ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા યુવા પ્રતિભાશાળી દિગ્દર્શકોને નાટ્ય નિર્માણ માટે આર્થિક સહાયની યોજના હેઠળ વર્ષ ૨૦૧૩-૧૪માં સહાય આપવાની થાય છે. આથી પાત્રતા ધરાવતા યુવા દિગ્દર્શકો પાસેથી નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે, નાટ્ય દિગ્દર્શકો કે જેમની ઉંમર તા.૧/૪/૨૦૧૩ના રોજ ૨૫ વર્ષથી વધુ અને ૪૫ વર્ષથી ઓછી હોય તથા જેમણે ઓછામાં ઓછું એક ફુલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યુ હોય અથવા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્નાતક હોય અથવા જેમણે અકાદમી દ્વારા આયોજીત કે અન્ય પ્રતિષ્ઠિત નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ દિગ્દર્શકનું પારિતોષિક મેળવેલ હોય તેવા દિગ્દર્શકો સહાય મેળવવા માટે પાત્ર ઠરશે.
સહાય પેટે પ્રત્યેક દિગ્દર્શકને રૂ.૧.૦૦ લાખની સહાય ચુકવવામાં આવશે. દિગ્દર્શકે તેમના મંજુર થયેલ નાટકના જુદા જુદા પાંચ સ્થળે શો કરવાના રહેશે. પસંદગી માટે અકાદમી નિયુક્ત નાટ્ય તજજ્ઞો સાથે દિગ્દર્શકોએ વ્યકિતગત વાર્તાલાપ માટે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી, યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સહ તા.૧૦/૦૬/૨૦૧૩ સુધીમાં ગુજરાત રાજય સંગીત અકાદમીની કચેરી, બ્લોક નં.૯/૧લો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોંચાડવાનું રહેશે. નિયત અરજી પત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-forms પરથી પણ મળી શકશે. વધુ વિગત માટે અકાદમીનો ફોન નંબર ૦૭૯-૨૩૨ ૫૧૬૯૩, ૨૩૨ ૫૪૫૫૨ ઉપર સંપર્ક કરવા સચિવ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો