જેતપુર પાલિકાના માજી પ્રમુખનો આઈફોન
ચોરનાર નજીકનોજ યુવાન નીકળતા ચકચાર
જેતપુર તા.5
બે દિવસ પહેલા જેતપુરમાં માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાનો આઈફોન ચોરનાર તેમનોજ મદદનીશ યુવાન નીકળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્યા રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો રૂ.32 હજારનો આઈફોન પોતાના મકાનની બારીમાં ચાર્જીંગ માટે રાખ્યો હતો.
દરમિયાન કોઈ શખ્સ આ ફોન બારીમાંથી ઉઠાવી જતા આ બારાની શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
બીજીબાજુ રમાબેનનો મોબાઈલ તેમનીજ સાથે નાના મોટા કામમાં મદદરૂપ બનતાં સાગર નામના યુવાને ઉઠાવ્યો હોવાનું બહાર આવતા રામબેને પોલીસને જાણ કરતા પોલીસે સાગરની પૂછપરછ હાથ ધરી હોવાનું એક ટેલિફોનિક મુલાકાતમાં રમાબેને જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતપુર
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 5 જાન્યુઆરી, 2016
કશ્યપ જોશી જેતપુર
જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુર તા.5
અહીંના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન ધીરુભાઈ ઝાલા નામની મહિલાએ પોતાની યુવાન પુત્રી હેતલ સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત નહિ ફરતા, ગૂમ થયાની શહેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર
જેતલસર જંક્શનમાં જુગાર દરોડો..
જેતલસર જંકશનમાં જુગાર દરોડો
જુગાર રમતા 5 પંટરો ઝડપાયા..
જેતપુર તા.5
જેતલસર જંક્શનના પોપટપરા વિસ્તારમાં આજે જાહેરમાં જુગાર રમતા જમાલ, હરેશ મનજી, નથુ પાલા, કાળું મનસુખ અને મુકેશ એમ 5 પંટરોને તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ એ પકડી પાડ્યા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર
જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુર તા.5
જેતપુરમાં આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે ચલણી નોટોના નંબર પર એકિબેકીનો જુગાર રમતા 3 ઇસમોને રોકડ રૂપિયા 26770 સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરમાં કાણકિયા પ્લોટમાં આવેલ સવજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરમાં રોજ ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમાતો હોવાની રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા આજે તેઓએ શોપિંગ મોલમાં ત્રાટકતા ત્યાં ચલણી નોટોના નંબર પર પૈસાથી એકિબેકીનો જુગાર રમતા 3 શખ્સો પકડાઈ ગયા હતા..પકડાયેલ શખ્શોમાં બાવાજી ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા(રહે.આશાપુરા હોલ પાછળ, ગોંડલ), પટેલ જયેશ ઉર્ફે જલો રવજી ગોધસારા(રહે.નવાગઢ) તથા અશ્વિન નાનજી પંચાસરા(રહે.બોખલા દરવાજા, જેતપુર) નો સમાવેશ થતો હોવાનું ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું.
કશ્યપ જે.જોશી જેતપુર
નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે.. (કશ્યપ જે.જોશી જેતપુર)
જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુર તા.5
જેતપુર શહેરમાંથી ગંદકી હટવાનું નામ લેતી નથી..અગાઉ સ્વચ્છતા અભિયાનનું સૌએ ફોટો શેશન પૂરું કર્યું, હવે લત્તાવાસીઓ કચરો બતાવતા ફોટો પાડાવીને ગંદકી હટાવવાની માંગણીઓ દોહરાવી રહ્યા છે..ત્યારે ગંદકી હટાવ્યાના કાગળ પર હાકલા પડકારા કરનાર જેતપુર પાલિકાના સત્તાધીશો અહીંના કણકિયા પ્લોટમાં મહાકાળી ઇલેક્ટ્રિકવાળી શેરીમાં લટાર મારે તો ગંદકી હટાવવાની જેઓની જવાબદારી છે તેઓની બેદરકારી બહાર આવે તેમ છે..
(કશ્યપ જે.જોશી..જેતપુર)
