અનુયાયીઓ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

રાજકોટમાં 4 વર્ષમાં ડિસેમ્બરનું નોંધાતું સૌથી નીચું તાપમાન 8.7

- સૌરાષ્ટ્રમાં શીતલહર,આજે રાજકોટમાં સિવિયર કોલ્ડવેવ સંભવ

- સતત બીજા દિવસે સૌથી ઠંડુ શહેર રાજકોટ

- ઠંડી હજુ વધશે કોલ્ડવેવ મુદ્દે મનપામાં નથી એક્શન કે નથી એક્શન પ્લાન!


હજુ કાતિલ ઠંડીના પોષ કે જાન્યુઆરી માસ તો બાકી છે ત્યાં સૌરાષ્ટ્રમાં આજે શીતલહર ફરી વળતા ધુ્રજાવી દેતી ઠંડી અનુભવાઈ હતી. રાજકોટમાં આજે સૌરાષ્ટ્રમાં સૌથી નીચુ તાપમાન, ગત ચાર વર્ષોમાં ડિસેમ્બર માસમાં શહેરમાં નોંધાતી સૌથી ન્યુનત્તમ તાપમાન આજે ૮.૭ સે.નોંધાયું હતું અને દિવસ આખો ઠંડા પવનોથી જનજીવન અને પશુપંખીઓ પર પર વ્યાપક અસર પડી હતી. લોકો તાપણાં તાપતા, ગરમ વસ્ત્રોમાં વીંટાળાયેલા અને ગરમ ખાણી-પીણી આરોગતા નજરે પડયા હતા તો પશુ-પંખીઓ પર પણ વ્યાપક અસર વર્તાઈ હતી.
આ માસમાં સૌથી ઓછું તાપમાન (સૌથી વધુ ઠંડી) રાજકોટમાં ઈ.સ.૨૦૧૫માં ૯.૫ સે., ઈ.સ.૨૦૧૬માં ૧૨.૩ સે. અને ગત વર્ષ ૨૦૧૭માં ૧૧ સે.નોંધાઈ છે. આમ, હજુ ડિસેમ્બરના પાંચ દિવસ બાકી છે ત્યાં શહેરમાં ગઈકાલે ૧૦.૮ અને આજે ૮.૭ સે. તાપમાને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજકોટમાં આ મહિનામાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ તા.૩૧-૧૨-૨૦૧૩ના રોજ ૭.૦ સે.નો અને સવાસો વર્ષનો રેકોર્ડ તા.૨૭-૧૨-૧૯૦૩ (૧૧૫ વર્ષ પહેલા) ૨.૮ સે.નો છે.
સમગ્ર ગુજરાતમાં જાન્યુઆરી માસમાં ડિસેમ્બર કરતા પણ વધુ ઠંડી નોંધાતી રહી છે. હવામાનખાતા અનુસાર આજનો કોલ્ડવેવ આવતીકાલ અને તા.૨૮ના શુક્રવારે વધુ તીવ્ર બનવાની અને ખાસ કરીને રાજકોટ,ભાવનગર પંથક અને કચ્છ વિસ્તારમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
રાજકોટમાં જીવલેણ નિવડી શકતી ઠંડી છતાં મનપાનું આરોગ્ય ખાતુ આ મુદ્દે પણ સુસ્ત અને ઠંડુ છે. મ્યુનિ.કમિશનરે તીવ્ર ગરમીમાં શુ કરવું તે અંગે કમસેકમ હીટવેવ એક્શન પ્લાન ઘડયો છે પણ અસહ્ય ઠંડીથી લોકોને, ખાસ કરીને ગરીબોને રક્ષવા શુ કરવું તે અંગે નથી તો એક્શન લેવાતા કે નથી કોઈ એક્શન પ્લાન ઘડીને અધિકારીઓને માર્ગદર્શન અપાતું. આમ, ઠંડીમાં લોકો ભગવાન ભરોસે છે.
સૌરાષ્ટ્રમાં તા.૨૬-૧૨ના રોજ ટોપ-૧૦માં સૌથી ઠંડા શહેરો
(૧)રાજકોટ
૮.૭
(૨)મહુવા
૯.૯
(૩)સુરેન્દ્રનગર
૧૧.૫
(૪)જુનાગઢ
૧૧.૬
(૫)જામનગર
૧૨.૫
(૬)ભાવનગર
૧૨.૬
(૭)પોરબંદર
૧૨.૭
(૮)વેરાવળ
૧૧.૭
(૯)દ્વારકા
૧૫.૯
(૧૦)ઓખા
૧૭.૮
(* દિવમાં ૯.૮ સે.એ તીવ્ર ઠંડી* ઓખામાં હંમેશા ઠંડી ઓછી હોય છે * કચ્છનું નલિયા ૭ સે.સાથે રાજ્યમાં સૌથી ઠંડુ, જ્યારે કંડલા એરપોર્ટે ૮.૬, ભૂજ ૧૨.૪ સે.તાપમાન)

રાજકોટમાં 'માથા'ના પ્રકરણમાં તમામ રાજ્યોની પોલીસ "ઉંધે માથે"

મામલો ઓનર કિલીંગનો હોવાની પોલીસને દ્રઢ શંકા
ઘરેથી બાળકને લઈને નિકળી ગયેલી મહિલના રાજ્યભરમાં નોંધાયેલા કેસોની હવે તપાસનવ દિવસ પછી પણ પોલીસને ચકરાવે ચડાવનાર ઘટનાનો ભેદ અકબંધ

શહેરના રૂખડીયાપરામાં આજી નદીની વચ્ચે ઉપસેલા પત્થર પરથી બાળકનું વાઢી નખોલુ માથુ મળી આવ્યાને આજે નવ દિવસ થઈ જવા છતાં તેનો ભેદ ખુલ્યો નથી. પોલીસે વાઢી નખાયેલા માથાના ફોટોગ્રાફ સહિતની માહિતી રાજ્યભરની પોલીસને મોકલી હતી. પરંતુ આમ છતાં કોઈ માહિતી નહીં મળતા હવે દેશભરના તમામ રાજ્યોની પોલીસની મદદ લેવાઈ છે.

બી ડિવિઝન પોલીસે સીઆઈડી ક્રાઈમ બ્રાંચ મારફત દેશભરના તમામ રાજ્યોની પોલીસને વાઢી નખાયેલા બાળકના માથાના ફોટોગ્રાફસ અને બીજી જરૂરી માહિતી મોકલી મદદ કરવા કહ્યું છે. આ ઉપરાંત પોલીસે જે મહિલા બાળક સાથે ઘરેથી જતી રહી હોય તેવા રાજ્યભરના કેસો અંગે પણ માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.

શહેરભરની તમામ સ્કુલોમાં પણ પોલીસે ગેરહાજર કે કોઈ બાળક લાપતા હોય તો તે અંગે માહિતી મેળવી હતી. અમુક બાળકો વાલીઓ સાથે બીજા રાજ્યમાં ગયા હોવાની માહિતી મળતા પોલીસ વિડીયો કોલ મારફતે આવા બાળકના વાલીઓ પાસેથી ખરાઈ કરવાની કામગીરી કરી રહી છે.

નવ દિવસની તપાસ બાદ પોલીસ હવે એવા તારણ પર પહોંચી છે કે આ કેસમાં જેનું માથુ મળ્યું છે તે બાળકના નજીકના સગા-સંબંધીોનો હાથ હોવો જોઈએ. અર્થાત પોલીસને આ કેસ ઓનર કિલીંગનો લાગી રહ્યો છે જેને કારણે જ આજ સુધી મૃતક બાળકના પરિવારજનો કે સગા સંબંધીઓએ આજ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી તેવી પોલીસ દલીલ આપી રહી છે.

ગઈ તા. ૧૮મીએ આજી નદીની વચ્ચેથી બાળકનું વાઢી નખાયેલું માથુ મળી આવ્યા બાદ તેનો ભેદ ઉકેલવા પોલીસની ઘણી બધી ટીમો અત્યાર સુધી ઘણાં પ્રયાસો કરી રહી છે. પરંતુ કોઈ રીતે સફળતા મળતી ન હોવાથી પોલીસમાં પણ હવે આ કેસનો ભેદ ઉકેલાશે કે પછી હંમેશા માટે અકબંધ રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પવિત્ર પાપી : ‘હવન’ના બહાને પૂજારીએ પરિણીતા ઉપર ગુજાર્યુ દુષ્કર્મ

રાજુલા તાલુકાના ભાક્ષિભંડારીયાનાં નરેશ ઉર્ફે હકાબાપુ સામે ફરિયાદ
 
રાજુલા તાલુકાનાં ભાક્ષિ ભંડારીયા ગામના હનુમાનદાદાના પૂજારીએ નાગેશ્રી ગામની પરિણીતાને હવન કરવાના બહાને બોલાવી આશ્રમ નજીકનાં વિરાન ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજુલાના ભાક્ષિભંડારીયા ગામના નરેશ ઉર્ફે હકાબાપુ (હકાભાઇ વલ્લભભાઇ દવે) નામના હનુમાનજી આશ્રમનાં પૂજારીએ ગત તા.15/11ના રોજ બપોરના 2-30 વાગ્યાના સુમારે નાગેશ્રી ગામની પરિણીતા અને મૂળ ભાક્ષિ ભંડારીયા ગામની રહીશ મહિલાને હનુમાન દાદાનાં આશ્રમે હવન કરવાના બહાને બોલાવી હવન કરવા નજીકના વિરાન ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નેંધાવી છે.

ભરૂચ: બળાત્કાર પ્રકરણમાં પીડિતાને ન્યાય અપાવવા બીટીએસ મેદાનમાં
વડોદરા: આદિવાસી સગીરા ઉપર થયેલા બળાત્કાર પ્રકરણમાં આખરે ભિલીસ્થાન ટાઈગર સેનાના વિરોધ વચ્ચે ફરિયાદ નોંધાઈ તો ખરી પરંતુ નરાધમો સામે કડક કાર્યવાહીની માગ સાથે ભિલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ ભોગ બનનાર સગીરાના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર આદિવાસી પરિવારમાંથી હોવાથી તેમજ તેના પરિવારમાં તેઓનો કોઈ સહારો ન હોવાના કારણે પોલીસે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
 
ભલગામની પરિણીતા પર દુષ્કર્મ 
જૂનાગઢના ભલગામની પરિણીતાના સંપર્કમાં વેરાવળ નજીકના ગોવિંદપરાનો નરેશ કરશન વાણવી આવ્યો હતો અને વિશ્વાસ કેળવી બાદમાં પતિ અને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી જૂનાગઢ બસ સ્ટેન્ડ નજીકના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ શખસે આ મુદ્દે પરિણીતાને ચૂપ રહેવા નહીં તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે પરિણીતાએ હિંમત કેળવી બિલખા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.યુ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
 
મોખાણા બળાત્કાર પ્રકરણ: લલોઈના શખસની ધરપકડજામનગર તાલુકાના લલોઈ ગામે રહેતા ચંદુ રવજીભાઈ દેવીપૂજક સામે 2009માં મોખાણા ગામની સીમમાંથી 13 વર્ષની બાળાનું અપહરણ કરી તેના ઉપર બળાત્કાર ગુજાર્યાની અને સગર્ભા બનાવ્યાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ હતી.ત્યારથી તે નાશતો ફરતો હતો. દરમિયાન આ શખસ સુરતના વરાછા વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતાં પી.એસ.આઈ. એમ.આર.વાળા તેમના સ્ટાફ સાથે સુરત ગયાં  હતાં અને ચંદુને ઝડપી લઈ જામનગર લાવવામાં આવ્યો છે. પોલીસે આ શખસને રિમાન્ડ ઉપર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં માધાપર પાસે 36 દબાણો હટાવાયા

25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર પર વહિવટી તંત્રનું બુલડોઝર ફર્યું

રાજકોટના માધાપર નજીક આવેલી આસ્થા રેસિડેન્સી પાછળના ભાગે સરકારી જમીન ઉપર ખડકાયેલાં ગેરકાયદે દબાણો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર મળીને કુલ 36 જેટલાં બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
માધાપરમાં સરકારી જમીન પરનાં દબાણો સતત વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો અગાઉ અહીંના આસ્થા રેસિડેન્સી પાછળ આવેલા સર્વે નં.111માં સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણ થઇ રહ્યું હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. જે અનુસંધાને તાલુકા મામલતદારે સર્વે કરાવીને પ્રાંત કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો. આ સર્વેમાં માધાપરની સરકારી ખરાબાની 2 કરોડથી વધુ રૂપિયાની જમીન ઉપર ગેરકાયદે દબાણો ખડકાયા હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આજે પ્રાંત અધિકારી જેગોડાની આગેવાની હેઠળ તાલુકા મામલતદાર અને ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન લોકોનાં ટોળાં પણ એકઠા થઇ ગયાં હતાં, જો કે સઘન પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ માથાકૂટ થઇ ન હતી.
સરકારી ખરાબાની 20 હજાર ચો.મી. જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી બાંધકામો ખડાકાઇ રહ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને એક મંદિરનું બાંધકામ થઇ ગયું હતું જે આજે કલેક્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ જગ્યા ઉપર અમુક દબાણકારોએ તો 10થી 15 દિવસ અગાઉ બાંધકામ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ શહેરમાં તા.30ના 22 વહાલુડી સ્નેહનું પાનેતર ઓઢીને પ્રભુતામાં પગલાં માંડશે


દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આયોજીત વિવાહ ઉત્સવમાં
તા.29ના સમૂહ મંડપ મુહૂર્ત તથા કલાકાર અશ્વિન જોશીનો કાર્યક્રમ
શ્રેષ્ઠીઓ પિર્તૃત્વ ભાવ સાથે કન્યાદાનનું ઋણ અદા કરશે

    રાજકોટના આંગણે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આગામી તા.29 અને 30ના રોજ 22 વહાલુડી દીકરીઓના વિવાહનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવશે. શહેરના જામનગર રોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં યોજાનાર આ લગ્નોત્સવમાં રર દીકરીઓ નેહમાં વિદાયની વેદનાના આંસુના બદલે હરખની હેલી સાથે સ્નેહનું પાનેતર ઓઢી પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગે તા.29ના સવારે 7:30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રાત્રીના આઠ વાગ્યે કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર બીએપીએસના હોલમાં કલાકાર અશ્વિનભાઇ જોશીના કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    વહાલુડીના વિવાહના સ્વપ્નદ્રષ્ટા મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના અને હસુભાઇ રાચ્છે તથા સંસ્થાના પ્રતાપભાઇ પટેલે સમગ્ર આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તા.ર8 ના રોજ રાજકોટના રાધે કેટરર્સના સંચાલક ચેતનભાઇ પારેખ દ્વારા તેમજ શહેરના જાણીતા બીલ્ડર સાહિત્યકાર સ્વ.રસીકભાઇ મહેતા પરિવારના હરેનભાઇ મહેતા પરિવાર તરફથી દરેક દીકરીનું ફુલેકુ લેવામાં આવ્યું છે તેમજ રાસગરબા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તા.ર9 ના રોજ સવારે 7.30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રર દીકરીઓનો ભવ્ય મહેંદી રસમનો પ્રસંગ ઉજવાશે.

    વહાલુડીના વિવાહના મુખ્ય લગ્નોત્સવની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ અને સુનીલભાઇ મહેતાએ જણાવ્યું છે કે તા.30 ડિસેમ્બર રવિવાર સાંજે 4 વાગ્યે ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં જાનનું આગમન થશે. કાલાવડ રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતેથી એકસાથે 40 થી વધુ બસ તેમજ ગાડીના કાફલાને પાયલોટીંગ કરી લગ્નસ્થળે લઇ જવામાં આવશે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આ લગ્નોત્સવમાં સામેલ થનાર પ્રત્યેક દીકરીને કરિયાવર સ્વરૂપે લગભગ 3 લાખ જેટલી રકમનો કરિયાવર અપાશે જેમાં નાની મોટી 170 જેટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
દરેક કપલને ગોવા હનીમૂન ટૂરમાં મોકલાશે
વહાલુડીના વિવાહમાં ભાગ લેનાર 22 દીકરીઓને તા.19 જાન્યુઆરીના રોજ કપલમાં ગોવાનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં દીકરીઓને આવવા જવાની ટિકિટ ઉપરાંત તમામ સાઇટ સીન અને સુંદર હોટલ-રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જાનૈયાઓનું થશે અદકેરૂ સ્વાગત
ગ્રીન લીફ પાર્ટીપ્લોટના પટાંગણમાં જાન આગમન સાથે બેન્ડવાજા, ઢોલનગારા અને શરણાઇના સૂરોના સથવારે વીન્ટેજ કાર અને 6 શણગારેલી બગીઓ, મોટરકારના કાફલા સાથે રાસની રમઝટ બોલાવતા વરઘોડાનો પ્રસંગ ઉજવવામાં આવશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહેશે
લોકપ્રિય ટીવી સિરસયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર તન્મય વેકરીયા (બાઘાલાલ) અને મોનીકા ભાદોરીયા (બાવરી) લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહશે તથા કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમમાં મયુર વાંકાણી (સુંદર) ઉપસ્થિત રહેશે. '

હે, રામચંદ્રજી અમારો પાક વીમો મંજુર કરાવો !


રામધૂન બોલીને ભગવાન શ્રીરામને પાકવીમા પ્રશ્ને ખેડૂતોનું આવેદનપત્ર
ધોરાજી પંથકનાં ખેડૂતો દ્વારા નવતર વિરોધ પ્રદર્શન : રામજી મંદિરનાં પટાંગણમાં ઉમટેલા ખેડુતોએ સકારને સદબુધ્ધિ મળે અને મુખ્યમંત્રી તેમનું વચન પાલન કરે, એવી કરી પ્રાર્થના


ધોરાજી પંથકનાં ખેડુતોએ પાકવિમા પ્રશ્ને ભગવાન શ્રીરામને આવેદનપત્ર આપ્યું હતું અને રામજી મંદિર ખાતે ધૂન બોલાવીને ગુજરાત સરકારને સદબુધ્ધી મળે તેવી પ્રાર્થના કરીહતી.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિયભાઈ રૂપાણીએ ખેડુતોને પાકવિમો અત્યારે ચુકવવામાં આવશેતેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને ધોરાજીનાં ખેડુત આગેવાનો અને ખેડુતોએ મોટી સંખ્યામાં ધોરાજીમાં રામજી મંદિરનાં પટાંગણમાં બેસી સરકારને સદબુધ્ધી મળે અને મુખ્યમંત્રીએ ખેડુતલક્ષી કરેલ જાહેરાત પુર્ણ કરવા તેમને શક્તિ મળે તેવા બેનર લગાવી બાદમાં ભગવાન શ્રી રામને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવેલું કે, સરકારે જન્માષ્ટમી પૂર્વે ખેડુતોને પાકવીમો આપી દેવા જાહેરાત કરી હતી. જે વચનને પુર્ણ કરી શકયા નથી. ૯-૯ મહીનાથી ખેડુતો પાક વીાથી વંચીત છે, ત્યારે ગતરોજ ફરી મુખ્યમંત્રીએ ખેડુતોને ફેબુ્રઆરી માસ પહેલા પાકવીમો આપી દેવાની જાહેરાત કરી છે. હવે મુખ્યમંત્રી તેમણે આપેલા વચનો પાળશે કે કેમ? તેના પર ખેડુતોએ શંકા ઉઠાવી રામ મંદીરમાં આવેદનપત્ર થયું હતું.

આ નવતર પ્રયોગ સાથે ખેડુતોએ જણાવેલું કે, મુખ્યમંત્રી વચનો આપે છે, પરંતુ પાળતા નથી. ભગવાન શ્રી રામને એટલા માટે આવેદન આપ્યું છે. કે, રઘુકુળ રીત સદા
રાજકોટના સામા કાંઠે રહેતા ઘઉંના
વેપારીના આપઘાતમાં બિલ્ડર, ફાયનાન્સરો, વકીલ સામે ગુનો
 બિલ્ડર તેની પત્ની અને મળતીયાઓએ કરોડોની લોન લેવડાવી 'દગો' દેતા ઝેરી દવા પી જીંદગી ટુંકાવી લીધી

શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞોશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં અતુલ પટેલ, શૈલેષ રામજીભાઈ ભંડેરી અને એડવોકેટ કેતન મંડ વિરુદ્ધ આપઘાત માટે દૂષ્પ્રેરણા આપવી, વિશ્વાસઘાત, છેતરપીંડી કરવી, ગુનાઈત કાવતરૂ, ગાળો અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.

ફરિયાદમાં દક્ષાબેને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર નિસર્ગ અને પુત્રી વેદાંતી છે. ઘઉંનો વેપાર કરતા તેના પતિને ચારેક વર્ષ પહેલા પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રકશન નામની પેઢી ધરાવતા બિલ્ડર નિલેશ લુણાગરીયા કે જે એન.કે. તરીકે ઓળખાય છે તેણે કહ્યું હતું કે તમે ઘઉંના મોટા વેપારીઓ છો. આપણે બંને ભાગીદારીમાં ઘઉંનો વેપાર કરીએ. તેનાં પતિએ હા પાડતા તેને નિલેશે દેશ અને વિદેશમાં પણ ધંધો કરવાનું કહી આ માટે મોટી લોન લેવાની વાત કરી હતી.

તેની સાથોસાથ કહ્યું કે તેણે બાંધકામના પ્રોજેક્ટો માટે પોતાના નામે લોનો લીધી છે જેથી બીજી લોન મળી શકશે નહીં તેમ કહી તેના પતિને પોતાની પેઢીના નામે લોન લેવા અને તે લોનની રકમ તેની પેઢી વાપરશે અને હપ્તા પણ ભરશે તેવી વાત કરી હતી. એટલું જ નહીં તેના પતિને એમ પણ કહ્યું હતું કે જો તેને રકમ જોઈતી હોય તો તે તેની પેઢી એટલે પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લોન લેશે. બદલામાં વ્યાજ સહિતની રકમ તેની પેઢીને પરત કરવી પડશે. જ્યારે લોનના સંપૂર્ણ હપ્તા તેની પેઢી ભરશે તેવું નક્કી કર્યું હતું.

આ પછી નિલેશે એડવોકેટ કેતન ભંડ પાસે ભાગીદારી પેઢી માટે સમજૂતી કરાર તૈયાર કરાવ્યો હતો. જેમાં તે તેની પત્ની હીનાબેન, તેના બનેવી જીજ્ઞોશ પટેલ અને તેનો પતિ ભાગીદાર હતા. નોટરી સમક્ષ ગઈ તા. ૧૫-૭-૨૦૧૫ના રોજ આ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિલેશે ધંધા માટે તેના પતિની પેઢીના નામે ફૂલરટોન ફાયનાન્સમાંથી ૯૧ લાખની ગઈ તા. ૬-૮-૨૦૧૫ના રોજ લોન લેવડાવી હતી. જે રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. જેનો ૧.૧૫ લાખનો હપ્તો હતો.

બીજી લોન ચોલામંડલમમાંથી ૧.૪૦ કરોડની ગઈ તા. ૧૮-૫-૨૦૧૫ના રોજ લીધી હતી. જેનો હપ્તો ૧.૭૦ લાખનો હતો. આ લોનની રકમ પણ તેના પતિની પેઢીના ખાતામાં જમા થઈ હતી. આ બંને લોનના હપ્તા સમજુતી કરાર મુજબ નિલેશે ભરવાના હતા. આ લોનની રકમ તેના પતિની પેઢીના ખાતામાં જમા થતા જ નિલેશે પોતાની પેઢીમાં ચાર તબક્કે મળી ૪૪ લાખ લઈ લીધા હતા.

આ ઉપરાંત પર્સનલી ૬ લાખ પણ મેળવ્યા હતા. તેની પત્ની હીનાબેને ૧૮ તબક્કે ૧ કરોડ ૨ લાખ ઉપાડી લીધા હતા અને નિલેશના માણસ સની પ્રમાણીના ખાતામાં ત્રણ તબક્કે ૬૫ લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. આમ કુલ ૨.૧૭ કરોડ ઉપાડી લેવાયા હતા. આ બંને લોનના હપ્તા નિલેશની પેઢીએ ભર્યા ન હતા.

જેથી ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ તેના પતિને સતત ફોન કરી હપ્તાની ઉઘરાણી કરી અપશબ્દો બોલતા હતા. તેના પતિ જો નિલેશને હપ્તા ભરવાનું કહે તો તે ખોટા વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. નિલેશે ગઈ તા. ૧૭-૯-૨૦૧૫ના રોજ ફેરફાર કરી પેઢીમાં ભાગીદાર તરીકે તેની પત્ની અને તેના પતિને રાખી દીધા હતા. તે વખતે પણ શરતો મુજબ પૂર્વા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જ બંને લોનના હપ્તા ભરવાના હતા તેમ છતાં તેણે હપ્તા નહીં ભરી તેના પતિ સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી.

આ ઉપરાંત તેના પતિએ સંબંધી જયંતિભાઈ વસોયા પાસેથી ચોટીલાના મેવાસાની જમીન ગઈ તા. ૪-૮-૨૦૧૬ના રોજ ખરીદી કરી હતી. જેના અસલ દસ્તાવેજો એડવોકેટ કેતન મંડે કરાવ્યા હતા જે અનેક વખત માંગણી છતાં દસ્તાવેજો આપતો ન હતો. ચોલામંડલમ ફાયનાન્સના ત્રણ હપ્તા ચડી જતા ૫.૧૦ લાખના ચેક રિર્ટન થયો હતો. જેનો કેસ તેના પતિ સામે થયો હતો. આ બાબતે કોર્ટની નોટીસ મળી હતી. ત્યારે ચોલામંડલમે કલેક્ટરમાં મિલ્કતનો કબ્જો લેવા કાર્યવાહી કરી હતી. તેના કાગળો મળ્યા ત્યારે તેના પતિ નિલેશ પાસે ગયા હતા અને હપ્તા ભરવાનું કહેતા તેણે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ફાયનાન્સવાળા તેના પતિને જાણ કરતા હોવાથી તેના પતિ સતત ચિંતામાં રહેતા હતા.

આ રીતે નિલેશ અને તેના મળતીયાઓએ તેના પતિને મરવું પડે તેવા સંજોગો ઉભા કરતા તેના પતિ તેમને વારંવાર આજીજી કરતા હતા. પરંતુ આ બધા લોકો એમ કહેતા હતા કે હવે તમે મને જવાબદાર ગણી નહીં શકો, કારણ કે બધી લોન અમારી પેઢીના નામે નહીં તમારી પેઢીના નામે લીધી છે. લોનમાં તમારી મિલ્કતો મોર્ગેજ છે. એટલે લોન અને તેના હપ્તા તમારે ભરવાના છે. જેથી નિલેશને કહ્યું કે તમે અને તમારા પત્ની, તમારા માણસો મારી પાસેથી લોનની રકમ લઈ ગયા છો. જે તમારે જ ભરવાના છે. જે બાબત રેકોર્ડ ઉપર છે. આમ છતાં નિલેશ થાય તે કરી લેવા ધમકી આપતો હતો.


અંતે તેના પતિએ નિલેશ અને તેની સાથે રહેલા તમામને ગઈ તા. ૯-૩-૨૦૧૮ના રોજ નોટીસ આપી હતી. જેનો આઘાતજનક જવાબ મળતા તેના પતિ સતત ટેન્શનમાં અને પરિવારની ચિંતા કરતા હતા. એટલું જ નહીં પરિવારના સભ્ય સાથે બહુ વાત કરતા નહીં. ગઈ તા. ૨૦ના રોજ રાત્રે પરિવારના સભ્યોએ તેના પતિને કંઈક રસ્તો નિકળી જશે તેમ કહી હિંમત અને આશ્વાસન આપ્યા હતા. પરંતુ તેના પતિએ કહ્યું કે હવે બધું જતું રહ્યું છે. નિલેશ અને તેના મળતીયાઓએ તેની સાથે છેતરપીંડી કરી છે અને તેને ફસાવી દીધો છે. હવે આ બધી તકલીફોમાંથી છૂટકારા માટે તેની પાસે કોઈ વિકલ્પ નથી તેમ કહી રડવા લાગ્યા હતા અને કહ્યું કે આ બધાને છોડતા નહીં.

ત્યારબાદ ગઈ તા. ૨૧મીએ તેના પતિ બપોરે ઘરેથી જમ્યા વગર નિકળી ગયા હતા અને મોબાઈલ પણ ઘરે મુકી ગયા હતા. પછી તેમને દવા પી લીધાનું જાણવા મળતા હોસ્પિટલ દોડી ગયા હતા. ત્યાં તેના પતિએ યુનિવર્સિટી પોલીસને એક ચિઠ્ઠી (સ્યુસાઈડ નોટ) આપી હતી. જેમાં તમામ આરોપીઓના નામો હતા અને તેના પતિએ જણાવ્યું હતું કે આ બધાના ત્રાસથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.

આખરે ગઈકાલે તેના પતિએ સિવીલમાં દમ તોડી દીધો હતો. બી ડિવિઝનના પીઆઈ ઠાકર, પીએસઆઈ ડામોરે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરાઈ છે.