જેતપુર શહેરમાં સરકારી નિયમોની ઐસીતૈસી કરતી બિલ્ડર્સ લોબી જેતપુરમાં 3 માળની બાંધકામની મંજુરી છતાં
આ નિયમને તોડી ખડકાઈ રહેલા બાંધકામો !?
પત્રકારો સાથેની બેઠકમાં નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈએ કહ્યું શહેરની ભૌગોલિક સ્થિતિને
ધ્યાને લઈને અહી 3 માળ સુધીના બાંધકામો જ કાયદેસરના !! બાકી તમામને નોટીસો પાઠવી શકાય
જેતપુર તા.4
જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે યોજેલ પત્રકારો સાથેની બેઠકમાં પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ પત્રકારોના સવાલનો જવાબ આપતા જણાવેલ કે જેતપુરમાં 3 માળથી ઊંચું કોઈ બાંધકામ બાંધી નાં શકાય તેવો સરકારી નિયમ છે. ત્યારે અહી આકાર લઇ ચુકેલા અને આકાર લઇ રહેલા બાંધકામોના નિર્માતાઓ પાલિકાના સંબંધિત સત્તાધીસો સાથે સાંઠગાંઠ ધરાવે છે કે દાદાગીરી ? તે હવે જેતપુર બહારના ઉચ્ચ સતાધીસોએ તપાસવું રહ્યું !!
મળતી વિગતો મુજબ તાજેતરમાં જેતપુર નગર પાલિકાના પ્રમુખ પદની સત્તા હાંસલ કરનાર શાંતાબેન બારોટ અને ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ શહેરના પત્રકારો સાથે બેઠક યોજી, શહેરમાં ઉઠતા પ્રશ્નો, સમસ્યાઓની સમાધાનકારી ચર્ચા વિચારણા કરી હતી. આ તકે સ્થાનિક પત્રકારોએ રોડ, રસ્તા, સફાઈ, ગંદકી, ગટર ઉપરાંત ખાસ કરીને પાણીની સમસ્યા અંગેના પ્રશ્નો રજુ કરતા ઉપસ્થિત પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખે પોતાનાથી બનતી અને થતી ઝડપી કાર્યવાહી બાબતે ખાતરી આપી હતી. આ સિવાય કમરીબાઇ હાઈસ્કુલ પાછળની મુતરડી / સૌચાલય દુર કરવા, પડીને પાદર બની રહેલા પાલિકાએ બનાવેલા શોપિંગ સેન્ટરોની હાલત સુધારીને કાર્યરત કરવા વિગેરે અનેક પ્રશ્નોની ઉપસ્થિત પત્રકારોએ જડી વરસાવતા તમામ પ્રશ્નો સ્ટેપ બાઈ સ્ટેપ ઉકેલવા પાલિકા સુત્રોએ ખાતરી આપી હતી.
ભાદર ડેમમાં પુરતું પાણી હોવા છતાં જેતપુર શહેરમાં એકાંતરા પાણી કેમ વિતરણ ના થઇ શકે ? તેવા એક સવાલના જવાબમાં પ્રમુખ ઉપપ્રમુખે જણાવેલ કે ભાદર ડેમાંથી પાણીનો જથ્થો મેળવ્યા બાદ અહી પાણી સંગ્રહ શક્તિના સ્ત્રોત્સ ઓછા હોય( પાણીની ટાંકીઓ) પાણી સંગ્રહ શક્તિના પ્રસાધનો વધારવા તંત્ર કટ્ટીબદ્ધ છે. પણ આમ કરવામાં હજુ બે ત્રણ માસ લાગી જવાની વાત સત્તાધીશોએ દોહરાવી હતી.
તેવીજ રીતે શહેરના એક માત્ર અને મહાત્મા ગાંધી રોડ પર આવેલ બગીચામાં બાળકોને રોવડાવતા, કજીયો કરાવતા હીંચકાઓ તાકીદે રીપેર કરાવવા, નવી ટેકનોલોજીના લપસણીયા સહિતના સાધનો તાકીદે ઉપલબ્ધ કરાવવાની રજૂઆત બાબતે ઉપસ્થિત પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખે યોગ્ય કરાવવાની ખાતરી આપી હતી.
