અનુયાયીઓ

ગુરુવાર, 21 જુલાઈ, 2011

around the jetpur

જેતપુરમાં હાલતા ચાલતા લુખ્ખાગીરી કરતા તત્વોને જેર કરવા જરૂરી.. નહીતો મહિલા વર્ગની સલામતી જોખમાશે
નવા આવનારા પીઆઈ લીંબાસીયા શું આ બાબતે પગલા ભરશે ?
જેતપુર સીટી પોલીસના પીઆઈ જાડેજાએ ઉપલેટા ચાર્જ સંભાળી લીધો હોવાના મળતા અહેવાલો. જેતપુર વાસીઓ એ એક સારા પોલીસ અધિકારી ગુમાવ્યાનો ઘણા નો વસવસો.
જાડેજા એ ગુનેગારો પર ધાક જમાવી હતી . લીંબાસીયા shu કરશે ? ધાક જમાવશે કે ગુમાવશે પ્રજાનો મણ જેવડો પ્રશ્ન

સૌરાષ્ટ્ર ના સમાચારો

૧...અમદાવાદમાં ૩૦૦ સિક્યુરીટી કેમેરા ગોઠવાશે
મુંબઈ બ્લાસ્ટ બાદ સુરક્ષા વધારવા તંત્રની કવાયત
૨...રવિવારે જુનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ની ચૂંટણી યોજાશે.
૩...રવિવારે જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના TEJASVI તારલા સત્કારાસે. ભૂદેવો ને જોડવા પ્રમુખ કમલેશ પંડયા અને જીતુભાઈ વ્યાસ નું આહ્વાન ..
૪...રાજકોટ ની મહિલાઓ પ્રોપર્ટી ખરીદીમાં રાજ્ય ભરમાં આગળ હોવાના અખબારી અહેવાલો.
૫...અમદાવાદ ૪ બિલ્ડરો પર ત્રાટકતું આયકર ખાતું.
6...મોરબીના કારખાનામાંથી ૪ લાખ રોકડ ની ચોરી
૭...જુનાગઢ માં ૨ મહિલા સહિત 6 પન્ટરો જુગાર ખેલતા પકડાયા.
૮... જેતપુર માં પોલીસ અધિકારી લીંબાસીયા ની નિમણુક કરશે તો આન્દોલન છેડવાની ભાજપ આગેવાન હરસુર બારોટની ચીમકી.
બારોટ કહે છે કે જેતપુરમાં પાછી ગુંડા ગર્દી વધી જશે.
૯...જેતપુર ની બે બળાત્કાર ની ઘટના ના આરોપીઓ હજુ પકડાયા નથી. પોલીસે થોડાક દિવસ કામગીરી કરી પછી AY મારા બાપલીયા કોના મોટા થયા છે તપાસ કરી કરી ને.. પગાર તો મળવાનો જ ..
૧૦...જેતપુર માં વરલી FICHAR ના AANKADANO જુગાર ધોમધોકાર ચાલતો હોવાની પ્રજામાં ફરિયાદ. લોકો આ જુગાર માં બરબાદ થઇ રહ્યા છે. પોલીસ ને આ જુગાર બંધ KARVAMA રસ નથી કે શું તેવું લોકો પુછે છે.
(કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર તહોમતદારોની આગોતરા જામીનની સુનાવણી ૨૫.૭ ના દિવસે

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર કેતન કોયાણી સહીત ના તહોમતદારો એ જેતપુર ની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં અગાઉ ત્રણ ચાર તારીખો પડ્યા બાદ ગઈ કાલે વધુ એક તારીખ ૨૫.૭.૨૦૧૧ PADI હોવાનું જાણવા મળે છે.
જીતુભાઈ પોતાની સુસાઈડ નોટમાં જે તહોમતદારોના નામો લખતા ગયા છે તેમાં કેતન કોયાણી, મુકેસ પરસાણા, HITESH કોયાણી, કપિલ પરસાણા, નાયબ મામલતદાર પરમાર, પરમારનો ભત્રીજો કિશોર પરમાર,પુંજા આહીર, વિગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્શો કોઈ પણ ભોગે છૂટવા ખુબ ધમ પછાડા કરી રહ્યા છે. પણ પોલીસે એવા પુરાવાઓ હાથ કર્યાં છે કે તહોમતદારોને છૂટવું મોંઘુ પડશે તેવું જાણકારો કહે છે. (કશ્યપ જોશી) : (૯૯૭૪૨૬૨૮૧૨)

જેતપુર નો ભાદર ડેમ હવે ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો છલકાશે

જેતપુર ની પ્રજા માટે જીવાદોરી સમાન ભાદર ડેમ અત્યારે 25.30 ફૂટ જળ થી ભરાઈ ગયો છે. જો હજુ પણ સારી MEGH કૃપા થઇ અને ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો ભાદર ડેમ છલકાઈ જશે તેવું સરકારી સુત્રો જણાવે છે.

(તમારી આજુબાજુ બનતા સમાચારો આપવા મળો , કશ્યપ જોશી પત્રકાર જેતપુર 9974262812 ) જેતપુર વિસ્તારના સમાચારો ને પ્રાથમિકતા અપાશે.

જેતપુર પોલીસ ને તહોમતદારો મળતા નથી.


જેતપુરના કારખાનેદાર જીતુભાઈ પટેલ ને મારવા મજબુર કરનારા ભૂ માફિયા એવા આઠ તહોમતદારો પોલીસ ને મળતા ના હોય કોઈ ની નજરમાં પડે તો જાણ કરવા અપીલ કરી છે.
પોલીસ તંત્ર માટે નામોશી ભરેલી વાત એવી છે કે જેતપુર ના ભરત કામ ના કારખાનેદાર જીતુભાઈ ગોન્દલીયા એ તાજેતરમાં કેતન કોયાણી સહીત આઠ ભૂ માફિયા ના ત્રાસ થી આપઘાત કરી લીધો હતો.
પોલીસ એ સરુઆતમાં માં આ ઘટનાની તપાસ માટે ભારે ડોળ કર્યો. ચાર ચાર તપાસ એજન્સી ને આ બનાવ ની તપાસ સોંપી પણ કોઈ થોમત્દારોને પકડી ના શક્યું.
આ ઘટનાના આરોપી ઓને પકડવા આંદોલન પણ કરવું પડ્યું. છતાં આજની તારીખે જીતુભાઈ ને મારવા મજબુર કરનારા પકડાયા નથી.
છેવટે પોલીસે હવે લોકો સામે અપીલ નો ખોળો પાથરી અનુરોધ કર્યો છે કે તમોને કેતન કોયાણી સહીત કોઈ જોવા મળે તો અમોને જાણ કરશો. આ તમામ આરોપીઓને પકડવા જેતપુર ધોરાજી વીરપુર પોલીસ રીતસરની ધંધે લાગી છે.

જેતપુર માં લુક્ખાઓનો ત્રાસ વિપ્ર યુવતીની છેડતી કરી ધમકી આપી


જેતપુર શહેર માંલુક્ખા ટપોરીઓ ફાટી ને ધુમાડે ગયાનું જોવા મળે છે, અહી ળી તંત્ર ની કોઈને બીક નથી. દારુ જુગારના હાટડા પણ ચારે બાજુ જોવા મળે છે. પોલીસ ને કોઈ ફરિયાદ કરે તો માત્ર કામગીરી રૂપ દોડધામ કરે છે.ગઈ કાલે જેતપુર માં સુરેશ ભાઈ પંડયાની પુત્રી અમી ને બાઈક પાછળ બેસવાનું કહી Eક ટપોરી એ જતા જતા અમી ને મારી નાખવા ની ધમકી આપતા પોલીચે માં ફરિયાદ કરી છે. પોલીસે આ લુખ્ખાની અટક કરી છે કે કેમ તે રામ જાણે પણ અહી રોમીયોગીરી વધી છે તે સૌ જાણે છે . ગોંડલમાં ટપોરીઓની ધોલાઈ ધોલાઈ કરે તેમ જેતપુરપોલીસ ટપોરીઓને ના ધોકાવી શકે તેવો સવાલ ઉઠાવાયો છે..
અહી એમ પણ લખવું વાજબી લાગે છે કે જેતપુર માં ટપોરી ઓ મોદી રાત સુધી બર્મુડા પહેરી બાઈક લઈને ફરતા હોય છે પણ પોલીસ તેઓનો વાળ વાંકો કરી શક્તિ નથી. જો પોલીસ લોકોની સલામતી વિષે નહિ વિચારે તો અહી અસામાજિક તત્વો ને મોકળું મેદાન મળી જશે . બહેન દીકરીયું ની છેડતી થતી રહેશે. લાજ લુંટાતી રહેશે. બળાત્કાર થતા રહેશે. ગુનાખોરી નું પ્રમાણ વધતું રહેશે.