અનુયાયીઓ

સોમવાર, 28 ડિસેમ્બર, 2015

જેતપુર માર્કેટ યાર્ડની ૧૨ જાન્યુઆરીએ ચુંટણી

આજે ઉમેદવારી ફોર્મ ભરાશે..

કોંગ્રેસમાં ઉમેદવારોને જવલંત વિજય અપાવનાર જગદીશ પામ્ભર ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવશે, ૩૦ મીએ ચકાસણી અને ૧લી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ..જીલ્લા-તાલુકા પંચાયતની જેમજ ઉભો થઇ રહેલો માહોલ...

જેતપુર તા.૨૮

     જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ પ્રેરિત જેતપુર માર્કેટિંગ યાર્ડની આગામી ૧૨ મી જાન્યુઆરી ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે તા.૨૯ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.

     આ બાબતે માહિતી આપતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે જેમ તેઓના ટીમવર્ક દ્વારા જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો તેવીજ રીતે જેતપુર માર્કેટ યાર્ડમાં પણ પોતાની કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામેની તમામ પેનલો અને અપક્ષ ઉમેદવારોને ધોબી પછાડત આપવા તૈયાર થયા છે.

       અને આ વાતની સાબિતી રૂપે તેઓએ(જગદીશભાઈએ ) જેતપુર યાર્ડના ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવતું ઉમેદવારી ફોર્મ આજે ભરી પોતાની પેનલોને વિજય અપાવવા કવાયત આદરશે. જેતપુર તાલુકાની કુલ ૩૩ થી વધુ સહકારી મંડળીઓના ૫૦૦ થી ૬૦૦ સદસ્યો આ ચુંટણીમાં મતદાન કરશે. કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામે વેપારી પેનલ અને અપક્ષો ચુંટણી લડશે.

     જેતપુરની યાર્ડમાં વર્ષો થયા ચાલતી સ્ટાફ, વાહનો વિગેરેમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડવા અને આજથી વર્ષો પહેલા જેમ યાર્ડ ચેરમેન સ્વ.રમણીકભાઈ પટેલ યાર્ડ સુધી પહોચવા રીક્ષાનો ઉપયોગ કરતા તેવી પ્રણાલીને જાળવી રાખવાના ઉદેશ સાથે જગદીશભાઈ પામ્ભારે ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવી હોય જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે !!

જ્યારે યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશ ભુવાએ ૧૨ મી યોજાનારી ચુંટણીનું ચિત્ર કે વિગતો કાલે(મંગળવારે) ૧૧ વાગ્યે ખબર પડે તેવી વાત ટેલીફોનિક સંપર્ક દરમિયાન જણાવેલ.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો રોડ ૧૫ દિવસમાં રીપેર ના થાય તો આંદોલન કરાશે.

સાડી એકમોની પેશકદમીથી એકદમ સાંકડો બની ગયેલ

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો 

રોડ ૧૫ દિવસમાં રીપેર ના થાય તો આંદોલન કરાશે.

જંકશનના સરપંચ હનીફ બલોચની તમામ સત્તાધીશોને લેખિત રજુઆતો...

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૨૮

 

જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાન સુધી ધોરાજી રોડને જોડતો રોડ લાંબા સમય થયા એકદમ બિસ્માર બન્યો હોય, દિવસ ૧૫ માં રીપેર ના કરાય તો આંદોલન છેડવાની જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચે તમામ સત્તાધીશોને લિખિત રજુઆતો કરી છે.

 

રાજકોટ જીલ્લા કલેકટર, જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન ખાતાના રાજકોટ અને નવાગઢ સ્થિત ઈજનેરો વિગેરેને લેખિત રજુઆતો કરી જંકશનના સરપંચે જણાવ્યું છે કે જેતપુરના તત્કાલ હનુમાન(ધોરાજી રોડ) થી જેતલસર પહોચવાનો રોડ પંદરેક વર્ષ પહેલા બન્યો હતો.

 

જે રોડ આજદિન સુધી રીપેર કરવા કોઈએ તસ્દી લીધી ના હોય, એકદમ જર્જરિત હાલતમાં બિસ્માર બની ગયો હોય, નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે આ રોડ પર જેતપુરના અમુક સાડી એકમ સંચાલકોએ પોત પોતાના કારખાના એટલા વિકસાવ્યા કે રોડ બિલકુલ સાંકડો થઇ ગયો છે. એટલુજ નહિ સાડી એકમ સંચાલકો પોતાના કારખાના પાણી પણ આ રોડ પર છોડતા હોય રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે.

 

આ વાતની અવારનવારની રજુઆતો પછી પણ સંબંધિત તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદ પાછી ફરતી હોય, જંકશનવાસીઓમાં અને વાહન ચાલકોમાં રોષ જોવા મળે છે. રજુઆતમાં ચીમકી ઉચ્ચારાઈ છે કે આગામી પંદર દિવસમાં આ રોડનું મરામત કામ હાથ નહિ ધરાય તો જંકશનવાસીઓ આંદોલન છેડી ન્યાય માંગશે.

સરકારી તંત્ર શું કહે છે ?

જેતલસર : સરપંચ હનીફભાઈ બલોચનો આક્ષેપ છે કે જયારે તેઓ આ રોડની લાગતા વળગતાઓને રજૂઆત કરવા જાય છે ત્યારે સરકારી તંત્ર કહે છે કે, આ રોડ નોન પ્લાનમાં આવતો હોય, પહેલા સરકારના પ્લાનમાં લેવડાવવો જરૂરી છે, ત્યાં સુધી આ રોડમાં કોઈ કાઈ નહિ કરી શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પંદર વર્ષ પહેલા બનેલો અને જંકશનથી જેતપુર આવવા માટેનો એકમાત્ર આ રોડ શું હજુ સરકારી ચોપડે નહિ ચડ્યો હોય ? અને આ રોડ સરકારી પ્લાનમાં લેવાની વિધિ હવે કરાય તો હજુ ખાસ્સો સમય વીતી જનાર હોય, તાકીદે માત્ર રીપેરીંગ કાર્ય હાથ ધરવું જરૂરી હોવાનું સરપંચનું કહેવું છે.

(કશ્યપ જે. જોશી જેતલસર )

 

 

જેતપુરના છાત્રએ પીએચડી કર્યું...

જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.

(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)

 


જેતપુરના છાત્રએ પીએચડી કર્યું...


જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.

(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)

 

અવસાન નોંધ : જેતલસર : ૨૮.૧૨.૧૫

અવસાન નોંધ : જેતલસર : ૨૮.૧૨.૧૫

જેતલસર: પીપળવા નિવાસી વિનોદરાય રેવાશંકર રાવલ(ઉ.વ.૬૪) તે રસિકભાઈ, હર્ષદભાઈ(જેતપુર)ના લઘુબંધુ, પરેશભાઈ, પ્રકાશભાઈ, સુનીલભાઈના પિતા, વસંતભાઈ(જુનાગઢ), જીતુભાઈ(જેતપુર), હરેશભાઈ(જુનાગઢ), વિજયભાઈ(જેતપુર), દિનેશભાઈ(જેતપુર)ના કાકા તા.૨૭ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૩૧ ને ગુરુવારે, સાંજે ૩ થી ૬, તેમના નિવાસ સ્થાન, પીપળવા ખાતે રાખેલ છે.

(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર – ૯૯૭૪૨ ૬૨૮૧૨)