રવિવારે સદગુરુ કબીર છાત્રાલયનું લોકાર્પણ
વડોદરા,
વડોદરા જિલ્લા આદિવાસી પ્રજાસંધ દ્વારા આદિજાતિ વિઘાર્થીઓના વિઘાલય અને પ્રોત્સાહિત કરવા વાધોડિયા રોડ પર, રંગ વાટીકા સામે સદ્ગુરુ કબીર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજયના આદિજાતિ વિકાસ અને વન પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા રવિવાર તા. ૨૬/૦૫ના રોજ સાંજના ૫.૦૦ કલાકે તેનું લોકાર્પણ કરશે.
રોગ નિયંત્રણ માટેની જિલ્લા તકેદારી અને સંકલન સમિતિની બેઠક મળશે
વડોદરા,
જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સંચારી રોગોના નિયંત્રણ માટેની જિલ્લા તકેદારી અને સંકલન સમિતિ કાર્યરત છે. તેની આગામી બેઠક બુધવાર તા.૨૯/૦૫ના રોજ સાંજના સાડા ચાર વાગ્યે કલેકટરશ્રીના કાર્યાલયમાં મળશે.
ખાતેદાર ખેડૂત અકસ્માત યોજનાનો લાભ લેવા વચેટીયાઓની મદદ ના લેશો
વડોદરા,
વર્તમાન ૨૦૧૩-૧૪ના વર્ષમાં રાજય સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં છે. તેના હેઠળ ખેડૂતોને અકસ્માતથી કાયમી અપંગ થવાથી અથવા અકસ્માતથી મુત્યુના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે. આ અંગેનું નિયતનું અરજી ફોર્મ વિનામૂલ્યે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, વડોદરા ખાતેથી મળી રહેશે. જરૂરી સાધનિક કાગળો (આધાર/પુરાવા સાથે) અરજીઓ ૯૦ દિવસમાં તેમ કચેરીમાં રજુ કરવાની રહેશે.
પાંચ વર્ષથી ૭૦ વર્ષ સુધીના ખેડૂત ખાતેદાર (નોંધાયેલા) અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂા. ૧ લાખ, કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૫૦ હજાર વીમા રકમ મળવાપાત્ર છે. આ સિવાય ખાતેદાર ખેડૂતના એક વારસદાર અકસ્માત વીમા યોજના અમલમાં આવી છે. જેમાં ખોતદાર ખેડૂતના પતિ/પત્ની સિવાયના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ઉંમર ૫થી ૭૦ વર્ષના વીમા કવચ પુરું પાડવામાં આવે છે.
પ્રસ્તુત બાબતે સંબંધિત ગ્રામસેવક વિસ્તરણ અધિકારી ખેતી અથવા મદદનીશ ખેતી નિયામકશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જરૂર જણાયે જિલ્લા ખેતીવાડી અધિકારી, વડોદરાની કચેરીનો સીધો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં અરજદાર સિવાય વચેટીયા આવી કામગીરી કરતા હોય છે. પરંતુ આવા વચેટીયાનો સંપર્ક ન કરતા ખેતીવાડીની કચેરીનો સીધો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વડોદરાએ અનુરોધ કર્યો છે.
શિવણ પરીક્ષાનું પરિણામ જાહેર
વડોદરા,
સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ વડોદરા ખાતે ફેબ્રુઆરી,૨૦૧૩માં લેવાયેલ શિવણના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે તે વિઘાર્થીનીઓને પરીક્ષાનું ઓળખપત્ર બતાવી સંસ્થામાંથી રૂબરૂમાં મેળવી લેવા આચાર્ય સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ વડોદરા દ્વારા જણાવાયું છે.
આઇસ્ક્રીમ ખાવા માટે રીસાયેલો આકાશ ખોવાઇ ગયો
વડોદરા,
અકોટા જય ભવાની નગર ઝુપડપટૃીના નિવાસી રેખાબેન લાલુભાઇ ભૂરીયાનો દિકરો આકાશ તા.૨૨/૫/૧૩ના રોજ મંગળબજારમાં આવેલા સમ્રાટ આઇસ્ક્રીમની દુકાન પાસેથી ગુમ થઇ ગયો છે. દશ વર્ષની ઉંમરના આ કિશોરે સફેદ લીટીવાળો શર્ટ, કાળા રંગનું પેન્ટ, પગમાં કાળા રંગના સેન્ડલ અને ગળામાં લાલ રંગનો રૂમાલ પહેર્યો છે. તેના જમણા પગના ધુંટણના નીચેના ભાગે જખમનું જુનું નિશાન છે. તે મળી આવેથી સીટી પોલીસ મથકનો ફોન નં. ૦૨૬૫-૨૫૬૧૩૧૦ પર અથવા શહેર નિયંત્રણ કક્ષને (ફોન નં. ૧૦૦/મોબાઇલ નંબર ૯૬૩૮૫૫૬૬૬) પર જાણ કરવા જણાવાયું છે
રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે તા. ૨૭ મી મેના રોજ કૃષિ મહોત્સવ-૨૦૧૩ નો મેગાઇવેન્ટ કાર્યક્રમ યોજાશે
રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે તા. ૨૭ મી મે,-૨૦૧૩ના સોમવારે કૃષિ મહોત્સવ-૨૦૧૩નો મેગાઇવેન્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયના મંત્રીશ્રીઓ, મહાનુભાવો, સ્થાનિક લોક પ્રતિનિધિઓ સહિત મધ્ય ગુજરાતના દાહોદ સહિત અમદાવાદ, ખેડા આણંદ વડોદરા અને પંચમહાલ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો ઉપસ્થિત રહેશે.
રાજયના નવમા કૃષિ મહોત્સવમાં યોજાનાર પ્રાદેશિક કક્ષાના પ્રથમ મેગાઇવેન્ટના સૂચિત મોડલ કાર્યક્રમ મુજબ તા. ૨૭ મી મે, સોમવારના રોજ વિભાગ-૧માં સવારના ૮.૩૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન પશુ આરોગ્ય શિબિર અને પશુ સારસંભાળ માટેનું માર્ગદર્શન પશુપાલન વૈજ્ઞાનિકો અને પશુપાલન ખાતાના અધિકારીઓ પશુપાલકોને આપશે તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરશે.
વિભાગ-૨ માં સવારના ૮.૩૦ થી ૯.૩૦ કલાક દરમિયાન જળ સંચયો નહેર સફાઇ, માઇક્રો ઇરીગેશન વિષયો પર પરી સંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા સાથે સિંચાઇના કાયદાઓની માહિતી જળ સંપત્તિ વિભાગ, જી.જી.આર.સી, જી.એલ.ડી.સી અને ડી.આર.ડી.એના વિષય નિષ્ણાતો આપશે ત્યાર પછીના ૯.૩૦ થી ૧૦.૩૦ના કલાક દરમિયાન સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન થશે.૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન રાજયના મુખ્યમંત્રીશ્રી સંબોધન કરશે. સાથે ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂતો, માટે જે તે વિસ્તારને અનુરૂપ ખેત ઉત્પાદન વધારવા માર્ગદર્શન રૂપી સી.ડી.નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બપોરના ૧૨.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સીટીના કૃષિ તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો ધ્વારા કૃષિ વિશેનું પ્રદર્શન અને નિદર્શન અંગેનું માર્ગદર્શન કિટસનું વિતરણ સાથે ખેડૂતોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કૃષિ વૈજ્ઞાનિકો ધ્વારા સ્થળ પર કરવામાં આવશે.
દાહોદ જિલ્લા કલેકટરશ્રી, ડી.એ. સત્યાએ જણાવ્યું છે. કે આ મેગાઇવેન્ટનો મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો લાભ લે અને તે સાથે પોતાનું રાજયનુ અને દેશનું કૃષિ ઉત્પાદન વધારવામાં ફાળો આપે અને આર્થિક રીતે સંપન્ન થાય. વધુમાં કલેકટરશ્રી સત્યાએ કૃષિ પ્રદર્શન નિદર્શન અને પશુ આરોગ્ય મેળો તા. ૨૭ અને તા. ૨૮ મે, સોમવાર અને મંગળવારના બે દિવસો દરમિયાન રહેશે. જેનો મહત્તમ લાભ દાહોદ જિલ્લાના કૃષકો અને ગ્રામિણો ઉઠાવે તેવી વિનંતી કરી છે.
નવમા કૃષિ મહોત્સવમાં દાહોદ જિલ્લાના ૭૧૦૦ આદિજાતિ ખેડૂતોને ખેતી પાકના ૭૦૦૮ કિટસનું વિતરણ
રાજય ભરમાં હાલમાં ચાલી રહેલા નવમાં કૃષિ મહોત્સવમાં દાહોદ જિલ્લાના ૭૧૦૦ આદિજાતિ ખેડૂતોને ધાન્ય કઠોળ અને તેલીબિયા ખેતી પાકના ૭૦૦૮ કિટસનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના દાહોદ તાલુકાના ૮૯ ગામના ૮૯૦ ખેડૂતોને ૮૯૦ કિટસ ગરબાડા તાલુકાના ૩૯ ગામના ૩૯૦ ખેડૂતોને ૩૯૦ કિટસ ઝાલોદ તાલુકાના ૧૬૦ ગામના ૧૬૦૦ ખેડૂતોને ૧૬૩૦ કિટસ, ફતેપુરા તાલુકાના ૧૦૨ ગામોના ૧૦૨૦ ખેડૂતોને ૧૦૨૦ કિટસ, લીમખેડા તાલુકાના ૧૫૨ ગામના ૧૫૨૦ ખેડૂતોને ૧૪૨૨ કિટસ, ધાનપુર તાલુકાના ૯૦ ગામના ૯૦૦ ખેડૂતોને ૯૦૦ કિટસ અને દેવગઢ બારીયા તાલુકાના ૯૧ ગામોના ૭૮૦ ખેડૂતોને ૭૫૬ કિટસનું વિતરણ થનાર છે. આમ જિલ્લાના ૭૨૩ ગામોના ૭૧૦૦ ખેડૂતોને ધાન્ય પાકમાં મકાઇ ગુજરાત-૬ અને હાઇબ્રીડ ગંગા-૨ ના કુલ ૨૯૭૭ કિટસ કઠોળ પાકમાં અડદ ટી-૯ના ૧૭૬૭ કિટસ અને તુવેર વૈશાલી જાતના ૯૪૨ કિટસ સાથે તેલીબીયાપાકમાં સોયાબીન જે એસ-૩૩૫ના ૧૩૨૨ કિટસ આદિવાસી ખેડૂતોને એ.જી.આર.-૩ યોજના હેઠળ આપવામાં આવશે.
કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત દાહોદ જિલ્લાના ૬૩૮ અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ કિટસનું વિતરણ થશે
હાલમાં ચાલી રહેલા કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત દાહોદ જિલ્લાના ૬૩૮ અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ કિટસનું વિતરણ કરવામાં આવશે. જેમાં ધાન્ય તેલીબીયા અને કઠોળ પાકના ૬૯૫ કિટસ એ.જી.આર.-૪ યોજના હેઠળ વિતરણ થશે. જેમાં દાહોદ તાલુકાના ૮૯ ગામોના ૬૦, ગરબાડા તાલુકાના ૩૯ ગામોના ૪૨, ઝાલોદ તાલુકાના ૧૬૦ ગામોના ૧૯૦, ફતેપુરા તાલુકાના ૧૦૨ ગામોના ૮૭, લીમખેડા તાલુકાના ૧૫૨ ગામના ૧૧૫, ધાનપુર તાલુકાના ૯૦ ગામોના ૮૪ અને દેવગઢ બારીયા તાલુકાના ૯૧ ગામોના ૧૫૦ અનુસૂચિત જાતિના લાભાર્થોઓને મકાઇ, સોયાબીન, અડદ અને તુવેર પાકના કિટસનું વિતરણ કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના ૨૦૬૩ ખેડૂતોને કૃષિ મહોત્સવ હેઠળ ખેતી પાકના કિટસનું વિતરણ
હાલમાં ચાલી રહેલા કૃષિ મહોત્સવ હેઠળ દાહોદ જિલ્લાના આદિજાતિ અને અનુસૂચિત જાતિ સિવાયના ૨૦૬૩ ખેડૂતોને ૨૦૭૨ કૃષિ કિટસનું વિતરણ થનાર છે. આ ખેતી કિટસમાં ધાન્ય પાકમાં મકાઇ ગુજરાત-૬ અને હાઇબ્રીડ મકાઇ ગંગા-૨ ના ૬૪૧ કિટસ સોયાબીન પાકના ૨૭૯ કિટસ, અડદના ૬૮૭ અને તુવેરના ૪૬૫ કિટસનો લાભ ખેડૂતોને મળશે દાહોદ જિલ્લાના ૭૨૩ ગામોમાં આ કિટસનું વિતરણ જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી થનાર છે. આ કિટસમાં વધુ ઉત્પાદન આપતું સુધારેલું બિયારણ, ખાતર, દવા વગેરેનો સમાવેશ થાય છે.
પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામે કૃષિ મહોત્સવ ઉજવાયો
કૃષિરથ સાથે આવેલ કૃષિ તજજ્ઞો,વૈજ્ઞાનિકો પાસેથી અધ્યતન માહિતી મેળવતા કૃષિકારો
આણંદ જિલ્લામાં નવમો કૃષિ મહોત્સવ ગામે ગામ ભ્રમણ કરી રહયો છે. ત્યારે પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામે દાવલપુરા, રૂપિયાપુરા, લક્કડપુરા અને વિશ્રામપુરા ગામનો સંયુક્ત કૃષિ મહોત્સવની ઉજવણી પ્રસંગે આવેલ કૃષિરથને ખેડૂતમિત્રોએ આવકાર આપ્યો હતો.
બાગાયત કચેરીના નિમેશભાઇએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો સુધી આધુનિક ખેત પધ્ધતિઓની માહિતી પહોચી છે. તેઓએ જણાવ્યું કે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીમાં નેટ હાઉસ,ગી્રન હાઉસ,ડ્રીપ ઇરીગેશન અપનાવવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા અપાતી સબસીડી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
ખેતીવાડી ખાતાના એમ.વી પટેલ જણાવ્યું કે કૃષિરથના માધ્યમથી આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ સંકલન કરી સારૂ પરીણામ ખેતીમાં લાવી શકીએ છીએ. આધુનિક ખેતીથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાથી આર્થિક રીતે ફાયદો થાય છે. જમીન ફળદ્દુપ બનાવવા આધુનિક પધ્ધતિઓ અપનાવવી પડશે. ખેતી જૈવીક છે. તે જીવંત રાખવા ખેડ,ખાતર અને પાણીની સાથે સાથે આધુનિક ખેત પધ્ધતિઓનું આયોજન કરવુ પડશે. રાસાયણિક ખાતરનો બીન જરૂરી ઉપયોગ કરવો જોઇએ નહી. પાકમાં જંતુનાશક દવાઓ રોગને પારખીને જરૂરીયાત મુજબ છંટકાવ કરવો અને વૈજ્ઞાનિક અભિગમ જોડવો પડશે,જમીનનું પૃથ્થકરણ, સતત પરિવર્તન કરવુ જોઇએ, ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવો, ગામડાઓના જરૂરતમંદ ખેડૂતોને કૃષિકીટમાં મળેલ બિયારણ, જૈવિક ખાતર, કૃષિને લગતી દવાઓ તેમજ કૃષિલક્ષી માહિતી મળવાથી તેઓના ખેત ઉત્પાદનોમાં પણ વધારો થશે.
કૃષિ યુનિ.ના ડેરી સાયન્સ વિભાગના હીરલ.એમ.સોઢાએ આદર્શ પશુપાલન અને સ્વચ્છ દુધ ઉત્પાદન અને દુધની બનાવટો અંગે જરૂરી માર્ગદર્શન આપી દહી,પનીર,શ્રીખંડ બનાવતી વખતે તેની ગુણવત્તા જળવાય તે અંગેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દાવલપુરા,રૂપિયાપુરા,લક્કડપુરા અને વિશ્રામપુરા ખેડૂતોને કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગની તરફથી કૃષિ કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજુબાજુના ગામોના ખેડૂતો,પ્રગતિશીલ ખેડૂતો, ગ્રામ પંચાયત, દુ.ઉ.સ.મં.ના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.
તારાપુરના મહેદ્રભાઇ કાંતિભાઇ પટેલે ઇનોવેટીવ ટેકનોલોજી અપનાવી ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા રોપણી કરી વધુ ઉત્પાદન/વધુ આવક મેળવી
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વતની એવા મહેન્દ્રભાઇ કાન્તીભાઇ પટેલની વાત છે. ૪૫ વર્ષીય મહેન્દ્રભાઇનું કહેવું છે કે મે ધો. ૧૦ પાસ કર્યા બાદ કૃષિ વિષયક જાણકારી મેળવવાની ઇચ્છા હતી તેથી કૃષિ યુનિ. આણંદ ખાતે એડમીશન મેળવવું હતું. પરંતુ ત્યારબાદ અનિચ્છાએ પણ આઇ.ટી.આઇ. ફીટર કરી ટેકનીકલ નોલેજનું સર્ટી મેળવી કંપનીમાં જોબ મેળવી, પરંતુ કંપનીમાં કામ કર્યા બાદ નકકી કર્યુ કે ખેતી જ શ્રેષ્ઠ છે, તેમ નક્કી કરી બાપ/દાદાની ખેતીનો જ વ્યવસાય કરવા લાગ્યો.
તારાપુર ખાતે સરકારી બોરકુવા પાસે તેઓ જમીન ધરાવે છે. તેમની પાસે બાપ/દાદાની ૧૫ વીધા જમીન છ. જેમાં કાકાઓ સાથે સંયુક્ત ખેતી કરે છે. અને વાર્ષિક રૂા. બે લાખ જેટલી આવક સ્વતંત્ર રીતે મેળવે છે.
ગત વર્ષે ૨૦૧૨માં તેમણે એક એકરમાં ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા ડાંગરનું ધરૂ નાખી રોપણી કરી હતી. જેમાં તેઓને રૂા.૩૫૦૦/- મજુરી ખર્ચની સામે ૧૧૦ મણ ડાંગરનું ઉત્પાદન થયું, જેમાં રૂા. ૩૮૫૦૦/-ની આવક મેળવી હતી. આમ રૂા.૩૫,૦૦૦/-નો નફો થયો, ઉપરાંત એક એકરમાં પુરીયામાંથી રૂા. ૪૦૦૦/- ની આવક મેળવી.
તેઓ માને છે કે જો હું કંપની માં નોકરી કરતો હોત તેના કરતા પણ વધારે આવક મેળવતો થયો છું. ઉપરાંત મને સંતોષ પણ છે. આ ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીનની તપાસ કરી છે જે રૂા. ૧,૨૦,૦૦૦/-નું આવે છે ઉપરાંત તેમાં ૪૫ હજારની સબસીડી મળે છે. મશીન દ્વારા રોપણી કરતા ઉત્પાદન સારૂ મળે છે. છોડ કોહવાતો નથી આને કારણે હવે મેં પોતે આ મશીન ખરીદવાનો વિચાર કર્યો છે. જિલ્લા ખેતી વાડી અધિકારી એમ.બી. ધોરાજીયા અને આત્મા પ્રોજેક્ટના મેહરીયાભાઇ દ્વારા તથા કૃષિ કેન્દ્ર-દેવાતજના વૈજ્ઞાનિકો દ્વારા તેમને કૃષિ,પશુપાન,બાગાયત વિષયક જ્ઞાન મળે છે. માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તારાપુરના મહેન્દ્રભાઇ પટેલનો મો. નં. ૯૮૨૫૯ ૬૯૮૧૩ છે. ખેડૂતમિત્રો તેમનો સંપર્ક કરી પેડી મશીન વિશે જાત માહિતી મેળવી શકે છે.
કૃષિ મહોત્સવની સાથે સાથે..
ખંભાત તાલુકાના વડદલાના ખેડૂતમિત્રની કૃષિ સ્ટોરી
ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી વાર્ષિક આઠ લાખ આવક મેળવે છે
વાત છે ખંભાત તાલુકાના વડદલા ગામના પ્રગતીશીલ ખેડૂત, ૩૫ વર્ષિય હિતેન્દ્રસિંહ ફતેસિંહ બોડાણાની, તેઓ બી.એ. (સ્નાતક) થયેલા છે. પરંતુ બાપ/દાદનો બાપિકો ધંધો ખેતીને જ વ્યવસાય તરીકે શ્રેષ્ઠ માને છે. તેઓ તમાકુ અને ડાંગરની ખેતીમાં ગત વર્ષે સરેરાશ એક વિધામાં ૬૦ થી ૭૦ મણ ઉતારો લેતા હતા. તેઓની પાસે ૨૦ વીધા જમીન બાપ/દાદાઓ તરફથી મળેલ છે. તેઓએ આધુનિક ખેત પધ્ધતિનું જ્ઞાન મેળવ્યા બાદ એક હેક્ટરમાં ડ્રીપ ઇરીગેશન અપનાવેલ છે તથા ૧૦ ગુઠામાં નેટ હાઉસ બનાવેલ છે. જેમાં ૨.૮૦ લાખની સબસીડી પણ મેળવી છે.
૨.પ૦ વીધામાં મરચી અને ૧૦ ગુઠામાં ટામેટાનું ઉત્પાદન કરી ફક્ત છ વીણાટ બાદ ૧.૮૦ લાખની આવક ચાલુ વર્ષે મેળવી ચુક્યા છે. તેઓ વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરી ને વાર્ષિક આઠ લાખની આવક મેળવે છે.
વધુમાં જણાવે છે કે બાગાયતી પાકો રોકડીયા હોય છે તેથી ખેડૂતોને વધારે અનુકુળ આવે છે. કૃષિ મહોત્સવના માધ્યમથી આંતરીયાળ ગામડાના ખેડૂતોને ચોક્કસ લાભ મળ્યો છે. કારણકે ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ. કે ખેતીવાડી અધિકારીની કચેરીએ જવું પડતું હતું તેના બદલે કૃષિરથના માધ્યમથી અધિકારીઓ અને વૈજ્ઞાનીકો ગામે ગામ આવે છે અને કૃષિ,બાગાયતી અને પશુપાલનને લગતુ જ્ઞાન પીરસે છે,સાહિત્ય વિતરણ કરે છે અને પશુ આરોગ્ય મેળાઓ યોજે છે, પાકની ફેરબદલ અંગે જરૂરી માર્ગદર્શન આપે છે જે અમારે અંતરીયાળ વિસ્તારના ખેડૂતમિત્રો માટે આર્શીવાદ સમાન છે.
ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં બાગાયતી પાકોની ખેતી વિષયક જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો
કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં બાગાયતી પાકોની ખેતી વિષય અન્વયેનો સેમિનાર અનિકેત હોસ્ટેલ, બોરસદ ચોકડી, આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી સહ કલેક્ટરશ્રી ડો.કુલદીપ આર્યએ સેમિનારને દીપ પ્રગટાવી ખુલ્લા મુકતા જણાવ્યું કે આણંદ જિલ્લામાં કૃષિક્ષેત્રે ધણી સારી સગવડો છે, તેનો લાભ લઇ તમામ ખેડૂતોએ પોતાનું એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાના ધ્યેય રાખવો જોઇએ અને તે માટે જરૂરી તમામ માહિતી માર્ગદર્શન જિલ્લા કક્ષાએથી સબંધિત તમામ વિભાગો પાસેથી મેળવી શકશો.
આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર એસ.બી.વાધમશી દ્વારા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તાલુકા કક્ષાએ વિજેતા થયેલ બે ખેડૂતોને ટ્રોફી,શાલ, રૂા.૧૦,૦૦૦/-નો ચેક અને પ્રમાણપત્ર પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. અરૂણ પટેલે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ધટાડી આવકમાં વધારો કરી શકાય છે તેનો ઉપયોગ કરવા ભાર પુર્વક જણાવ્યું હતું.
ડો. કે.પી.કીકાણી, એચ.સી.પટેલ, ડો.એન.એસ.પારેખ,આર.જી.જાદવ અને બી.એચ.પટેલે બાગાયત ક્ષેત્રે રહેલ વિશાળ તકો, ગ્રીન હાઉસમાં ફુલોની ખેતી, ગ્રીન હાઉસ/નેટ હાઉસના વિવિધ પુરસ્કાર અને તેમા રાખવાની થતી કાળજી, તેમાં થતા સંકલિત રોગ જિવાત નિયંત્રણ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડી એટીક સંસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી.
આવકાર અને સ્વાગત પ્રવચન નાયબ બાગાયત નિયામક બી.એસ.વાળંદે કર્યુ જ્યારે આભારવિધિ હસમુખભાઇ.એચ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાગાયત કચેરીના નીલેશ પટેલ,ચિરાગ પટેલ અને કે.પી. ડાભીએ કર્યુ હતું.
આણંદ જિલ્લાના સાયબર કાફેના માલિક/સંચાલકોને સુચના
સાયબર કાફેની મુલાકાતીનું રેકર્ડ નિભાવવું
આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરરની જરૂરી માહિતી ધરાવતું રજિસ્ટર નિભાવવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર.જી.ગોહીલે આદેશ કર્યા છે.
તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં કાર્યરત દરેક સાયબર કાફેમાં આવતા પ્રત્યેક વ્યકિત/બ્રાઉઝરર પાસેથી સાયબર કાફેમાં કરેલ ઇ-મેઇલ, સહી, સાયબર કાફેમાં દાખલ થયાનો અને બહાર નીકળ્યાનો સમય, ફોટા સાથેની ઓળખની વિગતો (જેવા કે ચૂંટણી કાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ સ્કુલ કે કોલેજનું ઓળખપત્ર(ઓળખના પુરાવા)/રિમાર્કસ વગેરે સાથેનું રજીસ્ટર ફરજીયાત જાળવવાનું રહેશે. સાયબર કાફે માલિકે ઓળખનો પુરાવો કયા અધિકારીએ ઇસ્યુ કરેલ છે તેની નોંધ કરવાની રહેશે.
ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનું પ્રમાણપત્ર, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, કુલ બેન્ડ વીડ્થ, ઇન્ટરનેટ દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કે વીડીયો કોન્ફસન્સીગ,ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ તૈયાર કરવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે, સાયબરકાફેના માલિકોએ બેક-અપ ની સાચવણી તથા જાળવણી કરવાની રહેશે જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝર, વેબસાઇટનો ઇતિહાસ, ઇન્ટરનેટ કુકિઝ, મોર્ડન લોગ્સ, ઇન્ટરનેટ ડાઉન લોક,પ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સની માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિક્ષક અથવા સત્તાધિકારી ઉક્ત વિગતો માગે ત્યારે તેઓને અવશ્ય આ માહિતી આપવાની રહેશે. સાયબર કાફે સવારના ૬-૦૦ કલાકથી રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખવાના રહેશે.
આ હુકમ તા.૨૬/૦૫/૨૦૧૩ થી તા.૨૪-૦૭-૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આણંદ જિલ્લાના તમામ કોચીંગ ક્લાસ/ટયુશન ક્લાસ સવારના ૭-૦૦ પહેલા અને સાંજના ૨૦-૦૦ પછી ચાલુ રાખી શકાશે નહી
આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ ક્લાસ તથા ટયુશન કલાસીસમાં જતી વિઘાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઇને ટયુશન કલાસમાં બહાર જઇ શકે અને હરીફરી શકે તે ખૂબજ જરૂરી હોય તેમજ કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા ટયુશન કલાસીસ કે કોચીંગ ક્લાસના કામે એકલી જતી છાત્રા મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતા હોય તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદ, શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારે ૭-૦૦ કલાકથી પહેલા નહી અને સાંજના સમયે ૨૦-૦૦ કલાકથી વધુ સમય માટે ચાલુ રાખી શકાશે નહી. આ હુકમ તા.૦૧/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫) ની કલમ-૧૮૮ હેઠળ ઉક્ત હુકમના ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર ઠરશે.
આણંદ જિલ્લામાં અગત્યના કડીરૂપ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા રાખવા આદેશ
ગુપ્તચર સંસ્થાના વખતો વખતના અહેવાલો અન્વયે આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાનિ તેમજ મિલ્કત હાનિ કરવામાં આવતી હોય છે તથા હાઇવે હોટલોનો ઉપયોગ કરતી હોય છે.આવા ગૂના અટકાવવા તથા વણશોધાયેલા ગૂનાઓ શોધવા મહત્વની કડી અને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફાય કરીને ગુનેગાર વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે રાખવાનું જરૂરી છે.
આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવા તથા આ કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ક્વોલીટીના રાખવા અને છ માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા આદેશ કર્યા છે. આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાના રહેશે
જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનાર તથા લેનાર તથા ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે લેનાર/વેચનાર માટે જવાબદારી નકકી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ફોજદારી કાર્યરિતી અધિનિયમ (CR.P.C.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરું નામ/સરનામું ફરજિયાતપણે નોંધવાનું રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે. જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.
સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે.સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ 1 વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા 1 માસ સુધી રીટેલરની રહેશે.
આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી ૬૦ દિવસ (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવી
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-આણંદ શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુલક્ષીને સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહી.ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સબંધિત દલાલ કે જેઓ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી (બંન્ને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આણંદ ખાતે મતદારો માટે મતદાતા સહાય કેન્દ્રનો પ્રારંભ
ચુંટણી કાર્ડમાં સુધારા-વધારા થઇ શકશે
આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાતા સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓને તેમના ખોવાયેલ, ફાટી ગયેલ, અગાઉના ઓળખપત્રોમાં સુધારા-વધારા કરવાના થતા હોયતો મતદારે રહેઠાણના પુરાવા તથા ઉંમરના જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સુધારાવાળુ મતદાર ઓળખપત્ર કાઢી આપવામાં આવશે આ અંગે મતદારે જાતે આવવાનું રહેશે. મતદાર યાદીમાં નામ નોધાયેલ ન હોયતો તેવા મતદારોને ફોટો મતદાર ઓળખપત્ર મળી શકશે નહી.
મતદાર તરીકે નામ દાખલ કરવા બાબતે જે તે વિસ્તારની મામલતદાર કચેરી તેમજ મતદાર નોધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ ચૂંટણી અધિકારી વી.જે.પટેલે જણાવ્યું છે.
આણંદ જિલ્લાના પેન્શનરોને હયાતીની ખાતરી કરાવવા અનુરોધ
આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ સરકારશ્રી દ્વારા કરેલ સુધારા મુજબ ચાલુ વર્ષની હયાતી પેન્શનર જે બેંક ખાતેથી પેન્શન મેળવતા તે બેંકમાં મે-૨૦૧૩ થી જુલાઇ-૨૦૧૩ સુધીમાં રૂબરૂ જઇને ખાતરી કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી-આણંદ દ્વારા જણાવાયું છે.
રક્ષા શકિત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા આણંદ ખાતે ૨૭ - મે ના રોજ સેમિનાર યોજાશે
આણંદ/ખેડા/વડોદરા અને પંચમહાલ જિલ્લાના યુવાનો/વિઘાર્થીઓ/વાલીઓ ભાગ લઇ શકશે
આણંદ ખાતે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ-ભાલેજ રોડ, આણંદ ખાતે ચંચળબા હોલમાં આગામી તા. ૨૭/૫/૨૦૧૩ ના સોમવારે સવારે ૯/૦૦ કલાકે રક્ષાશકિત યુનિવર્સીટી-અમદાવાદ દ્વારા આયોજિત અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારનો હેતું વિઘાર્થીઓએ સંરક્ષણ દળમાં કારકિર્દી અને આંતરીક સુરક્ષા માટે ગુજરાત પોલીસ દળમાં કારકીર્દી થી વાકેફ થાય તે છે.
આ સેમિનારમાં ધો-૧૨ તથા સ્નાતક થયેલા આણંદ/ખેડા/પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિઘાર્થીઓ તથા યુવાનો/વાલીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રક્ષાશકિત યુનિવર્સીટી, આણંદ સેન્ટરના કો-ઓર્ડીનેટર બી.કે.નાણાવટીએ જણાવ્યું છે.
આ ઉપરાંત વિઘાર્થી મિત્રો શ્રી બી.કે.નાણાવટીના મોબાઇલ નંબર-૯૯૨૪૮ ૩૯૬૧૪ ઉપર સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.
એન.કે.હાઇસ્કુલ- પેટલાદ ખાતે ૨૮-મે ના રોજ જોબફેર યોજાશે
જિલ્લા રોજગાર કચેરી-આણંદ દ્વારા આયોજીત જોબફેર તા. ૨૮/૦૫/૨૦૧૩ના રોજ એન.કે. હાઇસ્કુલ, પેટલાદ ખાતે યોજાનાર જોબફેરમાં એચ.એસ.સી. અને સ્નાતક થયેલા તથા કોમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
આ જોબફેરમાં ડીપ્લોમાં-મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટ, આઇ.ટી.આઇ.-ફીટર, વેલ્ડર, વાયરમેન, ટર્નર, સી.એન.સી. ઓપરેટર, પી.પી.ઓ, ઇલેકટ્રીશ્યન તથા કોઇપણ ગ્રેજ્યુએટ તથા બી.એસ.સી. કેમીસ્ટ હોય તેઓ આ જોબફેરમાં ભાગ લઇ શકશે.
વધુ વિગત માટે જિલ્લા સેવા સદન, રૂમ નં.૨૫, ૨૬ જિલ્લા રોજગાર કચેરી, આણંદનો તથા ઇ-મેઇલ એડ્રેસ eoanand@yahoo.com સંપર્ક કરવા જણાવાયું છે.
વિકલાંગ પ્રમાણપત્ર થી વંચિત વિકલાંગ ભાઇ-બહેનો વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા કેમ્પનો લાભ લો
રાજ્ય સરકારની વિવિધ વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકલાંગ વ્યક્તિઓને મળી રહે તે માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, એસ.એસ.હોસ્પીટલ પેટલાદ, જિ. આણંદ દ્વારા તા.૧૧-૧૨-૨૦૧૩ સુધી વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગતા પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન આણંદ જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું છે.
| ક્રમ | કેમ્પની તારીખ | કેમ્પનું સ્થળ | કેમ્પનો સમય |
| ૧ | ૧૨/૦૬/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સોજિત્રા | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૨ | ૨૬/૦૬/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૩ | ૧૦/૦૭/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સારસા | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૪ | ૨૪/૦૭/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૫ | ૧૪/૦૮/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાસ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૬ | ૧૧/૦૯/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓડ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૭ | ૨૫/૦૯/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૮ | ૦૯/૧૦/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૯ | ૨૩/૧૦/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૧૦ | ૧૩/૧૧/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાસદ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૧૧ | ૨૭/૧૧/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખંભાત | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
| ૧૨ | ૧૧/૧૨/૨૦૧૩ | સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ | ૧૨-૦૦ થી ૧૬-૦૦ |
વિકલાંગતા પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા વિકલાંગ ભાઇ-બહેનોએ આ કેમ્પનો લાભ લઇ પ્રમાણપત્ર મેળવી લેવા જણાવાયું છે. લાભાર્થીએ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. દરદીને તપાસવાનો સમય બપોરે ૧૩-૦૦ થી ૧૫-૦૦ કલાક દરમિયાનનો રહેશે તથા પ્રમાણપત્ર આપવાનો સમય બપોર બાદ ૧૬-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમિયાનનો રહેશે.
દ્રષ્ટિહિન, મંદબુધ્ધિ, બહેરા-મુંગા, અસ્થિ વિષયક જે વિકલાંગજનોએ ડોક્ટરનું વિકલાંગ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેઓએ રેશનકાર્ડ તથા તેની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને જન્મતારીખનો દાખલો લઇ રૂબરૂ હાજર રહેવા બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-આણંદ દ્વારા જણાવાયું છે.
આધાર નંબર વિના મેરીટ કમ મિન્સ/પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ મળી શકશે નહી
જુન-૨૦૧૩ સુધીમાં આધારકાર્ડ નંબર અચૂક મેળવી લેવા સુચના
કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડ મેળવવાની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે ઉપલબ્ધ
ભારત સરકાર દ્વારા લધુમતીજાતિ માટેની મેરીટ કમ મિન્સ અને પોષ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં સંપુર્ણપણે ઓનલાઇન કરવામાં આવેલ છે. અત્યાર સુધી વિઘાર્થીઓની ઓનલાઇન અરજી મેળવી તેની સંપુર્ણ ચકાસણી કરી તે મંજુર થયેથી જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી થયેથી વિઘાર્થીઓના નામનો ચેક મોકલી ચૂકવણી કરવામાં આવતી હતી.જે પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા મુજબ હવે દરેક વિઘાર્થીઓની શિષ્યવૃતિની રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.ટી.બી.)દ્વારા સીધી વિઘાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે અને તે માટે વિઘાર્થીઓના આધાર નંબર ફરજીયાત છે.જેથી આવી શિષ્યવૃતિ મેળવવાને પાત્ર વિઘાર્થીઓ તથા તેઓના વાલીઓએ આધારકાર્ડ નંબર માહે જુન-૨૦૧૩ સુધીમાં અચૂક મેળવી લેવાના રહેશે અન્યથા બેંક એકાઉન્ટ ન ખોલવાના કારણે કે આધારકાર્ડ ન મેળવવા બદલ શિષ્યવૃતિ પ્રાપ્ત કરી શકશે નહી જેની સબંધકર્તા તમામને નોધ લેવા તથા કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે શરૂ કરવામાં આવી છે જેનો લાભ લેવા જણાવાયું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો