અનુયાયીઓ

શુક્રવાર, 8 મે, 2015

જેતપુરના પેઢલા ગામે ડાઈંગની કેમિકલની કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાન દાઝ્યો

જેતપુરના પેઢલા ગામે ડાઈંગની કેમિકલની 
કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાન દાઝ્યો
જેતપુર તા.9
જેતપુરના પેઢ્લા ગામની એક ડાઈંગમાં કામ કરતા કરતા કેમીકલની કુંડીમાં પડી ગયેલ પરપ્રાંતીય યુવાનને સારવાર માટે દવાખાને ખાસેડ્યાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલા ગામે  આવેલા જયશ્રી ડાઈંગ નામના સાડી કારખાનામાં કામ કરતો રાજેશ રામલખન બિહારી નામનો પરપ્રાંતીય 30 વર્ષનો યુવાન ગઈકાલે કામ કરતા કારખાનાની એક કે કેમીકલની કુંડીમાં ગબડી પડતા બંને પગમાં દાઝી જવાથી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીરપુરમાં જુગાર દરોડો : 5 ઝડપાયા 
જેતપુર તા.9
વિરપુરના દલિતવાસમાં રોજ જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન આજે વીરપુર પોલીસે ફરિયાદવાળી જગ્યાએ જુગાર દરોડો પાડતા કાનજી વશરામ, દેવરાજ દાન, જેન્તી અમર, બાબુ જશા, તથા મહેન્દ્ર વાજા એમ 5 શખ્શો રોકડ રકમ રૂ.570 સાથે ઝડપાઈ ગયા હતા.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812

જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ

વાલી જગત ચિંતિત, સંતાનો ક્યાં સુધી કવરાવશે ??
જેતપુરમાંથી વધુ 2 સગીરાના અપહરણ 
જેતપુર તા.9
જેતપુર શહેરમાંથી ગઈ કાલે વધુ 2 સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાવાતા પોલીસ અને વાલીઓ બંને ચિંતિત હોવાની વિગતો મળી રહી છે.
આજના હાઈટેક યુગમાં એક તબક્કે જોઈએ તો યુવાન સંતાનોને સાચવવા વાલીઓ માટે કપરું થઇ પડ્યું છે. માન-મર્યાદાઓના રીતસરના ઉલંઘન વચ્ચે પણ વાલીઓને મને-કમને સંતાનોને સાચવવાની નોબત સહવી પડતી હોય વાલી જગત ચિંતિત છે. પેટના જણ્યાં, ઉછેર્યે છૂટકો એ વાતના વિમાસણમાં પડેલ વાલી જગત હજુ પણ સંતાનોને મોકળા મનની કે સાંપ્રત યુગમાં જોવા મળતી છૂટછાટો આપવામાં બેદરકારી દાખવતા રહેશે તો ''મારી દીકરી મારી છાતી પર પગ મૂકી ચાલી ગઈ !'' અને મારો દીકરો મારી આબરુની ધૂળધાણી'' કરીને ચાલ્યો ગયો તેવી વાતોના વસવસામાજ વાલીઓએ જીંદગી ગાળવી પડશે તેમાં શંકા ને સ્થાન રહેશે નહિ.
ખેર, '' એક હાથે તાળી નાં પડે'' એ કહાવતને ધ્યાને લઈએ તો સો વાતોની વચ્ચે વાલીજગતે એક વાત સ્વીકાર્યા વગર નહિ ચાલે કે, આપણી બેદરકારી ''હાથના કર્યા હૈયે વાગ્યા'' જેવી સાબિત થઇ છે. સુધરવું પડશે, સંતાનોને સુધારવા પડશે, પણ આ બધું સંતાનોની યોગ્ય ઉમર થતાજ વાલીઓએ વિચારવું પડશે, અન્યથા '' ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા' જેવી વાતની સૌ ટીકા કરશે, વખાણ નહિ !!
દીકરીઓના અપહરણ થઇ જવા એ વર્તમાન સમયમાં ગૌણ વાત એટલે થઇ ચુકી છે યેનકેન પ્રકારે સંતાનોની ઉતાવળ, મજાક-મશ્કરી, અને અનુકરણમાં આંધળી દૌડ વધુ કામ કરી જતી હોય, ચિંતાગ્રસ્ત વાલીઓને ફોર્માલીટી મુજબ પોલીસ ફરિયાદો કરવી પડતી હોય છે, શાયદ આવી જ વાતો જાણ્યે-અજાણ્યે સાબિત થઇ જતી હોય તેમ ગઈકાલે જેતપુરમાંથી વધુ બે સગીરાના અપહરણ થયાની પોલીસ દફતરે ફરિયાદો નોંધાઈ છે. 
જેમાં એક ગોંદરા વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને રાકેશ જેન્તી નામનો યુવાન અપહરણ કરી ગયાની તેમજ જાગૃતિ નગરની એક 14 વર્ષની સગીરાનું એક અજાણ્યો યુવાન લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની વાલીઓએ ફરિયાદ કરતા શહેર પોલીસે ચિંતા સાથે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ

અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જોગ 
જેતપુર તા.9
ગુજરાત હરીજન સેવક  સંઘ સંચાલિત ઠક્કરબાપા સાર્વજનિક કુમાર છાત્રાલય, ધોરાજી માં જુન-2015 થી ચાલુ થતા ધો.9 થી 12 માં પ્રવેશ કાર્ય ચાલુ હોય, અ.15.5. સુધીમાં પ્રવેશ ફોર્મસ મેળવી-ભરી જવા વાલી સમિતિના પ્રમુખ વલ્લભભાઈ ડેન્ગરા તથા છાત્રાલય સંચાલક ગંગારામભાઈ પરમાર દ્વારા અનુરોધ કરાયો છે.

માત્ર જાણ : આ સમાચાર અમોને જેતપુર કોર્ટના સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ આપ્યા હોય, યોગ્ય જણાય તો લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે

સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ દ્વારા 
અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી મેળો યોજાશે
 જેતપુર તા.9
સમસ્ત 11 જીલ્લા પ્રજાપતિ વિકાસ મંચ, અમદાવાદ દ્વારા આગામી 17-5. ને રવિવારના રોજ પ્રજાપતિ જ્ઞાતિના જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર ગામ, મોટેરા પાછળ, સાબરમતી ખાતે યોજાનાર આ જીવન સાથી પસંદગી મેળામાં કોઈ પણ પ્રકારની ફી વગર યુવક-યુવતી અને તેમના વાલીઓને મફત પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કેતન ઓઝા-જેતપુર-99139 44084, રામભાઈ પ્રજાપતિ-97149 94669, અને અરવિંદભાઈ પ્રજાપતિ-98797 24183 નો સંપર્ક સાધવા જણાવાયું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 99742 62812


જેતપુર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જેતપુર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી 
પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
જેતપુર તા.8
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં જોડવા ઇચ્છતી ક્રિકેટ ટીમોના કપ્તાનોએ તા.9.5. થી 15.5.2015 દરમિયાન જરૂરી એન્ટ્રીફોર્મ તેમજ વિસ્તૃત માહિતી માટે પાલિકા કચેરી ખાતે રમત ગમ્મત ચેરમેન અરવિંદ વણઝારાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર -99742 62812