016
AVSAN NONDH JETPUR 30-1-2016
સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!
જેતપુર તાલુકા પોલીસને ધંધે લગાડતા બાતમીદારો !?
સાહેબ, ૧૦ પેટી વિદેશી શરાબ ગામના કુવામાં છે
પોલીસે આખો કુવો ઉલેચી નાંખ્યો, કંઇ નાં મળ્યું !!
શરાબના મુખ્ય સુત્રધ્ધારની અન્ય એક બાતમી પણ વાહિયાત નીકળી !!
જેતલસર તા.૩૦
"બાતમીદારનું નામ હંમેશા ગુપ્ત રહેવું જોઈએ" સાંપ્રત સમયમાં બાતમીદારોથીજ (ખાસ કરીને પોલીસને) સંબંધિતોને ઘણીખરી વિગતો મળી જતી હોય કામગીરીમાં ભારે સફળતાઓ મળે છે. પણ બાતમીદારોની બાતમી વાહિયાત નીકળે ત્યારે પોલીસતંત્ર કેવું ધંધે લાગે છે ? તેની સાબિતીરૂપ ઘટના તાજેતરમાં જેતપુર તાલુકા પંથકમાં બની ગઈ.
બનાવની વિગતો કૈક એવી મળી છે કે તાજેતરમાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની સીમમાં કિરીટભાઈ ગોવિંદભાઈ બુટાણીના કબજાવાળા પડતર ખેતરમાં વેંચાણ કરવાના ઈરાદે ગામનાજ સંગ્રામ મંગા વાકાતર નામના ભરવાડ યુવાને વિદેશી શરાબનો મોટો જથ્થો સંઘર્યો હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા, જેતલસર આઉટ પોલીસ ચોકીના જમાદાર મજનુભાઈ મનાત, પોલીસ કોન્સ્ટેબલો જયવીરસિંહ રાણા, પંકજસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ વીરડા, ભીખુભાઈ વેગેરે પોલીસ કાફલો બાતમીવાળી જગ્યાએ પહોચી ચોક્કસ જગ્યાએ ખોદકામ કરાવતા પોલીસને રૂપિયા ૨૮૮૦૦ ની વિલાયતી શરાબની ૯૬ બોટલ હાથ લાગી હતી.
એક રીતે પોલીસ સફળતા મળી હોવાનો ઓડકાર ખાતી હતી તેવા સમયેજ બાતમીદારોએ વધુ બે બાતમી આપી પોલીસને દોડતી કરી હતી કે આ વાતમાં સંગ્રામ નવો નિશાળીયો છે, હકીકતમાં આ શરાબનો જથ્થો નંદુ નામના શખ્સે ઉતાર્યો છે ?! પોલીસે આ બાતમી તરફ તપાસનો ચક્રો ગતિમાન કરી ઊંડી તપાસ કરતા આ વાત વાહિયાત નીકળી હોવાનું જમાદાર મજનુભાઈએ જણાવ્યું હતું. જો કે જાણકારોએ કહ્યું કે પાપનો ઘડો આજ નહિ તો કાલે, ફૂટ્યા વગર નહિ રહે !!
તો મળેલા શરાબના જથ્થામાની ૧૦ પેટી વિદેશી શરાબની સુત્રધ્ધારે ગામમાં પાણી વિતરણ કરતા જીલ્લા(બંધિયાર કુવો)માં ફેંકી દીધી હોવાની પણ બાતમી મળતા ઉપરોક્ત પોલીસ સ્ટાફ ઉપરાંત ગામડા બીટ જમાદાર રામજીભાઈ બગડાએ આખા જીલ્લાનું પાણી ખાલી કરાવતા તેમાંથી વિદેશી શરાબ તો શું રાતી પાઈ પણ ના નીકળતા પોલીસને અફવા જેવી વાહિયાત બાતમીના લીધે ધંધે લાગવું પડ્યું હોવાનો અહેસાસ થયો હતો.
કહેવાનું તાત્પર્ય એ છે કે, બાતમીદારો જ જો પોલીસને અવળે માર્ગે ચડાવતા રહેશે તો એક વખત એવો આવશે કે ખરે સમયે પોલીસ આવી બાતમીઓ તરફથી મોઢું ફેરવી લેશે જે બાતમીદારો તો શું તેમના સમસ્ત ગામને હેરાનગતિ ભોગવવાનો વારો આવશે તેવું પોલીસનું કહેવું છે.
(કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )


