જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર કેતન કોયાણી સહીત ના તહોમતદારો એ જેતપુર ની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં અગાઉ ત્રણ ચાર તારીખો પડ્યા બાદ ગઈ કાલે વધુ એક તારીખ ૨૫.૭.૨૦૧૧ PADI હોવાનું જાણવા મળે છે.
જીતુભાઈ પોતાની સુસાઈડ નોટમાં જે તહોમતદારોના નામો લખતા ગયા છે તેમાં કેતન કોયાણી, મુકેસ પરસાણા, HITESH કોયાણી, કપિલ પરસાણા, નાયબ મામલતદાર પરમાર, પરમારનો ભત્રીજો કિશોર પરમાર,પુંજા આહીર, વિગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્શો કોઈ પણ ભોગે છૂટવા ખુબ ધમ પછાડા કરી રહ્યા છે. પણ પોલીસે એવા પુરાવાઓ હાથ કર્યાં છે કે તહોમતદારોને છૂટવું મોંઘુ પડશે તેવું જાણકારો કહે છે. (કશ્યપ જોશી) : (૯૯૭૪૨૬૨૮૧૨)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો