અનેક રાજકીય ભલામણોને ઠુકરાવી વિરપુરના ફોજદાર જોશીએ
લુણાગરા ગામે જુગાર રમતા તાલુકા
ભાજપના પ્રમુખ સહીત 5 ઝડપી લીધા
જેતપુર તા.16
જેતપુર ના વીરપુર પોલીસના ફોજદાર જોશીએ ગઈકાલે એક કડક અમલદારની ફરજ નિભાવી, રાજકીય ભલામણોને ઠેબે ચડાવી જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સહીત પાંચને લુણાગરાં ગામે જુગાર દરોડો પાડી ઝડપી લીધાની વાત ટોક ઓફ ધી તાલુકા એરિયા બની છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના લુણાગરા ગામે પ્રવીણ રવજી ધંધુકિયા નામનો શખ્શ પોતાના ઘરે આવક માટે નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની વીરપુર પોલીસને બાતમી મળતા, વિરપુરના ફોજદાર જોશીએ કોઈ પણ વિલંબ કર્યા વગર વીરપુરમાં પ્રવીણના મકાન ઉપર જુગાર દરોડો પાડતા, ત્યાં જુગાર રમતા બાબુ પોલા પરમાર, અશોક ટપુ વાઘાણી, ચંદુ રામજી પટેલ, પ્રવીણ રવજી તથા જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલના જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ બાંભરોલીયા તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂપિયા 10300 સાથે પકડાઈ ગયા હતા..
જુગાર દરોડા દરમિયાન ઉપરોકત ભાજપના સનિષ્ઠ આગેવાને પોતાની લાગવગના ટેકાચોકા ભેગા કરવા કહેવાય છે કે અથાગ પ્રયત્નો કર્યા હતા. પણ ફોજદાર જોશીએ તમામ ભલામણોને પ્રાધાન્ય આપવાને બદલે ફરજને નૈતિકતા સમજી કાર્યવાહી કરતા છૂટવા મથતા ઉપરોક્ત આગેવાન સહીત પાંચેય સામે વીરપુર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
જેતપુરના પાંચપીપળા ગામે ખાંટ પરિવારોમાં મોડી રાત્રીએ ધમાલ
ફૈબાને પત્ની તરીકે રાખનારને ટપારવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો
જેતપુર તા.16
જેતપુર તાલુકના પાંચ પીપળા ગામે ગઈકાલે ફઈબાને પત્ની તરીકે રાખનાર શખ્શને સમજાવવા ગયેલા ભત્રીજા ઉપર છરી વતી હુમલો કરાયાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા ફોજદાર કરમટીયાએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પાંચપીપળા ગામે રેહેતા મેરામ બચું ખાંટ નામના શખ્શે સુરેશ ધીરુ સરવૈયા નામના યુવાનના ફૈબાને વગર લગ્ને પત્ની તરીખે રાખ્યા હોય, ભત્રીજા એવા સુરેશે મેરામને ટપાર્યો હતો કે આ શું ધંધા આચર્યા છે ? શરમ નથી આવતી ? આવી વાતથી ટપારવા ગયેલા સુરેશને મેરામે ખચાખચ બે છરીના ઘા મારી ઘાયલ કરી દીધાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
તો સામા પક્ષે મેરામ બચું ખાંટે પણ પોતાના ઉપર સુરેશ સરવૈયાએ લોખંડના પાઈપ વતી હુમલો કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ફરિયાદોના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
જેતપુરના વાળાડુંગરા ગામે ખોડીયાર માતાજીના
મંદિરમાંથી સોનાના છાત્તરની ચોરી
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાંથી ગઈકાલે રાત્રીના કોઈ નિશાચરો રૂપિયા 23000 નું સોનાનું છત્તર ચોરી કરી લઇ ગયા હતા. આ બાબતે મંદિરનું રખોપું કરતા જગદીશ મનજી રાઠોડની ફરિયાદ પરથી વીરપુર પોલીસના પીએસાઈ જોશીએ વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812










