અનુયાયીઓ

બુધવાર, 7 નવેમ્બર, 2018

પિતા-૨ પુત્રોને ૫ દિવસના રીમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજુ કરાશે “અમે જયેશને એસીડ પીવડાવ્યું જ નથી” તેવું રટણ કરતા ત્રણેય આરોપીઓ



સંતકબીર રોડ પર રહેતા ચાંદીકામના ધંધાર્થી જયેશ રામાણીની હત્યામાં પકડાયેલા



પિતા-૨ પુત્રોને ૫ દિવસના રીમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજુ કરાશે

અમે જયેશને એસીડ પીવડાવ્યું જ નથી તેવું રટણ કરતા ત્રણેય આરોપીઓ


જીયાણાના ખૂનીઓ સામે સયોગિક-સજ્જડ પુરાવાઓ શોધવા કુવાડવા પોલીસની સધન કવાયત



રાજકોટ તા.૭
શહેરના સંત કબીર રોડ પર રહેતા અને રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા જીયાણા ગામે ગયેલા યુવાનનું એસીડ પીવડાવી ઠંડે કલેજે હત્યાના ગુનામાં પકડાયેલા પિતા-૨ પુત્રો એમ ત્રણેય શખ્શોને આજે પોલીસ ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરશે. બીજી બાજુ પકડાયેલા ત્રણેય શખ્શોએ અમોએ જયેશને એસીડ પીવડાવ્યું જ નથી તેવી વાતની કેસેટ વગાડતા હવે પોલીસ ત્રણેય સામે સજ્જડ સયોગિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયતમાં લાગી છે.

મળતી વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર રહેતા અને ચાંદી કામની મજુરી કામ સાથે સંકળાયેલા ધંધાર્થી જયેશ છગન રામાણી નામનો યુવાન પોતાના બાકી નીકળતા રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી માટે જીયાણા ગામે ગયો હતો. ત્યારે તેમણે લેણદાર પર હુમલો કરી જાતે એસીડ પી લીધાની અને સારવાર દરમિયાન મોત નીપજયાની પ્રાથમિક વિગતો પોલીસ પાસે પહોચતા પોલીસે શંકાસ્પદ બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.


દરમિયાન પોલીસને એસીડ પી જનાર મૃતક જયેશના ગજવામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા તે જીયાણા આવ્યો હતો અને ઉઘરાણી દરમિયાન કિશોર ચના રામાણીએ તેમને એસીડ પીવડાવી દીધું છે. આ સ્યુસાઈડનોટના આધારે પોલીસે પોતના પર જયેશે હુમલો કર્યો હોવાની ખોટી સ્ટોરી ઘડી હોસ્પીટલમાં દાખલ થયેલ કિશોર ચના, તેમના ભાઈ જતીન ઉર્ફે જીતેન્દ્ર અને પિતા મોહન રામાણી સામે ખુનનો ગુનો નોંધી ગઈકાલે જ હિરાસતમાં લઇ લીધા હતા. અને આકરી પૂછપરછ ચાલુ કરી હતી.

પણ ત્રણેયે એકી સાથે એ વાતનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું કે તેઓએ જયેશને એસીડ પીવડાવ્યું નથી. બીજીબાજુ કિશોર, જતિન અને તેમના પિતા મોહન સામે પોલીસે વિધિવત ખુનનો ગુનો નોંધી આજે ત્રણેયના ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરનાર છે. પ્રસ્તુત તસવીરોમાં જેમની હત્યા થઇ તે જયેશ(ડાબે) તેમજ હત્યાના ગુનામાં સંડોવાયેલા કિશોર ચના દેખાય છે.

પુત્રની હત્યાનો પિતાનો આક્ષેપ પુરવાર થયો
એસીડ પીધેલી હાલતમાં જયેશને હોસ્પીટલે ખસેડાયો ત્યારે તેમના પિતા છગનભાઈ રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, કિશોર ચનાએ તેમના પિતા અને ભાઈને સાથે રાખી પોતાના પુત્ર જયેશને બળજબરીથી એસીડ પીવડાવી દીધું છે. પણ સામે પક્ષે કિશોરે પણ પોતાના પર જયેશ સહીત બે જણાએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતા પોલીસેને તે સમયેજ શંકા ઉપજી હતી. આવા સમયે  એ.સી.પી.એસ.આર. ટંડેલ, કુવાડવા પોલીસના પી.આઈ. એ. આર. મોડીયા, અને રાઈટર હિરાભાઈ રબારી સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે અને હોસ્પિટલે જઈ તપાસ હાથ ધરતા જયેશના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં ઉઘરાણી અને એસીડ પીવડાવ્યાનો જયેશે ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અને આ વાત પુરવાર થઇ હોય તેમ જયેશની લાશના ફોરેન્સિક પીએમ રીપોર્ટે એ વાતની પૂર્તતા કરી હતી કે જયેશ સાથે બળજબરી આચરાઈ છે.


જસદણના સોમપીપળીયાની સીમમાં જુગાર દરોડો રૂ.૭૭૪૨૦/- ના મુદ્દામાલ સાથે ૪ પંટરો ઝડપાયા



જસદણના સોમપીપળીયાની સીમમાં જુગાર દરોડો
રૂ.૭૭૪૨૦/- ના મુદ્દામાલ સાથે ૪ પંટરો ઝડપાયા

રાજકોટ તા.૭

જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી ૪ શખ્શોને રોકડ ૧૭૪૨૦/- સહીત રૂ.૭૭૪૨૦/- મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં મીનળદેવિના મંદિર પાછળ બાવળના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની જસદણ પોલીસે બાતમી મળી હતી. જે બાતમી પરથી જમાદારો જયંતીભાઈ મજીઠીયા અને આર.ટી.પરમારે દરોડો પાડતા ચાર શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા ૧૭૪૨૦/- અને બાઈક મળી કુલ રૂપિયા ૭૭૪૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.

