અનુયાયીઓ

શનિવાર, 9 જાન્યુઆરી, 2016

જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..

જેતપુરમાં કિશોરનું ગળું ચિરતો પતંગનો દોરો..
જેતપુર તા.9
આજે સાંજે જેતપુરના અમરનગર રોડ પર એક કિશોરના ગળામાં પતંગનો દોરો ફસાઈ જતા કિશોરના વાલીઓ ભારે દોડધામમાં પડીને ખાનગી દવાખાને પોતાના પુત્રને સારવાર અપાવી હતી.
મળતી વિગતો મુજબ આજે સાંજે અહીંના અમરનગર રોડ પર ડોબરિયાવાડી બસસ્ટોપ નજીકથી પસાર થઇ રહેલ નરેશ નામના 14 વર્ષીય કિશોરના ગળામાં પતંગની દોરી ફસાઈ જતા તેમને લોહીલુહાણ હાલતમાં અહીંના ખાનગી દવાખાને સારવારમાં ખસેડાયો હતો..જ્યાં નરેશને ગળામાં 8 થી 10 ટાંકાઓ લેવાની સારવાર લેવી પડી હોવાનું જાણકારો કહે છે.
અમુક જાગૃત લોકોએ ત્યાં સુધી કહ્યું કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ચાઇનીઝ પતંગની દોરી વાપરવા પર લગભગ પ્રતિબંધ લદાયો છે. ત્યારે જેતપુરમાં પણ આ બાબતે સંબંધિતો કડક અમલવારી કરાવે તેવું પ્રજા ઇચ્છે છે.
કશ્યપ જે.જોશી જેતપુર

જેતપુરમાં આજે રવિવારના કાર્યક્રમો..કશ્યપ જોશી..

જેતપુરમાં આજે રક્તદાન શિબિર..
જેતપુર તા.9
જેતપુર મોટી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પ્રિયંકરાયજીના આજે તા.10 ના રોજ જન્મદિન નિમિત્તે એમ.વાય.એમ.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અહીંના ભાદર રોડ પરની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે સવારના 9 થી 12 યોજાનાર આ શિબિરના ઉદ્ઘાટક તરીકે સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર એન.કે.વ્યાસ, મુખ્ય મહેમાનો તરીકે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, મોટી હવેલી ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઇ પટેલ હાજર રહેશે. આ તકે રક્તદાન કરવા સંસ્થાના પ્રમુખ કિશોર કાકડીયા અને મંત્રી મનીષ ધ્રુવનો અનુરોધ છે...

જેતપુરમાં આજે સમર્પણ ગ્રુપ દ્વારા
અનેકવિધ કાર્યક્રમોના આયોજનો..
જેતપુર તા.9
માનવ હૃદયને સ્પર્શવાની ઝંખના સાથે શહેરમાં અવિરત સેવાઓ કરતી સંસ્થા સમર્પણ ગ્રુપનો પાયો નંખાયો તે વાતને 20 વર્ષ પૂર્ણ થતા, વીશ વર્ષની સેવાકીય સફરોને વાગોળવા તેમજ 21 માં વર્ષમાં મંગલ પ્રવેશને ઉજવવા આજે તા.10 ના રોજ અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.જૂની લોહાણા મહાજન વાડીમાં સાંજના 4.30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમોને માણવા રાજ્યમંત્રી જયેશ રાદડિયા, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ વી.હાજર રહેનાર હોવાનું સંસ્થાના પ્રમુખ હરીશ મણિયાર વી. સભ્યોએ જણાવ્યું છે..
કશ્યપ જે. જોશી..જેતપુર..99742 62812