જેતપુરમાં 9 વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરજમાં પીએસઓને
રુકાવટ કરનાર યુવાનને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ
જેતલસર(જેતપુર) તા.24
જેતપુરના શહેર પોલીસ સ્ટેશનમાં આજથી નવ વર્ષ પહેલા ફરજ પરના પીએસઓ સાથે બોલાચાલી કરી ફરજમાં રુકાવટ પેદા કરનાર જેતપુરના એક રબારી યુવાનને આજે જેતપુરની કોર્ટે 2 મહિનાની સજા અને રૂપિયા 500 દંડ કર્યાનું સરકારી વકીલ પંચાલે જણાવ્યું હતું..
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં ચાપરાજની બારી વિસ્તારમાં રહેતા પરેશ રબારી નામના યુવાને ગઈ તા.30-3-2005 ના રોજ શહેર પોલીસ થાણામાં ઘુસી જઈ, મને પેન આપો, મારે લીંબાસીયા સાહેબનો નંબર જોઈએ છે, તેવું પીએસઓ ફતેહસિંહ પ્રતાપસિંહ ગઢવીને જણાવતા, પીએસઓએ ના પાડતા પરેશે બોલાચાલી કરી, પીએસઓને ગાળો આપી ધમકી આપી હતી કે ગોંદરા વિસ્તારમાં આવજે તને જોઈ લઈશ.
દરીમિયાન પોલીસે ઉપરોક્ત યુવાન સામે ગુના રજી.નં. 3103/2005 થી આઈપીસી કલમ 186, 189, 504 તથા બીપીએકટની કલમ 110, 117 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ તપાસનીસ પોલીસ અધિકારીએ પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજુ કરતા જ્યુડી.મેજી.ફ.ક.ની કોર્ટમાં આ કેશ ચાલ્યો દરમિયાન સરકારી વકીલ ડી.બી.પંચાલની ધારદાર દલીલોને ધ્યાને લઇ જજ એ.ડી.રાજપૂતે યુવાનને તકસીરવાન ઠેરવી 186 ના ગુનામાં 2 મહિનાની સાદી કેદ અને રૂ,500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ પંચાલે જણાવેલ..
બોક્સ : આ ગુનામાં કોઈને સજા થઇ નથી
જેતલસર(જેતપુર) : સરકારી વકીલ પંચાલે જણાવેલ કે ફરજમાં રુકાવટની ફરિયાદ/ ગુનામાં લાંબા સમય થયા કોઈ કોર્ટમાં કોઈને સજા થઇ હોવાનું સાંભળવા મળ્યું નથી. ત્યારે સરકારી કર્મચારીઓ પર રોફ જમાવી સમયાંતરે સીનસપાટા કરતા શખ્શોને ભાન થાય તેવા આજના જેતપુરની કોર્ટના ચુકાદાથી આવા ગુના કરનારાઓમાં ફફડાટ ફેલાયેલ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો