આખરે જેતપુરની હાઇસ્કુલમાં ચાલતા શૈક્ષણિક ભષ્ટ્રાચારના પડદા ઉપડી ગયા !
ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણતા અને કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી નામો ધરાવતા ધો.11 સાયન્સના 85 વિધાર્થીઓ અચાનક ભણતા ઉઠી જતા ભારે ચકચાર !!
આઆટીઆઆઈ એક્ટીવિસ્ટ કહે છે અમોએ શૈક્ષણિક ભષ્ટ્રાચાર ખુલ્લો પાડ્યો છે. હવે કોણ કેવા પગલા ભરશે તે રામજાને !!
જેતપુર તા.27 ( કશ્યપ જોશી દ્વારા)
જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાંથી તા.14-11-2014 થી 28-11-2014 એમ પંદર દિવસ દરમિયાન ધો.11 વિજ્ઞાન પ્રવાહના 85 વિદ્યાર્થીઓ અચાનક લીવીંગ સર્ટીફીકેટ લઇ જઈને કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી જતા ઓફ થી ટાઉન બની છે. જો કે આવા શૈક્ષણિક ભષ્ટ્રાચારને ખુલ્લો પાડવા મથતા આઆટીઆઆઈ એકટીવીસ્ટ યુવાનો મહમદ અબુભાઈ સાંધ અને યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલની જહેમતને મહત્વની સફળતા મળી હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ માહિતી માંગવાના કાયદાથી જેતપુર શહેરમાં ચાલતા અનેકવિધ ભષ્ટ્રાચારોની પોલ ખોલવા મથતા ઉપરોક્ત બંને યુવાનોની નજરમાં એવી વાત આવી હતી કે શહેરના અનેક ખાનગી ટ્યુશન કલાસીસ સંચાલકો પોતપોતાના કલાસીસ ઉપરાંત શહેરની સૌથી જૂની અને સરકારી શાળા કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકો અને શિક્ષકો સાથે રીતસરના ચોખટાં ગોઠવી કમરીબાઇ હાઈસ્કુલમાં ડમી વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે.
આવી ચૌકાવનારી શૈક્ષણિક પોલંપોલ વિગતો બહાર આવતા શહેરના આ યુવાનોએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, જીલ્લા શીક્ષણાધિકારી વિગેરેને રજુઆતો કરી હતી કે કમરીબાઇ હાઈસ્કુલમાં શૈક્ષણિક કાર્યમાં રીતસરની ગેરરીતી ચાલતી હોય તપાસવા જેવું છે. શિક્ષણ જગત માટે આંચકારૂપ આ રજૂઆતનું સત્ય ખાળવા અને કસુરવારો સામે પગલા ભરવા મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના અગ્ર સચિવને કમરીબાઇ શાળાની ગેરરીતી રોકવા આદેશો કર્યા હતા.
પણ રજૂઆતકરતા યુવાનોના આક્ષેપો મુજબ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીએ જાણે આ તપાસને રફેદફે કરવા રીતસરનું ડીંડક કર્યું હોય તેમ અમુક સરકારી બાબુઓને ચેકિંગ માટે વેકેશનમાં કમરીબાઇ હાઇસ્કુલમાં મોકલ્યા હતા ! પરિણામે રજૂઆત કરનાર અરજદારોનો આક્ષેપ છે કે જ્યાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં કોની સામે ? કેવી ? તપાસ કરવી તે વાસ્તવિકતા બહાર આવ્યા વગર રહી નથી !
બીજીબાજુ કમરીબાઇ હાઈસ્કુલના સંચાલકોની ખાનગી ટયુશનના હાટડાઓ સાથેની મિલીભગત વચ્ચે કૈક રંધાતું હોવાનું જાણી ગયેલા યુવાનોએ હાલના દિવસોમાં આ શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા છે ? તેઓ નિયમિત અભ્યાસ માટે આવે છે કે કેમ ? તે વાતની માહિતી માંગતા એક મોટી વાતનો ધડાકો થયો હતો કે તા.14.11.14 થી 28.11.14 એમ પંદર દિવસ દરમિયાન કમરીબાઇ હાઈસ્કુલમાંથી 85 વિદ્યાર્થીઓ લીવીંગ સર્ટીફીકેટ લઈને શાળામાંથી ભણતા ઉઠી ગયા છે !!
આ વાતને એટલેકે માત્ર 15 દિવસમાં 85-85 વિધાર્થીઓ લીવીંગ સર્ટી લઇ ગયા કે પકડાવી દેવાયા ? તે વાત એ સૂચવે છે કે આ તમામ વિધાર્થીઓ અત્યાર સુધી ભણતા હતા ખાનગી ટ્યુશન હાટડાઓમાં અને ડમી નામો ધરાવતા હતા સરકારી શાળા ક્મરીબાઈમાં !! હવે આ સરકારી શાળાના ખાનગી ટ્યુશન કલાસીસો સાથેના રીતસરના ચોખઠાની આ ઘટના બાબતે કોણ ? કેવી તપાસ કરાવશે ? તે વાતનો મદાર અરજદારોએ ઈશ્વર ઉપર છોડ્યો છે.
બોક્સ: શહેરના 85 વિધાર્થીઓ શા માટે કમરીબાઈ
હાઈસ્કુલમાંથી ભણતા ઉઠી ગયા ??
જેતપુર: માત્ર 15 દિવસમાં જેતપુરની આ શાળામાંથી 85 છાત્રો ભણતા ઉઠી ગયાની વાતનો ફોડ પાડતા મહમદભાઈ અને યોગેન્દ્રસીહ ગોહિલે જણાવેલ કે લાંબા સમય થયા અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ભણતા અને માત્ર ડમી છાત્રો તરીકે કમરીબાઈ હાઈસ્કુલના રેકર્ડ ઉપર બોલતા વિદ્યાર્થીઓની વાત અખબારો દ્વારા પ્રજા વચ્ચે આવી જતા સંભાળવા મળેલ કે શાળાના આચાર્યે શિક્ષકોને કડક આદેશો આપ્યા હતા કે જે છાત્રો અહી અભ્યાસ માટે આવે તેઓનીજ હાજરી પૂરવી.. જે વાત ખાનગી ટ્યુશન સંચાલકોને મૂંજવી જતા, ટ્યુશન સંચાલકો એ જ બાળકોનો અભ્યાસ નાં બગડે એટલે કમરીબાઈ હાઈસ્કુલમાંથી ભણતા ઉઠાડી લઇ અન્ય શાળાઓમાં ગુપચાપ પ્રવેશ આપવી દીધો !!
શાળાના પ્રિન્સીપાલ પુરોહિત શું કહે છે ?
જેતપુર: તમારી શાળામાંથી 1, 2, 3 નહિ પણ 85 વિધાર્થીઓ ધો.11 ના વિજ્ઞાન પ્રવાહમાંથી અચાનક ભણતા ઉઠી જઈ પોતપોતાના લીવીંગ સર્ટી લઇ ગયા કે તમોએ પકડાવી દીધા ? તે વાતના સવાલનો જવાબ આપતા કમરીબાઇ શાળાના પ્રિન્સીપાલ પુરોહિતે જણાવેલ કે, દરેક વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટિ ની માંગણી કરતી અરજીઓ દ્વારા એલસી લઇ ગયા છે. અમોએ કોઈ છાત્રોને સામેથી એલસી આપ્યા નથી ! (પુરોહિત મો.94299 38944)
બોક્સ: શિક્ષકો ફાજલ નાં થાય તે માટેનું કારસ્તાન ?!
જેતપુર: જેતપુરના અરજદારોએ એક ઘડારૂપ ઉદાહરણ આપતા જણાવેલ કે ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામમાં શાળામાં શિક્ષકોના અભાવે ગ્રામજનો દ્વારા ગામ બંધ તેમજ શિક્ષણ બહિસ્કાર જેવા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી ગજબની જાગૃતિ બતાવાઈ છે. જયારે જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલમાં આળસુ શિક્ષકો ફાજલ નાં થાય તે માટે રેકર્ડ ઉપર ડમી છાત્રો દ્વારા પુરતી સંખ્યા બતાવવાનું કારસ્તાન આચરાયું હોય, જવાબદારો સામે આકરા પગલા ભરવા જ રહ્યા તેવું કહેવું ખોટું નથી.
બોક્સ: આર્થિક વહીવટની ઓફર છતાં અરજદારો અડગ
જેતપુર: જેતપુરની આ સરકારી શાળાના આ કૌભાંડને બહાર લાવવા મથતા બંને અરજદારોને ઘણી વખત આર્થિક વહીવટ માટે ઓફર કરાઈ હતી. અને પ્રકરણ સંકેલી લેવાની ભલામણો થઇ હતી. પણ પૈસાને બદલે પ્રતિષ્ઠાને મહત્વ આપતા આ બંને યુવાનો વિષે ચર્ચાતી બ્લેકમેઈલિંગ ની વાતો પર પૂર્ણવિરામો અને પ્રશ્નાર્થ ચિન્હો મૂકી ગયાનું જણાય છે. બન્ની ખોખારો ખાઈને કહ્યું છે કે આ શાળાના કસુરવારોને શિક્ષા કરાવીનેજ જંપવું છે પછી ભલે મોતનો સામનો કરવો પડે !!
સમાચાર સાથે :
1...અરજદારોની ફરિયાદની નકલ-3
2...મુખ્યમંત્રીના હુકમની નકલ-1
3...શિક્ષણ સચિવની જીલ્લાશિક્ષણાધીકારીને કરેલ હુકમની નકલ-1
4...85 વિધાર્થીઓના નામ કે જેઓ કમરીબાઇ શાળામાંથી ભણતા ઉઠી ગયા નકલ-3
5...હાજરી પત્રક અને નોટીસની નકલ-2
6... સમાચારના 7 પેઈજ જેપીજી સ્વરૂપે
7...સમાચારની એક ફાઈલ વર્લ્ડ એક્શેલ ડોક્સ માં
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 99742 62812


































