જુનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની ચાલતી ભઠ્ઠી પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્રસિંહ પવારની સુચના તેમજ
પોલીસ અધિક્ષક રવિતેજા વાશમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતી સંપુર્ણપણે ડામી દેવા સૂચના આપી હતી.
જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા.પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા વિસ્તારમાં હાલમાં પ્રોહી/જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય.
જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર રાજદીપસિંહજી કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડીજી.બડવા પો.સ્ટાફ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર હતા. દરમ્યાન પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ગણેશનગર કામદાર સોસાયટીમાં રહેતા પ્રોહી બુટલેગર બકુલ હરજી દેવીપુજક તથા તેનો દિકરો ગૌતમ બકુલ, ગોપાલ બકુલ, દીવાન બુકલ ચારેય જણા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા. રીતે દેશી પીવાના દારૂની ભઠ્ઠી ગાળે છે અને તેની આ પ્રવુતી હાલ ચાલુ છે.
જે હકિકત અન્વયે મજકુર પ્રોહી બુટલેગરના રહેણાંક મકાને રેઇડ કરતા ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી પીવના દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહી લગત મુદામાલ કબજે કરી જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ...કબજે કરવામાં આવેલ મુદામાલ આથો આશરે લી,૪૮૦૦ બેરલ સહીત કિ.રૂ.૧૪,૮૦૦/
દેશી દારૂ ભરેલ ૪૦-૪૦ લીટરના પ્લા.ના કેરબા નં.૭ તથા સિમેન્ટના બાચકા નં.૫ જેમાં પ્લાસ્ટીકના બુંગીયા નં. ૨૯ દારૂ લી.૪ ૨પ કેરબા સહિત કિ.રૂ.૮,૮૫૦, તગારા ને ૨ કિ.રૂ. ૨૦૦/-, - ગેસના બાટલા .-૬ કિ.રૂ.૬૦૦૦/-, ગેસના ભઠીના બેરલ નં.૨ કિ.રૂ.૪૦૦/-, ઇલેકટ્રીક મોટર નળી સહીત કિ.રૂ. ૧૦૦૦/ બર્નર નં.-૨ કિ.રૂ.૨૦૦/-, મો.સા. રજી.નં. જીજે-૦૩-એલઇ-૭૦૭૪ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી..કુલ કિ.રૂ.૬૬૪૫૦/
પકડાયેલ આરોપી :
દિવાન બકુલભાઇ ઝાલા દેવિ પુજક રહે. જુનાગઢ કામદાર સોસાયટી જુનાગઢ
સારી કામગીરી કરનાર પો.અધિ/કર્મચારી: બી. કે.સોનારા, બી.બી.ઓડેદરા, એસ.એ.બેલીમ, તથા પો.કો. ડાયાભાઇ કાનાભાઇ કરમટા, કરશનભાઇ જીવાભાઇ કરમટા, દિનેશ જગમાલભાઇ કરગીયા, વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.