by DrHitesh Modha on Saturday, August 20, 2011 at 7:08pm ·
ભ્રષ્ટાચાર: શાષક/વિપક્ષ અને પ્રજા લેખાંક --- ૨ ડો.હિતેષ મોઢા
મારા મોંઘેરામિત્રો,
ગતાંકમાં આપણે સહુ વાંચી ગયા કે માત્ર એક હાથેથી તાળી નથી વાગતી. તો
ભ્રષ્ટાચાર ઉત્પન્ન થવાની મુખ્ય ફેક્ટરીઓ કઈ છે?? આ સવાલ બધાના મનમાં રમે
છે.
તો એક નજર તે ફેક્ટરી ઉપર
ફેક્ટરી નંબર એક ------ ૩૦ % ના આય કર ઉપરાંત અનેક વિધ કર સાથે ગોટે
ચડાવતા કર માળખુ. કર ભરવા માટે સીએ કે નાણાકીય નિષ્ણાંત કે આય કર વકીલ ને
જ રોકવો પડે. તો ફેક્ટરીમાં થી કેટલા લોકો કર ભરે છે???? વસ્તીના
પ્રમાણમાં કુલ ૪ ટકા લોકો જેમા ઉદ્યોગપતિ અને સરકારી કર્મચારી મુખ્ય છે
બાકી બધા મોટા ભાગના ૮૦ સી જેવા લાભ લઈ છુટી જાય છે લીટરલી છટકી જાય છે.
તો સૌ પ્રથમ કર માળખુ બદલવાની તાતી જરુર છે.
ફેક્ટરી નં બે. બે નંબરનુ કાળુ નાણુ ??? જે સરકારી આવક કે સરકારની
નીતિ/કાયદા/નિયમ સાથે આંખમિચોલી રમીને બન્યુ હોય છે, જેમાં કાયદાની
છટકબારીનો ભરપુર ઉપયોગ થયો. જેમાં મોટા મોટા પનામા સાઈઝના કૌંભાંડ પણ આવી
જાય
ફેક્ટરી નં ----ત્રણ દાનની રકમ કરપાત્ર નથી ગણાતી એટલે સ્વાભાવિક રીતે
ચેરીટી ટ્રસ્ટ અને તેને સંબંધિત સરકારી દફતર ને ઘી કેળા પણ મુળમાં તો ૩૦
% IT જ આવે છે.
ફેક્ટરી નં ચાર--- સરકારી જમીન અને નદી નહેર ને લઈને મોટા કૌભાંડ
ફેક્ટરી નં પાંચ ઉપરોકત ચાર નબળાઈનો લાભ લેતી કાયદો અને વ્યવસ્થા તંત્ર
અને જાગતા લોકો કારણ સરકાર કે અન્ય જે રીતે કાયદાની છટક બારી શોધે છે તે
જ રીતે આવા લોકો પણ તે જ છટક બારી નો ઉપયોગ કરશે. તે નિર્વિવાદ વાત છે.
આ પણ બધાને પ્રોત્સાહન અને બળ ક્યાંથી મળે છે???? એક તો છટકબારીથી અને
બીજી શાષન તરફથી કે ચુંટાયેલા પ્રતિનિધી મારફત
પ્રશ્નએ થાય છે શાષન તરફથી આવી છુટ ક્યાં કારણો સર મળે છે? એક તો કાયદો
અને વ્યવસ્થા તંત્ર સ્વાયત નથી, (જે રાષ્ટ્રપતિના હાથમાં હોવુ જોઈએ જે
હાલ નથી ) અને ગોકળગાય રફતારે ચાલતી ન્યાય પ્રણાલી
ચાલો એક નજર આ ફેકટરીને બંધ કરતા કેટલાક ઉપાય પર.
ઉપાય નંબર --૧) તમામ પરોક્ષ કરવેરા રદ કરી એક જ સેક્યુલર ટેક્ષ, અને તે
પણ ત્રણ ટેબલ વાઈઝ. નો વધુ ઝંઝટ કે જફા
ઉપાય નંબર--૨) નો ૮૦ સીએક્ઝ્મશન, બધી જ ધાર્મિક દુકાનો કરપાત્ર, ૧૨૧
કરોડ લોકો કર ને પાત્ર, ખેતી પણ કરને પાત્ર, ખેતી માટે રાહત કરતી એક પણ
વિશેષ જોગવાઈ નહી. કારણ દેશનુ ૭૦થી વધુ પ્રતિશત આવક ધરાવતુ અને અર્થ
તંત્રને તગડુ કરતુ આ કારખાનુ. ફકત મત અને કાળુ નાણુ છુપાવવા માટે નેતા
અને મતદાર વચ્ચે આંખ મિચામણાનો અહી ઝબરો ખેલ ખેલાય છે. કોઈ પણ માણસ ગમે
ત્યારે ખેતી લઈ શકે. ભારતિય કુળનો ભારત નો જ નાગરીક હોવો જોઈએ.
