અનુયાયીઓ

રવિવાર, 11 નવેમ્બર, 2012

MAA TE MAA.......

----------
Sent via Nokia Email

રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફરજિયાત

એક કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી ભાગીદારી પેઢીઓ અને ૨૫ લાખની આવક ધરાવતા
ડોક્ટર, વકીલો માટે રિટર્ન સાથે ઓડિટ રિપોર્ટ ફરજિયાત

અમદાવાદ,શુક્રવાર
: એક કરોડનું ટર્નઓવર ધરાવતી અને ટેક્સ ઑડિટને પાત્ર ગણાતી ભાગીદારી પેઢી,
હિન્દુ અવિભક્ત પરિવાર કે વેપારી પેઢી માટે હવેથી રિટર્નની
નકલ સાથે જ ફોર્મ ૩-સીબી અને ૩-સીડીમાં એટેચ કરીને ઑડિટ રિપોર્ટ પણ ફાઈલ
કરવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આવકવેરા ખાતાએ ઓનલાઈન
રિટર્નફાઈલિંગ માટે તેની આખી વેબસાઈટને રિવેમ્પ કરીને હવે તેમાં ઑડિટને
પાત્ર બનતા અને વર્ષે દહાડે ૨૫ લાખથી વધુની ફીની આવક ધરાવતા ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ્સ, વકીલ, કન્સલ્ટન્ટ્સ અને ડૉક્ટરને માટે પણ ઑડિટ કરેલા
રિપોર્ટની નકલ ઑનલાઈન ફાઈલ
કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. અગાઉ ૬૦ લાખની વાર્ષિક આવકની મર્યાદા હતી
ત્યારે આ કેટેગરીમાં આવતા કરદાતાઓ તેમના ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવાની સાથે જ
૩૦મી સપ્ટેમ્બરે તેમના ઑડિટ કરેલા એકાઉન્ટ તૈયાર હોવાનું દર્શાવી દેતા
હતા. આ પ્રકારના કિસ્સાઓમાં જવલ્લે જ આવકવેરા ખાતાની તપાસ આવતી હોવાથી તેઓ
ફૂરસદે તેમના ઑડિટ કરેલા એકાઉન્ટ તૈયાર કરાવતા હતા. આવકવેરાના જાણકાર
પ્રમોદ
પોપટનું કહેવું છ કે હવે આ કેટેગરીમાં આવતા તમામ કરદાતાઓએ તેમના ઓનલાઈન
રિટર્નની સાથે જ ફોર્મ નંબર ૩-સીબી અને ૩-સીડીમાં ઑડિટ કરેલા રિપોર્ટ
ઓનલાઈન ફાઈલ કરવા પડશે અને ઓનલાઈન અપલોડ પણ કરવા પડશે. તેઓ ઑડિટ કરેલા
રિપોર્ટ ફાઈલ કે અપલોડ નહિ કરે તો તેમના રિટર્ન અપલોડ થશે નહિ. પહેલા
રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓને અડધા ટકાના પેનલ્ટી કરવામાં આવતી હતી.

રાજ્યપાલે દિવાળીની શુભેચ્છા પાઠવી

રાજ્યપાલે ગુજરાતના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી

ગુજરાતના રાજ્યપાલ ડો.કમલાજીએ દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે તમામ
નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. નૂતન વર્ષનો મંગલ પ્રારંભ આપણા
સામાજિક જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, પરસ્પર ભાઈ-ચારાનો શુભ સંદેશ લઈને
આવે અને આપણને ઉન્નતિના પથ પર ચાલવાની પ્રેરણા પ્રદાન કરે, એવી તેમણે
ઈશ્વરને પ્રાર્થના કરી હતી. ડો.કમલાજી નવા વર્ષના મંગલ પ્રારંભે ૧૪મી
નવેમ્બર ૨૦૧૨ના રોજ સવારે ૯
થી ૧૦ વાગ્ય સુધી ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રજાજનો સાથે શુભેચ્છાઓનું
આદાન-પ્રદાન કરશે.


૬૦૦ રસાયણ વિજ્ઞાનીઓ રાજકોટ આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રસાયણશાસ્ત્ર ભવન ખાતે આગામી તા. ર૬ થી ર૮
ડિસેમ્બર દરમિયાન 'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્સ' ની ૩૧મી વાર્ષિક અખિલ
ભારતીય પરિષદ મળી રહી છે. આ પરિષદમાં રાષ્ટ્રીય તેમજ
આંતરરાષ્ટ્રીયકક્ષાના નામાંકિત રસાયણ વિજ્ઞાનીઓ એકત્ર થનાર છે. ગુજરાતમાં
સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ વખતજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યજમાન પદ હેઠળ
'ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કેમિસ્ટ્સ' (આઇસીસી)
નું વાર્ષિક અધિવેશન યોજાઇ રહ્યું હોવાથી, સૌરાષ્ટ્રભરની તમામ કોલેજો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાતની તમામ યુનિ. ના રસાયણ વિજ્ઞાનીઓમાં
ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ સમગ્ર પરિષદની તૈયારી માટે કુલપતિ ડૉ.
મહેન્દ્રભાઇ પાડલિયાની ચીફ પેટ્રનશીપ હેઠળ સમગ્ર કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિગ
સેક્રેટરી તરીકેની જવાબદારી રસાયણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ, પ્રોફેસર પી.એચ.
પરસાણિયા
અને પ્રોફેસર અનામિક શાહે હાથ ધરી છે. આ પરિષદની તૈયારી માટે એક
ઉચ્ચકક્ષાની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં કુલસચિવ આર.જી.
પરમાર ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનના અધ્યાપકોનો
સમાવેશ કરાયો છે. આ પરિષદમાં આસામ, મિઝોરમ, ઓરિસ્સા, મણપિુર,
ઉત્તરપ્રદેશ, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ,
કોલકત્તા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કણૉટક,
કેરળ, તામિલનાડુ, પોંડિચેરી, ગોવા સહિતના તમામ વિસ્તારમાંથી દેશના પ્રખર
અને નામાંકિત રસાયણ શાસ્ત્રીઓ ખાસ ભાગ લેનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
મુખ્ય દાતા, ફિલાનથ્રોપિસ્ટ ડૉ. દીપચંદભાઇ ગાર્ડી તથા રાજ્ય તથા કેન્દ્ર
લેવલે વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંકળાયેલ નામાંકિત એવી
સીએસએમસીઆરટીઆઇ, સીએસઆઇઆર, આઇઆઇટી, આઇસીઆર જેવી
લેબોરેટરીઝ/ઇન્સ્ટીટ્યૂટ્સમાંથી ૧ર જેટલા પ્રખર
વૈજ્ઞાનિકોને પણ ખાસ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. ર૬મી ડિસેમ્બરથી શરૂ
થનાર આ કોન્ફરન્સમાં કુલ પ કી-નોટ એડ્રેસીઝ, ૧૦ પ્લેનરી વ્યાખ્યાનો અને
૩૦ અન્ય આમંત્રિત વ્યાખ્યાનો ઉપરાંત ૬૦ ઓરલ અને ૪૦૦ થી વધુ પોસ્ટર
પ્રેઝન્ટેશન્સ સમગ્ર દેશના યુવા રસાયણવિજ્ઞાનીઓ દ્વારા રજૂ થનાર છે. આ
સમગ્ર કાર્યક્રમ રસાયણશાસ્ત્રની પાંચ મુખ્ય શાખાઓ પ્રમાણે વિભાજિત કરેલ
છે. આ સમગ્ર કાર્યક્રમમાં
રસાયણશાસ્ત્ર ભવનના ૪૦થી વધુ સંશોધન વિદ્યાર્થીઓ દ્વારા રસાયણશાસ્ત્રની
વિવિધ પ્રશાખાઓ જેવી કે મેડિસિનલ કેમેસ્ટિ્ફાર્મા એનાલાયટિકલ, પોલિમર,
અલ્ટ્રાસાઉન્ડ કેમિસ્ટિ્ તેમજ બાયો ઇર્ન્ફોર્મેટિકસ સહિતના વિષયો પર આગવા
સંશોધનો રજૂ થનાર છે. આ સમગ્ર પરિષદની નોંધપાત્ર વિશેષતા એ છે કે, આઇસીસી
પ્રતિવર્ષ કુલ રપ જેટલા આઇસીસી એવોર્ડ્ઝ સંશોધનક્ષેત્રે ઉત્તમ કામગીરી
કરનાર યુવા
સંશોધકો તેમજ સિનિયર અધ્યાપકોને એનાયત કરે છે.


દિવાળીના શુભેચ્છા સંદેશ ભારે પડશે ગ્રાહકોના ખિસ્સા પર

દિવાળીની શુભેચ્છા આપવા માટે સગાં-સંબંધી, મિત્રોને મોબાઈલની મદદથી
એસએમએસ મોકલવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન...કારણ કે આ એસએમએસ તમારું
દિવાળું ફૂંકી શકે તેમ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રની બધી મોબાઈલ કંપનીઓ
દ્વારા ૧૨મી અને ૧૩ નવેમ્બરને 'બ્લેકઆઉટ ડે' જાહેર કરવામાં આવ્યો છે.
તેથી સામાન્ય મોબાઈલગ્રાહકોના ખિસ્સા પર કાતર ફરશે તે ચોક્કસ. ગ્રાહકોને
કોઈ સુવિધા ન આપતા નેશનલ
અને લોકલ એસએમએસ માટે નિયમિત યોજના અનુસાર ચાર્જ લગાવવામાં આવશે. દરેક
એસએમએસ માટે સામાન્યપણે ૧ રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે, એવી જાહેરાત
કંપની દ્વારા કરવામાં આવી છે. મોબાઈલ સેવા લેનારા ગ્રાહકોએ પસંદ કરેલા
પ્લાન અનુસાર એસએમએસનો ચાર્જ વસૂલવામાં આવશે.

JETPUR NAZIKTHI RAJKOT NA 2 SHAKHSHO 2 PISTOL SAATHE PAKDATA CHAKCHAR

JETPUR NAZIKTHI RAJKOT NA 2 SHAKHSHO 2 PISTOL SAATHE PAKDATA CHAKCHAR

Ha ha ha ha

----------
Sent via Nokia Email

GAAMDANA AAVA DRASHYO CITY LIFE MA KYAAREK J JOVA MALE..KASHYAP JOSHI REPORTER JETPUR

GAAMDANA AAVA DRASHYO CITY LIFE MA KYAAREK J JOVA MALE..KASHYAP JOSHI REPORTER JETPUR

AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR

AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR

AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR

AMDAVADMA MITHAI ZER BANI RAHI CHHE..SANDESH NEWS CHANNEL NU OPERATION..KASHYAP JOSHI REPORTER JETPUR