બોક્સ: ગેરકાયદેસર બાંધકામો પરત્વે તંત્રનું મને-કમને સમર્થન !?
જેતપુર : જેતપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને જેતપુરમાં કેટલા માળના / મજલાના બાંધકામની મંજુરી પાલિકા તંત્ર આપી શકે ? તેવા એક સવાલનો જવાબ વાળતા જેતપુર નગર પાલિકાના ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે માત્ર 3 માળના બાંધકામો જ જેતપુરમાં બાંધી શકાય અને તેટલી ઉંચાઈની જ સરકારની મંજુરી છે !! તો જેતપુરમાં તો અનેક બાંધકામો ત્રણ માળથી વધુ ઉંચાઈના બન્યા છે કે બની રહ્યા છે ! ત્યારે પાલિકા શું કરી શકે ? તે પ્રશ્નનો પણ જવાબ આપતા ત્રાડાએ જણાવેલ કે પાલિકા આવા ગેરકાયદેસર બાંધકામો કરનારા આસામીઓને નોટીસ પાઠવી શકે અને કોર્ટમાં કેશ થઇ શકે બીજું શું થાય ?! ત્યારે કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુરમાં બિલ્ડરલોબી પાલિકા સુત્રો સાથે મિલીભગત રચીને પોતાના બાંધકામો ઉભા કરી રહે છે કે બાંધકામ કરનારા આસામીઓની દાદાગીરી છે ? તે વાત હવે રાજકોટ જીલ્લા કલેકટરે કે નગર પાલિકાના નિયામકે તપાસવી જોઈએ ! કારણ અહીના જુનાગઢ રોડ, ધોરાજી રોડ, અમરનગર રોડ, કણકિયા પ્લોટ, લાદી રોડ, નવાગઢ રોડ વિગેરે જગ્યાએ અનેક બાંધકામો 3 માળથી ઉપરના એટલે કે ચાર થી છ માળના બાંધકામો ઉભા છે કે બની રહ્યા છે. ઉચ્ચ સતાધીશો ધારે તો અહી બાંધકામના કાયદાનું કસુરવારોને ભાન થાય તેમ છે તેમાં શંકાને સ્થાન નથી તેવું જાગૃત લોકોનું કહેવું છે.
બોક્સ: ગણતરીના દિવસો થયા શાશન પર આવ્યા તેને, ખમ્મા બાપા ખમ્મા !
જેતપુર: જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ ઉપ પ્રમુખ તાજેતરમાંજ સત્તારૂઢ થયેલ શાંતાબેન અને પ્રમોદભાઈએ પત્રકારોને જણાવેલ કે, તેઓ સત્તા પર આવ્યા તેને ગણતરીના દિવસો જ થયા છે, થોડો સમય થશે એટલે સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે બેમત્ત જહેમત ઉઠાવાશે, પણ ખમ્મા બાપા ખમ્મા જેવી લાગણી વ્યક્ત કરી શહેરીજનો અને પત્રકારો સહકાર આપે તેવી વાત દોહરાવાઈ હતી.
બોક્સ: કરોડો ગેલન પાણીના ભરાતા ટેન્કરો બંધ કરાયા !!
જેતપુર: જેતપુરના પત્રકારો સાથે બેઠક યોજનારા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંનેએ એક એવી વાત પણ દોહરાવી હતી કે, પાલિકા કચેરીના પટાંગણમાં ઉભેલા પાણીના ટાંકામાંથી રોજ બરોજ કરોડો ગેલન પાણી ટેન્કરો મારફત ભરી જવાતું, એકબાજુ શહેરીજનો પાણી વગર તરફડતા હોય અને બીજી બાજુ આમ પાણી લઇ જવાતું હોય તે કેમ ચલાવી લેવાય ? પરિણામે તેઓ સત્તા પર આવ્યા પછી આ સગેવગે કરતા પાણીની વાત સદંતર બંધ કરાઈ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર