અનુયાયીઓ

મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ

જેતપુરમાં 9 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરજમાં પીએસઓને 
રુકાવટ કરનાર યુવાનને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતલસર(જેતપુર) તા.24
જેતપુરના શહેર પોલીસ સ્ટેશનમાં આજથી નવ વર્ષ પહેલા ફરજ પરના પીએસઓ સાથે બોલાચાલી કરી ફરજમાં રુકાવટ પેદા કરનાર જેતપુરના એક રબારી યુવાનને આજે જેતપુરની કોર્ટે 2 મહિનાની સજા અને રૂપિયા 500 દંડ કર્યાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું..
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં ચાપરાજની બારી વિસ્તારમાં રહેતા પરેશ રબારી નામના યુવાને ગઈ તા.30-3-2005 ના રોજ શહેર પોલીસ થાણામાં ઘુસી જઈ, મને પેન આપો, મારે લીંબાસીયા સાહેબનો નંબર જોઈએ છે, તેવું પીએસઓ ફતેહસિંહ પ્રતાપસિંહ ગઢવીને જણાવતા, પીએસઓએ ના પાડતા પરેશે બોલાચાલી કરી, પીએસઓને ગાળો આપી ધમકી આપી હતી કે ગોંદરા વિસ્તારમાં આવજે તને જોઈ લઈશ.
દરીમિયાન પોલીસે ઉપરોક્ત યુવાન સામે ગુના રજી.નં. 3103/2005 થી આઈપીસી કલમ 186, 189, 504 તથા બીપીએકટની કલમ 110, 117 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ તપાસનીસ પોલીસ અધિકારીએ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા જ્યુડી.મેજી.ફ.ક.ની કોર્ટમાં આ કેશ ચાલ્યો  દરમિયાન સરકારી વકીલ ડી.બી.પંચાલની ધારદાર દલીલોને ધ્યાને લઇ જજ એ.ડી.રાજપૂતે યુવાનને તકસીરવાન ઠેરવી 186 ના ગુનામાં 2 મહિનાની સાદી કેદ અને રૂ,500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવેલ..

બોક્સ : આ ગુનામાં કોઈને સજા થઇ નથી 
જેતલસર(જેતપુર) : સરકારી વકીલ પંચાલે જણાવેલ કે ફરજમાં રુકાવટની ફરિયાદ/ ગુનામાં લાંબા સમય થયા કોઈ કોર્ટમાં કોઈને સજા થઇ હોવાનું સાંભળવા મળ્યું નથી. ત્યારે સરકારી કર્મચારીઓ પર રોફ જમાવી સમયાંતરે સીનસપાટા કરતા શખ્શોને ભાન થાય તેવા આજના જેતપુરની કોર્ટના ચુકાદાથી આવા ગુના કરનારાઓમાં ફફડાટ ફેલાયેલ છે.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત




જેતલસરના કોળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત  
જેતલસર તા.24
જેતલસરના ગાયત્રી નગરમાં રહેતા કિશોર રવજી મકવાણા નામના 30 વર્ષીય કોળી યુવાને આજે કોઈ અગમ્યો કારણોસર સીમની એક વાડીમાં વૃક્ષ સાથે દોરડું બાંધી, ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે. પોલીસે જણાવેલ કે મૃતક યુવાન થોડા સમય પહેલાજ મોણપર ગામેથી જેતલસર રહેવા આવ્યો હતો. તે પરિણીત છે. અને તેમની પત્ની રીસામણે હોવાની વિગતો મળી છે. પણ તેમને આં પગલું શા માટે ભર્યું તેની જાણકારી મેળવાઈ રહી છે.

કશ્યપ જોશી જેતલસર 99742 62812

રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!

આખરે ડેડરવાનું પંચાયત તંત્ર જાગ્યું ખરું !
રહેણાંક મકાનો પાસેની ગંદકી દુર કરવા 
ગામની શેરીએ શેરીએ સાદ પડાવ્યો !!!
જેતલસર તા.24
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ અજગર ભરડો લીધો હોય તેમ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને દુર કરવાના અખબારી અહેવાલો બાદ સ્થાનિક પંચાયત તંત્ર જાગ્યું હોવાની વિગતો મળી છે.
બાબતે આજે જાગૃત માણસોએ રૂબરૂ તેમજ ટેલીફોનીક સંપર્ક દ્વારા જણાવેલ કે ડેડરવામાં ઠેર ઠેર ગંદકી પાછળ ગામના માણસો કે લત્તાવાસીઓ જ જવાબદાર હોય, તેમજ સ્વચ્છતાની શરૂઆત આપણાજ આંગણેથી કરીએ તેવા વિચાર સાથે પંચાયત તંત્રએ એક માણસને શેરીએ શેરીએ અને લત્તાઓમાં મોકલી ગંદકી દુર કરવા તેમજ સ્વચ્છતા જાળવવાનો સાદ પડાવતા ગ્રામજનોને થોડી રાહત થઇ છે કે હાશ હવે ડેડરવામાંથી ગંદકી દુર થશે.
બીજીબાજુ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ જણાવેલ કે ડેડરવામાં ગંદકીએ માઝા મૂકી હોવાની બધી વાત સાચી પણ જેઓને ગંદકી નડતી હોય અથવાતો ગંદકી દુર કરાવવા માંગતા જાગૃત માણસો પહેલા સ્થાનિક સરપંચને રજૂઆત કરે અને તેની એક નકલ તાલુકા વિકાસ અહીકારી(પોતાને) આપે એટલે આગળની કાર્યવાહી હાથ ધરી શકાય, ત્યારે ડેડરવાના જાગૃત માણસોએ એક અચરજ વ્યક્ત કર્યું હતું કે લોકશાહીની ચોથી જાગીર એવા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પણ મુનાશીબ નાં માની ટીડીઓ પોતાને ફરિયાદની નકલ આપવાનો આગ્રહ રાખે ઈ તો સાલું નવાઈની વાત કહેવાય !!

બોક્સ : તાલુકા પંચાયત પ્રમુખ શું કહે છે ?
જેતલસર : જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણિયા એ જણાવેલ કે ડેડરવાની ગંદકીના સમાચારો અખબારોમાં પ્રકાશિત થતાજ ગામના સરપંચ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના લાગતા વળગતાઓને ગંદકી દુર કરાવવાના ઝડપી પ્રયાસો હાથ ધરાવવાની તાકીદ કરાઈ છે. નીતાબેને એવું પણ જણાવેલ કે સરપંચ એટલે ગામનો રાજા કહેવાય આવા સ્થાનિક પ્રશ્નો હલ કરાવવા સરપંચ ધારે તો કસુરવારો સામે નોટીસો જારી કરી કામગીરી કરી શકે.

કશ્યપ જે.જોશી જેતલસર-જેતપુર-9974262812