અનુયાયીઓ

રવિવાર, 11 ઑક્ટોબર, 2015

JETALSAR SAMACHARO KASHYAP JOSHI

શ્રી અચ્ચુત્તમ નકલંક સેવા આશ્રમના પૂજ્ય ગોમતીદાસબાપુ દ્વારા
જેતપુરમાં રોજ ૩૦૦ ભૂખ્યાજનોની જઠરાગ્ની ઠારવાનો અનોખો સેવાયજ્ઞ.......
રોજ સવારે અને સાંજે ટીફીન ઉપરાંત ફરતી ગાડીમાં વિસ્તારોમાં કરાતી
અન્ન્સેવાની સરાહના....

જેતપુર તા.૧૧
જેતપુર શહેરમાં રોજ સુરજ ઉગેને એક બે નહિ પણ ૩૦૦ જેટલા ભૂખ્યા લોકોની
વર્ષો થયા જઠરાગ્ની ઠારતા શ્રી અચ્ચ્યુત્તમ નકલંક સેવા આશ્રમની આવી ઉમદા
સેવાની ચોતરફ સરાહના થઇ રહી છે, પણ આવો અનોખો સેવાયજ્ઞ ચલાવનાર આશ્રમના
મહંત પૂજ્ય ગોમતીદાસ બાપુએ '' કોઈ અજાત શત્રુઓ તેમના આશ્રમના નામે ફંડ,
ફાળા ઉઘરાવી જગ્યાને બદનામ કરે છે'' તે વાતનો વ્યક્ત કરેલ વસવસો સૌએ
ધ્યાને લઈને જાગૃતતા બતાવવી જરૂરી હોવાની અપીલ કરાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ ઉપર સરદારચોકથી નીકળતા શ્રી
અચ્ચ્યુત્તમ નકલંક આશ્રમના સંત પૂજ્ય ગોમતીદાસ બાપુ દ્વારા વર્ષો થયા
શહેરના હોસ્પિટલ, પછાત, છેવાડાના વિસ્તારોમાં હાથ ધરાઈ રહેલી અન્ન-ભોજન
સેવાથી આશરે ૨૫-૩૦૦ ભૂખ્યાજનો ભૂખપૂર્તિના સંતોષનો ઓડકાર ખાઈ રહ્યાં છે !

શહેરમાં રખડતા, ભટકતા, એકલા, અટુલા, પરિવારજનો ગુમાવીને અનાથ બનેલા
ગરીબોની સવાર અને સાંજે ભૂખ ઠારવા શહેરમાં વાહન દ્વારા ભોજનની વ્યવસ્થા
કરવામાં આવે છે. રોજ નિયત સ્થળોએ આ વાહન ઉભું રાખીને ઉપસ્થિત
જરૂરીયાતમંદો પોતો પોતાના વાસણમાં ભોજન લઈને આરામથી તેઓના ઘરે ભોજન
આરોગે છે.

તો પરિસ્થિતિઓનો અને સમયનો ભોગ બનેલા અને જાહેરમાં બેસીને ભોજન નહિ કરી
શકનાર અસકતો માટે ટીફીન સેવા પૂરી પાડવામાં આવે છે. આ વાતમાં ટીફીન
આશ્રમના પણ હોય છે અને જરૂરીયાતમંદોના પણ...સરવાળે અન્નસેવા માટે જહેમત
ઉઠાવનાર ગોમતીદાસબાપુના પુત્ર સુરજબાપુ કહે છે કે તેઓ દ્વારા શહેરમાં
લઈને નીકળાતા વાહનમાં સ્વચ્છતા જાળવણી વચ્ચે દાળ, ભાત, શાક, રોટલી,
સંભાર, અથાણા, અને છાસની કોઠીઓ ગોઠવવામાં આવી છે. સરકારી હોસ્પિટલ, અન્ય
ખાનગી હોસ્પિટલ, અમુક વિસ્તારોમાં આ કાર લઈને નિયત સમયે આવી સેવા હાથ
ધરવામાં આવી રહી છે.

