અનુયાયીઓ

શનિવાર, 31 ઑક્ટોબર, 2015

જેતપુરમાં વધુ એક કુવો યુવતીને ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

અકસ્માતનો બનાવ છે કે બીજું કઈ ? શહેર ભરમાં એક જ ચર્ચા !

જેતપુરમાં વધુ એક કુવો યુવતીને

ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

૨ દિવસ થયા ગુમ થયેલ યુવતીની આજે માલિકીના કુવામાંથી લાશ મળી !

જેતપુર તા.૩૧(કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાંથી આજથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક મુસ્લિમ યુવતીનો મૃતદેહ આજે શહેરના એક માલિકીના કુવામાંથી મળતા ચકચાર જાગી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતી શાહીનબેન શુબેરખાન પઠાણ (ઉ.વ.૧૭) નામની યુવતી આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી.

આ બારાની પોલીસમાં જાણ બાદ આજે આ યુવતીની લાશ ગુજરાતી વાડી વિસ્તારમાં આવેલ એક માલિકીના કુવામાં તરતી હોવાની લાત્તાવાસીઓની જાણ પરથી શહેરના હારુન રફાઈ સહિતના સેવાભાવીઓ પોતાની જહેમત કામે લગાડી કોહવાઈ ગયેલ મૃતદેહને મહા મહેનતે કુવામાંથી બહાર કાઢયો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં એવી વિગતો મળી હતી કે આ યુવતીના પિતા શહેરમાં સાડી કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ મૂળ બિહાર પંથકના છે. સંતાનમાં ૫ પુત્રો અને ૩ પુત્રીઓ ધરાવે છે. મૃત મળેલી શાહીન બીજા નંબરની પુત્રી હોવાનું પોલીસમાં જાહેર કરેલ. પોલીસે હાલ કોઈ અકળ કારણોસર અક્સમાંતે પડી ગયેલ શાહીનના મોતની ઘટના નોંધી વધુ તપાસ એએસઆઈ સોલંકીએ હાથ ધરી છે.

 

અત્રે એ નોંધનીય છે કે આ લખનારે ચારેક દિવસ પહેલાજ જેતપુર શહેરમાં માલિકીના અને અવાવરું કુવાઓ મોતને નોતરી રહ્યા હોવાના અખબારી અહેવાલો વહેતા કરી સ્થાનિક પાલિકા તંત્રને ઢંઢોળવાનું કામ કરેલ પણ, આવા કુવાઓ સલામત બનાવવા કે દુર કરવા કોઈ પ્રયાશો હાથ ધરાયા ના હોય તેમ એક સપ્તાહમાં જેતપુરનો આ બીજો કુવો એક યુવતીને ભરખી ગયાની વાતથી સૌમાં અરેરાટી જન્મી છે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

ટિપ્પણીઓ નથી: