અનુયાયીઓ

ગુરુવાર, 25 જૂન, 2015

જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે

વરસાદી પાણીમાં ફિલ્ટર પ્લાન્ટ ધોવાઈ જતા 
જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ સ્થિત જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણી ઘુસી જતા મોટા ભાગની મશીનરીને નુકશાન થયું હોય, આગામી 6 દિવસ સુધી જેતપુરના એક પણ વિસ્તારમાં પાણી વિતરણ નહિ કરી શકાય તેવી જાહેરાત કરતી એક રિક્ષાને પાલિકા સુત્રોએ આજે દિવસ દરમિયાન ફેરવી હતી.
આ બાબતે જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ ભાઈ વ્યાસે એક પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું છે કે ગઈકાલે વરસાદી પાણી પાલિકાના અમરનગર રોડ ઉપર આવેલ ફિલ્ટરપ્લાન્ટમાં ઘુસી જતા મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી. એક તબક્કે વરસાદી પાણી કોઈ પણ ભોગે ઓસરતા ના હોય મશીનરી 24 કલાક સુધી પાણીમાં ડૂબી રહી હતી. હવે પાણી ઓસરતા મશીનરીને પૂર્વવત કરવાની કાર્યવાહી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. પણ આ કામગીરીમાં 5-6 દિવસ નીકળી જનાર હોય, આટલા દિવસ જેતપુર શહેરમા એક પણ વિસ્તારમાં પાણી વિતરણ શક્ય ના બનનાર હોય, જેતપુરવાસીઓ પાણીનો બને તેટલો ઓછો બગાડ કરી સમજણપૂર્વક પાણી વાપરી તંત્રને સહકાર આપે તે જરૂરી છે. બીજી બાજુ જાણકારો કહે છે કે જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની મશીનરી(ઇલેક્ટ્રિક મોટર્સ) ભલે પાણીમાં ડૂબી ગઈ, પણ આવી મોટર્સને તાત્કાલિક બહાર કાઢી હીટ આપી પૂર્વવત કરી શકાય, સંબંધિતો બળેલી મોટર્સના બીલો સરકારી ચોપડે ના ઉધારે તે હવે તંત્રે જોવાનું રહ્યું..દુખની વાત એ બની કે જેતપુર રાજકોટનો ભાદર ડેમ એક રાતમાં છલકી ગયો અને આ બંને શહેરોને દોઢ વર્ષ ચાલે એટલો કુદરતે જળજથ્થો પણ ડેમમાં ઠાલવી દીધો છે, પણ જેતપુર શહેરમાં જે જગ્યાએથી પાણી વિતરણ થાય છે તેવા જેતપુરના ફિલ્ટર પ્લાન્ટમાં પાણીને હિસાબે ખોટકો સર્જાયો હોય, જેતપુરના લોકો માટે આ કમનશીબી કહેવાય!!

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા

જેતપુરમાં પાણીના તાંડવમાં તણાયેલ યુવાનની 
લાશ મળી, અમરનગરના આધેડ હજુ લાપતા
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરમાં ભરાયેલા પાણીમાં તણાઈને ગાયબ થયેલા એક યુવાનની લાશ આજે તંત્રને હાથ લાગી હતી જયારે અમરનગરના આધેધ ની લાશ હજુ મળી ના હોવાનું પોલીસ અને સરકારી તંત્રો કહે છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં 15-20 ઇંચ પડેલા વરસાદથી આ ત્રણેય ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. એટલુજ નહિ વાડીયાનાનો સુરવો ડેમ પણ છલકી જતા આ ડેમ ઉપરાંત વરસાદી પાણી ખીરસરા થઈને ઘસમસતી અવસ્થામાં છેક જેતપુર ના શારણના પુલ, પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ અને ગોંદરા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણી અવસ્થામાં સરકારી તંત્રો બીચારવાસ્થામાં કામે લાગ્યા હતા. પણ વરસાદી પાણીએ ભાધના મગજ બંધ કરી દીધા હોય શું કરવું ? કે શું નાં કરવું ? એવી નોબતમાં સૌ પટકાઈ ગયા હતા.
બીજી બાજુ પાણી ઉતારે તો કોઈ જાન હાની થઇ છે કે નહિ તેનો ખ્યાલ આવી શકે તેવી સ્થિતિમાં રાચતા જેતપુરના સંબંધિત સરકારી તંત્રો પાસે કોઈ વિગતો નહોતી ! કેટલા પશુઓ માર્યા ગયા ? કેટલા મકાનો પડી ગયા ? કેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાયા ? વિગેરે પ્રશ્નો મોડી રાત સુધી અનુત્તર રહ્યા હતા. દરીયાન જેતપુરના શારણના પુલ અને ગોંદરા વિસ્તારમાં વરસાદી પાણી રાત દરમિયાન ઓસરી જતા ગોંદરા વિસ્તારમાં ચાંપરાજની બારી પાસે રહેતા અને કાલે વરસાદી પાણીમાં ગરક બનેલા કિશન ખીમજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવાનની લાશ મળી આવતા  સરકારી તંત્રોએ આ ડેડબોડીને પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ જેતપુર તાલુકા પોલીસમાં અને મામલતદાર કચેરીમાં જાહેર થયા મુજબ તાલુકાના અમરનગર ગામના બાબુભાઈ જીવાભાઈ મોરબીયા નામના આધેડ પણ વરસાદી પાણીમાં ગુમ થયા હોય આજે 24 કલાક પછી પણ  તેમનો ક્યાય પત્તો લાગ્યો ના હોવાનું સરકારી તંત્ર જણાવે છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર 9974262812

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી

સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી 
જેતલસર તા.25
જેતલસર પંથકના નવી સાંકળીના સેવાભાવીઓ આજે સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામે દોડી જઈને અસરગ્રસ્તોને સહાય કરી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર પંથકના નવી સાંકળી ગામના સમસ્ત પ્રજાજનોએ આજે ગામમાં ફરી ફરીને ઘઉં, લોટ, ગાદલા, ગોદડા, બિસ્કીટ વિગેરે ચીજ વસ્તુઓ એક આખું મેટાડોર ભરીને વિઠ્ઠલપુર ગામે જઈને અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું, નવી સાંકળીના એક સેવાભાવીએ કહેલ કે તેઓના ગામથી અસરગ્રસ્તો માટે ઉપરોક્ત ગામે લઇ જવાયેલ રાહત સામગ્રીમાં જેતપુરના એકતા ડાઈંગવાળા વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા આપાયેલ રૂપિયા 11 હજારની ચાદર અને રૂપિયા 5 હજારના ઘઉંનો પણ સમાવેશ થતો હતો. નાનકડા એવા નવી સાંકળી ગામના પ્રજાજનોએ અસરગ્રસ્ત વિઠ્ઠલપુર ગામની વહારે જવાની પહેલ કરી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !! જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર

5000 અસરગ્રસ્તોને નાસ્તો જમાડ્યો, ભાદર નદી કાંઠે જ અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું !!
જેતપુરમાં અસરગ્રસ્તોની વહારે આવતું હરિઓમ અન્નક્ષેત્ર
જેતપુર તા.25
જેતપુરમાં વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા અને ઉપર આભ-નીચે ધરતી જેવી દારુણ હાલતમાં પટકાયેલા ગરીબોની વહારે આવી શાહિરના હરિઓમ ભોજ્નાલાયે નદી કાંઠે જ રસોડું ચાલુ કર્યાની સરાહનીય સેવા ધ્યાને આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે જેતપુર શહેરમાં પાંચ ઇંચ વરસાદથી શહેરમાં જેટલી તારાજી ના થઇ તેટલી તારાજી ઉપરવાસના ગામોના પાણીથી જેતપુરની આજુબાજુના છેવાડાના વિસ્તારોમાં થઇ છે. કોઈના કાચા પોચા મકાનો વરસાદી પાણીમાં ગરક થઇ ગયા તો કોઈના દ્વસ્ત થઇ ગયા. ખાસ કરીને શારણના પુલ વિસ્તાર, ગોંદરા વિસ્તાર અને ભાદર નદી કાંઠાના ઘણા મકાનોમાં 10-10 ફૂટ ભરાયેલા પાણીથી આવા મકાનોમાં રહેતા લોકોને રોડ ઉપર કે જ્યાં આશરો મળ્યો  પડી હતી. 
વરસાદી પાણીમાં રોટી, કપડા ઔર મકાન એમ સર્વસ્વ ગુમાવનાર પ્રજા માટે જેતપુરનું હરિઓમ અન્નક્ષેત્ર મેદાને આવ્યું છે. ગઈકાલે અસરગ્રસ્તોને નાસ્તા પાણી કરાવનાર આ મંડળના કાળુભાઈ જોશી(જોશીબાપા) સહિતના સેવાભાવીઓએ આજે સવારથીજ અમરનગર રોડ ઉપર 2000 અસરગ્રસ્તોને નાસ્તા કરાવી અહીના ભાદર નદી કાંઠે આવેલ હિંગલાજ હોલ ખાતે રસોડું ચાલુ કરી આસપાસના 3000 જેટલા ગરીબો, ભૂખ્યા અને વરસાદથી અસર પામેલા લોકોને ભોજન કરાવવા માટે રસોડું ચાલુ કરી દેતા આ સરાહનીય સેવાની સુવાસ આખા જેતપુરમાં ફેલાઈ ગઈ ગઈ છે. જોશીબાપાએ આ તકે કહેલ કે તેઓ તો સેવા માટે નિમિત બની રહ્યા છે, દેવા વાળા દાતાઓને માં જોગમાયા, ને ભોલાનાથ હજારગણું આપી દેશે !! ત્યારે સમયાંતરે અનેકવિધ સેવાઓ માટે ઉદાર હાથે દાન કરતા દાતાઓએ જોશીબાપાની સેવાને મજબુત બનાવવા સધિયારો આપવો જોઈએ તેવું કહેવું ઉચિત જણાય છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!

જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ 
જાનના જોખમે 7 માણસોને હેમખેમ બચાવ્યા !!
અમરનગર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીના તાંડવ વચ્ચે પહોચનાર જેતપુરના 
નીખીલ મહેતા કહે છે કે ફિક્સ પગારદાર જાનનું જોખમ ઉઠાવે તેવી તેમની પહેલી ઘટના ગણાવી 
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની આસપાસ વરસાદી પાણીએ તારાજી સર્જી સૌને ભયભીત કરી દીધા હતા.
આં સમયે જાનના જોખમે જેતપુર મામલતદાર કચેરીના યુવાન સર્કલ ઓફિસર નિખીલભાઈ મહેતાએ ભયંકર પાણીના પ્રવાહ વચ્ચેથી 7-7 માનવ જિંદગીને બચાવવાની રેસ્ક્યુ ટીમની સફળ કામગીરીમાં મહત્વનું યોગદાન આપતા,  ત્યાં ઉપસ્થિત જેતપુરના  ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ નીખીલ મહેતાની પીઠ થાબડી હતી.

કોઈ સરકારી કચેરીમાં ફિક્સ પગારદાર હોય અને કોઈ મોતની આકસ્મિક ઘટના બને તો સરકાર એક પણ પૈસો ના આપે તેવા સરકારી નિયમોને અવગણી નૈતિક ફરજના ભાગરૂપે બજાવેલ સેવાને વર્ણવતા ઇખીલ મહેતાએ જણાવેલ કે ગઈકાલે બુધ્વારેજેત્પુરના અમરનગર - ખીરસરા રોડ સ્થિત જેતપુર પાલિકના ફિલ્ટર પ્લાન્ટ નજીક વરસાદી પાણીએ વિકરાળ રૂપ ધારણ કરતા આ લોકોએ નીખીલ મહેતાને જાણ કરતા એઓએ વિલંબ કર્યા વગર બનાવ સ્થળે દોડી જઈ, પરિસ્થિતિનો તાગ મેળવતા ફસાયેલા માણસોને બચાવવા રેસ્ક્યુ ટીમની જરૂર હોય તાત્કાલિક રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની બોટ સાથે રેસ્ક્યુ ટીમ બોલાવી હતી.

દરમિયાન જેતપુર પહોચેલી રેસ્ક્યુ તિમી બોટમાં બેસી નીખીલ મહેતાએ પણ સાહસ ખેડી પાણીના પ્રવાહમાં ગયા હતા. પરંતુ સમય જતા સુરવો ડેમના પાણીનો પ્રવાહ વધતા બોત્માના તમામ જવાનોને પાણીમાં ઉભેલા એક વીજ સબસ્ટેશન (ટીસી) નો સહારો લેવો પડ્યો હતો. બીજીબાજુ રાજકોટ ખાતેથી રેસ્ક્યુ ટીમની બીજી ટીમને બોલાવી વીજ ટીસી પર જીવ બચાવવા લટકાયેલા 7 માણસો વિગેરેને  આબાદ બચાવાયા હતા, નીખીલ મહેતા એમ પણ જણાવેલ કે રેસ્ક્યુ ટીમના 2 જવાનો લાપતા થયા હોવાની વાત એકદમ ખોટી છે, જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરતો કોઈ સરકારી કર્મચારી પોતાની જેમ જોખમ  બચાવ કામગીરીમાં   જોડાય તે નગ્ન સત્ય વાત બની ગઈ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


URGENT NEWS KASHYAP JOSHI JETPUR

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 25-Jun-2015 11:52 am
Subject: URGENT NEWS KASHYAP JOSHI JETPUR
To: "akiladailyphoto" <akiladailyphoto@gmail.com>, "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>
Cc:

KASHYAP JOSHI JETPUR