જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા
જેતલસર (જેતપુર) તા.24 કશ્યપ જોશી દ્વારા
જેતપુરમાં વોર્ડ નં. 1 ની ખાલી પડેલી જગ્યા માટે યોજાનારી પેટા ચુંટણીમાં ઝંપલાવવા આજે 11 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1 ના સદસ્ય રણમલભાઈ ઓડેદરાએ અંગત કારણોસર રાજીનામું આપતા આ બેઠક ખાલી થઇ હતી.
બક્ષી પંચ અનામત એવી આ બેઠક(વોર્ડ નં.1)ની પેટા ચુતાની આગામી 2.2.15 ના રોજ યોજાનાર છે. પણ આ પહેલા ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો મળી કુલ 11 ઉમેદવારોએ ચુંટણી લડવા ફોર્મ્સ ભર્યા હતા. આ તમામ ફોર્મ્સ 27.1.15 ના રોજ ચકાસાશે, તા. 28 મી જાન્યુઆરી ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ નિયત કરાઈ છે.
ખાસ કરીને આજે કોન્ગ્રેસ અને ભાજપ તેમજ અપક્ષ ઉમેદવારો પોતપોતાના સમર્થકો સાથે અત્રેની મામલતદર કચેરી ખાતે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. એક અચરજ ભરેલી અને ચર્ચાસ્પદ ભરેલી એક વાત મામલતદાર કચેરીમાં એ ચર્ચાતી સાંભળવા મળી કે જેતપુરની આ બેઠક બક્ષીપંચ અનામત હોવા છતાં એક પટેલ ઉમેદવારે એક નહિ 3-3 ફોર્મ્સ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
બોક્સ: 11 મુરતિયાઓમાં કોણ કોણ ??
જેતલસર: જેતપુર વોર્ડ નં. 1 ની પેટા ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ભાજપના સિમ્બોલ સાથે કંચનબેન રાકેશભાઈ ગોહેલ, તથા તેમના પતિદેવ રાકેશ બચુભાઈ ગોહેલ(ડમી ) ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાં જુના જોગી એવા પંચાસરા બળદેવભાઈ ઘુસાભાઈએ ઉમદવારી નોંધાવી હતી.
જયારે અપક્ષો તરીકે સુમરા સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ, જયંતી વાલજી વરડાન્ગર, પ્રતાપભાઈ ભીમાભાઇ ઓડેદરા, સુરેશભાઈ વાલજીભાઈ એંધાણી તથા દેવશીભાઈ કરમશીભાઈ ઝીન્ઝુવાડીયા, અને બવીશા આશાબેન વિનુભાઈએ પોતાના સહીત 3 (2 ડમી )ફોર્મ્સ ભર્યા હોવાની વિગતો ચુંટણી કાર્ય સંભાળતા ભોંકીયાભાઈએ જણાવેલ..
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812
