અનુયાયીઓ

બુધવાર, 17 જુલાઈ, 2013

Abtak News Rajkot 17-07-2013

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR

KASHYAP JOSHI JETPUR JETALSAR

KASHYAP JOSHI JETPUR JETALSAR

ગ્રાહકને રાઉન્‍ડ ઓફમાં ચેક લખવાનું બેંક કહી ન શકે




ગ્રાહકને રાઉન્‍ડ ઓફમાં ચેક લખવાનું બેંક કહી ન શકે

મુંબઇ
જો તમારી બેંક પૈસા સાથેનો ચેક સ્‍વીકારવાની ના પાડે તો તે નિયમની વિરુધ્‍ધ છે અને તેનો અસ્‍વીકાર કરનાર બેંક સામે શિક્ષત્‍મક કાર્યવાહી થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્‍પષ્ટ જણાવ્‍યું છે કે ચેકમાં રકમ રાઉન્‍ડ ઓફ કરવાની કોઇ જરૂર નથી. રાઉન્‍ડ ઓફ વગરના અને રૂપિયા-પૈસા સહિતની રકમ દર્શવતા ચેકનો અસ્‍વીકાર કરનાર બેંકોને કડક પગલા લેવાની ચેતવણી આપી છે. આ મુદ્દે અગાઉ પણ રિઝર્વ બેંકે તમામ બેંકોને નિર્દેશ આપતો આંતરિક પરિવત્ર જારી કર્યો હતો. વાસુદેવ ઠક્કર નામના એક ગ્રાહક બેંકમાં રૂા.૫,૬૮,૭૮૯નો ચેક જમા કરાવવા ગયા હતા. ત્‍યારે તેમને બેંકે તેમને રકમ રૂપિયામાં રાઉન્‍ડ ઓફ કરીને નવાં ચેક ઇશ્‍યુ કરવા જણાવ્‍યું હતું. બેંક ગ્રાહકને આંતરિક પરિપત્ર પણ બતાવ્‍યો હતો.જેમાં સ્‍પષ્ટ લખ્‍યું હતું કે રૂપિયાના ફ્રેકશનવાળી રકમ લખેલા ચેકનો સ્‍વીકાર ન કરવો પરંતુ ઠક્કર કોઇ સેવાનું બિલ ચૂકવવા આવ્‍યા હતાં જેઓ બીજો ચેક બગાડવા લચ્‍છાતા ન હતાં. તેમણે આરટીઆઇ અરજી કરીને જાણવા માગ્‍યું હતું કે આ પરિપત્રનો કોઇ આધાર છે કે કેમ? તેમાં જવાબમાં રીઝર્વ બેંકે માર્ચ ૨૦૦૭નો આરબીઆઇ નં.૨૦૦૬-૨૦૦૭/૨૯૯ પરિપત્રની નકલ આપી હતી જેમાં લખ્‍યું હતું કે આવા ચેકનો અસ્‍વીકાર કરનાર બેંક પર કડક પગલા લેવામાં આવશે. આ પરિપત્રમાં આવા ચેકનો અસ્‍વીકાર કરનાર કર્મચારીઓ સામે પગલાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ પરિપત્ર હાલકોર્ટના જસ્‍ટિસ આર.એસ. ગર્ગના ચુકાદા સંદર્ભ જારી કરવામાં આવ્‍યો હતો જેમાં કોર્ટે લખ્‍યું હતું કે રિઝર્વ બેંકને આથી નિર્દેશ આપવામાં આવે છે કે તે તમામ બેંકોને નવેસરથી અધિસુચના આપે અને જુએ કે રૂપિયા-પૈસા લખેલ અને રાઉન્‍ડ ઓફ આંકડો ન ધરાવતાં ચેક સ્‍વીકારવાનો ઇનકાર કરનાર લોકો સામે કડક પગલા લેવાય છે. કોર્ટે વધુમાં નોંધ્‍યું હતું કે બેન્‍ક માત્ર મોટી રકમની જ નોટ સ્‍વીકારશે. નાની નોટો ગ્રાહકો બજારમાં વાપરવી જોઇએ તેવું નહી કહી શકે. કોર્ટે નદધ્‍યું હતું કે કોઇ ગ્રાહક રૂા.૧ લાખ રૂા.પાંચની નોટોમાં જમા કરાવવા આવે તો તેનો સ્‍વીકાર કરવાનો ઇનકાર ન કરી શકાય.

ગુરૂવારે સેમીનાર યોજાશે





લોકસાહિત્‍ય, લોકસંસ્‍કૃતિ અને સમૂહ માધ્‍યમો વિષય ઉપર ગુરૂવારે સેમીનાર યોજાશે

રાજકોટ,
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુકત ઉપક્રમે 'લોકસાહિત્‍ય, લોકસંસ્‍કૃતિ અને સમૂહ માધ્‍યમો' વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન આગામી તારીખ ૧૮-૭-૨૦૧૩ ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ઈન્‍દુબાઈ પારેખ આર્ટ ગેલેરી - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થયેલ છે. કુલપતિ શ્રી એમ. કે. પાડલીયાની અધ્‍યક્ષતામાં યોજાયેલા આ સેમીનારમાં રાજયના માહિતી ખાતાના પૂર્વ માહિતી કમિશનરશ્રી અને હાલમાં આર. ટી. આઈ. ના માહિતી કમિશ્નર પદે નિમાયેલા તથા લોકસાહિત્‍ય લોકસંસ્‍કૃતિ અને સમૂહ માધ્‍યમોના જાણતલ એવા શ્રી વી. એસ. ગઢવી ચાવીરૂપ પ્રવચન આપશે. આ સેમીનારમાં ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી, ફૂલછાબ તંત્રી શ્રી કોૈશિકભાઈ મહેતા અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્‍ટીના ડીન શ્રી જે. કે. ડોડીયા અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત રહેશે. આ પ્રેસ સેમીનારમાં ઉપસ્‍થિત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર દ્વારા રાજકોટ જીલ્લાના પત્રકારમિત્રોને નિમંત્રણો પાઠવાયા છે.