સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામની સહારે નવી સાંકળી
જેતલસર તા.25
જેતલસર પંથકના નવી સાંકળીના સેવાભાવીઓ આજે સાંવરકુંડલાના વિઠ્ઠલપુર ગામે દોડી જઈને અસરગ્રસ્તોને સહાય કરી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર પંથકના નવી સાંકળી ગામના સમસ્ત પ્રજાજનોએ આજે ગામમાં ફરી ફરીને ઘઉં, લોટ, ગાદલા, ગોદડા, બિસ્કીટ વિગેરે ચીજ વસ્તુઓ એક આખું મેટાડોર ભરીને વિઠ્ઠલપુર ગામે જઈને અસરગ્રસ્તોને વિતરણ કર્યું હતું, નવી સાંકળીના એક સેવાભાવીએ કહેલ કે તેઓના ગામથી અસરગ્રસ્તો માટે ઉપરોક્ત ગામે લઇ જવાયેલ રાહત સામગ્રીમાં જેતપુરના એકતા ડાઈંગવાળા વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા આપાયેલ રૂપિયા 11 હજારની ચાદર અને રૂપિયા 5 હજારના ઘઉંનો પણ સમાવેશ થતો હતો. નાનકડા એવા નવી સાંકળી ગામના પ્રજાજનોએ અસરગ્રસ્ત વિઠ્ઠલપુર ગામની વહારે જવાની પહેલ કરી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો