અનુયાયીઓ

મંગળવાર, 5 મે, 2015

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ

જેતપુરની ખાનગી શાળાઓમાં લદાયેલ 
તોતિંગ ફી વધારો પાછો ખેંચવા માંગ
જેતપુર તા.5 
જેતપુર-નવાગઢમાં ચાલતી મોટાભાગની ખાનગી શાળાઓમાં નવા સત્રથી તોતિંગ ફી વધારો લાદી દીધો હોય, વાલીઓના મૂંગા મોએ આ વાતનો વિરોધ થઇ રહ્યો છે.
આ બાબતે જાગૃત વાલીઓનું કહેવું છે કે જેતપુર નવાગઢમાં ચાલતી મોટાભાગની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં નવા સત્રથી ફીમાં ગજબનો વધારો ઝીંકી દેતા આ મોંઘવારીના જમાનામાં બાળકોને ભણાવવા કે પરીવાનું ગુજરાન ચલાવવું ? તેવો વાલીઓને પ્રશ્ન સતાવી રહ્યો છે.
નિયમો જાણતા વાલીઓ કહે છે કે ખાનગી શાળા સંચાલકોએ 10 % ફી વધારો કરવો હોય તો પણ જીલ્લા શિક્ષણાધીકારીની મંજુરી લેવી પડે, પણ અહી તો ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવી કહાવત સાબિત થતી હોય તેમ, અહીના શાળા કાર્યવાહકોને કોઈ કહેવાળું જ નથી !!
એક વાલીએ તો એવું પણ કહ્યું કે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણમંત્રીએ એવું જાહેર કર્યું હતું કે તોતિંગ ફી વધારો કરનાર શાળા સંચાલકોને નાથાસે. અને આવી વાત જાહેર થતાજ એવું જાણવા મળ્યું છે કે શિક્ષણમંત્રીને માત્ર બે કલાકમાંજ 400 જેટલી ફરિયાદો મળી હતી. ત્યારે શાળા સંચાલકોથી વાલીઓ કેટલા ત્રાસી ગયા હશે, તેનો આ બેનમુન નમુનો છે.
અમુક મધ્યમવર્ગી જેતપુરના વાલીઓએ તો ત્યાં સુધી ફરિયાદ કરી કે જેમ ખેડૂતો પાક નિષ્ફળ અને અપૂરતા ભાવોથી અઘટિત ઘટનાઓને જન્મ આપી રહ્યા છે તેવો માર્ગ વાલીઓ પણ અસહ્ય ફી વધારાથી ના અપનાવે તેની સરકાર કાળજી રાખે તે જરૂરી છે.
જાગૃત વાલીઓએ બેધ્યાન અને બેદરકાર વાલીઓને જણાવતા તે વાત પણ જણાવી છે કે સંબંધો બગડવાની બીક કે ડર રાખતા વાલીઓ રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીને ફોન નંબર 0281-2223453 ઉપર પણ ફરિયાદો કરી જેતપુરમાં શાળા સંચાલકોએ વધારેલા ફી વધારાને કાબુમાં લેવડાવવાની માંગો કરવી જોઈએ..
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરમાં વધુ એક રૂ.50 હજારની ઘરફોડ ચોરી 
જેતપુર તા.5
જેતપુરના નવાગઢ રોડ પરના એક મકાનને નિશાન બનાવી નિશાચરો ગઈ રાત્રીના રૂપિયા 50 હજારના મુદામાલ ની ચોરી કરી ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી મુજબ અહીના નવાગઢ રોડ પર કે કપડાના શો રૂમ પાછળ રહેતા મનસુખભાઈ હીરાભાઈ ગોંડલિયા ગઈકાલે બહાર ગામ જઈને પરત પોતાના ઘરે આવતા દરવાજાના નકુચા તૂટેલા જોવા મળ્યા હતા. દરમિયાન તપાસ કરતા તસ્કરો કબાટ તોડી રોકડ રૂપિયા 15000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.50,000 નો મુદામાલ ચોરી જતા આ બારાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
-----------------------------------------------------------------------------------------------------------------------
જેતપુરના ખેડૂતની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવનાર 
રાજકોટ, જેતપુર અને મૂળીના 3 શખ્શો સામે પોલીસમાં રાવ 
જેતપુર તા.5
જેતપુરના એક ખેડૂતની ખેત જમીન પર કબજો જમાવવા મુળી, જેતપુર અને રાજકોટના એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ, શહેરના ડોબરીયા વાડી વિસ્તારમાં રહેતા પટેલ રામજીભાઈ માલવિયાની કીમતી જમીન પચાવી પાડવા મૂળીના લક્ષ્મણ નાથા બામ્ભાવા, રમેશ(જંગલેશ્વર-રાજકોટ) તથા વડલી ચોકના વિજય નાથા એમ ત્રણેય શખ્શોએ બોગસ દસ્તાવેજ બનાવી ખેતીનો હક છીનવી લેવાનો પ્રયાસ કરતા નોંધવાયેલ આ પોલીસ ફરિયાદની તપાસ પીએસઆઈ ચૌહાણે હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812