સવારે ૨ કલાક અને સાંજે પણ બે-ત્રણ કલાકો દરમિયાન ગોમતીદાસબાપુ અને
સુરજ્બાપુ દ્વારા ચલાવાતા આ સેવા યજ્ઞ પાછળ આમ તો દાતાઓનો સિંહફાળો છે.
છેક આશ્રમ ઉપર અનેકવિધ ચીજવસ્તુઓ અને કરિયાણું વિગેરે દાતાઓ દ્વારા
પહોચાડી દેવાય છે. કોઈની સામે હાથ લાંબો નથી કરાતો પણ દેનારા દાતાના હાથ
ખુબ લાંબા, દયાળુ, મજબુત હોય અચ્ચ્યુત્તમ નકલંક આશ્રમની આ સેવાને કોઈ
દિવસ કોઈ વિઘ્ન નથી નડ્યું ! સુરજબાપુ કાપડીએ એક બીજી સેવાની પણ વિગતો
આપી હતી કે રોજ ૨૦૦ થી ૩૦૦ પરિવારોના જરૂરીયાતમંદો આશ્રમ ખાતે કરાતા છાસ
વિતરણ કેન્દ્રનો નિયમિત લાભ લઇ રહ્યા છે.
અમારા નામે કોઈ ફંડ-ફાળો કોઈને આપવો નહિ !
જેતપુર: જેતપુરમાં ટીફીન દ્વારા અનોખો અન્નસેવા યજ્ઞ ચલાવનાર
ગોમતીદાસબાપુ તથા સુરજબાપુએ જણાવેલ છે કે જેતપુર શહેરમાં અમુક લેભાગુ
તત્વોએ નકલંક આશ્રમના નામે તોડ, જોડ અને ફંડ ફાળા ઉઘરાવવાનું ચાલુ કર્યું
હોવાની ફરિયાદો સંભળાઈ રહી છે. ત્યારે અ વાતનો ઉગ્ર વિરોધ અને રોષ વ્યક્ત
કરી શહેરીજનો જોગ નિવેદનમાં જણાવાયું છે કે નકલંક આશ્રમેં કોઈ દિવસ કોઈની
પાસે ફંડ ફાળા ઉઘરાવ્યા નથી. જે લોકો આ સેવામાં સહભાગી થવા ઈચ્છે છે તેવા
સેવાભાવીઓ અને દાતાઓ આશ્રમ ખાતે જ આવીને સેવા કરે છે. કોઈ લેભાગુ તત્વો
નકલંક આશ્રમના નામે કોઈ પૈસાની માંગણી કરે તો તુરંત આશ્રમ અને પોલીસને
જાણ કરવાની જાગૃતતા કેળવાય તે જરૂરી છે.
---------------------------------------------------------------------------
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર
-----------------------------------------------------------------

જેતપુર માં જાહેર માં જુગાર રમતા 7 પતાપ્રેમી ને જડપી પડતી લોકલ ક્રાઈમ બ્રાંચ
જેતપુર તા.11 (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના હાજી દાઉદ હોસ્પિટલ મેદાન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા
હોવાની બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ૭ શખ્શોને રોકડ
રૂપિયા ૧૦૭૨૦ સાથે પકડી પાડ્યા હતા.
પકડાયેલા શખ્શોમાં યાકુબ હારુન, રઝાક જુસબ, નીતિન વલ્લભ, ઇદ્રેશ ઇકબાલ,
શરીફ જીકર, અલ્તાફ હબીબ, કાસબ બાઉદ્દીન વિગેરેનો સમાવેશ થતો હોવાનું
પોલીસ જણાવે છે.


જેતપુરમાંથી કારની ઉઠાંતરી
જેતપુર તા.૧૧
શનિવારની રાત્રીના શહેરના નરેશ જગદીશભાઈ ચૌહાણની જીજે ૩કે ૧૨૯૦ નંબરની
કાર કોઈ હરામખોર ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ
હાથ ધરી છે.



જેતપુરના સ્વામીનારાયણ મંદિરે નવરાત્રી દરમિયાન ઘનશ્યામ રાસોત્સવનું આયોજન
જેતપુર તા.૧૧
જેતપુરમાં શ્રીજી ગાડી સ્થાન એવા શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી
તા.૧૩ થી ૨૨-૧૦ દરમિયાન નવરાત્રીમાં રોજ રાત્રે ૯ થી ૧૧ સુધી શ્રી
ઘનશ્યામ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય હરિભક્તોએ આ રાસોત્સવનો
લાભ લેવા મંદિરના કોઠારી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીજીએ
હરિભક્તોને અનુરોધ કરેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812