અનુયાયીઓ

શનિવાર, 17 ઑક્ટોબર, 2015

જેતપુરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૧૦૦૦ સીસી રક્ત એકત્ર થયું..........

જેતપુરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં

૨૧૦૦૦ સીસી રક્ત એકત્ર થયું..........

 

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પોરબંદરના સાંસદ રાદડિયાની રકતતુલા કરાઈ

 

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

શ્રી જે.ડી.આંબલીયા મેડીકલ, એજ્યુકેશન એન્ડ મેડીકલ રીસર્ચ સેન્ટર દ્વારા  અહી યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં જાણે રક્તનો દરિયો વહ્યો હોય તેમ ૨૧૦૦૦ સીસી રક્તદાન એકત્ર થયું હતું.

આ બાબતે માહિતી આપતા સરદાર પટેલ એશોશીયેશનના પ્રમુખ રવિભાઈ આંબલીયાએ જણાવેલ કે, તેઓના રક્તદાન કેમ્પના આયોજનમાં સૌથી વધુ મહિલાઓએ યોગદાન આપી કુલ ૭૦૦ બોટલ્સ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન સ્વીકારવાની તેઓની આવી સેવામાં નાથાણી બ્લડ બેંક રાજકોટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદની બ્લડ બેન્કોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે શ્રી ભોજલરામ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, શાપર વેરાવળની ટીમે સહયોગ આપ્યો હતો.

રવિભાઈના જણાવ્યા અનુસાર એકત્રિત રક્તથી ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલ અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની રકતતુલા કરાઈ હતી. રક્તદાન કેમ્પ દરમિયાન જેતપુરના નામી અનામી ઉદ્યોગપતિઓ અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા વિગેરે હાજર રહ્યા હતા.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )

 

 

 

 

 

 

 

 

 

જેતપુરમાં યોજાયેલ રાસોત્સવ સંપન્ન

વિજેતા ખેલૈયાઓને પુરુસ્કૃત કરાયા

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના અમરનગર રોડ પર આવેલ જગુભાઈ કોટડીયાના મેદાનમાં શ્રી સરદાર પટેલ એશોશીયેશનના રવિભાઈ આંબલીયા દ્વારા યોજાયેલ ચાર દિવસીય રાસોત્સવ ગઈકાલે ધામધુમથી સંપન્ન થયો ત્યારે શહેરીજનોએ મોટી સંખ્યામાં દાંડીયાના તાલે ઝૂમ્યા હતા. રાજ્ય મંત્રી જયેશ રાદડિયાની હાજરીમાં યોજાયેલ રાસોત્સવમાં સારું પરફોર્મન્સ દેખાડનાર નાની વયથી મોટેરા ખેલૈયાને આયોજક સંસ્થા પ્રમુખ રવિ આંબલીયા તેમજ રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ઇનામો અપાયા હતા તે તેમજ રસોસ્ત્સવમાં ખેલતા ખેલૈયાઓ પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )

 

 

 

 

 

 

 

ફિક્સ પગાર નીતિનો ઉગ્રાવેશે કરાયો વિરોધ

જેતપુર તાલુકાના ફિક્સ પગારના કર્મીઓનું     

મામલતદારને આવેદન, અમારો વાંક શું, ગુનો શું?

જે દરરોજ પ્રજાના આવેદનો સ્વીકારે છે તેવો મામલતદાર સ્ટાફે પણ નોંધાવ્યો વિરોધ !!

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતા અને ફીક્સેસન કે હંગામી ઢોરને રાજ્યભરમાં ફરજ બજાવતા કર્મીઓ અને વાલીગણે આજે જેતપુર ખાતે દોડી આવી મામલતદાર ભોરણીયાને આવેદન પાઠવી સરકારની ફિક્સપગારનીતિનો ઉગ્રાવેશે વિરોધ કર્યો હતો. આ તકે અચરજ એક એ જોવા મળ્યું કે આવી માંગમાં ખુદ જેતપુર મામલતદાર કચેરીનો સ્ટાફ પણ જોડાયો હતો.

મળતી વિગતો મુજબ ગુજરાત સરકારમાં ફિક્સ પગારથી કર્મચારીઓને નોકરી આપી યુવાનોના કરાતા શોષણ તથા ભારતના બંધારણમાં સમાવિષ્ટ સમાન કામે માટે સમાન વેતનના સિદ્ધાંતોનો ભંગ કરતી ગુજરાત સરકારની વિકસ પગાર નીતિનો વિરોધ કરવા માટે આજે જેતપુર શહેર તેમજ તાલુકામાં વસતા ફિક્સ પગારના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અહીના મામલતદારને આવેદન આપવા દોડી આવ્યા હતા.

આવેદનમાં જણાવ્યું છે કે, રાજસ્થાન સરકારે તાજેતરમાં દાખલ કરેલી ફિક્સ પગારની ભરતીને રાજસ્થાન હાઈકોર્ટે બંધારણના ભંગ સમાન ગણાવી રદ કરતા રાજસ્થાન સરકારે હાઈકોર્ટનો ચુકાદો સ્વીકારી ફિક્સ પગાર નીતિ બંધ કરી દીધી છે. જ્યારે ગુજરાતમાં પણ હાઈકોર્ટે ફિક્સ પગાર બંધ કરી, પુરા કામ માટે પૂરો પગાર આપવાનો હુકમ કર્યો છે. પણ ગુજરાત સરકારે આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓ સાથે હળાહળ અન્યાય કર્યાનો આક્ષેપ કરાયો છે.

ફિક્સ પગાર નીતિ લાગુ કરવામાં પણ સરકારની બેધારી નીતિને બતાવતા જેતપુર શહેર અને તાલુકાના કર્મીઓ કહે છે કે સરકારે આવી ફિક્સ પગાર નીતિ માત્ર વર્ગ-૩ ના  કર્મચારીઓ માટેજ લાગુ પાડી છે. જે અન્યાયકર્તા છે. કારણ સરકારે જો આવી નીતિ લાગુ પાડવી જ હોય તો પદાધિકારીથી માંડીને નિમ્ન સ્તર સુધીના અધિકારીઓ કે કર્મચારીઓને આવરી લેવા જોઈએ. તેને બદલે માત્ર માછલા સમાન કર્મીઓ જ સરકારે ધ્યાને લીધા છે, મગરમચ્છ સમાન કર્મીઓ સામે સરકારે આંખ મીચામણા કર્યા છે.

આવેદનમાં એક એવી પણ માંગ કરાઈ છે કે ફીક્શેષણ અન્વયે ગુજરાત હાઈકોર્ટના ફિક્સ વેતન કર્મચારીઓ તરફે આવેલ ચુકાદાને માન્ય રાખી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચવામાં આવે, ફિક્સ કર્મચારીઓના ૫ વર્ષનો સમયગાળો પૂર્ણ વેતનની નોકરીમાં ગણી લેવો અને આ વર્ષોના ઇજાફા સાતેહ પૂર્ણ વેતન આપવું, સરકાર કામની ગુણવત્તા અન્યો રાજ્યો સાથે સરખાવે છે તો વેતનની બાબતમાં અન્યો રાજ્યોનો કેમ ધડો લેતી નથી ?,

બોક્સ: કામનો ઢસરડો વર્ગ-૩ ના કર્મચારીઓ માથે !?  

જેતપુર : આવેદન આપવા આવેલા ફિક્સ પગારદાર કર્મીઓએ એવો પણ વસવસો વ્યક્ત કરેલ કે વર્ગ-૩ ના કર્મીઓ ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ ગણાય, મતદારયાદી, ચુંટણી, પુર રાહત, સર્વે, ડિજાસ્ટર, શિક્ષણ, આરોગ્ય, સલામતી જેવી તમામ લોકોને સ્પર્શતી મહત્વી કામગીરીઓ ફિલ્ડમાં કરતા હોય છે, જયારે ઉપરી અધિકારીઓને વર્ગ-૩ ના કર્મીઓએ કરેલ કામગીરીના અહેવાલમાં માત્ર મત્તું મારવાનું હોય છે. ત્યારે સરકારની અનેકવિધ કામગીરીઓ સાથે જોડાયેલા વર્ગ-૩ ના કર્મચારીઓ સાથે આવો ભેદભાવ કેમ તેવો સવાલ ઉઠાવાયો છે.

 

બોક્સ: રોજ પ્રજાના સ્વીકારીએ છીએ,

       આજે અમારે આવેદન આપવું પડ્યું ?

જેતપુર :  ફિક્સ પગાર વેતન નીતિનો વિરોધ કરી પુરતો પગાર આપવાની માંગ સાથે આજે મામલતદારને અપાયેલ આવેદન દરમિયાન એક અચરજ એ વાતનું જોવા મળ્યું કે સામાન્ય રીતે પ્રજા દોડી દોડીને મામલતદાર કચેરીએ જઈને આવેદનો આપતી હોય છે પણ આજે જેતપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નિખીલભાઈ મહેતા સહિતના મામલતદાર કચેરીના ૧૨ જેટલા કર્મચારીઓ પણ આ વિરોધવંટોળમાં જોડાઈને મામલતદાર ભોરણીયાને આવેદન આપ્યું ત્યારે થોડીવાર સૌમાં રમુજ ફેલાઈ હતી, કે ભાઈ રોજ તો અમોને પ્રજા આવેદનો આપી જાય છે, આજે અમારે આવેદન આપવા આવવું પડ્યું !!

 

બોક્સ: અમારું આર્થિક સંતુલન હાલક ડોલક

       થઇ    ગયું : વાલીઓ

જેતપુર : જેતપુરના મામલતદારને આવેદન પાઠવાયું ત્યારે પોત પોતાના ફિક્સ પગારદાર પુત્રો સાથે ઉપસ્થિત અમુક વાલીઓએ એવું જણાવેલ કે તેઓએ પોતાના સંતાનોને પેટે પાટા બાંધી ભણાવ્યા, અત્યારે સુધીમાં સાત-આઠ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું, છતાં સરકાર માત્ર રૂપિયા ૭૮૦૦ જેટલું માસિક વેતન આપી મશ્કરી કરતી હોય, હવે અમારું આર્થિક સંતુલન હાલક ડોલક થઇ ગયું છે. સરકાર આવા પગારદારોના વાલીઓની મનોદશા ધ્યાને લેવી જોઈએ !

 

બોક્સ: વડાપ્રધાન...વડાપ્રધાન તમે ક્યા છો બાપ ???

જેતપુર :  આવેદનમાં અંતમાં  ફિક્સ વેતનદાર કર્મીઓએ એવું દુખ વ્યક્ત કર્યું છે કે ભારત દેશમાં લોકતંત્ર યુવાનોના હાથમાં હોય એવું વારંવાર ઉચ્ચારી દેશના યુવાનોના મનોબળની સરખામણી કરતા વડાપ્રધાન મોદી પોતાના ગુજરાતના યુવા સરકારી  વાલીગણ પોતે પોતાના સંતાનો માટે વ્હારે આવી એમ કહેવું પડે કે આ ફિક્સ પ્રથાનું સમયસર નિરાકરણ નહિ આવે તો આર્થિક અને માનશીક વ્યથિત વાલીગણ જાહેર રસ્તાઓ પર આવી કોઈ અજુગતું પગલું ભરશે અને આ વાત પાછળ સંપૂર્ણ જવાબદારી કોને રેહેશે તે તો ખર નથી પણ પણ અમારા સંતાનો માં બાપ વગરના ચોકસ થશે તે વાત પાકી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )