LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013
સુવીચારો
સુવીચારો
સમજવામાં જેટલો સમય વેડફાય છે,
તેના કરતાં ઓછા સમયમાં,
એ ભૂલ સુધારી શકાયછે.
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;
ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ…
માનવીના જ્ઞાનને માપવા માટે, તેની નમ્રતા અને બધાને પ્રેમ
કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. – ગાંધીજી
કોઈ અક્ષર એવો નથી, જેમાં મંત્ર ન હોય.
કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય.
કોઈ વ્યક્તિ એવી નથી, જે અયોગ્ય હોય.
માત્ર એને,પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.
"જીવનમાં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો, એટલું જ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે!"
પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી,પણ પાણી જેવી ક્ષમા, લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે.
એ વાસ્તવિકતા કયારેય
ભૂલશો નહિ
આપણી આવક, એ આપણા પગરખાં જેવી છે.
જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે.
આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા,
બલકે ભગવાનનો આભાર માનો,
કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.
સાદગી ઉત્તમ સુંદરતા છે,
ક્ષમા ઉત્તમ બળ છે,
નમ્રતા ઉત્તમ તર્ક છે,
અને મિત્રતા ઉત્તમ સંબંધ છે.
તેને ધારણ કરીને જીવનને
ઉત્તમ બનાવો.
પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે,
એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ...,
પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે.
"ખાઈ" માં પડેલો માનવી બચીને ઉપર આવી શકે છે,
પરંતુ..., "અદેખાઈ"માં પડેલો માનવી ક્યારેય ઉપર આવીશકતો નથી...
તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ,
તો તમે સફળ થયા કહેવાય કે નિષ્ફળ થયા કહેવાય?
દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…
જિદગીમાં એવું કશુ જ મુશ્કેલનથી હોતું જે આપણે વિચારવાની
હિંમત ના કરી શકીએ, હકિકત માં આપણે,કશુંક જુદું જ કરવાનું
વિચારવાની હિંમત નથી કરી શકતા.
'ફૂલને ખીલવાદો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે;
ચારિત્ર્યશીલ બનો, વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'
પ્રસાદ એટલે શું?
પ્ર – એટલે પ્રભુ,
સા – એટલે સાક્ષાત,
દ – એટલે દર્શન.
માટે જે આરોગવાથી, પ્રભુના સાક્ષાત દર્શન થાય, તે સાચો પ્રસાદ.
અને,પ્રસાદ આરોગતી વેળાએ, હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી
થાય તે, મહાપ્રસાદ.
"ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી…
તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપ તો…
પૈસા માટે તો બધા પરસેવો પાડે છે!
પર સેવા માટે પરસેવો ના પડાય!
કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,
બધું જ હોય ત્યારે "સ્વભાવ" નડે છે. જીવનનું આ એક કડવું સત્ય છે.
કોઈ દિવસ કુંભાર પણ મનમાં વિચારતો હશે કે
"ટકોરા" મારી ને મારા માટલાને ચકાસતો આ માનવી,
આટલી જલ્દી કેમ તૂટી જાય છે!
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?
ખાલી, એજ તો દેખાય છે, જ્યારે કંઇ નથી દેખાતું..!
તારું કશું ન હોય, તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું…
અવગણના વચ્ચે જીવતું બાળક અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક લડાઇ શીખશે.
ઉપહાસ વચ્ચે જીવતું બાળક શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક વિશ્વાસ શીખશે.
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળક
જગતમાં પ્રેમ આપતા અને મેળવતા શીખશે.
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ,
આટલું માનવી કરે કબુલ, તો હરરોજ દિલમાં ઉગે સુખના ફુલ …
કોણ કહે છે "સંગ એવો રંગ,"
માણસ "શિયાળ" સાથે નથી રેહતો તો યે "લૂચ્ચો" છે,
માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,
અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી…
માણસને પ્રેમ કરો. વસ્તુને નહી,
વસ્તુને વાપરો. માણસને નહી.
હે ભગવાન,
જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે,
જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે,
પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
===================================================
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)












![Join us: @[125196107522788:274:જ્ઞાન સાથે ગમ્મત]](https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-ash3/s851x315/547431_566796486696079_125465840_n.jpg)




