LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 20 ડિસેમ્બર, 2021
શનિવાર, 30 જાન્યુઆરી, 2021
મા ની મમતા ક્યારેય વસુકતી નથી
સંતાન નાનું હોય કે મોટું ફરક કરતી નથી
મા ની મમતા ક્યારેય વસુકતી નથી
જે રાહ જુએ છે સદા એ મા હોય છે
બાળકને જમાડ્યાં પહેલાં જમતી નથી
ઈશ્વર તો ફક્ત છે નબળી નકલ મા ની
ઈશ્વરની ય મા પાસે કોઈ ગણતરી નથી
નબળું બાળક હોય છે મા ને વધુ વહાલું
વહેવારીક ગણીતને મા સમજતી નથી
શરીર દાટો કે કરો ભલે અગ્નિ સંસ્કાર
મા તો મા છે, મા ક્યારેય મરતી નથી
પિતૃ નડે છે એ સદંતર ખોટી કથા છે
મર્યા પછી ય ઉગારે,મા કદી નડતી નથી
અભિનય પણ કરવો અશક્ય છે મા નો
મા ની જોડ આખાં બ્રહ્માડમાં મળતી નથી
સંકટ સમયે ખોળો કે છબી સદા હાથવગી
મૃત્યુ પછી ય મા સંતાનને વીસરતી નથી
મા હોય છે વિશ્વમાં બધાંની એક સરખી
પશુ પક્ષીઓની મા ય બચ્ચાને ભૂલતી નથી
જીતવા માટે સતત પ્રેરતી હોય છે મા પણ
જગ હારી આવેલ સંતાનને ય વઢતી નથી
- મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'स्वान्तः सुखाय' માંથી
“કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા” અંગે વલસાડમાં સેમીનાર યોજાયો.
ગૌ સેવક ભંવર લાલ કોઠારી ની પુણ્યસ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન સમારોહનું આયોજન
આ સન્માન પ્રાપ્તિ માટે ગૌ સેવાના ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યો સાથે જોડાયેલ સંસ્થાઓ પાસેથી આવેદનપત્ર તા. ૨૦/ ફેબ્રુઆરી/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. ભાગ લેવા ઈછનાર સંસ્થાઓએ પોતાના આવેદનપત્રો રાષ્ટ્રીય કામધેનું આયોગ, ડી. એમ. એસ કોમ્પ્લેક્સ, શાદીપુર, નવી દિલ્હી . અથવા રાષ્ટ્રીય સમન્વયક, રાજસ્થાન ગૌ સેવા પરિષદ, સીતા રામ સોલંકી ૫/૧૬, મહેશનગર, ઇન્દોર ( મધ્યપ્રદેશ ) ખાતે મોકલવાના રહેશે. ઇ-મેઇલ - sitaram.rgsp@gmail.Com અને rkamdhenu-aayog@gov.in અથવા 9425064016 - વ્હોટ્સએપ નંબર પર પણ સંસ્થાઓ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ગૌ સેવા સાથે સંકળાયેલ દરેક ને વિનંતી છે કે એ આ જાણકારી ગૌ સેવા સાથે જોડાયેલ સૌ સંસ્થાઓ સુધી પહોંચાડે. આ સન્માન સમારોહમાં એવોર્ડની ઘોષણા માટે શ્રી સુનીલ માનસિંઘકાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.સૌ ગૌ પ્રેમીઓને પોતાની ઉમેદવારી નોંધવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં મિતલ ખેતાણી મો.૯૮૨૪૪૨૧૯૯૯ એ અપીલ કરી છે.
સ્વરના વિજ્ઞાનની જાણકારીથી કાર્યસિદ્ધિની અગમચેતી મળે છે
તમે સવારે ઉઠો છો ત્યારે કયો પગ પહેલા મુકવો અને કેટલીવાર મુકવો તેની જાણકારી તમારો કયો સ્વર ચાલે છે તેના આધારે નક્કી કરી શકાય છે
યોગ શબ્દ યજ્ ધાતુ પરથી ઉદ્યૃત કરવામાં આવેલો છે. યજ્ એટલે જોડાણ. પોતાનું પોતાની સાથે જોડાણ. એટલે કે શીવ અને શક્તિનું મિલન. મન અને આત્માનું બેનમૂન જોડાણ. અને આ આનંદના અફાટ સાગરની અનુભૂતિ માટે પ્રાણાયામ અને આસનનો નિયમિત અભ્યાસ કરવાથી સિદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ થાય છે. સોઈમાં દોરો પરોવેલો હોય અને તે અરબી સમુદ્રમાં પડે તોપણ આપણે તે સોઈને પાછી લાવી શકીએ છીએ તેમ આપણા પ્રાણ ઉપર આપણું જો નિયંત્રણ હોય તો આપણા મન અને ઈન્દ્રિયને આપણા કાબુમાં લાવી શકીએ છીએ. આપણા શરીરમાં સ્વર કયો ચાલે છે તે જાણવાથી પણ અમાપ-સમાપ ફાયદાઓ થાય છે. જે લોકો સ્વર વિજ્ઞાન જાણે છે તેઓ મુશ્કેલીમાં ફસાતા નથી.
કયો સ્વર ચાલે છે તે જોવાની સરળ રીત
જે નસકોરૂ વધારે સહેલાઈથી શ્ર્વાસ લેતું હોય તે નાડી તે સમયે ચાલતી હોય તેમ કહેવાય છે. ડાબું નસકોરૂ તે ચંદ્રનાડી છે અને જમણું નસકોરૂ તે સૂર્ય નાડી છે. ચંદ્રનાડીને પિંગળા અને અને સૂર્ય નાડીને ઈડા કહેવામાં આવે છે. એટલે તમારા નસકોરા પાસે એક નસકોરૂ દબાવીને બીજા નસકોરા પર તમારી આંગળી રાખવાથી ખ્યાલ આવશે કે કઈ નાડી ચાલે છે. જમણા નસકોરા દ્વારા શ્ર્વાસ જો સહેલાઈથી ચાલતો હોય તો તે સૂર્યનાડી ચાલે છે તેમ કહેવાય. અને ડાબા નસકોરાથી શ્ર્વાસોચ્છશ્ર્વાસની ક્રિયા સહેલાઈથી ચાલતી હોય તો ચંદ્ર નાડી ચાલે છે તેમ કહેવાય. અરિસા પાસે ઊભા રહીને શ્ર્વાસ લેવાથી પણ ખ્યાલ આવશે કે જે નાડી ચાલતી હશે તે બાજુ અરિસામાં વરાળ જેવી છાંય પડી જશે. બંને નસકોરામાંથી શ્ર્વાસ ચાલતો હોય તેને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે.
નાડી બદલાવાનો સમય
પ્રત્યેક નાડી લગભગ અઢી ઘડી એટલે કે 60 મિનિટ સુધી ચાલતી હોય છે. એક નાડીમાંથી બીજી નાડીમાં જતા 36 ગુરૂઅક્ષર બોલાય એટલે કે લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગતો હોય છે. અને આ જે સંક્રમણ થાય છે તે સુષુમ્ણા નાડી દ્વારા થાય છે. જેને અધ્યાત્મની નાડી કહેવામાં આવે છે. સરસ્વતી માતાનો વાસ પણ આ સુષુમ્ણા નાડીમાં થયેલો છે તેમ કહેવાય છે. આ નાડી ચાલતી હોય ત્યારે કોઈ કાર્યનો આરંભ ન કરવો અને માત્ર ધર્મક્રિયાઓ કરવી, પ્રભુનું નામ લેવું.
એક મત પ્રમાણે સૂર્યના ઉદય સમયે ચંદ્રનાડી ચાલતી હોય અને સૂર્યના અસ્ત સમયે સૂર્ય નાડી ચાલે તો શુભ જાણવી. તેજ પ્રમાણે સૂર્યના ઉદય સમયે સૂર્ય નાડી વહેતી હોય અને અસ્તના સમયે ચંદ્ર નાડી વહેતી હોય તો શુભ જાણવું.
પ્રાત: કાળે અથવા બહાર જતી વખતે નાડી તપાસીને જવું
સવારના ઉઠતી વખતે કે ઘરની બહાર નીકળતી વખતે નિરીક્ષણ કરવું જોઈએ કે કઈ નાડી ચાલે છે. ડાબુ નસકોરૂ એટલે કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ ચાર વખત પહેલા મૂકીને પછી પ્રયાણ કરવું જોઈએ. અને જમણું નસકોરૂ ચાલતું હોય તો જમણો પગ પથારીમાંથી પહેલો બાર મૂકીને જમણા પગેથી જ પાંચ વખત જમણો પગ પહેલા મૂકીને પ્રયાણ કરવું જોઈએ. પણ ઉઠતી વખતે જો સુષુમ્ણા નાડી ચાલતી હોય તો પથારીમાં ફરીવાર સૂઈ જ રહેવું જોઈએ. અને બેમાંથી એક જ નાડી જ્યારે ચાલે ત્યારે ઉપરોક્ત નિયમાનુસારે જે નાડી ચાલતી હોય તે પ્રમાણેનો પગ બહાર મૂકવો જોઈએ.
જમણી નાડી ચાલતી હોય ત્યારે પાંચ પગલા અને
ડાબી નાડી ચાલતી હોય ત્યારે ચાર પગલા
પરાક્રમના કે શૌર્યભર્યા કાર્યો કરવાના હોય ત્યારે જમણી નાડી ચાલતી હોય ત્યારે જમણો પગ ઉંબરાની બહાર મૂકીને પ્રથમ પાંચ પગલા જમણા પગેથી જ ભરવા. તે જ પ્રમાણે ધીરતાના, ગંભીરતાના કે ધર્માદિક અનુષ્ઠાનો કરવાના હોય ત્યારે ડાબી નાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ બહાર મૂકીને પ્રથમ ચાર પગલા ડાબા પગના જ મૂકીને જો



