અનુયાયીઓ

મંગળવાર, 11 જૂન, 2013

જેતલસરમાં ખેડૂતોને






જેતલસરમાં ખેડૂતોને આધુનીક ખેતીનું માર્ગદર્શન અપાયું
 
કૃષિ મહોત્‍સવ પ્રસંગે ખેડૂત શિબરમાં
અગ્રણીશ્રી જશુબેન કોરાટ, આર.કે. રૈયાણીની ઉપસ્‍થિતિ
રાજકોટ
રાજયના આઠમા કૃષિ મહોત્‍સવ પ્રસંગે જેતપુરના જેતલસર ગામે કૃષિરથનું આગમન થયું હતું. આ પ્રસંગે જેતલસર(જંકશન) અને જેતલસર ગામના ખેડૂતોની શિબિર ખેતીવાડી અધિકારીશ્રી સી.કે. સાંખટના અધ્‍યક્ષસ્‍થાને અગ્રણીશ્રી જશુબેન કોરાટની ઉપસ્‍થિતિમાં યોજાઇ હતી. 

          આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક શ્રી કે.બી. આસોદરીયા અને શ્રી એમ.વી. પારખીયાએ ખેડૂતોને ખેતી અને પાક માટેના મુંજવતા પ્રશ્નોના ઉકેલ અને પધ્‍ધતિ અંગે માર્ગદર્શન આપેલ અને ખેડૂતોની ખેતી વધુ સમૃધ્‍ધ બને ખેત ઉત્‍પાદન વધે તે માટે જૈવિક ખાતરનો ઉપયોગ વધારી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અનુરોધ કરેલ.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારીશ્રી સી.કે. સાંખટે ટુકી મુદતના પાકો વાવી વધુ ઉત્‍પાદન વધારવા અંગેનું માર્ગદર્શન આપેલ અને માજીમંત્રીશ્રી જશુબેન કોરાટે આધુનિક ખેતી માર્ગદર્શન મેળવીને કરવી જોઇએ તેવો અનુરોધ કરેલ હતો.
ખેડૂતોને કૃષિકીટ તેમજ પશુપાલન વિતરણ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે અર્પણ થઇ હતી. જેમાં ૧૦ પશુપાલન કીટ અને ૧૦ કૃષિ કીટ અર્પણ કરાઇ હતી.
          આ પ્રસંગે પશુ આરોગ્‍ય કેમ્‍પ પણ રાખવામાં આવેલ. જેમાં ગામના ૫૦૦ થી વધુ પશુઓને સારવાર  આપવામાં આવી હતી.
          આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હંસાબેન વૈશ્નવ તથા અગ્રણી શ્રી વિપુલભાઇ વૈશ્નવ, શ્રી આર.કે. રૈયાણી, સરપંચશ્રી મહેશભાઇ રૈયાણી, ઉપસરપંચશ્રી રાજેશભાઇ ભુવા, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી જગદીશભાઇ જોષી ઉપસ્‍થિત રહેલ હતાં.

DHODHMAAR....

ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
એ વરસાદની સાથે વરસી રહી છે તારી યાદ
તારો સાદ પણ સંભળાયા કરે છે
શું ઝરે છે, ઝરમરે છે
એનો કશો ખ્યાલ નથી
ખબર છે અને ખ્યાલ નથી
કે
ખ્યાલ છે અને ખબર નથી
-એવી પરિસ્થિતને શું કહેવાય?
આ બધા તને પૂછવાના પ્રશ્નો
હું મને પૂછ્યા કરું છું.
અને કાચની બારી પર થયેલાં
વરસાદના બિંદુઓને લૂછ્યાં કરું છું....

*સુરેશ દલાલ

Fwd: મુંબઈની પોલીસ હવે સૌર ઊર્જાનો કરશે ઉપયોગ

મુંબઈની પોલીસ હવે સૌર ઊર્જાનો કરશે ઉપયોગ

મુંબઈ: વીજળીની બચત કરવાની તાતી આવશ્યકતા છે. હવે મુંબઈની પોલીસ વીજળીની બચત કરશે. પોલીસ દળ માટે પહેલીવાર સૌર ઊર્જાના ઉપયોગની યોજના તૈયાર કરવામાં આવી છે. નાગપાડા ખાતે આવેલા પરિવહન વિભાગ સહિત પાંચ સ્થળે ૭૫ સોલાર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે. આને લીધે સેંકડો યુનિટ વીજળી બચશે એની સાથે બિલ પેટે હજારો રૂપિયાની બચત થશે એ દેખીતું છે. પરિવહન વિભાગના ડેપ્યુટી કમિશનર અતુલ પાટીલને સૌર ઊર્જા સંબંધી યોજનાની માહિતી મળતાં તેમણે આ યોજનાનો અમલ કરવાનો નિર્ણય લીધો. તેમના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નાઈકે કલેક્ટરની ઓફિસમાં રજૂઆત કરીને મુંબઈ માટે ૪૫ અને ઉપનગરો માટે ૩૫ સૌર દીવા મેળવ્યા હતા. આ દીવાના પ્રકાશ નીચે કારનું સમારકામ થાય છે. પેટ્રોલ પમ્પ પર હાલ આ દીવાનો ઉપયોગ થાય છે. સૌર દીવાને એક દિવસમાં ચારથી પાંચ કલાકનો સૂર્યપ્રકાશ મળે એટલે ઊર્જા ત્રણ દિવસ સુધી સંઘરી શકાય છે. અંધારું થતાં દીવા પ્રકાશ રેલાવે છે અને બીજા દિવસના સૂર્યોદય વખતે બંધ થાય છે. વીજળીના થાંભલા અને દીવાની દેખભાળનો ખર્ચ ઓછો આવે છે. પાંચ સ્થળે ૭૫ સોલર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે તેમાં નાગપાડાનો પરિવહન વિભાગ, તાડદેવ, મરોલ, માહુલ, ઘાટકોપર વગેરેનો સમાવેશ થાય છે. શહેરમાં આશરે ૯૫ પોલીસ સ્ટેશન, ૩૦-૩૫ પોલીસ વસાહત છે. એની સાથે અધિકારીઓના નિવાસસ્થાન, પોલીસ દળ સંબંધિત અનેક ઓફિસ છે. આ બધા સ્થળે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું શક્ય છે.

JETALSARMA 24 KALAKMA 5 INCH VARSAD...KASHYAP JOSHI, JETALSAR

JETALSARMA 24 KALAKMA 5 INCH VARSAD...KASHYAP JOSHI, JETALSAR