જેતલસરના ગાયત્રીનગરમાં છોકરા-છોકરીના પ્રમ્લગ્ન મુદ્દે ખૂની હુમલાની ઘટના બની !ખાંટ-વાણંદ પરિવાર વચ્ચે બઘડાટી : 3 ઘાયલ
1 ને છરી જીંકાઈ: બંને પક્ષોની ઋષિ પંચમી બગડી
પ્રેમલગ્ન કરનાર વાણંદ યુવાન ખાંટ યુવતી સાથે જેતલસર આવતાજ બઘડાટી બોલી ગઈ !
જેતપુર તા.18
જેતપુર તાલુકાના જેતલસર ગામે આજે બપોરે છોકરાવના પ્રેમલગ્ન મુદ્દે દીકરીના પિતા અને ભાઈએ મળી વાણંદ યુવાનના બે કાકાઓને પથ્થર અને છરી વતી હુમલો કરી ઘાયલ કરી બઘડાટી બોલાવ્યાની ઘટના પોલીસ દફતરે પહોચતા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદો લઈને તહોમતદારોની ધરપકડની વિધિ હાથ ધરી છે.
સમગ્ર જેતલસર ગામમાં ચકચાર જગાડનાર ઘટના બાબતે મળતી વિગતો મુજબ વાણંદ તનસુખભાઈ વલ્લભભાઈ જોટંગીયાના ભત્રીજા આશિષે અહીના ગાયત્રી નગરમાં રહેતા ખાંટ ગિરધર ગોબર સરવૈયાની પુત્રીને ભગાડીને આજથી છએક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, આ બંને ખાંટ અને વાણંદ પરિવાર આટલા સમય થયા એકબીજાને ભરી પીવા ઘૂરકિયા કરતા હતા.
એક તબક્કે દીકરીના પિતાએ યુવાન અને તેના પરિવારને એવી ધમકીઓ આપી હતી કે મારી દીકરી સાથે તમારો દીકરો જેતલસરમાં દેખાયો એટલે જોયા જેવી થશે.
દરીમીયાન આજે ઋષિ પંચમીના દિવસે વાણંદ પરિવારનો આશિષ પોતાના કાકાના ઘરે આવ્યો હોય તેમજ અન્ય મહેમાનો પણ હોય, પોતાની દીકરી આવી હોવાનું જાની ગયેલા ગિરધર સરવૈયાએ અને તેમના પુત્ર જયેશે પ્રથમ ફરિયાદી તનસુખ વલ્લભ જોટંગીયાને માથામાં પથ્થર મારી તેમજ તેમના એટલેકે તનસુખભાઈના ભાઈ નટુભાઈને પેટમાં છરીના ઘા મારી આતંકી વાતાવરણ ઉભું કરતા ગાયત્રીનગરમાં ચકચાર મચી ગયી હતી.
બીજીબાજુ તનસુખભાઈ અને નટુભાઈને લોહી નીગળતી હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા પ્રથમ જેતપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડ્યા છે.
બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પીએસાઈ આર.એન.કરમટીયા, સ્ટાફના મજનુંભાઈ વી. લઈને જેતલસર પહોચી જઈ હુમલાખોર ગિરધર સરવૈયા અને તેમના પુત્ર જયેશને પકડી પાડી તેમની સામે આઈપીસી 326(તીક્ષણ સાધન વડે કોઈના પ્રાણ લેવાની કોશિશ-મહાવ્યથા ઉભી કરવી)મુજબનો ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામા પક્ષે દીકરીના પિતા ગિરધર સરવૈયાએ પણ પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની દીકરીને આંખના ભાગે મારથી ઈજા કર્યાની આશિષ જોટંગીયા અને તેમના ઘરે આવેલા મહેમાનો સામે ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ આશિષની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ: 307 અને 326 બંનેમાં ગુનાની જોગવાઈ 10 વર્ષની !
જેતપુર: દીકરીના પિતા અને ભાઈએ વાણંદ પરિવારના યુવાનના બે કાકાઓ પર કરેલા હિચકારા હુમલાની ઘટનામાં આઈપીસી 307 ની કલમ ઉમેરાઈ કે કેમ ? તેવા સવાલના જવાબમાં જેતપુર તાલુકા પીએસાઈ કરમટીયાએ જણાવેલ કે 326 અને 307 એમ બંને કલમોમાં સજાની જોગવાઈ 10 વર્ષની છે. કલમ 307 માં ઈરાદો હોય છે જયારે 326 માં આરોપીની સામેની વ્યક્તિમાં જીવલેણ મહાવ્યથા ઉભી કરવાની પ્રેરવી હોય છે. એટલે આ ઘટનામાં આઈપીસી 307 ની કલમનો ઉમેરો કરવો જરૂરી નથી.
બોક્સ: દીકરીના પિતાના મળતીયાઓએ મકાનના બારી-દરવાજા તોડ્યા !?
જેતપુર: આ લખાય છે ત્યારે બઘડાટીવાળા ગાયત્રી નગર વિસ્તારમાંથી એવી વિગતો જાણવા મળી હતી કે, પ્રેમ લગ્ન કરનાર દીકરીના પિતાના કોઈ ભાડુતી માણસો એક બોલેરો કારમાં કુહાડી, તલવાર જેવા હથીયારો સાથે ઘસી આવી વાણંદ પરીવાના મકાનના બારી દરવાજામાં કુહાડી-તલવારોના ઘા જિંકી નુકશાન કરી ફિલ્મી દ્રશ્યો જેવી બઘડાટી બોલાવી નાશી છૂટતા આ વાત તરફ પણ ફોજદાર કરમટીયાએ તપાસ કેન્દ્રિત કરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812