ઉપાય નંબર--૩) કાયદો અને વ્યવસ્થા તંત્ર સંપુર્ણ સ્વાયત હોવા જોઈએ. અને
ઝડપી ન્યાય પ્રણાલી; કેસ પંજીકૃત થતા ૧ થી ૪ મહિના અંદર નિકાલ. કોઈ પણ
પ્રકારના નિયમ ભંગ કે ગુનાહિત કૃત્ય માટે ઝડપી સજા અને સખત સજા.
ઉપાય નંબર--૪) વકીલ અને પોલીસની કારકીર્દી માટે એકેડેમીક કોર્સ હોવા જોઈએ
અને પ્રવેશ લાયકાત મનોવિજ્ઞાન સાથે ધોરણ ૧૨ પાસ વિજ્ઞાનપ્રવાહ ૫૦ ટ્કા
માર્કસ સાથે પાસ (નો અનામત.)
ઉપાય નંબર--૫) કોઈ પણ ઉમેદવાર એક જ વાર ચુંટણી લડી શકે ચાહે હારે કે
જીતે, ઉંમર વર્ષ ૨૫ થી ૫૦, કોઈ પણ પ્રકારની FIR અન્ય ફરીયાદ કે સજા
કાપેલ ના હોવો જોઈએ, (આ નિયમ સામાન્ય મંડલ ક્લબ, પક્ષ, ટ્રસ્ટ,ગ્રામ
પંચાયત કે પાલીકા, ધારા સભા, સાંસદ, રાષ્ટ્ર પતિ) શૈક્ષણિક લાયકાત
ગ્રજ્યુએટ વિથ પોલીટીકલ સાયન્સ અને મેનેજમેન્ટ ઓફ હુમન રીસોર્સીઝ ( આ બે
કોર્સ જેને ચુંટણી લડવી તેને પસાર કરવા ફરજીયાત હોવી જોઈ). સરકારી
ક્ષેત્રે ચાલુ ટર્મ દરમ્યાન ઉંમર પુરી થવી કે આકસ્મિક મૃત્યુ થવા જેવી
ઘટના પર ફરીથી ચુંટણી નહી. કલેક્ટર ત્યાંનો વહીવટ પુરી થતી ટર્મ સુધી
સંભાળે, તેવુ વડા પ્રધાન/મુખ્ય મંત્રી માટે વહીવટ રાજ્યપાલ /રાષ્ટ્રપતિ
સંભાળે.
ઉપાય નંબર --૬ ) બે કે વધુ રાજકીય પક્ષ પણ શરત એટલી કે આખા ભારતની તમામ
બેઠક પર લડી શકવાને સક્ષમ હોય તો પક્ષ તરીકે માન્યતા અને ચુંટણી લડવાની
લાયકાત મેળવી શકે. કોઈ પણ પ્રકારનુ પક્ષિય ગઠબંધન કે પક્ષાંતર સજા પાત્ર
ઉપાય નંબર--૭) વડા પ્રધાન ને સીધા ચુંટવાની પધ્ધતિ, ધારાસભ્ય અને સાંસદને
ટર્મ દરમ્યાન જ સરકારી સગવડ.રાજય સભા રદ કરવી. અગર ચાલુ રાખવી હોય
પ્રતિનિધીને સરકાર તરફથી કોઈ રાહત નહી.
ઉપાય નંબર--૮) કારોબારી/કેબીનેટમાં જવા માટે રેન્કીંગ મેથડ, નો અન્ય વાદ
ઉપાય નંબર--૯) લાંચ અને ભ્રષ્ટાચાર અને સરકારી ઓફીસર અને ચુંટાયેલા
પ્રતિનિધી સામે કાર્યવાહી માટે લોક અદાલત જેવી ખુલ્લી અદાલત જે રાત્રે પણ
કાર્ય રત હોય અને આવી કોઈ પણ ફરીયાદ નો નિકાલ એક મહિનાની અંદર આવવો જોઈએ
ખોટી ફરીયાદ અને ખોટા સાક્ષી પણ સજા કર્તા અને એટલા જ જવાબ દાર મનાશે
જેટલો ગુનેગાર, ભારતના તમામ નેતા અને સનદી અધીકારીની સંપુર્ણ માહિતી
ઓનલાઈન હોવી જોઈએ. અને તેમાં ગરબડી કે શંકાસ્પદ કશુ જણાતા ભારતના કોઈ પણ
ખુણામાંથી તેની ફરીયાદ દાખલ કરી શકાય
ઉપાય નંબર--૧૦) સીવીલ અને સમાન ધારો. નો રાહત નો સબસીડી.
કોઈ પણ તજજ્ઞ આ ઉપરોકત બાબત/ફેરફાર સાથે દલીલ જરુર કરી શકશે, પણ આ બદલાવ
થશે તો જ ભારતમાં સુવર્ણ યુગના મંડાણ થશે તે પણ નિર્વિવાદ વાત છે.
ડો.હિતેષ મોઢા