પકડાયેલા SHAKHSHOA શખ્શોમાં માનું વાજસુર ગીડા, ધરમશી કડવા બાવળિયા, જકશી દુદા સોલંકી તેમજ મુન્નો ઉર્ફે પપૈયો ઊઘા તાલાવાડીયાનો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે.


જેતપુરના બોરડી સમઢીયાળા ગામે એક મહિલા સહીત ૩ ઉપર ૪ શખ્શોનો લાકડાના ધોકા વડે હિચકારો હુમલો : ફરિયાદ



જમીનના ભાગ બાબતે બોલાચાલી કરી ભાઈઓ બાખડ્યા
જેતપુરના બોરડી સમઢીયાળા ગામે એક મહિલા સહીત ૩ ઉપર

૪ શખ્શોનો લાકડાના ધોકા વડે હિચકારો હુમલો : ફરિયાદ
ઈજાગ્રસ્ત જમનભાઈ બુટાણી, કિરણબેન અને પ્રેરક દવાખાનામાં સારવાર હેઠળ


જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગમે જમીનના ભાગ પ્રશ્ને બે સગા ભાઈઓના પરિવાર વચ્ચે બઘડાટી બોલી જતા એક મહિલા સહીત ત્રણે સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઘટનામાં હુમલો કરનાર ૪ શખ્શો સામે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા જમનભાઈ રવજીભાઈ બુટાણી ગઈ તા.૨-૧૧-૧૮ ના રોજ પોતાની વાડીયે હતા ત્યારે રાજુ રવજી બુટાણી, જયાબેન જમનભાઈ બુટાણી, ચિરાગ રાજુ બુટાણી તથા નીખીલ રાજુ બુટાણી એમ ચારેયે એક સંપ કરી જમીનના ભાગ બાબતે બોલાચાલી કરી જમનભાઈને બેફામ ગાળો આપવા લાગ્યા હતા.

આવા સમયે જમનભાઈએ ગાળો આપવાની નાં પાડતા ઉશ્કેરાયેલા ઉપરોક ચારેય શખ્શોએ જમનભાઈને જમણા પગે લાકડાનો ફટકો ઝીંકી સાહેદો પ્રેરક અને કિરણબેન પર પણ હુમલો કરી નાશી છૂટ્યા હતા. આ બારાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા તાલુકા પોલીસના એ.એસ.આઈ. પી.બી.વાઘેલાએ ગુનો નોંધી હુમલાખોર એક મહિલા સહીત ચારેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
જેતલસરમાંથી એકટીવા ચોરાયું
જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રહેતા ઇન્દ્રસિંહ પ્રભાતસિંહ ગોહિલનું જીજે ૦૩ કે.એફ.૯૮૪૪ નંબરનું એકટીવા તેમના ઘર પાસેથી કોઈ ચોરી કરી લઇ ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર એ.ટી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

જેતપુરની અમરાપર ચોકડી નજીક અજાણ્યા વાહન હડફેટે ચારણ સમઢીયાળાના વૃદ્ધનું મોત




ગઈકાલે સવારે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલ ચરણ સમઢીયાળા ગામના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



મળતી વિગતો મુંજબ જેતપુર તાલુકાના ચરણ સમઢીયાળા ગામે રહેતા કડવાભાઇ પાચાભાઈ ભુવા (ઉ.વ.૭૦) ગઈકાલે સવારે પોતાનું જીજે ૦૫ એફપી ૬૭૪૪ નંબરનું બાઈક લઈને જેતપુરથી ચરણ સમઢીયાળા પોતાના ઘર તરફ જતા હતા ત્યારે થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.



મૃતકના પુત્ર પરેશભાઈ કડવાભાઇ ભુવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર પી.જે.બાંટવાએ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર



સતત ત્રીજા દિવસે પોલીસે "ઘોડા" ડોક્ટર શોધ્યા
જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા

કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર
ભોજાધાર-સરધારપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયા બાદ પોલીસનો ત્રીજો દરોડો




જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં બોગસ તબીબો ઝડપની પોલીસની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલી હોય તેમ વધુ એક બોગસ ડોકટર પેઢલા ગામેથી ગઈકાલે ઝડપાતા તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બે દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસે સરધારપુર અને શહેર પોલીસે ભોજાધાર વિસ્તારમાંથી ૧ મહિલા સહીત ૪ બોગસ તબીબોને ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ એક બોગસ તબીબને તાલુકા પોલીસે પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે તાલુકા પોલીસના અર.એલ.ગોયલે જણાવ્યું હતું કે, પેઢલા ગામેથી ઝડપાયેલા બોગસ તબીબનું નામ અશ્વિન ધ્દાનજી મકવાણા છે.



આ શખ્સ કોઈ પણ ડીગ્રી વગર પોતાને ડોક્ટર જાહેર કરી બીમારીઓના નિદાન કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપી, ડોકટરી સાધનો પોતાની પાસે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયો છે. દરોડા સમયે આ શખ્શ પાસેથી વીઝીટીંગ કાર્ડ, ક્લીનીકનું પેપર બોર્ડ, દવાઓ, ગ્લુકોઝની બોટલ, દાકતરી વકરાના રૂપિયા ૩૫૭૦/- તેમજ રૂપિયા ૩ હજારના મોબાઈલ સહીત કુલ રૂ.૬૫૭૦/- નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.