અનુયાયીઓ

બુધવાર, 8 જુલાઈ, 2015

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું ! આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું !
આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!
જેતપુર તા.8
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારની એક ખાનગી હોસ્પીટલમાં મેડીકલ સ્ટોરમાં બીલ ચુકવવામાં વ્યસ્ત એક દર્દીનું ગજવું હળવું કરી એક ટાબરિયો ભાગવા ગયો પણ પકડાઈ ગયો હતો. થોડી ઢોલ થપાટ બાદ આ બનાવમાં વધુ બે એટલે કે ત્રણ ટેણીયાની ત્રિપુટી પકડાવા પામી હતી. પણ ત્રણેય સગીર હોય પોલીસે રહેમરાહ રાખી જવા દીધાની વાત ચર્ચાસ્પદ બની છે.
મળતી વિગતો મુજબ વડીયાના હનુમાન ખીજડીયા ગામનો આહીર આશિષ કરશનભાઈ આજે પોતાના પિતાની પગની સારવાર માટે અહીના કણકીયા પ્લોટમાં આવેલી સંજીવની નામની હોસ્પીટલમાં લઈને આવ્યો હતો.
દરમીયાન જતી વેળાએ દવાખાનાન મેડીકલ સ્ટોરમાં આશિષ બીલની રકમ ચુકવવામાં વ્યસ્ત હતો ત્યારે એક આઠ-નવ વર્ષના ટાબરીયાએ આશિષના શર્ટના ઉપરના ગજવામાંથી રૂપિયા 2700/- સેરવી ભાગવા ગયો હતો. પણ તે પકડાઈ ગયો હતો.
દરમિયાન થોડી ધોલથપાટ વચ્ચે ટાબરિયાએ તેઓ 3 ટેણીયા હોવાની કબુલાત આપતા દવાખાનાન તુષાર પટેલ નામના યુવાને પકડાયેલ ટાબરિયાની વિગતો પરથી અન્ય બે ને પણ મોટર સાઈકલમાં બેસાડી, દવાખાને લઇ આવી પોલીસને સોપી દીધા હતા.
ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ ત્રણેયને ગાડીમાં બેસાડી પોલીસથાણે  લઇ ગયા હતા. પણ ત્રણેય અત્યંત ગરીબ વર્ગના અને સગીર હોય, ગુનો નોંધી શકાય તેમ ના હોય, પોલીસે ત્રણેયને છોડી મુક્યા હતા. બીજીબાજુ આ ત્રિપુટી પોલીસમાંથી છૂટીને બીજાના ગજવા હળવા નહિ કરે તેની શું ખાતરી ? તેવા પ્રશ્ન સાથે આ દવાખાનામાં અન્ય દર્દીઓ પણ પોત પોતાના ગજવા સલામત કરતા દેખાયા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....

ભાટગામ ખાતે સાડી ધોલાઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં, બેરોકટોક ચારે બાજુ ધોવાતી સાડી !
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર 
પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે જેતપુરના જેપુર ગામ નજીકમાં ગેરકાયદેસર સાડી ધોતા 3 વાહનો, 4500 સાડીઓ કબજે કરી 
3 કારખાનેદારો સામે વીરપુર પોલીસમાં નોંધાવી ફરિયાદો : તંત્ર કહે છે કે ઘાટ સાંજે તોડીએ  સવારે પાછા ચણાય જાય છે !

જેતપુર તા.8
જેતપુરના 3 કારખાનેદારોની  પર્યાવરણને નુકશાન થાય તે રીતે ધોવાતી સાડીઓ અને વાહનો કબજે કરી ગાંધીનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વિજીલન્સ ટીમના સુપ્રીન્ટેન્ડેન્ટ એન્જીનીયર વાછાણીએ સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોને અંધારામાં રાખી, પોલીસ ફરિયાદો નોંધાવી કડક કાર્યવાહી કરતા, જેતપુર પંથકમાં ગેરકાયદેસર સાડી ધોલાઈઘાટ ચલાવતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા જેતપુરના સાડી સાદી ઉદ્યોગનું લાલ પાણી પ્રદુષણ સદંતર મિટાવી દેવાના આશય સાથે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેષણ દ્વારા જેતલસરથી આગળ, ભેસાણ તાલુકાના ભાટગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે , સરકારી મદદ વચ્ચે અદ્યતન સાડી ધોલાઈ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવાયો છે.

આ ટ્રીટમેંટ પ્લાન ખુલ્લો મુકાયો ત્યારે સરકારી પ્રધાન, પદાધિકારીઓ તેમજ પાણી પ્રદુષણ બોર્ડના ટોપ ટુ બોટમ સુધીના અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત તમામ કારખાનેદારો, ઉદ્યોગપતિઓની હાજરીમાં જાહેર કરાયું હતું કે તમામ કારખાનેદારોએ પોત પોતાના કારખાનામાં પ્રિન્ટ થતી સાડીઓ અહીજ (ભાટગામ ) જ લાવવી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ કચાસ નહિ રખાય.

આમ છતાં અમુક નાના કારખાનેદારો કોણ જાણે ભાટગામના ટ્રીટમેંટ પ્લાન્ટમાં જોડાઈ નથી શકતા કે જાણીજોઇને પ્રદુષણ ફેલાવી જેતપુરના સાડી ઉદ્યોગનું પતન નોતરવા નિમિત્ત બની રહ્યા છે ? તે સમજાયા વગરની વાત અમુક કારખાનેદારો કોઈનું માનતા ના હોય( સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સતાવાળાઓને રાજી રાખી !?) બેરોકટોક ગમે ત્યાં નદી નાળામાં કે કોઈના વાડી ખેતરોમાં સાડી ધોલાઈ કરી પર્યાવરણને નુકશાન પહોચે તે રીતે પાણી છોડતા હોવાની છેક ગાંધીનગર ખાતે ફરિયાદો થતા,
આજે સવારથી જ ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણની વિજીલન્સ ટીમના સુપ્રી.એન્જી. વાછાણી પોતાના કાફલા સાથે, સ્થાનિક તંત્રને અંધારામાં સુતું રાખી જેતપુર પંથકમાં ત્રાટકતા, તાલુકના જેપુર ગામ નજીકની નદીમાં સાડી ધોતા 3 વાહનો 4500 સાડીઓ સાથે પકડાઈ ગયા હતા. જે બાબતે મળતી વિગતો મુજબ દીપવીન ઈન્ડસ્ટ્રીજ(ગઢની રાંગ ) ના સચાલાકોનો જીઆરપી 5442 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડી, જોન્સન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ (ચામ્પ્રાજ્પુર રોડ)ના સંચાલકોનો જીજ3એક્સ 1826 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડીઓ તથા જલદર્શન ડાઈંગના સંચાલકોનો જીઆરપી 5220 નંબરનો મેટાડોર 1500 સાથે કબજે કરી ત્રણેય સામે વીરપુર પોલીસ સ્ટેશનમાં જેતપુર પ્રદુષણ નિયંત્રણ કચેરીના  નાયબ ઈજનેર પ્રવિણચંદ્ર બાબુલાલ કટેશીયાને ફરિયાદી બનાવી ગુનાઓ નોંધાવતા ચકચાર જાગી છે. વીરપુર પોલીસના ફોજદાર જોશીએ  ફરિયાદ મુજબ ત્રણેય મેટાડોરની કીમત રૂપિયા 1-1-1 લાખ એટલેકે 3 લાખના વાહનો અને 1500-1500-1500 મળી કુલ રૂપિયા 6 લાખની સાડીઓ કબજે કરી ધોરણસરની વિધિ હાથ ધરી છે.

બોક્સ: એક કારખાનેદારનું બધું લીગલી નીકળ્યું !
જેતપુર : આ લખાય છે ત્યારે રાત્રીના પોણા આઠ વાગ્યે પોલીસ અને આધારભૂત વર્તુળોમાંથી એવી વિગતો સાંપડી હતી કે દીપવીન ઇન્ડ. ના સંચાલકો પાસસે સાડી ધોલાઈ ઘાટનું કાયદેસર કન્સાઈન હોય તેઓનું મેટાડોર તથા સાડીઓ તેઓ બધું લીગલી કાગળો રજુ કરી વીરપુર પોલીસ પાસેથી છોડાવી આવ્યા છે. પણ એક વખત પોલીસમાં એફઆઈઆર થયા પછી બધું કોર્ટ મારફતે જ મળી શકે તે વાતે અનેક ચર્ચાઓ જન્માવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812





અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર : લુહાર સ્વ.પ્રાણલાલ ઘુસાભાઈ ડોડીયાના જમાઈ પંકજકુમાર દેવજીભાઈ પીઠવા(ઉ.વ.45) તા.4.7. અવસાન પામ્યા છે. બેસણું તા.9 ને ગુરુવારે, સાંજે 4-30 થી 6-00, ગાયત્રી મંદિર કોટડીયાવાડી પાસે, જેતપુર ખાતે રાખેલ છે.


કશ્યપ જે. જોશી જેતપુર
​જેતલસર 9974262812

JETPURMA KAAMDHENU GAU RAKSHK GRUPU DWARA MORBI PASHU ATYACHAR SAAME MAM...





JETPURMA AAJE KAAMDHENU GAU RAKSHAK GROUP-TRUST ANE STUDENT UNION NA SANYUKT UPKRAME MORBIMA PASHUO PAR ATYAACHAR AACHARNAAR HARAMKHOR TOLKINE TAATKALIK ZABBE KARI AAKRI SAJA KARVAANI MAANG SAATHE EK RAILY NU AAYOJAN KARAYU HATU. JE SHAHERNA RAAJ MARGO PAR FARI HATI..TYAARBAAD AHINA MAMLATDAR JITENDRABHAI BHORANIYANE AAVEDAN AAPI GHATATU KARAVVANI GAU BHAKTO TEMAJ VIDHYAARTHI AAGEVAANOE MAANG KARI HATI.

001 - KASHYAP JOSHI JETPUR 9974262812

મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન દ્વારા મામલતદારને અપાયું આવેદન..

http://www.sendspace.com/filegroup/Z%2B6JuCUvf4gdOXtjPqr5yrjc1N6zi2T0



મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં 
કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન 
દ્વારા મામલતદારને અપાયું આવેદન..
જેતપુર તા.8
મોરબીમાં પશુ પર આચરાયેલ અમાનવીય અત્યાચારના વિરોધમાં આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને સ્ટુડંટ યુનિયનના ગૌસેવા પ્રેમીઓએ એક રેલી યોજી જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું.

મળતી વિગતો મુજબ તાજેતરમાં મોરબી ખાતે પાંચથી વધુ પશુઓ ઉપર કોઈ હરામખોર ટોળકીએ એસીડ છાંટવા ઉપરાંત તલવાર અને ધારિયાના ઘા ઝીંકી અમાનવીય કૃત્ય આચરતા આ વાતના જેતપુરના ગૌસેવા પ્રેમીઓમાં ઘેર પડઘા પડ્યા હતા. 
પશુઓ પર આમ આવી રીતે નિર્દયપણું રાખનાર તત્વોને તાકીદે પકડી પાડી આકરી સજા કરવાની માંગ સાથે આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ ટ્રસ્ટ જેતપુરના કિશોર ગેવરીયા, ગોપાલ ડોબરિયા, ભાવેશ બાલધા, પંકજ સોલંકી, મુકેશ પટોળીયા, સતીશ ગોંડલિયા, રવિ ભડલીયા, અમિત ટાંક, નરેન્દ્ર લાખાણી, દીપક પટોળીયા, સાગર મોરબીયા, રાહુલ ભુવા, 

સ્ટુડંટ યુનિયનના મયુર સરવૈયા, રવિ વઘાસીયા, ચીરાગ ગોહેલ-દોમડીયા, પીયુષ ભુવા, લાલજી વઘાસીયા, હિન્દ ગૌ રક્ષક ગ્રુપના સંજય ટોળીયા, કપિલ ભટ્ટ, હિતેશ ડાભી, ચિરાગ જોશી વિગેરે એ અહીના જુનાગઢ રોડ પરની કોલેજ ખાતેથી એક બાઈક રેલી યોજી હતી. જે તીનબત્તી ચોક, મહાત્મા  ગાંધી રોડ, ભીડભંજન મહાદેવ રોડ, ખોડપરા મેઈન રોડ થઈને મામલતદાર કચેરીએ પહોચી હતી.

મામલતદાર કચેરીના પ્રાંગણમાં ઉપરોક્ત તમામ ગૌભક્તોએ ગૌવંશ અત્યાચાર અને હત્યા બંધ કરવો, પશુઓ પણ આત્યાચાર કરનાર હરામખોર ટોળકીને તાકીદે ઝેર કરી જાહેરમાં આકરી સજા કરો  વી. માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી મામલતદાર જીતેન્દ્ર ભોરણીયાને આવેદન પાઠવ્યુ હતું.

મામલતદારને આવેદન આપનાર તમામ ગૌ ભક્તોએ એકીસુરે જણાવેલ કે ઈશ્વરે જેને કોઈ વાચા આપી નથી, માનવીની જેમ કોઈ પણ પ્રકારના કાળા-ધોળા કરવાની કે કાવાદાવા રમવાની શક્તિ નથી અર્પી અને એકદમ મૂંગા પશુઓ તરીકે જન્મ આપ્યો છે તેને આજનો પામર માનવી રાક્ષસી વૃત્તિ આચરી હેરાન કરે, એસીડ છાંટે, તલવાર, ધારિયાના ઘા ઝીંકી ઘાયલ કરે તે વાત એક હિન્દુના સુપુત્રો તરીકે અમો સ્વીકારી શકીએ નહિ. આવું હીન કૃત્ય કરનાર મોરબીના તત્વોને બને તેટલા જલ્દી પકડાવાની માંગ કરતુ આમારું આવેદન છે. મામલતદારે આવેદન સ્વીકારી પોતાની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું ગૌ સેવકો કિશોર ગેવરીયા અને ગોપાલ ડોબરીયાએ જણાવ્યું હતું...
કશ્યપ જોશી જેતપુર 9974262812

માત્ર જાણ : ઉપરની ત્રણેય લીન્ક્સ આ 
મેટરની વિડીયો ક્લિપ્સ છે.કશ્યપ જોશી જેતપુર