લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહ માધ્યમો વિષય ઉપર ગુરૂવારે સેમીનાર યોજાશે
રાજકોટ,
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુકત ઉપક્રમે 'લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહ માધ્યમો' વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન આગામી તારીખ ૧૮-૭-૨૦૧૩ ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ઈન્દુબાઈ પારેખ આર્ટ ગેલેરી - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થયેલ છે. કુલપતિ શ્રી એમ. કે. પાડલીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમીનારમાં રાજયના માહિતી ખાતાના પૂર્વ માહિતી કમિશનરશ્રી અને હાલમાં આર. ટી. આઈ. ના માહિતી કમિશ્નર પદે નિમાયેલા તથા લોકસાહિત્ય લોકસંસ્કૃતિ અને સમૂહ માધ્યમોના જાણતલ એવા શ્રી વી. એસ. ગઢવી ચાવીરૂપ પ્રવચન આપશે. આ સેમીનારમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી, ફૂલછાબ તંત્રી શ્રી કોૈશિકભાઈ મહેતા અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના ડીન શ્રી જે. કે. ડોડીયા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ પ્રેસ સેમીનારમાં ઉપસ્થિત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા રાજકોટ જીલ્લાના પત્રકારમિત્રોને નિમંત્રણો પાઠવાયા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો