અનુયાયીઓ

શનિવાર, 31 ઑક્ટોબર, 2015

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં તણાઈને આવેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં

તણાઈને આવેલી મુસ્લિમ આધેડની

લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જો કે મૃતદેહમાં કોઈ ઈજાના નિશાન ના હોવાનું જણાવતી તાલુકા પોલીસ 


જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

આજે બપોરે જેતપુરના પેઢલા નજીક ભાદર કેનાલમાંથી મળેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જેલા ભેદભરમના ઝાળા હટાવવા જેતપુર તાલુકા પોલીસે કવાયત આદરી છે. છે,

મળતી વિગતો મુજબ આજે બપોરે જેતપુર તાલુકાના પેઢલા ગામ નજીકથી પસાર થઇ રહેલી ભાદર કેનાલના વહેતા પાણીમાં એક મૃતદેહ તણાઈને આવ્યો હોવાનું ગામના સરપંચ  ભગવાનજી ભાઈ જેઠવાએ  જેતપુર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાની સુચનાથી જમાદાર મજ્નુંભાઈ મનાતે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈને લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ.

 

બીજીબાજુ આ લખાય છે ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસ સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે કેનાલમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનની લાશ અહીના હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં રહેતા ખલીફા ઈબ્રાહીમ અનવર ભાઈ લધર ઉ.વ. ૨૫ ની હોવાનું બહાર આવ્યું છે. તપાસનીસ જમાર મજ્નુંભાઈ મનાતે જણાવેલ કે મૃતક યુવાન પરિણીત છે. કોઈ સંતાનો ધરાવતો નથી. તેમજ અહીના એક સાડી કારખાનામાં પેકિંગ વિભાગમાં મજુરીકામ કરતો હોવાની વિગતો મળી રહી છે.

 

મૃતક યુવાનના માથામાં ઈજાના ઘા હોવાની લોકચર્ચાઓ બાબતે પોલીસે જણાવેલ કે ના આવું કઈ નથી. બીજીબાજુ મુસ્લીમ સમાજના તરવરીયા યુવાન ઈબ્રાહિમની લાશ  આમ અચાનક ભાદર કેનાલમાંથી તણાઈને છેક પેઢ્લા ગામ પાસે પહોચી હોવાની ઘટનામાં અનેક ભેદભરમ સર્જાયા છે. લાશને જોનારા કહે છે કે મૃતકના માથામાં ઈજાના ઘા જોવા મળેલા ! તો આ ઘા ઈબ્રાહીમ ગબડી પડ્યો હશે ત્યારના છે કે કોઈની સાથ લડાઈ, ઝગડો થયો હોય અને મારામારી થઇ હશે ? તે તમામ પાસાઓ નજર સામે રાખી ફોજદાર કરમટીયાના માર્ગદર્શન હેઠળ જમાદાર મજ્નુંભાઈ મનાતે તપાસ હાથ ધરી છે.

ફોટો: મૃતક ઈબ્રાહીમ ની બે ફાઈલ તસ્વીરો  : કશ્યપ જોશી જેતપુર 


જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન

જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન 
જેતપુર તા.૩૧
જેતપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનું તા.૧૨-૧૧. ને નુતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૪-૩૦ થી ૫-૩૦ દરમિયાન યોજાનાર આ સ્નેહ મિલનમાં જ્ઞાતિજનોએ હાજર રહેવા બી.બી.વ્યાસે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)


જેતપુરમાં વધુ એક કુવો યુવતીને ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

અકસ્માતનો બનાવ છે કે બીજું કઈ ? શહેર ભરમાં એક જ ચર્ચા !

જેતપુરમાં વધુ એક કુવો યુવતીને

ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

૨ દિવસ થયા ગુમ થયેલ યુવતીની આજે માલિકીના કુવામાંથી લાશ મળી !

જેતપુર તા.૩૧(કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાંથી આજથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક મુસ્લિમ યુવતીનો મૃતદેહ આજે શહેરના એક માલિકીના કુવામાંથી મળતા ચકચાર જાગી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતી શાહીનબેન શુબેરખાન પઠાણ (ઉ.વ.૧૭) નામની યુવતી આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી.

આ બારાની પોલીસમાં જાણ બાદ આજે આ યુવતીની લાશ ગુજરાતી વાડી વિસ્તારમાં આવેલ એક માલિકીના કુવામાં તરતી હોવાની લાત્તાવાસીઓની જાણ પરથી શહેરના હારુન રફાઈ સહિતના સેવાભાવીઓ પોતાની જહેમત કામે લગાડી કોહવાઈ ગયેલ મૃતદેહને મહા મહેનતે કુવામાંથી બહાર કાઢયો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં એવી વિગતો મળી હતી કે આ યુવતીના પિતા શહેરમાં સાડી કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ મૂળ બિહાર પંથકના છે. સંતાનમાં ૫ પુત્રો અને ૩ પુત્રીઓ ધરાવે છે. મૃત મળેલી શાહીન બીજા નંબરની પુત્રી હોવાનું પોલીસમાં જાહેર કરેલ. પોલીસે હાલ કોઈ અકળ કારણોસર અક્સમાંતે પડી ગયેલ શાહીનના મોતની ઘટના નોંધી વધુ તપાસ એએસઆઈ સોલંકીએ હાથ ધરી છે.

 

અત્રે એ નોંધનીય છે કે આ લખનારે ચારેક દિવસ પહેલાજ જેતપુર શહેરમાં માલિકીના અને અવાવરું કુવાઓ મોતને નોતરી રહ્યા હોવાના અખબારી અહેવાલો વહેતા કરી સ્થાનિક પાલિકા તંત્રને ઢંઢોળવાનું કામ કરેલ પણ, આવા કુવાઓ સલામત બનાવવા કે દુર કરવા કોઈ પ્રયાશો હાથ ધરાયા ના હોય તેમ એક સપ્તાહમાં જેતપુરનો આ બીજો કુવો એક યુવતીને ભરખી ગયાની વાતથી સૌમાં અરેરાટી જન્મી છે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી


પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના એસટી ડેપોના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાને આજે બસસ્ટેન્ડને માનવબોમ્બ દ્વારા

ઉડાવી દેવાની જૂની તારીખવાળી ધમકી ભરેલી ચિઠ્ઠી મળતા શહેરભરમાં ચકચાર જાગી હતી. શહેરમાં નવા આવેલા પીઆઈ વ્યાસની અગ્નિ પરીક્ષા સમાન આ બનાવમાં અંતે વા વાયોને નળિયું ખસ્યું જેવું સાબિત થયું હતું. પણ પોલીસે અધ્ધર શ્વાસે આગળની તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલ એસટી ડેપોની ઓફિસે આજે સવારે એક ભેદી કવર આવતા ફરજ પરના ટ્રાફિક ઇન્સ્પેકટર નિર્મળસિંહ ચુડાસમાએ કવર ખોલતા અંદરથી લાલ અક્ષરે લખેલી એક જાસા ચિઠ્ઠી મળી હતી.

 

જેમાં અજાણ્યા ટીખળીખોરે લખ્યું છે કે ''અમારા પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો કરવાનું બંધ કરો નહીતર જેતપુર અને ગોંડલના એસટી બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું.'' આવી ધમકી ભરેલી ચિઠ્ઠીની નિર્મળસિંહે તાત્કાલિક પ્રથમ રજા ઉપર રહેલા જેતપુર એસટી ડેપોના મેનેજર પરમારને જાણ કરી હતી.

બાદમાં આ બારાની શહેર પોલીને જાણ કરતા નવા પીઆઈ એન.કે.વ્યાસ પોતાના ફોજદારો સંઘાણી, જાડેજા, સ્ટાફના રાજુભાઈ જોશી, શક્તિસિંહ, કમલેશભાઈ, મનીષભાઈ વરુ, મામલતદાર ભોરણીયા સહિતનો કાફલો મારતે ઘોડે શહેરના એસટી બસ્ટેન્ડમાં દોડી આવી તમામ મુસાફર વર્ગને બસસ્ટેન્ડના સામેના મેદાનમાં ખસેડી શકમંદોને તપાસવાની ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

 

તમામ બસોને પણ એક જ જગ્યાએ ઉભી રખાવવાની પોલીસે કવાયત આદરી હતી. બીજીબાજુ આ વાતની ગંભીરતા દાખવી પીઆઈ વ્યાસે તુરંત રાજકોટ જીલ્લા પોલીસ વડા અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડને વાકેફ કરતા આ સ્કવોડ પણ રાજકોટ ખાતેથી જેતપુર દોડી આવી તેઓની કાર્યવાહી દરમીયા લાઈવડિટેકટર મારફતે અમુક શકમંદો અને અમુક માલસામાન, પાર્સલો વિગેરે ચેક કરીને બસસ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફર આલમને સચેત કર્યા હતા, પણ અંતે કઈ હાથ નહોતું આવ્યું.

 

બોક્સ: ચિઠ્ઠી આવી ક્યાંથી ?

જેતપુર : જેતપુર શહેરભરમાં ચકચાર સાથે બિકારા જેવું વાતાવરણ ખડું કરી દેનાર આ ધમકી ભરેલી ચિઠ્ઠી આવી ક્યાંથી ? તેવા સવાલના જવાબમાં જેતપુર એસટીના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાએ જણાવેલ કે ઉપલેટાથી આ ચિઠ્ઠી આવી છે. અને પોસ્ટ મારફત મળી છે.

 

બોક્સ: શું લખાયું છે ધમકી ચિઠ્ઠીમાં ??

જેતપુર : જેતપુરના એસટી સુત્રોને જે ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે તેમાં લખાયેલી વાત અક્ષરશઃ આ પ્રમાણે છે. ''ચેતવણી''...પ્રતિ ડેપો મેનેજર જેતપુર....અલ કાયદા તેસા મુજર્દીન હાર્દિક સાથ સરકાર પોલીસ ખોટા કેશ કરેલ છે, તે પાછા ખેચે નકર આનું પરિણામ બોમ્બસે આપવામાં આવશે. તા.૩૦-૧૦-૨૦૧૫ , નીચે સ્થળ , જેતપુર શહેર ડેપોમાં, ગોંડલ ડેપો બસસ્ટેશન માનવ બોમ્બ ધડાકા કરાશે. પીએમ, સીએમ પબ્લિક દુશ્મન છે. ડેપો મેનેજર આપકો ચેતવણી આપતે હૈ...લી. અલ કાયદા...


બોક્સ: ટીસીએ મેદાનમાં ચાલુ કરી ફરજ !

જેતપુર: જેતપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં બોમ્બની ધમકીની પોલીસ કાર્યવાહી દરમિયાન તમામ બસોને બસ સ્ટેન્ડના મેદાનમાં થોભાવાતી હોય, ટીકીટ ચેકરે મેદાનમાં પોતાની ફરજ ચાલુ કરી હોવાનું જોવા મળ્યું હતું.

 

બોક્સ: મુસાફર આલમમાં ફફડાટ વ્યાપ્યો !

જેતપુર : જેતપુરના બસ સ્ટેન્ડમાં પોલીસની ગાડીઓ, કાફલો, મામલતદાર સ્ટાફના કાફલાથી બસ સ્ટેન્ડમાં આવતી તમામ બસોમાં ચડતા ઉતરતા મુસાફરો ''હે શું થયું છે ? તેવા પ્રશ્નો પછી બોમ્બથી બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકીની વાત બહાર આવતા મુસાફર આલમ ફફડી ઉઠી હતી.

આ લખાય છે સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં પોલીસને કોઈ એવી અસરકારક વસ્તુ, પદાર્થ, પાર્સલ, કે કોઈ શકમંદ શખ્શ હાથ આવ્યા નથી. પીઆઈ વ્યાસ અને રાઈટર રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ આ બનાવની જાણવા જોગ એન્ટ્રી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર