સંતકબીર
રોડ પર રહેતા ચાંદીકામના ધંધાર્થી જયેશ રામાણીની હત્યામાં પકડાયેલા
પિતા-૨
પુત્રોને ૫ દિવસના રીમાન્ડની માંગણી માટે આજે કોર્ટમાં રજુ કરાશે
“અમે જયેશને એસીડ
પીવડાવ્યું જ નથી”
તેવું રટણ કરતા ત્રણેય આરોપીઓ
જીયાણાના
ખૂનીઓ સામે સયોગિક-સજ્જડ પુરાવાઓ શોધવા કુવાડવા પોલીસની સધન કવાયત
રાજકોટ
તા.૭
શહેરના
સંત કબીર રોડ પર રહેતા અને રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા જીયાણા ગામે ગયેલા યુવાનનું
એસીડ પીવડાવી ઠંડે કલેજે હત્યાના ગુનામાં પકડાયેલા પિતા-૨ પુત્રો એમ ત્રણેય
શખ્શોને આજે પોલીસ ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરશે. બીજી બાજુ
પકડાયેલા ત્રણેય શખ્શોએ અમોએ જયેશને એસીડ પીવડાવ્યું જ નથી તેવી વાતની કેસેટ વગાડતા
હવે પોલીસ ત્રણેય સામે સજ્જડ સયોગિક પુરાવાઓ એકત્ર કરવાની કવાયતમાં લાગી છે.
મળતી
વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર રહેતા અને ચાંદી કામની મજુરી કામ સાથે સંકળાયેલા
ધંધાર્થી જયેશ છગન રામાણી નામનો યુવાન પોતાના બાકી નીકળતા રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી
માટે જીયાણા ગામે ગયો હતો. ત્યારે તેમણે લેણદાર પર હુમલો કરી જાતે એસીડ પી લીધાની અને
સારવાર દરમિયાન મોત નીપજયાની પ્રાથમિક વિગતો પોલીસ પાસે પહોચતા પોલીસે શંકાસ્પદ
બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન
પોલીસને એસીડ પી જનાર મૃતક જયેશના ગજવામાંથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં
લખ્યું હતું કે રૂપિયા ૨૬ લાખની ઉઘરાણી કરવા તે જીયાણા આવ્યો હતો અને ઉઘરાણી
દરમિયાન કિશોર ચના રામાણીએ તેમને એસીડ પીવડાવી દીધું છે. આ સ્યુસાઈડનોટના આધારે
પોલીસે પોતના પર જયેશે હુમલો કર્યો હોવાની ખોટી સ્ટોરી ઘડી હોસ્પીટલમાં દાખલ થયેલ
કિશોર ચના, તેમના ભાઈ જતીન ઉર્ફે જીતેન્દ્ર અને પિતા મોહન રામાણી સામે ખુનનો ગુનો
નોંધી ગઈકાલે જ હિરાસતમાં લઇ લીધા હતા. અને આકરી પૂછપરછ ચાલુ કરી હતી.
પણ
ત્રણેયે એકી સાથે એ વાતનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું કે તેઓએ જયેશને એસીડ
પીવડાવ્યું નથી. બીજીબાજુ કિશોર, જતિન અને તેમના પિતા મોહન સામે પોલીસે વિધિવત
ખુનનો ગુનો નોંધી આજે ત્રણેયના ૫ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરનાર
છે. પ્રસ્તુત તસવીરોમાં જેમની હત્યા થઇ તે જયેશ(ડાબે) તેમજ હત્યાના ગુનામાં સંડોવાયેલા કિશોર ચના દેખાય છે.
એસીડ
પીધેલી હાલતમાં જયેશને હોસ્પીટલે ખસેડાયો ત્યારે તેમના પિતા છગનભાઈ રામાણીએ આક્ષેપ
કર્યો હતો કે, કિશોર ચનાએ તેમના પિતા અને ભાઈને સાથે રાખી પોતાના પુત્ર જયેશને
બળજબરીથી એસીડ પીવડાવી દીધું છે. પણ સામે પક્ષે કિશોરે પણ પોતાના પર જયેશ સહીત બે
જણાએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થતા પોલીસેને તે
સમયેજ શંકા ઉપજી હતી. આવા સમયે એ.સી.પી.એસ.આર. ટંડેલ, કુવાડવા પોલીસના પી.આઈ. એ. આર. મોડીયા, અને રાઈટર હિરાભાઈ રબારી સહિતનાં સ્ટાફે
ઘટના સ્થળે અને હોસ્પિટલે જઈ તપાસ હાથ ધરતા જયેશના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ
મળી હતી. જેમાં ઉઘરાણી અને એસીડ પીવડાવ્યાનો જયેશે ઉલ્લેખ કર્યો હોવાનું બહાર
આવ્યું હતું. અને આ વાત પુરવાર થઇ હોય તેમ જયેશની લાશના ફોરેન્સિક પીએમ રીપોર્ટે એ
વાતની પૂર્તતા કરી હતી કે જયેશ સાથે બળજબરી આચરાઈ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો